જીવન રંગ

  • 3.7k
  • 1.5k

જરા શાંતી રાખ રમીલા આટલો બધો ગુસ્સો સારો ના કેવાય જરા કીસન ને ધરે તો આવા દે પૂરી વાત તો જાણવા દે, રશોડા માંથીઆવતા વાસણ ના ખડખડાહટ થી ચીંતીત સ્વરે કરસન ભાઇ બોલ્યા, જે થસે તે સારા માટે જ થસે ભરોસો રાખ દ્વારકાઘીશ પર બોલીલાંબી ખાંસી ખાધી કરસન ભાઈ એ.હસે હવે રમીલા કાંઇક તો હોવુ જોઇએ નહી તો કીસન આપણ ને પૂછંયા વગર આટલો મોટો નીણઁય લે એવો તો નથી. કરસન ભાઈપોતાનો ઝભ્ભો પેરતા બોલ્યા, હાથ માં લાકડી લઈ પોતાના રુમ બહાર આવી દિવાલ પર લાગેલી ઘડીયાળ તરફ જોઇ બોલ્યા હજી વારછે કીસન ને આવવા ની જરા ગામ મા આંટો મારી આવુ, કશુક લાવુ છે વહુ દીકરા બજાર માથી તો લેતો આવુ? અંદર થી રમીલા ઢીલાઅવાજે બોલતા બહાર આવી કંઈ નથી લાવાનું બાપુજી પણ તમે ટાઈમ સર હાજર થાજો. કાકા ઓ કરસન કાકા કેમ છો તબીયત તો સારી ને આ મારી ભૂરી એ ગયી કાલે વાછરા ને જનમ દિઘો છે લો સાકર ખાવ, અચાનકરામજી લાલ ની અવાજ થી કરસન કાકા અતીત મા પાછા આવ્યા, એ લાલજી લે હવે તારે ઘેર તો દૂઘ ની નદી વહેસે. મારો દ્વારકા વાલોસહુ નુ ભલુ કરે હો લાલજી. હે હા ભાઈ હો તારી વાત સાચી. સાવ સાચી વાત કરી લાલજી લે હાલ તારે રામ રામ.રમીલા રુમ મા નજર નાખતા મન મા ને મન મા બોલી, અરે રે જરા ધર તો સાફ કરું, કીસને જે કર્યુ તે કર્યુ પણ આવતા ની સાથે ધર ગંદુહસે તો શું વીચારશે? હાથ માં કપડું લઈ રમીલા ઝાપટ ઝૂપટ કરવા લાગી ને અચાનક તેની નજર પોતાના પતિ ની તસ્વીર પર પડી, હેભગવાન આજે કોણ જાણે કેમ કરતાં ભૂલી ગયી ના મનોજ ના ફોટા સામે દીવો કર્યો કે ના મનોજ સાથે સવારે ચા પીઘી. મનોજ ના ગયાપછી રમીલા એ પોતાના પતિ ને હંમેસા જીવંત રાખ્યો હતો. રોજ તેના ફોટા સામે દિવો કરવો, સામે બેસી ચા પીવી અને ચા પીતા પીતાબઘી જ વાત મનોજ ને કરતી. હાથ મા પતિ ની તસ્વીર લઇ રમીલા અપરાઘ ભાવે વાત કરવા લાગી. જોયુ તમે તમારો દિકરો કેટલો મોટોથયી ગયો તે આવડો મોટો નિર્ણય લેતા પેલા પૂછવા નુ તો દૂર પણ જાણ સુઘ્ઘા કરવાની ફરજ ના સમજી, આ તેની લાય મા ને લાય માતમારી જોડે ના તો વાત થયી ના ચા પીવાઇ, ત્યાં જ સુખી કાકી બારણે આવી, જટ થી મનોજ નો ફોટો ટેબલ પર મૂકી રમીલા પરસાળ માંઆવી. રમીલા પર નજર પડતાં ની સાથે જ સુખી કાકી બોલી.લે આવી બેટા હવે જરા કીસન ના સ્વાગત ની તૈયારી કરી લે. રસોડા માં બઘુ તૈયાર છે ને ? કીસન આવતા ની સાથે દુધ પાક જરુરમાંગશે, યાદ છે ને પાછલા વષેઁ જયારે આવેલો ત્યારે કેવી ધમાલ કરી હતી દુધપાક ના મળતા. અને હા જો આ આસોપાલવ નું તોરણપેલા નટુ પાસે થી બનાવડાવી લાવી છું લે જરા બાંધ તો બારણે, કહી કાકી એ રમીલા તરફ જોયુ, અરે ધ્યાન ક્યાં છે તારુ લે જટ કરરમીલા. જો બેટા ખોટા વીચારો કરવાથી દુખ જ થવાનુ છે એને એક વાર ઘર આવી જવા દે બની શકે વીચારીએ છીએ એનાથી કંઈ બીજુ જનીકળે, તુ તારે આગતા સ્વાગતા માં કોઈ કસર ના રાખીશ એવુ ના બને કે જીવન ભર નો ડંખ રહી જાય જા તૈયારી કરી લે આ ગામ નીસ્ત્રીઓ આવી જશે, ગામ માં ઢંઢેરો નથી પીટવા નો કીસન એ શું કયુઁ.