Prem Samaadhi - 44 books and stories free download online pdf in Gujarati

પ્રેમ સમાધિ - પ્રકરણ-44

પ્રેમ સમાધિ
પ્રકરણ-44

વિજયે નારણની સામે જોયું પછી હાથમાં પેહેરેલી મોંધી સોનાની ઘડીયાળમાં સમય જોયો અને કહ્યું "બેટા કલરવ અહીં સુધી તું પહોંચી ગયો એ બધી વાત અમને ખબર પડી.. હવે ઘણી રાત થવા આવી છે તું નિશ્ચિંત થઇને સૂઇ જા ઘણાં સમયની રખ્ખડપટ્ટી કરી ખૂબ થાકેલો છે આરામ કર મારે અને નારણ અંકલને બીજું અગત્યનું કામ છે. તારાં રૂમમાં જા શાંતિથી સૂઇજા સવારે વાત કરીશું. ઓકે ?”
કલરવ સમજી ગયો કે મોડી રાત થઇ છે એમ પણ, હું થાક્યો છું સૂઇ જઊં એણે ઉઠી વિજય અને નારણ ટંડેલને પગે લાગ્યો અને હાંશ થયાનાં એહસાસ સાથે એને બતાવેલા રૂમ તરફ જવા નીકળ્યો.
વિજય અને નારણ ટંડેલ એને જતો જોઇ રહ્યાં. એ બહાર ગયો દરવાજો બંધ થયો. વિજયે કહ્યું “નારણ આ છોકરાને ભણવું છે. એણે આવીને તરતજ એની ઇચ્છા મને કહેલી.... પણ...”.
નારણે કહ્યું “વિજય તારી વાત સાચી છે. તું એનાં અંગે વિચારે છે એ પણ ખોટું નથી પણ એને થોડો સમય આપીએ આમ પણ તારાં ભાણાંનો મિત્ર છે તારો ભાણો કામ પર ચઢવાનો... એ મારી સાથે શીપ પર આવવાનો બેઉ ભાઇબંધો સાથે આવી જાય તો નવાઈ નહીં....”
નારણે આગળ કહ્યું "વિજય મને વિચાર આવે છે હું કલરવને મારી સાથેજ રાખું હમણાં ભલે અહીં રહેતો પછી તારો ભાણો સુમન આવે ત્યારે હું એને અહીંથી લઇ જઇશ મારી રીતે તૈયાર કરીશ શું કહે છે ?”
વિજયે કહ્યું “હું એને બળજબરીથી કોઇ કામે ચઢાવવાનાં મતનો નથી એને ભણવું હોય તો ભલેને ભણતો. ભણશે તોય કોઇને કોઇ કામમાં આવશે.”
નારણે કહ્યું “એને ભણવું હોય તો ભલે ભણે મને વાંધો નથી પણ જે રીતે એણે બધો સમય કાઢ્યો છે એ કાઠો થઇ ગયો છે. ભૂદેવનો દિકરો ભલે રહ્યો પણ ટંડેલ જેવો તૈયાર થયો છે એણે પેલાં નરાધમ ઇમ્તીયાઝને પતાવી દીધો છે જો એનાં મનમાં કોઇ એવા પસ્તાવાનાં વિચાર આવ્યા તો....”
વિજયે કહ્યું "તારી વાત સાચી છે... મને એ નથી ખબર પડતી કે ભૂદેવ શંકરનાથ સાથે ક્યા જન્મનાં લેણદેણ છે કે એ મારાંથી મદદ કરીનેય દૂર રહેતાં... એટલાંજ આજે આપણી સાથે કોઇને કોઇ રીતે ગમે કે ના ગમે સંકળાઇ ગયાં છે મને એ માણસ પહેલેથી ખૂબ ગમતો એવું લાગે આ માણસ નીડર છે સાચો છે મદદ કરીનેય એણે ના પોતે કોઇ રીતે આપણામાં ભળ્યો કે ના કંઈ નુકશાન કર્યું. એ માણસનો મારી સાથેનો સંબંધ મને હજી સમજાતો નથી.”
“એનો આસીસ્ટન્ટ પેલો હરામી મધુ ટંડેલ આજે આપણો દુશ્મન બન્યો છે પૈસા બનાવી... ડ્રગની દાણચોરી કરી આપણી સામે થયો છે શંકરનાથનાં કુટુંબને બરબાદ કર્યું આટલી દાઝ ? આટલી નફરત ? એતો સામાન્ય પોસ્ટ કલાર્ક હતો શંકરનાથ એનો સાહેબ... તોય...”
નારણે કહ્યું "એ છે તો ટંડેલને ?” આવું સાંભળી બંન્ને જણાં ખડખડાટ હસ્યાં... વિજયે કહ્યું “ટંડેલ શું આવા હોય ? આપણે ધંધો ગમે તે કરીએ પણ આવા..... છોડ મારે કોઇ આપણાં તોલમાપ નથી કરવાં પણ આં ભૂદેવ ખોટાં અંદર સંડોવાયા પોતાની અને કુટુંબની જીંદગી બરબાદ થઇ ગઇ”.
“સાચુ કહું નારણ.. શંકરનાથ આચાર્ય મારાં ભૂદેવની જીંદગી ખરાબ થવા પાછળ એક કારણ હું પણ છું મારાં લીધેજ મધુ ટંડેલ એમનો દુશ્મન બન્યો... એ કાળમુખાએ એમનું કુટુંબજ કોળીયો કરી લીધું”.
“આજે આ છોકરો ન માયો થયો બાપથી વિખુટો પડ્યો એનો જવાબદાર હું મારી જાતને ગણું છું હું એનાં માટે કંઇ પણ કરી છૂટીશ.”
નારણે કહ્યું “તારી વાત આમતો સાચીજ છે પણ તું સીધે સીધો જવાબદાર નથીજ. પણ ભૂદેવ સંસ્કારી ખોળીયું. એમ પણ આપણે બ્રાહ્મણને ખૂબ માનીએ આપણાં માટે આદરપાત્ર હોય છે કેટલાંય પુણ્ય કરો ત્યારે બ્રાહ્મણનું ખોળીયું મળે. છોકરો પણ કેવો સંસ્કારી અને હુંશિયાર સાથે હિંમતવાળો છે”.
વિજય કહ્યું” વિધીવિધાન આગળ શું કરાવે છે ? નિયતિએ શું ભાગ્ય ઘડ્યું છે નથી ખબર પણ હવે આ છોકરો પરવશ નહીં રહે એનુ ધ્યાન રાખીશું એની જીંદગી બનાવીશું એને ભણવું હોય કે કામ કરવું હોય એને સાથ આપીશું.”
“જ્યારે શંકરનાથ સામે આવે એમનું કે આપણું માથું શરમથી નીચું ના થવું. જોઇએ એમને એવું ના થાય કે બાપ વિનાનો છોકરો બરબાદ થયો જીંદગી હારી ગયો એમણે આજ સુધી આપણાં કામ કર્યા એનો બદલો ચૂકવીશ.”
નારણે કહ્યું “વિજય રાત ખૂબ થઇ ગઈ છે હું પણ ઘરે જઊં સવારે મળીને વાત કરીશું સાંજ સુધીમાં તારી દીકરી અને સુમન પણ આવી જશે. નારણે ગલાસ પૂરો કર્યો અને કાચની ટીપોય પર મૂક્યો એ ઉભો થયો અને વિજયે પોતાની પાસેનો બેલ માર્યો”.
માણસ આવીને બધું લઇ ગયો. નારણ વિજયની વિદાય લઇને ગાડી લઇ બંગલાની બહાર નીકળ્યો. વિજય વિચારમગ્ન મને બેડ પર આડો પડ્યો...
**************
કલરવ રૂમમાં આવ્યો ફ્રેશ થઇને પોતાને આપેલાં રૂમમાં બેડ પર આડો પડ્યો. એ સીલીંગ તરફ જોઇ રહેલો વિચારોમાં ગરકાવ હતો.
આગળનાં પસાર કરેલાં દિવસો યાદ કરી રહેલો માતા અને બહેનનું ખૂન-હત્યા - પોલીસ પટેલની મદદ સુરત જવું. મહેબુબને મળવું. ઇમ્તીયાઝનું ખૂન.... સાલો ગંદો માણસ.. ત્યાંથી પરવેઝ સાથે ગેરેજમાં કામ આમને આમ 6 માસ નીકળી ગયાં અને આવકાર હોટલ ત્યાં બાબુભાઇની મદદથી દમણ.. અહીં વિજય અંકલની મહેમાનગતિ.. પાપાની આવી મિત્રતા ? વિજય અંકલ સાથે આવો ક્યો સંબંધ હતો પાપાને ? મારી કેટલી કાળજી લે છે ?
કાલે તો સુમન આવી જશે... વિજય અંકલ એનાં મામા થાય.. એમની દીકરી પણ આવવાની.... મારે ભણવું છે.. ભણાવશે ? એમની દીકરી કેવી હશે ? કેવા સ્વભાવની હશે... આમ વિચારો ને વિચારોમાં એ ક્યારે ઊંધી ગયો ખબર ના પડી.

વધુ આવતા અંકે ---- પ્રકરણ-45