Prem Samaadhi - 56 books and stories free download online pdf in Gujarati

પ્રેમ સમાધિ - પ્રકરણ-56

પ્રેમ સમાધિ
પ્રકરણ-56

કલરવ અને કાવ્યા બંન્ને પ્રેમની કબૂલાત કરી રહેલાં સાથે સાથે હોઠથી હોઠ મેળવીને કબૂલાતને આનંદથી માણી રહેલાં ત્યાં કલરવનાં નામની બૂમ પડી... એણે કાવ્યાનાં હોઠ પરથી અણગમા સાથે હોઠ લઇ લીધાં.... કાવ્યા પણ થોડી અકળાઇ એ બોલી ઉઠી ‘આટલી રાત્રે કોણ તને બૂમ પાડે છે ? એ પણ આટલી ધીમેથી નજીકથી ?”
કલરવે કહ્યું “હું જોઊં છું તું બેસ...” એ રૂમની બહાર નીકળ્યો તો જોયું નીચે દાદર પાસે ઉભા રહેલાં રસોઇયા દિનેશ મહારાજ બૂમ પાડી રહેલાં એમણે હોઠ પર આંગળી મૂકી ઇશારાથી કલરવને પોતાની પાસે બોલાવ્યો.
કલરવને અચરજ થયું એ ધીમે પગલે દાદર ઉતરતો મહારાજ પાસે આવ્યો અને પૂછ્યું "મહારાજ તમે ? આટલી રાત્રે આમ છૂપાઇને ધીમેથી કેમ બૂમ પાડો છો.”
દિનેશ મહારાજે કહ્યું “દીકરા કલરવ રસોઇનું બધું કામ પતાવી હું સૂવા માટે ગયો પણ નીંદર ના આવી તારાં પાપાનાં વિચારો તારાં કુટુંબના વિચારો અહીં શીપ પર ચાલતાં ચક્રવ્યુહો.... મને થયું તને થોડી ચેતવણી આપી દઊં...”
કલરવે આર્શ્ચયથી પૂછ્યુ "કાકા ચેતવણી ? એવું શું થયું છે ?” દિનેશ મહારાજે કહ્યું “કલરવ તું જેની મદદ માટે આવ્યો છે જેની મદદની આશા છે એ વિજય પોતે આમ સારો માણસ છે તારાં પાપા માટે એને ખૂબ માન છે પણ...”
કલરવે કહ્યું “કાકા.. પુરુ કરોને પણ એટલે શું ?” દિનેશ મહારાજે ધીમા અવાજે ક્હ્યું “પણ એટલે બોલ્યો કે વિજય ખૂબ સારો છે પણ એની આજુબાજુમાં માણસો વિશ્વાસપાત્ર નથી વિજય પાસે ખૂબ પૈસો છે એટલે એની વાહવાહી છે એ ખૂબ હિંમતવાળો છે.. અમુક માણસો એનાં વફાદાર અને સારાં છે પણ અમુક ક્યારે દગો દેશે એનો ભરોસો નથી.. “
“અહીં શીપ પરથી આવેલી રાંડ રેખા ખૂબ ખેપાની છે એનાંથી સાચવજે હું તો પાછો શીપ પર જતો રહેવાનો... ભાઉની વાત સાંભળજે પણ પેલાં.... દિનેશ મહારાજ આગળ બોલે પહેલાં કાવ્યાએ બૂમ પાડી ‘કલરવ.... કલરવ કોણ છે ?” દિનેશ મહારાજ અટક્યા એમણે કહ્યું “પછી વાત તું ઉપરજા ફરીથી તક મળે તને બધી વાત કરીશ.. વિજયની વહુ ખૂબ પવિત્રબાઇ હતી. હું જઊં..” એમ કહી ત્યાંથી જતા રહ્યાં.
કલરવ દાદર ચઢી ઉપર આવ્યો.. કાવ્યાએ પૂછ્યું “તને કોણે બૂમ પાડેલી ? કોણ હતું ? આટલી રાતે તને શું કહેવા બોલાવેલા ? મને આછા અંધારામાં કંઇ દેખાયુ નહીં...”
કલરવ કાવ્યાને લઇને રૂમમાં આવ્યો એણે સુમન સામે જોઇને કહ્યું “આને અહીં સુવા દઇએ ચલને આપણે ટેરેસ પર જતાં રહીએ ત્યાં શાંતિથી વાતો કરીએ તને બધુ કહું છું.”
કાવ્યા ખુશીથી બોલી "વાહ બેસ્ટ આઇડીયા ચલ ઉપર ટેરેસ પર જઇએ” એણે હળવેથી રૂમ બંધ કર્યો અને દાદર ચઢી ટેરેસનો દરવાજો ધીમેથી ખોલી ઉપર આવી ગયાં.
કલરવે કહ્યું “વાહ કેવી સરસ ઠંડક છે આજુબાજુ બસ લીલોતરી લીલોતરી જ છે આવું અંધારુ પણ મને ખૂબ વ્હાલું લાગે જાણે આપણને અંગત સમય આપતું હોય એવું લાગે..”
કાવ્યાએ કહ્યું “વાહ મારાં કુદરત પ્રેમી તારાં સંવાદોમાં શબ્દો સરસ હોય છે આવું અંધારું પણ વ્હાલું લાગે..” કલરવે વધુ પ્રેમ પ્રસરાવતાં કહ્યું “કાવ્યા આવું અંધારુ ઓઢીને તને મારાંમાં સમાવી લઊં દુનિયાની નજરમાંજ તું ના આવે”. એમ બોલી કાવ્યાને સાચેજ પોતાની બાહોમાં સમાવી લીધી.
કાવ્યા તો કશુંજ બોલી નહીં એ કલરવનાં પ્રેમ આગોશમાં સમાઇ ગઇ. કલરવે એને એવી બાહુપાશમાં લીધી કે બંન્નેનાં તને એકબીજાને સટી અંગ અંગનો સ્પર્શ થઇ ગયો.
કાવ્યાતો મિલનમાં આનંદમાં નિશબ્દ થઇ આનંદ લૂટી રહી હતી કલરવે કહ્યું ‘આજે કુદરત સાક્ષી છે તને આમ બાહુપાશમાં લઇ મારું રોમ રોમ આનંદીત અને ઉત્તેજીત છે મને તારાં સ્પર્શમાંજ અનોખું સ્વર્ગ અનુભવાય છે આવો આટલો આનંદ મેં જીવનમાં ક્યારેય અનુભવ્યો નથી.”
કાવ્યાએ કહ્યું “એય કલરવ મારું કુંવારુ તન આજ સુધી કોઇ પરપુરુષને આમ સ્પર્શયું નથી કદી મનમાં એવો કુવિચાર કે કુટિલ વૃત્તિ નથી આવી આજે મારું પવિત્ર અને કુંવારું તન તારી બાહોમાં છે મેં તને સમર્પિત કર્યુ છે એનો મને આનંદ છે આજે મારો ઇશ્વર પણ મને આશિષ આપી રહ્યો છે તારો પ્રેમનો કલરવ મારાં રોમ રોમમાં વ્યાપી રહ્યો છે મને આનંદ છે કે હું તને પ્રેમ કરુ છું. અને કબુલું છું કે મને બસ તુંજ જોઇતો હતો એવો એહસાસ થઇ રહ્યો છે.”
કલરવે કહ્યું “કાવ્યા તારાં મનહૃદયમાં સંસ્કાર છે પવિત્ર પાત્રતા છે તારી માં પાસેથી સાચાં પાઠ ભણવા મળ્યાં છે ઊંમર કરતાં પહેલાં તારામાં પરિપક્વતા આવી ગઇ છે હું બધું સમજું છું મારું અહોભાગ્ય છે કે મને તારાં જેવી સુંદર છોકરી મળી જે સુંદર પવિત્ર મન સાથે સંસ્કાર અને સુંદરતા સાથે વણી લાવી છે હવે તો બસ એવું થાય છે કે હરપળ ઘડી તને જોયાં કરુ પ્રેમજ કર્યા કરું એક પળનો ખોટો વ્યય ના કરું તારામાંજ ઓતપ્રોત રહું જીવનમાં સફળતા મેળવવી છે બધાં સ્વાદ માણવાં છે પણ આ પ્રેમસ્વાદ આ તનની સુંગંધ તારો આવો ભીનો ભીનો સ્પર્શ.. આંખની કોરીભીની લાગણીઓનો ધોધ મારામાં સમાવી દઊં તને અપાર પ્રેમ કરું...”
“કાવ્યા, તને એક વાત કહું ? મારાં શ્વાસની ગતિ વધી ગઇ છે તારાં ઝડપી ચાલતાં શ્વાસ સાથે કદમ મિલાવે છે શ્વાસમાં ગરમી વધી ગઇ છે તારાં આ ગરમ ગરમ શ્વાસ મારાંમાં અગ્નિ પ્રગટાવી રહી છે મારું તન મન બેકાબૂ થઇ રહ્યું છે મને થાય તને મારામાં સમાવી લઊં દુનિયામાં તને કોઇ જોઇ ના શકે.. બસ હું તને જાણું તને માણું તને વખાણું બસ તારામાં જીવું.... તારામાં હું મને પામું.....”

વધુ આવતા અંકે ---- પ્રકરણ-57