chor ane chakori - 20 books and stories free download online pdf in Gujarati

ચોર અને ચકોરી. - 20

(ગયા અંકમાં તમે વાંચ્યું. કે તાળુ ખોલવાનો આવાજ આવતા જીગ્નેશ સાવધ થઈ ગયો. એને લાગ્યુ કે કેશવ પાછો આવ્યો છે. એને કેશવ ઉપર દાઝ ચડી હતી. એટલે બન્ને હાથે લાકડી પકડીને કેશવ દરવાજા માથી દાખલ થાય એની રાહ જોવા લાગ્યો.) હવે આગળ વાંચો.....
બન્ને હાથે થી કચકચાવી ને એણે લાકડી પકડી રાખી હતી. અને દરવાજો ખુલ્યો. દરવાજો ખુલતા જ એણે મારવા માટે લાકડી ઉગામી. ત્યા.
"હ હ હ" કરતો પહેલા સોમનાથ દાખલ થયો. અને એની પાછળ પાછળ ચકોરી ઘરમા આવી. ચકોરી અને સોમનાથને જોઈને જીગ્નેશ ભોઠો પડ્યો.
"મને એમકે કાકા છે. તમે બન્ને અહીં ક્યાંથી?"પોતાની ભોઠપને છુપાવવાનો પ્રયાસ કરતા એણે સોમનાથને પુછ્યુ. સોમનાથ કંઈ બોલે એ પહેલા ચકોરી આગળ આવી અને બોલી.
"બાપરે!કેટલુ મોટુ ઢીંમચુ ઉપસી આવ્યુ છે કપાળમા" આમ કહી એણે એક કપડાનો લીરો શોધી કાઢ્યો અને જીગ્નેશના કપાળે બાંધી દીધો. પાટો બંધાઈ ગયા પછી જીગ્નેશે પુછ્યુ.
"કાકા આવ્યા તા ત્યા?"
"હા. આવ્યાતા. અને આજે સવારે અંબાલાલને મળવા દૌલતનગર ગયા છે. હવે આપણે શુ કરવુ છે જીગ્નેશ?" સોમનાથે પુછ્યુ.
"કાકો હવે છેલ્લી પાટલીએ જઈ બેઠો છે. સોમનાથભાઈ. પણ હુ મારા શ્વાસ છે ત્યા સુધી ચકોરીની રક્ષા કરીશ. એને ઉની આંચ પણ નહી આવવા દવ." જીગ્નેશના શબ્દો સાંભળીને ચકોરી ભાવુક થઈ ગઈ. જે ઇન્સાનને એ ચાર દિવસ પહેલા ઓળખતી પણ નોતી. એ માણસ આજે મારા માટે પોતાને ઉછેરનાર ની સામે થવા તૈયાર થયો છે. એ આમ વિચારતી હતી ત્યા એના કાને સોમનાથનો સ્વર અથડાયો.એ જીગ્નેશને બાહેધરી આપતો હતો.
"હુ પણ તારી સાથે છુ જીગ્નેશ." એ બન્ને ને પોતાના હિતેચ્છુ જોઈને ચકોરી ગદગદિત સ્વરે બોલી.
"તમે મારા ખાતર તમારા કાકા સાથે...." એનુ વાક્ય પૂરું થાય એ પહેલાં જ જીગ્નેશ બોલ્યો.
"એ ક્યા મારો કાકો કે મામો હતો?મારી જિંદગીને બરબાદ કરનારો એ એક કાળતરો નાગ છે. હવે એને હૂ તમારી જીંદગી બરબાદ નહી કરવા દવ. ચાલો હૂ તમને તમારા કાકાને ત્યા મુકી જાવ." કહી એ જમીન પર થી ઉઠવા ગયો. પણ અશક્તિ ને કારણે એ લથડિયું ખાઈ ગયો.
"એ સંભાળ જીગ્નેશ." કહેતા સોમનાથે એને પોતાની બાહોમાં ઝીલી લીધો.
"ભુખ અને મારના કારણે અશક્તિ આવી લાગે છે. લાવો હુ કઈક બનાવી દવ." આમ કહીને ચકોરી ઘરમા ખાખાખોળા કરવા લાગી.
ચકોરીને પાલી સોમનાથને ત્યા કેશવે જોઈ હતી છતા એણે અંબાલાલ ને પોતાનુ સાચુ ઘર.રામપુરનું સરનામુ આપ્યુ. જ્યા એ જીગ્નેશ ને કેદ કરીને આવ્યો હતો. એની મનશા એ હતી. કે જીગ્નેશ અંબાલાલ ના હાથ લાગશે એટલે અંબાલાલ મારો પીછો છોડીને એની પાછળ લાગી જશે. પછી એને જીગાનુ જે કરવુ હોય એ ભલે કરે હુ પાલી જઈ ચકોરી ને લઈ જઈ કોઈ ચકલાવાળી ને વેંચી મારીશ. જેટલા મળે એટલા કોના બાપના. પણ કેશવ થોડાક રુપિયા માટે એ ભુલી ગયો કે એ સોનાના ઈંડા દેવા વાળી મરઘી. યાને જીગ્નેશ ની કુરબાની આપી રહ્યો હતો. અંબાલાલ ના ચાર રખેવાળો કેશવ ના ઘર તરફ રવાના થયા.
ચકોરી ને ખાખા ખોળા કરવાનો ફાયદો એ થયો કે એને થોડાક કાંદા બટેટા અને થોડોક લોટ હાથ લાગ્યા. એણે ચુલો સળગાવ્યો અને શાક ને રોટલી ફટાફટ કરી નાખ્યા. ત્રણે જણ જમવા બેઠા. જીગ્નેશ તો બે દિવસ થી ભૂખ્યો હતો એતો ભુખ્યા વરુની જેમ ખાવા ઉપર ટુટી પડ્યો. જમી લીધા પછી જીગ્નેશે ચકોરી ને કહ્યુ.
"ચાલો ચકોરી. હુ તમને સીતાપુર મુકી જાવ"
"શુ ઉતાવળ છે જીગ્નેશ? આજનો દિવસ આરામ કરી લે. તુ થોડોક સ્વસ્થ થા. કાલે મુક્યાવજે." સોમનાથે કહ્યુ. પણ જીગ્નેશને ખાતરી હતી કે કેશવ જરૂર અંબાલાલ ને અહીનું જ સરનામુ આપશે. એટલે એ કોઈ જોખમ લેવા નોતો માંગતો. એટલે એણે સોમનાથને ઉત્તર દીધો.
"ના સોમનાથભાઈ. કાકાનો કંઈ ભરોસો નહી. અંબાલાલ ને લઈને એ સીધો અહી જ આવશે."
....રખેવાળો સાથે જીગ્નેશનો સામનો થશે કે જીગ્નેશ એ લોકો ત્યા પોહચે એ પહેલા સીતાપુર જવા નીકળી જશે. વાંચો આવતા અંકમાં.....