Love you yaar - 15 books and stories free download online pdf in Gujarati

લવ યુ યાર - ભાગ 15

"લવ યુ યાર"ભાગ-15
સોનલબેન, વિક્રમભાઈ, બંસરી, અલ્પાબેન અને કમલેશભાઇ બધા સાંવરી ને અને મિતાંશને વિદાય કરવા માટે એરપોર્ટ ઉપર આવે છે. અને ફ્લાઇટ ટેક ઓવર થાય છે...લંડન તરફ....
હવે આગળ...

સાંવરી અને મિતાંશ લંડન પહોંચી ગયા.ત્યાંની ધરતી ઉપર પગ મૂકતાં જ જાણે સાંવરી ને કંઇક અલગ જ ખૂશ્બુ આવી રહી હતી અને ત્યાં ની નિરવ શાંતિ અને ઠંડકનો અનુભવ થવા લાગ્યો. બંને ટેક્ષી કરી પોતાના હાઉસ ઉપર ગયા. હાઉસ જોઈને સાંવરી ખૂબજ ખુશ થઇ ગઇ. ત્યાં મિતાંશનું બીગ હાઉસ છે અને કંપનીની ઓફિસ પણ છે.
આટલી લોંગ જર્ની કરીને બંને થાકી એટલા ગયા હતા ને એટલે મિતાંશે સાંવરી ને કહ્યું કે અત્યારે કશુંજ સાફ-સફાઈ કે લગેજ ખાલી કરવાનું કે કંઇજ કામ ન કરીશ. કાલે આપણે બંને થઇને કરી લઈશું અને બંને શાંતિ થી સૂઇ ગયા.
લંડનની સવાર પણ એટલી જ ખૂબસુરત હતી અહીં ઇન્ડિયા કરતાં નિરવ શાંતિ નો અનુભવ સાંવરીને થયો. અને પાછું ઓફિસ પણ નહિ જવાનું એટલે મનને વધારે શાંતિ લાગી.આટલા સમયની રૂટિન લાઇફ પછી સાંવરીને થોડો રેસ્ટ મળ્યો.ઘર બંધ હતું એટલે થોડી સાફ-સફાઈની જરૂર હતી પણ અહીં એટલી ડસ્ટ ઉડે નહિ એટલે ઇન્ડિયા જેટલું ઘર ગંદુ પણ ન થાય.

ઉઠીને પહેલા સાંવરીએ સાફ-સફાઈ કરી ઘર એકદમ ક્લીન કરી દીધું પછી નાહિ-ધોઇને તૈયાર થઇ અને ચા બનાવી મિતાંશને ઉઠાડ્યો. મિતાંશ ઉઠ્યો તો તેને થોડું અનઇઝીનેસ જેવું લાગવા લાગ્યું અને ચક્કર આવવા લાગ્યા અને વોમિટ થાય તેવું થવા લાગ્યું.

સાંવરીએ કહ્યું કે આટલી લોંગ જર્ની કરીને આવ્યા છીએ અને કદાચ વેધર પણ ચેઇન્જ થયું છે એટલે તને થોડી અનઇઝીનેસ લાગતી હશે. ટેબલેટ લઇ લે એટલે બરાબર થઇ જશે. મિતાંશે કહ્યું, " આ પહેલા મને ક્યારેય પણ આવું થયું નથી, ખબર નહિ આજે શું થયું ? "

ચા પીધી અને પછી ટેબલેટ લઇ સાંવરીએ તેને આરામ કરવા જ કહ્યું એટલે મિતાંશ સૂઇ ગયો.

સેમીનાર હજી એક દિવસ પછી હતો એટલે બીજે દિવસે સવારે મિતાંશ સાંવરીને લઇને પોતાની ઓફિસ બતાવવા ગયો અને ત્યાંથી પછી લંડનમાં થોડું સાઇટ સીન કરાવ્યું, બીગબેન, ટાવર ઓફ લંડન, ટાવર બ્રીજ ને બકીંગ હામ પેલેસ બતાવી, બહાર જ જમી લીધું, ખૂબજ થાકી ગયા હતા એટલે ઘરે આવીને તરત સૂઈ ગયા.

હવે આજે તો સેમીનારમાં જવાનું હતું એટલે મિતાંશ અને સાંવરી બંને તૈયાર થઈ રહ્યા હતા. મિતાંશે બ્લેક કલરનું બ્લેઝર પહેર્યું હતું અને સાંવરીએ પાર્ટીવેર સુંદર પીચ કલરનું ગાઉન પહેર્યું હતું. સાંવરી આજે ખૂબજ સુંદર લાગી રહી હતી એટલે મિતાંશ તેને જોઇને કહેવા લાગ્યો, " ચાલ ને આપણે આજે જ મેરેજ કરી લઇએ. "
સાંવરી: એઇ, પાગલ થયો છે..! અહીં થોડા મેરેજ કરવાના છે. માય ડિઅર મીતુ, જાન લઇને તારે મારા ઘરે આવવું પડશે, એમ થોડું ચાલશે ? અને પછી હસી પડી.

બંને પાર્ટીમાં જવા નીકળી ગયા. મિતાંશ સાંવરીને ત્યાં બધા બિઝનેસ મેનની ઓળખાણ કરાવે છે અને દરેકને સાંવરીની પણ ઓળખાણ આપે છે. પછી માઇક પોતાના હાથમાં લઇ સાંવરીનું અભિવાદન કરતાં બધાને જણાવે છે કે સાંવરી તેની કંપનીની ઇન્ડિયાની બ્રાન્ચની મેનેજર છે. સી ઇઝ સો વાઇઝ લેડી એન્ડ સી હેઝ સો મેની ટ્રીક્સ ફોર વાઇડ બિઝનેસ, સી ઇઝ એઝ પાવરફુલ એઝ મેન, અને આ એવોર્ડ માટે હકદાર તે પોતે નહિ પણ સાંવરી છે.કારણ કે સાંવરીની રાત-દિવસની મહેનતનું આ પરિણામ છે. અને પોતે સાંવરી સાથે નેકસ્ટ મન્થ મેરેજ કરવા જઇ રહ્યો છે. તે જણાવે છે અને પોતાને મળેલો એવોર્ડ સાંવરીને પ્રેમથી અર્પણ કરે છે.

ખૂબજ તાળીઓના ગડગડાટથી બધા સાંવરી અને મિતાંશની આ સિદ્ધિને વધાવી લે છે. અને બંનેને કોન્ગ્રેચ્યૂલેટ કરે છે.

સાંવરી અને મિતાંશ માટે આ અભૂતપૂર્વ દિવસ હતો. સાંવરીએ તો પોતાના જીવનમાં આવું ક્યારેય વિચાર્યું પણ ન હતું. તેની ખુશીની તોલે આજે કંઇજ આવે તેમ ન હતું. તે ત્યાં ને ત્યાં એવોર્ડ હાથમાં લઇ મિતાંશને ભેટી પડી અને તેની આંખમાં હર્ષનાં આંસુ આવી ગયાં.

ફંક્શન પૂરું થયાબાદ ઘરે આવતાં આવતાં મિતાંશે અને સાંવરીએ અલ્પાબેન અને કમલેશભાઇ સાથે વાત કરી અને સોનલબેન અને વિક્રમભાઈ સાથે પણ વાત કરી અને પોતાની ખુશીમાં તેમને પણ ભાગીદાર બનાવ્યા.
મિતાંશે એવોર્ડના વિડીયો પણ તેમને મોકલી આપ્યા અને સાંવરીએ બંસરી અને કશ્યપ સાથે પણ વાત કરી અને તેમને પણ વિડીયો મોકલી આપ્યા.

બંસરીએ પણ સાંવરીને ખુશી સમાચાર આપ્યા કે, સી ઇઝ પ્રેગનન્ટ અને સાંવરી માસી બનવાની છે. આજે સાંવરીની ખુશી નો કોઈ તોટો ન હતો.

બીજે દિવસે એઝ યુઝવલ સાંવરી વહેલી ઉઠી ગઇ અને ચા બનાવી મિતાંશને ઉઠાડ્યો. મિતાંશ ઉઠ્યો એટલે આજે ફરી તેને ચક્કર આવતા હોય તેવું લાગ્યું અને શ્વાસ લેવામાં જાણે તકલીફ પડતી હોય તેમ થવા લાગ્યું. આજે તે ગભરાઈ ગયો હતો.
વોટ ઇઝ ધ પ્રોબ્લેમ વીથ મિતાંશ....
જોઈએ આગળના ભાગમાં....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
30/6/23