અંતિમ અભિનય... મૃત્યુ... આ શબ્દ સાંભળતાં જ મનમાં એક અજાણી શાંતિ અને સાથે એક ઊંડો ભય ઉતરી આવે છે. પરંતુ જો જીવનને થોડું નજીકથી જોઈએ તો સમજાય છે કે મૃત્યુ અંત નથી, પરંતુ આ ધરતી પરના આપણા પર્ફોમન્સનો અંતિમ પડાવ છે. આપણે જન્મથી જ એક મંચ પર આવી જઈએ છીએ. કોઈને પુત્રની ભૂમિકા મળે છે, કોઈને પુત્રીની, કોઈ પતિ બને છે, કોઈ પત્ની, કોઈ મિત્ર, કોઈ શત્રુ અને કોઈ અજાણ્યો બનીને પણ આપણા જીવનની વાર્તામાં એક નાનું પાત્ર ભજવી જાય છે. આ મંચ પર આપણે આખી જિંદગી કંઈક મેળવવા દોડીએ છીએ. પૈસા, ઘર, પ્રતિષ્ઠા, સંબંધો, સત્તા, સફળતા અને