Chor ane chakori - 44 in Gujarati Fiction Stories by Amir Ali Daredia books and stories PDF | ચોર અને ચકોરી - 44

ચોર અને ચકોરી - 44

("ચકોરી તમારી પાસે નથી આવી તો એ ક્યા જઈ શકે છે?" કાંતુના પ્રશ્નનો માસીએ ત્વરિત ઉત્તર આપ્યો." સીતાપુર") હવે આગળ વાંચો....
"માસી તમે એક કામ કરો અમારી સાથે દોલત નગર અંબાલાલ શેઠ પાસે ચાલો. અને એમને જ તમે જે કંઈ જાણતા હો એ કહો."
કાંતુએ માસીને કહ્યુ.
" પણ તું જ મારી પાસેથી જાણી લેને જે જાણવું હોય એ.મને ક્યાં ઠેઠ દોલતનગર નો ધક્કો ખવરાવે છે." માસીએ કંટાળાજનક અવાજે કહ્યુ. પણ કાંતુએ તરત મેણું માર્યું.
" કા પૈસા જોતા તા ત્યારે દોલત નગર નો ધક્કો ધક્કો નહોતો લાગ્યો?હાલ છાની માની."
કાંતુએ કરડાકી થી કહ્યુ.પછી માસી પાસે ગાડીમાં બેસવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો.
રહેમાનના ગેરેજે આવીને જીગ્નેશે રહેમાનને કહ્યુ.
" રહેમાન. તે કહ્યું હતું કે મને કાંઈ મદદની જરૂર હોય.તો તું મારી પડખે ઉભો રહીશ?"
જીગ્નેશે તુંકારે બોલાવતા.રહેમાન સ્તબ્ધ થઈને.બાઘાની જેમ પહેલા તો જીગ્નેશને તાકી રહ્યો.અને મનોમન વિચારવા લાગ્યો. કે બપોરે જ્યારે આ આવ્યો હતો ત્યારે કેટલા માન થી મને બોલાવતો હતો. રેહમાન ભાઈ કહીને મને માન થી સંબોધતો હતો. અને હવે બે કલાકમા જ મને તુકારે બોલાવવા લાગ્યો.જરૂર આમાં કંઈ ભેદ હોવો જોઈએ. આ મારો બાળમિત્ર જીગો તો નહી હોય? એ એકીટશે જીગ્નેશ ને જોઈ રહ્યો હતો. હવે જીગ્નેશ ને લાગ્યું કે આ ભાઈબંધને વધારે ટટળાવવો ન જોઈએ. એ આગળ વધ્યો. અને રહેમાનને ભેટી પડ્યો.
" રહેમાન. મારા દોસ્ત. હું તારો જીગલો જ છું મારા ભાઈ."
અને રહેમાને પણ પોતાના બંને હાથ જીગ્નેશ ની પીઠ પાછળ નાખીને જીગ્નેશને જોશભેર પોતાની છાતી સાથે ભીંસ્યો.
"મને લાગતુ જ હતુ જીગા.કે હોય ન હોય આ જીગો જ છે.ક્યા હતો તુ આટલા વર્ષ?"
જીગ્નેશે રહેમાનને પોતાનાથી અલગ કરતા કહ્યુ.
" સાંભળ રહેમાન. હમણાં આ વાતને. થોડાક દિવસ ગુપ્ત જ રાખવાની છે કે હુ તારો મિત્ર અને કિશોર ભટ્ટ પૂજારીનો દીકરો જીગ્નેશ છુ."
"કેમ જીગ્નેશ?"
રહેમાને અચરજથી પૂછ્યુ.જીગ્નેશ જવાબમા બોલ્યો.
" મને એક ચોર મંદિર પાસેથી ઉપાડીને લઈ ગયો હતો. યાદ છે ને?"
"હા.જીગા મને યાદ છે."
"એ ચોરે નાનપણથી જ મારી પાસે ચોરિયો કરાવી મને એક પારંગત અને અવ્વલનંબર નો ચોર બનાવ્યો. પણ હવે એ બધું પાછળ છોડીને. હુ આપણા ગામમાં ઈમાનદારીથી જીવવા આવ્યો છુ."
"હા તો તું જીવને. ઈમાનદારીથી.પણ એમાં તારી અસલિયત છુપાવવાનું કારણ શું? શું તે તારા બા બાપુને પણ નથી જાણ કરી?"
" ના." જીગ્નેશે ઢીલા સ્વરે કહ્યુ.
" અરે જીગા.જીગા કેમ? એ બંને તારા માટે કેટલું ઝુરે છે. કેટલું તડપે છે. એનો કોઈ અનુમાન છે તને?"
"હા રહેમાન. હું જાણું છુ. બા અને બાપુ કેટલું મને ઝંખે છે. અને બા તો....." જીગ્નેશના શબ્દો અધૂરા જ રહી ગયા અને એ પોતાના પોતાની બંને હથેળીમા મોઢું નાખીને. ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. રહેમાન એની પીઠ પર પ્રેમથી પોતાનો હાથ પસરાવવા લાગ્યો. પછી ધીરેથી એણે જીગ્નેશ ને પૂછ્યુ.
" તો પછી શા માટે તુ તને પોતાને. અને તારા મા-બાપને દુઃખી કરે છે? જીગા શા માટે તું તારી જાતને છુપાવવા માંગે છે?"
" રહેમાન. મેં વર્ષો સુધી ફક્ત ચોરીઓ જ કરી છે."
" તો હવે એનું શું છે જીગા? તું તો ઈમાનદારીથી જ હવે તો જીવવા માંગે છે ને? કે પછી એ જુનો ધંધો જ તારે ચાલુ રાખવો છે?" જરાક કડવાશથી રહેમાને પૂછ્યુ.
" હું તો હવે ઈમાનદારીથી જ જીવવા માગું છુ. જે કામ મળશે એ કરવા હું તૈયાર છુ. પણ છતાં મને જ મારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ નથી."
"શેનો વિશ્વાસ નથી જીગ્નેશ?"
" અગર જો ચોરી કરવાની મને આદત પડી ગઈ હશે. તો શું હું એ આદત છોડી શકીશ? અને હા જ્યારે મને લાગશે કે ના મને ચોરી કરવાની આદત નથી પડી. ચોરી એ મારી આદત નહી.મારી ફક્ત મજબૂરી હતી.ત્યારે હું જરૂર બા બાપુ ના પગે પડીને એમને કહીશ. કે હું જ તમારો જીગલો છુ.".. ..

શુ જીગ્નેશ ચોર નો ચોર જ રહેશે કે પછી મેહનત કરીને આગળ વધશે........ વાંચતા રહો ચોર અને ચકોરી..

Rate & Review

Gordhan Ghoniya

Gordhan Ghoniya 4 months ago

Nitesh Shah

Nitesh Shah 5 months ago

yogesh dubal

yogesh dubal 6 months ago

Vranda Wadhia

Vranda Wadhia 6 months ago

Parash Dhulia

Parash Dhulia 6 months ago