Chor ane chakori - 23 books and stories free download online pdf in Gujarati

ચોર અને ચકોરી. - 23

(સીતાપુર જવા નિકળેલા જીગ્નેશને પોતાનુ બચપણ. પોતાનો ભુતકાળ યાદ આવવા લાગ્યો હતો.)...
રામપુર ના બસસ્ટેન્ડ ઉપર બેઠેલા. જીગ્નેશ અને ચકોરી. બસ ના આવવાની રાહ જોતા હતા. અને જીગ્નેશ પોતાના ભૂતકાળના વિચારો માં ખોવાયેલો હતો. અને ચકોરીએ જયારે એને પૂછ્યું કે.
" મે તમને બહુ તકલીફ આપકી કાં?" જવાબ માં જીગ્નેશ બોલેલો,
"તમે મને તકલીફ નહિ. પણ મારો ભૂતકાળ મને આપ્યો છે" ત્યારે આશ્ચર્યથી જીગ્નેશને તાકતા ચકોરી એ પુછ્યુ.
"હું કઈ સમજી નહિ?" અને બરાબર એજ સમયે બસ આવીને ઉભી રહી, બંને જણા બસ માં ચડ્યા. સીટ ઉપર ગોઠવાયા. અને બસ રામપુર થી સીતાપુર તરફ દોડવા લાગી. લગભગ દોઢ થી બે કલાક ની સફર હતી રામપુર થી સીતાપુર સુધીની. સીટ પર બેઠા પછી ચકોરીએ ફરીથી પોતાના પ્રશ્ન ને દોહરાવ્યો.
"તમે જવાબ ન આપ્યો જીગ્નેશ? કે હું તમને કઈ રીતે તમારા ભૂતકાળ માં લઇ ગઈ" જીગ્નેશે ચકોરી ની આંખો માં પોતાની આંખો પરોવી. અને જાણે ચકોરી ની આંખોમા જ એને પોતાનો ભૂતકાળ દેખાતો હોય એમ એ બોલવા લાગ્યો.
"ત્યારે હું નવ વર્ષ નો હતો ચકોરી. મારા બાપુ સીતાપુરમા ગામદેવી ના મંદિર માં પૂજારી હતા. મંદિર થી અમારું ઘર પાંચેક મિનિટે ના અંતરે જ હતું. બાપુ સવારે અને સાંજે મંદિરે જતા. અને દેવી માં ની પૂજા કરતા. હું પણ બાપુ ની સાથે મંદિરે જતો. દેવી માં ની મૂર્તિ ને પગે લાગી હું મંદિર ની બાર મારા મિત્રો સાથે લૂપાછુપી કે પકડદાવ રમતો. મારા મિત્રો માં નવલ, બહાદુર, વિજય, રેહમાન, સોની, અને. અને ચકોરી તું પણ સામેલ હતી." જીગ્નેશ શ્વાસ લેવા થંભ્યો. ચકોરી સ્તબ્ધ થઇ ને જીગ્નેશ ને સાંભળી રહી હતી. અને જ્યારે જીગ્નેશે કહ્યું કે મારા મિત્રો માં તું પણ શામિલ હતી ત્યારે આપો આપ જીગ્નેશ નો હાથ ચકોરી ના હાથ માં મુકાય ગયો હતો. જીગ્નેશ ની આંગળીઓમા ચકોરીની આંગળીઓ એવી મજબૂતી થી જકડાઈ ગઈ હતી કે જાણે હવે ક્યારેય એ આંગળીયો છૂટી જ પાડવાની ન હોય. ધડકતા હૃદયે શ્વાસ લેવા થંભેલા જીગ્નેશને ચકોરીએ આતુરતા પૂર્વક પૂછ્યું.
"પછી શું થયું જીગા?" પાંચ દિવસ માં પેહલી વાર એણે જીગ્નેશ ને જીગા કરીને સંબોધ્યો. કદાચ એને પણ યાદ આવવા લાગ્યો હતો એ ભુતકાળ.
"એ દિવસે હજી તમે લોકો કોઈ આવ્યા ન હતા. બાપુ મંદિર માં પૂજા કરી રહ્યા હતા. હું દેવીમાં ના દર્શન કરીને તમારી રાહ જોતો હતો.મંદિર ની બાર વડલાનુ ઝાડ છે. એની ચારે તરફ બેસવા માટે જે ઓટલો બનાવ્યો છે. હું એ ઓટલે બેઠો હતો. અને અચાનક કોઈ એ મારા ઉપર ભીનો ધાબળો નાખ્યો.અને મારી આંખ સામે અંધારું છવાય ગયું. મેં ચીખવા માટે મોઢું તો ખોલ્યું. પણ જાણે મારો અવાજ ધાબળા માજ ગૂંગળાઈ ને રહી ગયો.શ્વાસ લેવા માં મને તકલીફ પડવા લાગી હતી. અને હુ બેહોશ થઈ ગયો. અને જ્યારે હુ ભાનમાં આવ્યો ત્યારે હું કેશવકાકા ના કબ્જા માં હતો. ભાન માં આવતાજ મેં અણજાણી જગ્યા અને અણજાણ્યા કેશવ કાકા ને જોયા. હું ડરના કારણે ભેંકડો તાણીને રડવા લાગ્યો. કેશવ કાકાએ મારી સામે ખાવાની થાળી લંબાવી.
"લે ભૂખ લાગી હોય તો ખાવા મંડ પણ રોવાનું બંધ કર."
" હું વધુ જોર થી રડવા લાગ્યો. તો કેશવ કાકાએ પોતાની કમરે થી પટ્ટો ખેચી કાઢતા બરાડો પાડ્યો.
"હવે બોલ આ બેવ માં થી શું ખાવું છે? ખાવાનું કે પટ્ટો?"
"મારની બીકે અને કાકાના બરડવાથી મારો રોવાનો ઘાંટો હજુ મોટો થયો.અને કાકાએ પટ્ટાનો જોરદાર પ્રહાર મારા નાના એવા બાવડા ઉપર કર્યો. અને જોર થી તાડૂક્યો.
"ચૂપ!" અને કાકાના એ પ્રહારથી લાગેલા માર ના કારણે. અને ફરીથી કાકા મારશે એ બીકે હું એક્દમ ચૂપ થઈ ગયો. અને પછી કાકા રોજ એના પટ્ટાની બીક દેખાડી મારી પાસે પહેલા નાની નાની ચોરીઓ કરાવવા લાગ્યા. અને પછી હું જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ મોટી મોટી ચોરીઓ કરાવવા લાગ્યા. અને આજે હું એ કાકા ની મહેરબાની થી એક પૂજારી ના દીકરા માથી અઠંગ ચોર બની ગયો ચકોરી."
પોતાના ભૂતકાળ ને વાગોળતા વાગોળતા જીગ્નેશ નું ગળુ હૈયું અને આંખો ત્રણય ભરાય આવ્યા....

જીગ્નેશ અને ચકોરી શુ હેમખેમ સીતાપુર પોહચશે? વાંચો આવતા અંકમાં....