Chor ane chakori - 8 books and stories free download online pdf in Gujarati

ચોર અને ચકોરી - 8

(ચકોરીને મૂકીને ચાલતા થયેલા.જીગ્નેશ અને સોમનાથની પાછળ ચકોરી દોડી. અને ખિજાતા બોલી. ' એક અબળાને આ રીતે રઝળતી મૂકીને ચાલ્યા જતા વિચાર નથી આવતો?.')....હવે આગળ... ...
' વિચાર તો ઘણો આવે છે. પણ તમારી સાથે વાદ-વિવાદ કરવા માં રોકાશું.તો તમારી સાથે અમે પણ સપડાઈ જશુ. એટલે ઉતાવળ રાખવી જરૂરી છે.' જીગ્નેશ ચાલતા ચાલતા કહ્યું. એ ત્રણે દોલત નગર ના જેટી ઉપર આવ્યા. જ્યાં સાંજે સોમનાથે એક નાવડી તૈયાર કરીને રાખી હતી. એમાં બેસી ગયા અને હોડકાને જવા દીધું ખાડીમાં.
જીગ્નેશે હલેસા હાથમાં લીધા.તો સોમનાથ બોલ્યો.
' જીગ્નેશ તું રહેવા દે. હું હલેશા મારું છું.'
' ના સોમનાથ ભાઈ. તમે થોડી વાર આરામ કરો. હમણાં તો હું જ હલેસા મારીશ. હું થાકીશ. એટલે તમને કહીશ.' નાવડી પાણીમાં વહેતી થઈ. નાવડી ના એક પાટીયા ઉપર સોમનાથ બેઠો હતો. બીજા ઉપર ચકોરી. સોમનાથ પાટિયા પર લાંબો થઈને સૂઈ ગયો.અને ચકોરી હલેસા મારતા જીગ્નેશ ને નિહારવા લાગી. હવાની લહેરખીઓ થી. જીગ્નેશ ના વાળ હવામાં ઉડતા હતા. તેણે પહેરેલો કેસરી રંગનો ઝભ્ભો પણ હવામાં હિલોળા લેતો હતો. હલેસા ચલાવતી વખતે. એના બાવડાઓના સ્નાયુઓ નું હલનચલન જોઈને.ચકોરીનું મન મુગ્ધ થવા લાગ્યુ. અચાનક જીગ્નેશ ની નજર ચકોરી પર પડી. તો ચકોરી એને જ નિહારી રહી હતી. ચકોરી જાણે ચોરી કરતાં પકડાઈ ગઈ હોય એમ. ત્વરાથી જીગ્નેશ પરથી પોતાની નજર ખસેડી. એની આ લાક્ષણિકતા જીગ્નેશ થી છુપી ના રહી. અને હલેસા મારતા મારતા એ ખડખડાટ હસી પડ્યો. એને આમ મુક્તપણે હસતા જોઈને. ચકોરી છણકો કરતા બોલી.
' શું હસો છો?'
' કેમ હવે હસવા માટે પણ તમારી રજા લેવી પડશે?'
' એવું કોણે કહ્યું? પણ હસવાનું કારણ તો હોવુ જોઈએ ને.?'
' છેને કારણ.'
' શું કારણ છે?કહો.'
' હું તો ચોર છું જ. કહ્યું હતું ને?'
' હા તો ?'
' ચોર તો તમે પણ છો.'
' હું એક બ્રાહ્મણ કન્યા છું. ચોરી ને મારે શું લેવા?'
'અચ્છા.તો ક્યારના ત્યાં બેઠા બેઠા શું કરી રહ્યા છો?'
'કઈ નહીં હું તો ચૂપચાપ બેઠી છું.'
' ચોરી ચોરી. ચોર આંખે મને નોતાં જોઈ રહ્યા ?' જીગ્નેશ શરારત ભર્યા સ્વરે બોલ્યો.
' તમારા જેવા ચોર માં જોવા જેવું છે શું?' ફરી એકવાર ચકોરી એ છણકો કર્યો.
' તમને હું એક ખાનગી વાત કહું?. હું ચોર તો છું જ. પણ સાથે સાથે. હું પણ તમારી જેમ એક બ્રાહ્મણ છું.'
' બની જ ના શકે?' જીગ્નેશ ની વાતને ઉડાડી દેતા ચકોરી બોલી.
' કેમ ન બની શકે?'
' બ્રાહ્મણનો દીકરો કોઇદી ચોરી ચકારી ના રવાડે ચઢી જ ન શકે.'
' તમે હમણાં અંબાલાલ ની કેદ માં હતા ને?'
' હા તો ?'
' અને અંબાલાલ તમારી સાથે પરાણે લગ્ન કરવા માંગતો હતો ખરું?'
' ખરું. તો? '
'જો હું આજે ત્યાં ચોરી કરવા ન આવ્યો હોત. અને તમારે અંબાલાલ સાથે પરણવું પડત. તો શું તમે બ્રાહ્મણ કન્યા મટી ગયા હોત?'
' હું બ્રાહ્મણ છું. અને મરતી ઘડી સુધી બ્રાહ્મણ જ રહીશ. અને બીજી બે વાત કાન ખોલીને સાંભળી લો. અંબાલાલ ને પરણવા કરતા. મેં મોતને વહાલું કર્યું હોત. અને બીજું.શું તમને એમ લાગે છે કે તમે મને બચાવી છે? તમે મારો ઉદ્ધાર કર્યો છે?'
'બિલકુલ મેં તમને અંબાલાલ ના પંજામાંથી ઉગારી છે.'
'આ તમારો વહેમ છે '
'એટલે ?'
' મેં કરયુ. મેં કરયુ.
એવુ સમજે.
એ છે મુરખો.
કરતાર તો.
કોઈ ઓર છે.
ના કોઈ એના સરખો. ' કોઈ પૌરાણિક ભજનની કડી ચકોરીએ ગણગણી.
' તમને એમ લાગે છે કે તમને ઈશ્વરે બચાવ્યા?પણ હું કહી દઉં કે હું ઈશ્વર નથી.' ચકોરી જીગ્નેશ ની વાત સાંભળી ને હસી પડતા બોલી.
' નાદાન રે નાદાન જીવ. હું છેલ્લા બે દિવસથી અંબાલાલ ની કેદ માં હતી.અને ઈશ્વરને. મારા પ્રભુને.મારા મહાદેવને. એક જ પ્રાર્થના કરતી હતી કે મને ગમે તેમ કરીને આ અંબાલાલ નામના.ચાંડાલના હાથ માંથી છોડાવો. અને જુઓ ઈશ્વરે તમને મારી મદદ કરવા મોકલી આપ્યા.'
'એ પોતે કેમ ના આવ્યો.' જીગ્નેશે કટાક્ષમાં પૂછ્યું.
' એ પોતે ક્યારેય. ક્યાંય જતા નથી. કોઈને.ને. કોઈને મુશ્કેલીમાં આવેલા લોકોની મદદે મોકલી જ આપે છે સમજ્યા.?' જીગ્નેશ ને લાગ્યુ કે આની સાથે વાદ વિવાદમાં ઉતરવાની પોતામાં શક્તિ નથી. એટલે તેણે હથીયાર નાખી દેતા કહ્યું.
' ઠીક છે ત્યારે. ઈશ્વરનો તો તમે આભાર માની લ્યો.'
' એ તો જ્યારે તમે જય મહાદેવ કરીને છાપરી થી અંબાલાલ ઉપર કુદયા હતા ને. ત્યારે જ મેં મહાદેવ નો આભાર માની લીધો હતો.' ..........શુ લાગે છે? જીગ્નેશ અને ચકોરી પ્રેમમાં પડશે?.....રાહ જુવો ......