The color of life books and stories free download online pdf in English

જીવન રંગ

જરા શાંતી રાખ રમીલા આટલો બધો ગુસ્સો સારો ના કેવાય જરા કીસન ને ધરે તો આવા દે પૂરી વાત તો જાણવા દે, રશોડા માંથીઆવતા વાસણ ના ખડખડાહટ થી ચીંતીત સ્વરે કરસન ભાઇ બોલ્યા, જે થસે તે સારા માટે જ થસે ભરોસો રાખ દ્વારકાઘીશ પર બોલીલાંબી ખાંસી ખાધી કરસન ભાઈ એ.

એમ કેવી રીતે શાંત રહેવાય નીદંર જ ઉડી ગયી છે મારી તો કાલ ની જયારથી કીસનયા એ ફોન કયોઁ છે. કોણ જાણે દ્વારકાધીશ એવીતો કેવી પરીક્ષા લેવા બેઠો છે. હાથ મા પકડેલું તપેંલુ ગેસ મુકતા રમીલા બોલી. સાચુ કહુ બાપૂજી આ તમારા જ લાડદુલારે કીસનયો હાથમાં થી ગ્યો. તમારી છૂટ ને કારણે જ એણે શહેર ભણવા જવા ની જીદ કરી હતી જોયુ તેનુ પરીણામ ? આટલો મોટો ફેંસલો લીધો નેઆપણ ને જાણ કરવાની જરુર એ ના સમજી. કરમ ફૂટયા છે મારા તો, એક લાંબો નીસાસો લીધો બરણી માંથી દૂધ ગેસ પર રાખેલાતપેલા માં નાખ્યુ.

હસે હવે રમીલા કાંઇક તો હોવુ જોઇએ નહી તો કીસન આપણ ને પૂછંયા વગર આટલો મોટો નીણઁય લે એવો તો નથી. કરસન ભાઈપોતાનો ઝભ્ભો પેરતા બોલ્યા, હાથ માં લાકડી લઈ પોતાના રુમ બહાર આવી દિવાલ પર લાગેલી ઘડીયાળ તરફ જોઇ બોલ્યા હજી વારછે કીસન ને આવવા ની જરા ગામ મા આંટો મારી આવુ, કશુક લાવુ છે વહુ દીકરા બજાર માથી તો લેતો આવુ? અંદર થી રમીલા ઢીલાઅવાજે બોલતા બહાર આવી કંઈ નથી લાવાનું બાપુજી પણ તમે ટાઈમ સર હાજર થાજો.

કરસન ભાઈ ભલે બેટા કહી ધર બહાર નીકળ્યા, ભલે ને રમીલા ઘીરજ આપી પણ કરસન ભાઈ જાતે થોડા બેચન તો હતા, પોતાના એકના એક દીકરા ના ગયા પછી રમીલા અને કીસન ની જવાબદારી તેમની પર તો આવી ગયી હતી. ચાલતા ચાલતા કરસન ભાઈ નુ મનઅતીત મા પોંચી ગયુ કીસન સાવ બે વઁષ નો હસે જયારે મનોજે દુનીયા છોડી. રમીલા અને પોતાના પર તો જાણે આભ જ ટૂટી પડ્યુ હતુ. પેલા પોતાની પત્ની અને પછી મનોજ. કેમેય કરી જાત ને સંભાળી ત્યારે કીસન નો માસુમ ચહેરો જ સાંતવના આપતો હતો, પણ કોણ જાણેઆગળ શું થવાનું બાકી છે.

કાકા ઓ કરસન કાકા કેમ છો તબીયત તો સારી ને આ મારી ભૂરી એ ગયી કાલે વાછરા ને જનમ દિઘો છે લો સાકર ખાવ, અચાનકરામજી લાલ ની અવાજ થી કરસન કાકા અતીત મા પાછા આવ્યા, એ લાલજી લે હવે તારે ઘેર તો દૂઘ ની નદી વહેસે. મારો દ્વારકા વાલોસહુ નુ ભલુ કરે હો લાલજી.

લે તે કાકા તમારેય તે લીલા લહેર જ છેને આજ તો તમારો કીસનીયો આવે છે તમારા રુપીયા નુ વ્યાજ,તમને તે મોજ છે.

હે હા ભાઈ હો તારી વાત સાચી.

કાકા જાણો છો જે છોકરાવ ગામ છોડી ગયા છે શહેર માં ભણવા હાટુ ઈ શહેર ના જ થયી રહ્યા છે,આ તમારા તો નસીબ સારા કે દિકરોખરે સમયે ધેર આવે છે.

સાવ સાચી વાત કરી લાલજી લે હાલ તારે રામ રામ.

એ રામ રામ કાકા.

રમીલા રુમ મા નજર નાખતા મન મા ને મન મા બોલી, અરે રે જરા ધર તો સાફ કરું, કીસને જે કર્યુ તે કર્યુ પણ આવતા ની સાથે ધર ગંદુહસે તો શું વીચારશે? હાથ માં કપડું લઈ રમીલા ઝાપટ ઝૂપટ કરવા લાગી ને અચાનક તેની નજર પોતાના પતિ ની તસ્વીર પર પડી, હેભગવાન આજે કોણ જાણે કેમ કરતાં ભૂલી ગયી ના મનોજ ના ફોટા સામે દીવો કર્યો કે ના મનોજ સાથે સવારે ચા પીઘી. મનોજ ના ગયાપછી રમીલા એ પોતાના પતિ ને હંમેસા જીવંત રાખ્યો હતો. રોજ તેના ફોટા સામે દિવો કરવો, સામે બેસી ચા પીવી અને ચા પીતા પીતાબઘી જ વાત મનોજ ને કરતી. હાથ મા પતિ ની તસ્વીર લઇ રમીલા અપરાઘ ભાવે વાત કરવા લાગી. જોયુ તમે તમારો દિકરો કેટલો મોટોથયી ગયો તે આવડો મોટો નિર્ણય લેતા પેલા પૂછવા નુ તો દૂર પણ જાણ સુઘ્ઘા કરવાની ફરજ ના સમજી, આ તેની લાય મા ને લાય માતમારી જોડે ના તો વાત થયી ના ચા પીવાઇ, ત્યાં જ સુખી કાકી બારણે આવી, જટ થી મનોજ નો ફોટો ટેબલ પર મૂકી રમીલા પરસાળ માંઆવી. રમીલા પર નજર પડતાં ની સાથે જ સુખી કાકી બોલી.

અરે રમીલા આ ગાડી ની વેળા થયી છે, રમીલા પર નજર પડતાં જ બોલી લે તારો હાલ જો જરા અરીસા માં ? આ સાડલો બદલ સારું નાલાગે દિકરા,છોરું કછોરું થાય પણ માવતર ક માવતર ના થાય દિકરા ગમે તેમ ઇ તારું એક નું એક સંતાન રહ્યુ, જા જટપટ સાડલો બદલ. સુખી કાકી ની વાત થી સહમત રમીલા ની નજર તરત સામે કબાટ માં ફીટ કરેલા અરીસા પર પડી. અરે હા કાકી બસ હમણાં જ બદલીઆવી, કહી કાકી ને બેસવાનું કહી ઊપર ચાલી ગઈ. આમ તો મનોજ ના ગયા પછી રમીલા સાવ આછા કલર પેરતી બહુ ઘ્યાન જ નાઆપતી પોતાના પર પણ આજે થોડું સુખ અને થોંડુ દુખ બનેં હતા એના મન મા એટલે એણે જરા આછા ગુલાબી રંગ ની સાડી પહેરીલીઘી, હાથ માં જરા મોટા કંગન પણ પહેરી લીઘા જલદી જલદી તૈયાર થયી નીચે ઉતરતાં એક વાર અરીસાં માં નજર નાંખી. બહુ લાંબાસમય પછી આમ તૈયાર થયેલી પોતાની જાત ને જોંતા તેની આંખ માંથી આંસુ આવી ગયા. મનોજ ની યાદ સાથે એક નિસાસો નાંખતા જનીચે ઊતરી ગયી.

લે આવી બેટા હવે જરા કીસન ના સ્વાગત ની તૈયારી કરી લે. રસોડા માં બઘુ તૈયાર છે ને ? કીસન આવતા ની સાથે દુધ પાક જરુરમાંગશે, યાદ છે ને પાછલા વષેઁ જયારે આવેલો ત્યારે કેવી ધમાલ કરી હતી દુધપાક ના મળતા. અને હા જો આ આસોપાલવ નું તોરણપેલા નટુ પાસે થી બનાવડાવી લાવી છું લે જરા બાંધ તો બારણે, કહી કાકી એ રમીલા તરફ જોયુ, અરે ધ્યાન ક્યાં છે તારુ લે જટ કરરમીલા.

કાકી શું કરુ સમજાતું નથી શું કરું ? હરખ કરું કે ગુસ્સો?આ કીસન એ તો અમને ક્યાયના ના રાખ્યા શું સુજયુ એને કંઈ નથ સમજાતું.

જો બેટા ખોટા વીચારો કરવાથી દુખ જ થવાનુ છે એને એક વાર ઘર આવી જવા દે બની શકે વીચારીએ છીએ એનાથી કંઈ બીજુ જનીકળે, તુ તારે આગતા સ્વાગતા માં કોઈ કસર ના રાખીશ એવુ ના બને કે જીવન ભર નો ડંખ રહી જાય જા તૈયારી કરી લે આ ગામ નીસ્ત્રીઓ આવી જશે, ગામ માં ઢંઢેરો નથી પીટવા નો કીસન એ શું કયુઁ.

રમીલા પણ સ્તીથી સમજતાં કામે લાગી ગયી. થોડી વાર માં આખુ ધર ગામ લોકો થી ભરાઈ ગયુ. રમીલા પણ હળવી થયી બધુ ભૂલીગઈ.