Prem Samaadhi - 40 books and stories free download online pdf in Gujarati

પ્રેમ સમાધિ - પ્રકરણ-40

પ્રેમ સમાધિ
પ્રકરણ-40
ચાકર વ્હીસ્કીની બોટલ, સોડા, આઇસક્યુબનો ડબ્બો અને નાસ્તો મૂકી જતો રહ્યો. નારણે બે ગ્લાસમાં પેગ બનાવી સોડા ઉમેરી આઇસક્યુબ નાંખ્યા.. એણે અને વિજયે ચીયર્સ કર્યુ અને કલરવની વાત પર ગંભીરતાથી ધ્યાન આવ્યું.
સીપ લેતાં નારણે પૂછ્યું "દિકરા પેલો આવ્યો ? એણે શું કીધું ?” કલરવે કહ્યું “એ આવ્યો મને મળ્યો પછી મારો કઠણકાળ શરૃ થયો”. વિજય અને નારણ બંને આર્શ્ચયથી સાંભળી રહ્યાં.
કલરવે કહ્યુ “એ આવ્યો મારી સાથે ખૂબ ધીમેથી વાત કરતો હતો મને કહ્યું ચાલ મારી સાથે હું તને એક એવાં માણસની મુલાકાત કરાવું જે તારાં પિતા... અમારાં સાહેબ શંકરનાથજી અંગે બધુ જાણે છે... હું એનાં ઉપર વિશ્વાસ મૂકી એની સાથે ગયો. મારાં મનમાં નવી આશા જાગી હતી કે હવે મને બરાબર માણસ મળ્યો છે હવે હું પાપાને મળી શકીશ”.
વિજય અધીરાઇથી પૂછ્યું “તને એ ક્યાં લઇ ગયો ?” કલરવે કહ્યુ. “અંકલ એ મને ઓફીસથી ચલાવતો થોડે દૂર સુધી લઇ ગયો પછી એક રીક્ષામાં બેસાડ્યો એ મારી સાથે બેઠો... રીક્ષાવાળો એનો ઓળખીતો જ હતો પેલાં પટાવાળાએ રીક્ષાવાળાને કહ્યું યુસુફ ભાઇ કે પાસ લેલો.. યે લડકેકો મિલાના હૈ ઉનકા પાપા..” પછી પેલો રીક્ષાવાળો બોલ્યો... “સમજ ગયા ચલો લે જાતા હું... “
“એ રીક્ષાવાળો પીધેલો લાગતો હતો મને અંદરથી ડર લાગતો હતો મેં એ પટાવાળાને પૂછ્યું અંકલ આપણે ક્યાં જઇએ છીએ ? રાત પડવાની.. મારે પાછા.. પેલાં પટાવાળો કહે તારાં બાપને મળવું છે કે નહી ? તું ચિંતા ના કર તારી બધી વ્યવસ્થા ભાઇ કરી દેશે.”
“હું થોડીવાર ચૂપ થઇ ગયો. રીક્ષા એક મસ્જીદ પાસે આવીને ઉભી રહી.. મસ્જીદની પાછળ એક ચાલ જેવું હતું ઝૂંપડપટ્ટી જેવું ત્યાં ચાલતા ચાલતા જઇ રહેલાં મેં પૂછ્યું અંકલ તમારુ નામ ? પેલાએ કહ્યુ મારું નામ મહેબૂબ છે હું પોસ્ટઓફીસમાં પટાવાળો છું પણ બધાં સાહેબની બધી વાત જાણું છું ચાલ..”.
“ચાલમાં એક ઝૂંપડા પાસે ઉભા રહ્યાં. બહાર અંધારુ પડ્યું પેલાં મહેબૂબે બૂમ પાડી ભાઇજાન.... ભાઇજાન... અંદરથી અવાજ આવ્યો... અંદર આ જા.. અને અમે બંન્ને અંદર ગયાં ઝૂપડાની અંદર લાઇટ હતી ટીવી ચાલતું હતું બધી વ્યવસ્થા હતી પેલો અંદર બેઠેલો મારી સામે જોઇ રહ્યો પછી વિચિત્ર રીતે હસ્યો અને મહેબુબને પૂછ્યું યે કીસકો ઉઠા લાયા ? મહેબૂબે કહ્યું. ભાઇજાન બહોત કામકી ચીજ હાથ લગી હૈ યે વો શંકરનાથકા લડકા હૈ સુબહ ઓફીસ આયા થા.. ઉસકે પિતા કહાઁ હૈ ઉસકો બતાના હૈ ?”
“પેલો હસી ઉઠ્યો એની આંખો પહોળી થઇ ગઇ એની પીળી પીળી આંખો ભયાનક લાગતી હતી.. પેલો મહેબુબ બોલ્યો ઇમ્તીયાઝભાઇ યે તુમ્હારે માલિક કી અમાનત હૈ... ઇમ્તીયાઝ બોલ્યો... સાલા મેરા નામ ક્યું લે રહા હૈ ? માલૂમ નહીં તુઝે... પછી ચૂપ થઇ ગયાં એણે મારી સામે જોઇને કહ્યું તેરે બાપ કો મિલના હૈ ના ? મેં હા પાડી એણે કહ્યુ તેરા બાપ કહીં ભાગ ગયાં હૈ થોડા ઇન્તજાર કરના પડેગા તબતક તુઝે મેરે યહાઁ રહેના પડેગા... બોલ ક્યા કરના હૈ ?”
“મેં બે હાથ જોડીને કહ્યુ. "તમે કોણ છો મને નથી ખબર પણ મને મારાં પાપાની મુલાકાત કરાવી આપો જીવનભર તમારો ઉપકાર નહીં ભૂલૂં પેલાએ મારી સામે દયામણી નજરે જોયું પછી પેલાં મહેબુબની સામે જોયું બોલ્યો" અરે તેરાં પાપા મેરા દોસ્ત હૈ મતલબ મેરે દોસ્ત કા દોસ્ત હૈ મેં મિલવા દૂંગા પર અભી તુમ્હારે ફેમીલી પર બડા જોખમ હૈ વો લંપટ મધુ મરને મારને પર તુલા હૈ કુછ દીન ઠહર જા. બાદમેં તેરે પાપા ભી મિલ જાયેંગે...”
“મારી આંખમાંથી આંસુ નીકળી ગયાં... મારાંથી બોલાઇ ગયું વો હરામીને મેરી માં ઔર મેરી બહેનકો માર ડાલા... મૈં નહીં છોડુંગા.. મેરા પાપા ભી નહીં છોડેંગે પેલાને ગુસ્સો આવી ગયો પણ તરત શાંત થઇ ગયો મને કહે.. ગુસ્સા કરના ઠીક નહીં વો બહોત બડા આદમી હૈ ઉસને હી મરવાયા હોગા....”
‘તુ ઠીક જગહ પે આયા હૈ યહાઁ સલામત હૈ. પછી એણે મહેબુબ સામે જોઇને કહ્યું જા તૂ ચલા જા મેં ઉસકો દેખ લૂંગા. મહેબૂબ સલામ મારીને ત્યાંથી જતો રહ્યો.”
“મહેબૂબે મને છોડી... મારી સામે જોતો જોતો જતો રહ્યો. પેલો ઇમ્તીયાજઝ મારી સામે જોઇ રહેલો એણે કહ્યું તૂ બડા હુંશિયાર ઔર બહાદુર હૈ દીખને મેં ભી બહોત બઢીયા હૈ તૂ મેરે સાથ યહાં કુછ દીન રહેના મૈં તૂઝે તૈયાર કર દૂંગા... તેરે બાપ સે મિલા દૂંગા... પછી વિચિત્ર રીતે હસ્યો...”
“મને મનમાં ડર લાગવા માંડેલો મને થયું હું ચોક્કસ ખોટાં માણસમાં ફસાયો છું પેલો મને ફસાવીને જતો રહ્યો. આ બધો શું ખેલ છે મને ના સમજાયું મારાં પાપા એક સામાન્ય પોસ્ટમાસ્ટર હતાં. આ બધાં ઝમેલામાં કેવી રીતે પડ્યાં ? બધાં એમને સારાં માણસ કહે છે તો આટલી મુશ્કેલી કેવી રીતે આવી ? મેં પેલાને કહ્યું હું અહીંથી જઊં છું પાછો જુનાગઢ હું ફરીથી આવીશ ત્યારે તમને મળીશ. મને જવા દો.”
“પેલાએ એની વિકરાળ આંખો કાઢીને કહ્યું જુનાગઢ તો રીસ્ક હૈ તૂ નહીં જા સકતાં જાન સે જાયેગા ચૂપચાપ યહાઁ રહેના હૈ કલ મેં મેરે બોસ સે મિલવાઊંગા ફીર તેરે પાપા સે મિલવાઊંગા...”
“મેં કહ્યુ મારાં પાપાનાં અહીં કોઇ મિત્ર નથી. તો પેલો બોલ્યો તૂ કૂછ નહીં જાનતાં તેરે પાપા કે મિત્ર કે સાથ... વો ભૂરીયા.. નારણ સબ હૈ મેં તૂઝે કલ ડુમ્મસ લે જાઊંગા તેરે કુ વહાઁ રહેના હૈ તેરા પાપા વહાઁ હી હૈ ?”
“હું ચૂપ થઇ ગયો…. થયું આ નહીં છોડે મને જોઊં કાલે ડુમ્મસ ક્યાં લઇ જાય છે ? આમ પણ મારી પાસે બીજો કોઇ રસ્તો નથી મેં કહ્યું ઠીક હૈ મેં તુમ્હારે સાથ કલ આઊંગા.. મેં મારો થેલો એક બાજુ મૂક્યો એને ટેકો દઇને બેઠો. પેલો બોલ્યો "અબ સહી બાત કહી.. એમ કહી એણે બોટલ મોઢે માંડી.. હું ત્યાં બેઠો બેઠો ક્યારે સૂઇ ગયો ખબર ના પડી.. પણ અડધી રાતે.....”
વધુ આવતા અંકે ---- પ્રકરણ-41