Love you yaar - 20 books and stories free download online pdf in Gujarati

લવ યુ યાર - ભાગ 20

"લવ યુ યાર"ભાગ-20

સાંવરીના હાથને મિતાંશના ગરમ ગરમ અશ્રુએ સ્પર્શ કર્યો અને સાંવરી ડરી ગઈ કે, ના ના, મારે મિતાંશને આમ ભાંગી પડવા નથી દેવાનો મારે તો તેની હિંમત બનવાનું છે અને તે બોલી પડી કે, " મીત, હું એક ભારતીય સ્ત્રી છું તને મારી તાકાતની હજુ ખબર જ નથી. કદાચ, યમરાજા તને મારી પાસેથી છીનવી પણ લે ને તો પણ હું તને ત્યાંથી પણ પાછી લાવી શકું તેટલી મારા પ્રેમમાં તાકાત છે. તું બધુંજ મારી ઉપર છોડી દે. તું ફક્ત દવા લેવામાં મને સાથ આપ અને આમ ભાંગી ન પડીશ. ખૂબજ હિંમત રાખ. તને મારી પાસેથી કોઈ છીનવી નહીં શકે મૃત્યુ પણ નહીં..!!"

મિતાંશ સાંવરીને પોતાને છોડી જવા અને બીજા સાથે મેરેજ કરવા સમજાવે છે.

મિતાંશ: સાવુ, હું તને દુઃખી નહીં જોઈ શકું. તને મારી સોગંદ છે મારી વાત માની જાને ?
અને સાંવરીએ પોતાનો નરમ હાથ મિતાંશના હોઠ ઉપર રાખી દીધો અને ખૂબજ વિશ્વાસ સાથે બોલી કે, "તને કેટલો વિશ્વાસ છે મારી ઉપર ?"
મિતાંશ: ભગવાન કરતાં પણ વધારે
સાંવરી: બસ તો પછી હવે આ બાજી મારી ઉપર છોડી દે અને તું નિશ્ચિંત થઈ જા.
મિતાંશ: પણ, મારા પછી તારું શું ?
સાંવરી: પણ, તું મરી જવાનો છે એવું તને કોણે કહ્યું ? પાગલ, ફર્સ્ટ સ્ટેજના કેન્સરમાં મરી ના જવાય. બસ, રેગ્યુલર ટ્રીટમેન્ટ કરવી પડે તો બિલકુલ મટી જાય.પછી સાંવરી મક્કમતાથી બોલે છે, મેં તને હ્રદયના ઉંડાણથી ખૂબજ ચાહ્યો છે મીત. તારા સિવાય મારા જીવનમાં હું બીજા કોઈની કલ્પના પણ કરી શકતી નથી. તને છોડીને હું ક્યાંય જવાની નથી. અને મેરેજ તો હું તારી સાથે જ કરીશ.અને તે જ તો કહ્યું હતું કે, મને છોડીને ' ન ' જતી અને હવે છોડવાનું કહે છે...!! માય ડિઅર મીતુ હજી તો આપણે જીવનની શરૂઆત પણ નથી કરી અને તું અત્યારથી હારી જાય છે અને બાજી છોડી દે છે.અને સાંવરી ખૂબ રડી પડે છે. મિતાંશ પણ સાંવરીને ભેટીને ખૂબ રડી પડે છે.

મિતાંશ: પણ, મેં તને છોડવાની "ના" પાડી હતી તે વખતે પરિસ્થિતિ જુદી હતી અને અત્યારે પરિસ્થિતિ કંઈક જુદી જ છે. હું તને દુઃખી જોવા નથી ઇચ્છતો.

સાંવરી: તારા બદલે મને કેન્સર થયું હોત તો ? તો શું તું મને છોડીને ચાલ્યો જાત ? ના, જાતને તો હું કઇ રીતે તને છોડી દઉં. અને સાંવરી આગળ ઉમેરે છે, ડૉ.ચોપરા ખૂબજ હોંશિયાર ડૉક્ટર છે.
તેમના કહેવા પ્રમાણે આપણે ટ્રીટમેન્ટ કરીશું તો તને થોડાક જ સમયમાં રીકવરી થવા લાગશે. અને હું છું ને તારી સાથે, હું તારો બરાબર ખ્યાલ રાખીશ. તને કંઇજ નહિ થવા દઉં. તું બિલકુલ ઓકે થઇ જાય. ડૉ.ચોપરા પરમિશન આપે પછી જ આપણે ઇન્ડિયા જઇશું.

અને સાંવરી મિતાંશના ચહેરા ઉપર ખૂબજ પ્રેમથી હાથ ફેરવે છે તેની આંખોમાં આંખો પરોવે છે અને થોડા ભીના દબાએલા અવાજે બોલે છે, "આપણાં બંનેની લાઇફનું મેં એક ખૂબસુરત સ્વપ્ન જોયું છે, તે તું પૂરું નહિ થવા દે ? (અને સાંવરીની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગે છે. ) તને ખબર છે કે મારું શું સ્વપ્ન છે ? મારા મમ્મી-પપ્પાને એક દિકરો હોય તેવી તેમની ખૂબજ ઇચ્છા હતી પણ તેમની તે ઇચ્છા પૂરી ન થઇ શકી, મનમાં ને મનમાં જ રહી ગઇ. આપણો દિકરો જોઇ તેમનું મન ભરાઈ જાય અને તેમનું ઘડપણ પણ સુધરી જાય તેવી મારી ઇચ્છા છે. મારે તારા જેવો એક હેન્ડસમ, સમજદાર અને બુદ્ધિશાળી દિકરો જોઈએ છે જેને જોઇને આંખ ઠરે અને મનમાં હાંશ અનુભવાય. અને સાંવરી મિતાંશનો હાથ પકડી નીચે બેસી જાય છે અને મિતાંશના ખોળામાં પોતાનું માથું મૂકી દે છે. અને ખૂબ રડી પડે છે.

સાંવરીની વાત સાંભળી મિતાંશ પણ ખૂબજ ભાવવિભોર થઇ જાય છે. અને વિચારવા લાગે છે કે, આ જીવન એટલું સસ્તું નથી, કંઈ કેટલાય સ્વપ્ન તેની સાથે જોડાયેલા હોય છે. તો મેં મૃત્યુને કેમ આટલું જલ્દીથી સ્વીકારી લીધું...!!

તેની આંખોમાં એક અનેરી ચમક આવે છે. જીવનના ઉજાસની ચમક અને તે સાંવરીને નીચેથી ઉભી કરીને છાતી સરસી ચાંપી લે છે. અને મક્કમતાથી બોલે છે, " જેને ઈશ્વરે આટલી સુંદર જીવનસંગિની આપી હોય, તેની ચાહ જોઈ, યમરાજ પણ તેને લીધા વગર પાછા ચાલ્યા જાય."

અને પછી સાંવરીને મૂડમાં લાવવા બોલે છે, " સાવુ, તારે દિકરો જોઈએ છે, પણ મારે તો દીકરી જોઈએ છે, અને તે પણ તારા જેવી, તો શું ? એક કામ કરીએ પહેલાં દિકરો પછી દીકરી માટે ટ્રાય કરીશું બરાબરને ? ( અને બંને જણાં હસી પડે છે. )

અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો.અને પોઝીટીવ થોટ્સ માણસને કામયાબીના શીખર ઉપર અચૂક લઈ જાય છે.

સાંવરી પોતાની વાત ઉપર અડગ છે અને મિતાંશ પણ હવે પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર થઈ ગયો છે હવે સાંવરી અને મિતાંશના આ અનોખા પ્રેમની જીત થાય છે કે નહિ ?? તે તો ઉપરવાળો જાણે... વધુ આગળના ભાગમાં....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
17/8/23