Chor ane chakori - 3 books and stories free download online pdf in Gujarati

ચોર અને ચકોરી - 3

(દૌલતનગર માં ખજાનાની ચોરી કરવા આવેલા જીગ્નેશને અંબાલાલ નો મુખ્ય નોકર અંબાલાલની હવેલી માજ નજરબંધ કરવાનો મનસુબો બનાવે છે. હવે આગળ)................. સુખદેવ ના જતાં જ એણે સોમનાથ ને કહ્યું "વાહ સોમનાથ ભાઈ. બરાબર ટાઈમે તમે આવ્યા. નહીં તો આ બારોબાર મને કાઢી મુકત. પણ તમે મને ઓળખ્યો કેવી રીતે?" જવાબમાં સોમનાથ સ્મિત કરતા બોલ્યો. "તારા કપડા ઉપરથી ભટ્ટ. એમાં નવાઈ પામવા જેવું કઈ નથી. કેશુ ઉસ્તાદ પાસેથી મને આટલી નિશાની મળી હતી. કે તને લીલો. સિંદુરી. અને સફેદ રંગ. સાથે ઘણો લગાવ છે. બસ તારા આ વિચિત્ર પહેરવેશ ઉપરથી. મેં અંદાજો લગાવ્યો કે હોય નો હોય આ જ જીગ્નેશ ભટ્ટ છે." "ધન્ય છે તમારી અવલોકન કરવાની શક્તિને." જીગ્નેશ સોમનાથની તારીખ કરતા બોલ્યો. સોમનાથ પાંત્રીસેક વર્ષનો હતો.પણ શરીરે. થોડોક રુષ્ટ પુષ્ટ હોવાના કારણે. પાંત્રીસ ના બદલે પિસ્તાલીસ નો લાગતો હતો. ચાલતો ત્યારે કોઈ મદનીયુ.ડોલતું ડોલતું જતું હોય એવું લાગે. "તને ભુખ લાગી હશે. ચાલ પહેલા ઘરે જઈને નાસ્તો પાણી કરી લઈએ.એકાદ કલાક આરામ કરી લે.પછી તને નગર દેખાડુ." સોમનાથે કહ્યું. પણ જીગ્નેશે એની વાતને નકારતા કહ્યું. " ના સોમનાથ ભાઈ. નાસ્તો પછીથી કરીશું. આપણે પહેલા જ. હવેલી તરફ ચક્કર મારીએ. અને એની આજુ બાજુનો ક્યાસ. કાઢી લઈએ.જેથી રાતે કેવી રીતે ઘાટ ઘડવો. એનો કઈ ખયાલ આવે." " ઠીક છે.એમ કરીએ." કહીને સોમનાથ જીગ્નેશ ને લઈને. અંબાલાલની હવેલી તરફ ચાલ્યો. અને ચાલતા ચાલતા પોતાની શંકા એણે વ્યક્ત કરી. "ભટ્ટ.આ કામ ખુબ જ ખતરનાક છે. હો તું કરી શકીશ.?" ચહેરા ઉપર મધુરૂં મુસ્કાન ફેલાવતા જીગ્નેશે પૂછ્યું. " મારી ઉમર જોઈને શંકા કરો છો ને.?થાય. પણ હું આટલું જ કહીશ. કે મહાદેવની ઈચ્છા હશે. તો જરૂર હું આ કાર્ય પાર પાડીશ." જીગ્નેશ ની વાત સાંભળીને. સોમનાથ ફિક્કુ હસ્યો. " ભગવાન ક્યારેય નથી ઈચ્છતો. કે તેનો ભક્ત ચોરીના રવાડે ચડે." સોમનાથના વાકબાણથી. જીગ્નેશ ઘવાણો. એના હર્દય ને. ધક્કો લાગ્યો. ચાલતા ચાલતા એના પગને જાણે બ્રેક લાગી હોય એમ. એ બે ઘડી પોતાની જગ્યાએ ખોડાઈને ઉભો રહી ગયો. સોમનાથના ચેહરાને તાકતા. એણે એક નિશ્વાસ છોડ્યો. અને બોલ્યો. " હું બ્રાહ્મણનો દીકરો છું સોમનાથ ભાઈ. હું મારી મરજીથી. ચોરીના રવાડે નથી ચડ્યો." સોમનાથને પણ. જીગ્નેશ માટે જાણે અનુકંપા જાગી હોય. એમ એણે પૂછ્યું. "તો પછી આ માર્ગે કેમ ચડ્યો?." "મજબૂરી." આ ચાર અક્ષરના. એક શબ્દ ને બોલતા બોલતા. એની આંખે જળજળીયા આવી ગયા. "શુ પાછો વળવાનો. તારા માટે કોઈ માર્ગ નથી?." સોમનાથના આ સવાલને જીગ્નેશે આંખ મીચીને સાંભળ્યો. અને પછી. હૃદય ઉપર આવી રહેલા બોજને. જાણે. ખંખેરી નાંખવા માંગતો હોય. એમ એ બોલ્યો. " મહાદેવ જાણે." એ લોકો હવેલી ની પાસે પહોંચ્યા. કોઈને શંકા ન પડે.એ રીતે. ધીમી ચાલે ચાલતા. હવેલી નું નિરીક્ષણ કરતા. જીગ્નેશ અને સોમનાથ. હવેલીની પછીતે.આવેલા ગેસ્ટ હાઉસ પાસે પહોંચ્યા. ગેસ્ટ હાઉસના ડેલા પાસે હંમેશા બે રખેવાળ બેસી રહેતા. એવું સોમનાથે સમજાવ્યું. એ લોકો લટાર મારતા મારતા. ગેસ્ટ હાઉસ ની પાછલી દિવાલ તરફ ગયા. દિવાલ દસ થી બાર ફૂટ ઊંચી હતી. અંદર દીવાલને અડીને.સાત આઠ ઝાડ હતા. એમાંનું એક પીપળાનું ઝાડ.ઘણું જ મજબૂત.અને ઘાટું હતું.જીગ્નેશ ને. આ ઝાડ ગમી ગયું.અને ગેસ્ટ હાઉસ માં કઈ રીતે દાખલ થવું. એનો મનસૂબો.એણે બનાવી લીધો. અને સોમનાથના હાથને પકડીને. ચાલતા ચાલતા બોલ્યો. " સોમનાથ ભાઈ. આખી યોજના.મારા મસ્તિકમાં. ફિટ થઈ ગઈ છે. તમારે ગમે તે રીતે. પાછળની જે દિવાલ છે. ત્યાં મારી ડાંગ.અને એક નાની એવી કોદાળી. આ બે વસ્તુ દિવાલ ની પાળ ઉપર મૂકી દેજો.અને ખાડીમાં કોઈ હોડકું પણ.તૈયાર રાખજો. મધરાતે હું ગેસ્ટ હાઉસમાં પ્રવેશીને. જે અને જેટલું. હાથમાં આવે.એટલું લઈને.રાતે ને રાતે આપણે ફરાર થઈ જશુ. કારણ કે. સવારે જ્યારે ચોરી ની બૂમાબૂમ થશે. તો પહેલો શક આપણી ઉપર જ આવશે.અને પછી. સુખદેવ ના હાથમાંથી. છટકવું મુશ્કેલ થશે સમજ્યા.?" સોમનાથે સંમતિ માં ડોકું તો હલાવ્યું.પણ મનોમન. એ ઈશ્વરને પ્રાર્થના પણ કરતો હતો.કે આ જુવાનની રક્ષા કરજે ભગવાન...... . . ... શુ જીગ્નેશ પોતાની યોજનામાં સફળ થશે.? રાહ જુવો.