Chor ane chakori - 50 in Gujarati Fiction Stories by Amir Ali Daredia books and stories PDF | ચોર અને ચકોરી - 50

ચોર અને ચકોરી - 50

(ખિસ્સામાંથી ચાવી કાઢી ને રમેશે જીગ્નેશના હાથમાં મુકી) હવે આગળ વાંચો.....
ગામદેવી મંદિરની બાજુમાં આવેલા તળાવને કાંઠે ચકોરી અને જીગ્નેશ બંને બેઠા હતા.ચકોરીએ એક નાનો સ્ટીલનો ડબો કાઢ્યો અને જીગ્નેશ ની સામે ધર્યો.જીગ્નેશે જોયું કે એમા બાફેલી શીંગ હતી.એ શીંગ જોઈને એણે આંખો મીંચી લીધી.અને એ ભૂતકાળમાં સરી પડ્યો.
"બા.. બા. શીંગ ખલાસ થઈ ગઈ. હજી આપને."
પોતાની કાલીઘેલી ભાષામાં એણે બાને કહ્યુ.તો બા એ થોડો મીઠો ગુસ્સો દેખાડતા કહ્યુ.
"બસ હો બસ.ખાલી બાફેલી શીંગથી પેટ ના ભરાય હો.બપોરે રોટલા પણ ખાવાના હોય."
"પણ બા મને શીંગ બાફેલી બહુ ભાવે છે હજી આપ ને"
એણે જીદ કરતા કહ્યુ.
"તને કહ્યું ને બસ થઈ ગયું હવે.કાલે ખાજે."
"નથી આપતી?"
તેણે બાને પૂછ્યું તો બાએ પણ સ્પષ્ટ શબ્દોમાં ના પાડતા કહ્યુ.
"આજનો કોટો તારો પૂરો થયો હવે કાલે જ મળશે સમજ્યો?"
"તો ઠીક છે હું આ ચાલ્યો મંદિરે." કહીને એણે ગામદેવીના મંદિરે જવા દોટ મૂકી.અને એ જ દિવસે મંદિરના ઓટલા પરથી એને કેશવ ઉપાડીને લઈ ગયો હતો.
આજે કેટલા વર્ષે એણે બાફેલી શીંગ જોઈ.આ અગીયાર વર્ષ દરમ્યાન એણે શીંગો તો જાત જાતની ખાધી હતી.તીખી શીંગ. મોરી શીંગ.ખારી શિંગ.કાચી શીંગ.પણ આ બાફેલી શીંગ તો એણે અગિયાર વર્ષ પછી જ જોઈ.
"શું વિચારે ચડી ગયો જીગા?" ચકોરીએ એને ભૂતકાળમાંથી વર્તમાનમાં લાવતા પૂછ્યુ.
"કંઈ.. કંઈ નહીં."
એણે ભૂતકાળની ભુતાવળને માથું ધુણાવીને ખંખેરી નાખી.
"ખાસ બાએ તારા માટે આ શીંગ બાફીને મોકલી છે.અને આ બાફેલી શીંગ આપતા બાએ શું કહ્યું ખબર છે?"
ચકોરીના શબ્દો સાંભળીને જીગ્નેશની આંખોં ભીની થવા લાગી.એણે નકારમાં માથું ધુણાવતા પૂછ્યુ.
"શું કહ્યુ?"
"આજે અગિયાર વર્ષે આપણા ઘરમાં હુ શીંગ લાવી છુ.મારા જીગાને બાફેલી શીંગ બહુ ભાવતી.જે દિવસે એ ખોવાણો.એ દિવસે પણ એણે શીંગ બહુ ખાધેલી.અને એ વધુ માંગતો હતો. પણ મેં એને વધારે આપવાની ના પાડેલી અને કહેલું કે હવે કાલે ખાજે.પણ મને ક્યાં ખબર હતી કે કાલે અમારી વચ્ચે કેટલી મોટી જુદાઈની ખીણ બની જવાની છે. આટલું કહેતા કહેતા બા રડવા લાગ્યા હતા."
અને જીગ્નેશ પણ પોતાની બંને હથેળીમાં મો રાખીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.
મહાત્મા સમાધિમાંથી જાગ્યા ત્યારે કેશવ એમનાથી થોડે દૂર.મહાત્માજીના મુખારવિંદને નિહાળતા.નિહાળતા બેઠો હતો. મહાત્મા સમાધિમાં મગ્ન હતા. ત્યારે કેવી ગજબની એમની આભા હતી.તેમના ચહેરા પર અનોખું તેજ ઝગારા મારતુ હતુ. સમાધિમાથી પોતાની આંખો ખોલતા જ મહાત્માએ પોતાના ધીરગંભીર સ્વરે કહ્યુ.
"કેશવ અહીં મારી નજદીક આવ."
પાસંઠ વરસનો કેશવ એક કહ્યાગરા બાળકની જેમ મહત્માની નજીક આવીને.બંને હાથ જોડીને બોલ્યો.
"કહો બાપુ."
"તારે પ્રશ્ચાતાપ કરવું છે ને તારા પાપોનુ" "હા બાપુ."
"તો સાંભળ એ સમય નજીક આવી ચૂક્યો છે."
"મારે શું કરવાનું છે બાપુ?"
"તારે સીતાપુર જવાનું છે."
"સીતાપુર?"
કેશવે પૂછ્યુ.
"હા.ચકોરી અને જીગ્નેશ અત્યારે સીતાપુરમાં છે.જીગ્નેશને તે એના માતા-પિતાથી અલગ કર્યો હતો.હવે તારે જ એને એના માતા-પિતાના હાથમાં સોપવાનો છે.અને ચકોરી ને તારે તારી પુત્રી તરીકે અપનાવીને એનુ કન્યાદાન કરવાનું છે."
"શુ ચકોરી મને પોતાના પિતા તરીકે સ્વીકારશે?"
"હા જરૂર સ્વીકારશે."
"પણ એનુ કન્યાદાન કરવા હું મુરતિયો ક્યા શોધીશ?"
"જીગ્નેશ અને ચકોરી બંને એકબીજાને પસંદ કરે છે.તારે એ બંનેનો હસ્તમેળાપ કરાવી આપવાનો છે."
"ઠીક છે બાપુ.તમે કહ્યું એ પ્રમાણે જ હું કરીશ.કહો બાપુ હું કયારે સીતાપુર જાવ?"
"બસ સમય આવી ચૂક્યો છે કેશવ.તુ સીતાપુર જવા આજે જ રવાના થા. અને યાદ રાખજે કેશવ આ તારી અગ્નિ પરીક્ષા છે."
વધુ આવતા અંકે

Rate & Review

Nitesh Shah

Nitesh Shah 4 months ago

yogesh dubal

yogesh dubal 5 months ago

Parash Dhulia

Parash Dhulia 5 months ago

Bhavin Ghelani

Bhavin Ghelani 5 months ago

Keval

Keval 5 months ago