સુંદરી

(11.9k)
  • 556.9k
  • 399
  • 327.2k

‘સુંદરી’ દ્વારા મારી ઘરવાપસી નમસ્તે! માતૃભારતી એ મારા લેખનકાર્યનું ઘર છે એમ કહું તો જરાય અતિશયોક્તિ નહીં ગણાય. નવાસવા લેખકનો હાથ પકડવા માટે કોઈ તૈયાર ન હતું ત્યારે મહેન્દ્રભાઈએ મારો હાથ પકડ્યો એટલુંજ નહીં પરંતુ ત્યારબાદ સંબંધો એટલા મજબૂત થયા કે આજે હું બેધડક થઈને માતૃભારતીને મારું બીજું ઘર ગણાવી શકું છું. શાંતનુ, સૌમિત્ર અને સુનેહા લખ્યા બાદ અને માતૃભારતી પર પ્રકાશિત થયા બાદ સમયનું ચક્ર એવું તો ફરવા લાગ્યું કે અન્ય કાર્યોમાંથી નવલકથા લખવા માટે સમય જ ન મળ્યો. એવું નથી કે મેં સમય કાઢીને લખવાનો પ્રયાસ નથી કર્યો, બે-ત્રણ પ્લોટ જે મનમાં હતા તેને ધ્યાનમાં રાખીને વારાફરતી ત્રણ

Full Novel

1

સુંદરી - પ્રકરણ ૧

‘સુંદરી’ દ્વારા મારી ઘરવાપસી નમસ્તે! માતૃભારતી એ મારા લેખનકાર્યનું ઘર છે એમ કહું તો જરાય અતિશયોક્તિ નહીં ગણાય. નવાસવા હાથ પકડવા માટે કોઈ તૈયાર ન હતું ત્યારે મહેન્દ્રભાઈએ મારો હાથ પકડ્યો એટલુંજ નહીં પરંતુ ત્યારબાદ સંબંધો એટલા મજબૂત થયા કે આજે હું બેધડક થઈને માતૃભારતીને મારું બીજું ઘર ગણાવી શકું છું. શાંતનુ, સૌમિત્ર અને સુનેહા લખ્યા બાદ અને માતૃભારતી પર પ્રકાશિત થયા બાદ સમયનું ચક્ર એવું તો ફરવા લાગ્યું કે અન્ય કાર્યોમાંથી નવલકથા લખવા માટે સમય જ ન મળ્યો. એવું નથી કે મેં સમય કાઢીને લખવાનો પ્રયાસ નથી કર્યો, બે-ત્રણ પ્લોટ જે મનમાં હતા તેને ધ્યાનમાં રાખીને વારાફરતી ત્રણ ...Read More

2

સુંદરી - પ્રકરણ ૨

બે ત્યાં જ બસ આવી અને બસ સ્ટેન્ડથી જરા દૂર ઉભી રહી એટલે વરુણ, કૃણાલ અને પેલી ત્રણેયને થોડુંક દોડવું પડ્યું. સ્પોર્ટ્સમેન હોવાને લીધે વરુણ ઝડપથી દોડીને સહુથી પહેલો દરવાજા પાસે પહોંચી ગયો પરંતુ તે બસમાં ચડ્યો નહીં. જેવી પેલી છોકરી નજીક આવી એટલે તેના તરફ ઝૂકીને તેણે એને બસમાં પહેલા પ્રવેશ કરવાનો ઈશારો કર્યો. પેલી છોકરી હસી પડી અને કૃણાલે પોતાનું માથું પહેલા ડાબે-જમણે હલાવ્યું અને પછી કૂટ્યું! “ચલો, ચલો હવે ટાયલા પછી કરજો.” આ બધું જોઈ રહેલા કંડક્ટરે કહ્યું. પેલી છોકરીની પાછળ પાછળ વરુણ અને તેની પાછળ કૃણાલ ચડ્યો અને વરુણે કંડક્ટર સામે તીખી નજરે જોઇને ...Read More

3

સુંદરી - પ્રકરણ ૩

ત્રણ બંને કોલેજની લાઈબ્રેરીમાં ઘૂસી જ રહ્યા હતા કે સામે એક લગભગ પચાસ-પંચાવન વર્ષનો વ્યક્તિ તેમની સામે તેમણે જોયો. “એક્સક્યુઝ મી સર, શું તમે અમને કહી શકો રૂમ નંબર પાંત્રીસ ક્યાં છે?” વરુણે પેલા વ્યક્તિને પૂછ્યું. “ન્યુ એડમિશન?” પેલાએ વળતો સવાલ કર્યો. “યસ, સર!” વરુણે સ્મિત સાથે જવાબ આપ્યો. “ધેન યુ શુડ હેવ ડન ધ ઈન્કવાયરી યસ્ટર ડે, નોટ ટેન મિનીટ્સ બિફોર ધ ફર્સ્ટ લેક્ચર સ્ટાર્ટ્સ.” પેલા વ્યક્તિએ સહેજ કડક સૂર કાઢ્યો. “સર, કાલ તો જતી રહીને? હવે આજનું કાંઇક કરો ને?” વરુણ પોતાના મસ્તીભર્યા સ્વભાવને રોકી ન શક્યો. “રૂમ નંબર થર્ટી ફાઈવ, થર્ડ ફ્લોર.” પેલા વ્યક્તિને ...Read More

4

સુંદરી - પ્રકરણ ૪

ચાર “સરે, ફ્રી લેક્ચર આપી દીધું છે, તો નીચે જઈને ગામ ગપાટાં મારીએ એના કરતા અહીં જ આપણે એકબીજાને ઇન્ટ્રો આપીએ તો? હવે ત્રણ વર્ષ ભેગા જ ભણવાનું છે ને?” પેલી છોકરીએ આઈડિયા આપ્યો. “વાહ, વાહ... આ તો બહુ સરસ આઈડિયા છે. ત્રણ વર્ષ સાથે ભણવાનું પણ છે અને કોને ખબર આપણામાંથી ઘણા એકબીજાના જીવનભરના મિત્રો બની જઈએ? ચલો, તમારાથી જ શરુ કરીએ. ચલો બધા પોતપોતાની જગ્યાએ બેસી જઈએ.” વરુણને પેલી છોકરીનું નામ જાણવાની તીવ્ર ઈચ્છા થઇ રહી હતી એટલે તેની તરફ જોઇને તે બોલ્યો. બધા જ પોતપોતાની બેંચ પર બેસી ગયા પરંતુ ખાલી બેંચોની સંખ્યા ઘણી હતી ...Read More

5

સુંદરી - પ્રકરણ ૫

પાંચ “ના, ના તમારે જે કહેવું હોય તે કહો, બિન્ધાસ્ત!” વરુણે કહેતા તો કહી દીધું પરંતુ અંદરથી હ્રદય પણ જોરજોરથી ધબકવા લાગ્યું એમ વિચારીને કે સોનલબા આખરે એને શું કહેશે અને એ પણ માત્ર અડધા-પોણા કલાકની નાનકડી ઓળખાણ બાદ? “તમે સવારે જ્યારે લેક્ચરના રૂમમાં આમની સાથે, આઈ મીન કૃણાલ સાથે એન્ટર થયા ત્યારે તેમને જોતાની સાથે જ મારું હ્રદય બે ધબકારા ચૂકી ગયું હતું અને જ્યારે તમે તમારું નામ કહ્યું ત્યારે તો હું રીતસરની નર્વસ થઇ ગઈ હતી. હું આખી વાત કરું છું, પ્લીઝ ડોન્ટ ટેઈક મી અધરવાઈઝ.” સોનલબા થોડું રોકાયા. “ના, ના આઈ એમ ઓકે. પ્લીઝ ગો ...Read More

6

સુંદરી - પ્રકરણ ૬

છ “કેવો રહ્યો આજનો પહેલો દિવસ? રન બનાવ્યા કે પહેલે જ બોલે ક્લીન બોલ્ડ?” સાંજે લગભગ સાડાસાતે ઘૂસતાં જ હર્ષદભાઈએ વરુણને સવાલ કર્યો. “તમને મેં સવારે જ કહ્યું હતું ને પપ્પા કે સમય આવે તમને હું અપડેટ આપીશ. હજી તો આજે પહેલો દિવસ હતો!” વરુણે લગભગ ફરિયાદના સૂરમાં જવાબ આપ્યો. “દીકરા મારા, જે ખેલાડી એની પહેલી જ ઇનિંગમાં સેન્ચુરી બનાવે એ ઇતિહાસમાં અમર થઇ જતો હોય છે.” હર્ષદભાઈ સોફા પર બેસતા બોલ્યા. “પણ તમે નેટ પ્રેક્ટિસમાં સેન્ચુરી બનાવો તો એની કોઈજ વેલ્યુ નથી હોતી, બાપ મારા!” વરુણે ચેનલ બદલતા જવાબ આપ્યો. “કાન પકડ્યા...અને મને આનંદ થયો કે મારો ...Read More

7

સુંદરી - પ્રકરણ ૭

સાત “...પ્રોફેસર સુંદરી શેલત!” આટલું કહીને તેણે બધાં સામે એક મોહક સ્મિત વેર્યું. સુંદરી શેલત... વરુણની આ પ્રોફેસર માત્ર છવ્વીસ કે સત્યાવીસ વર્ષની જ દેખાતી હતી. લંબગોળ ચહેરો હતો. આંખો નાની હતી અને તેના પરની ભ્રમરો બહુ ઘાટી નહીં તો બહુ આછી પણ ન હતી. નાક છેક હોઠ સુધી પહોંચતું લાંબુ પણ તીણું નહીં, તેમ છતાં સપ્રમાણ. ગાલ બંને તરફથી ઉપસેલા અને ડાબા ગાલ પર બોલતી વખતે અને સ્મિત ફરકાવતી વખતે ખંજન પડતું હતું. દાઢીનો ભાગ પૂર્ણ અર્ધચંદ્રાકાર અને જાણેકે ભગવાને સુંદરીનો દાઢીનો ભાગ ખરેખર અર્ધચંદ્રાકાર જ રહે તેના પર ખૂબ મહેનત કરી હોય એવું લાગી રહ્યું હતું. ...Read More

8

સુંદરી - પ્રકરણ ૮

આઠ સુંદરીના કલાસરૂમમાંથી ગયા બાદ વિદ્યાર્થીઓ પણ એક પછી એક ક્લાસમાંથી રવાના થવા લાગ્યા, પરંતુ વરુણ પોતાના હલ્યો પણ નહીં. એ પેલા સુંદરી દ્વારા બંધ થયેલા બારણા તરફ સતત જોવા લાગ્યો. વિદ્યાર્થીઓના એક પછી એક જવાથી બારણું વારંવાર બંધ થાય છે એની નોંધ સુદ્ધાં એણે ન લીધી. પરંતુ કૃણાલ અને સોનલબાએ તેની આ હાલતની નોંધ જરૂર લીધી. “ભઈલા, તારે આવવું નથી?” સોનલબા વરુણની સામે આવીને ઉભા રહ્યા અને બોલ્યા તો પણ વરુણ તો ટગર ટગર જોતો જ રહ્યો. વરુણની નજર સામે હજી પણ પેલો કાળો બંધ દરવાજો જ હતો, સોનલબા નહીં! “અલ્યા એય...લેક્ચર પૂરું અને કોલેજ પણ. ઘરે ...Read More

9

સુંદરી - પ્રકરણ ૯

નવ કૃણાલને વરુણે ધરપત તો આપી દીધી કે પોતે સુંદરીથી એટલો બધો આકર્ષિત નથી થયો, પરંતુ એ જાતને આ અંગે ધરપત આપી શક્યો નહીં. ઘરે આવીને વરુણ સરખું જમ્યો પણ નહીં. ખબર નહીં પણ કેમ આજે તેને અજબ પ્રકારની બેચેની થઇ રહી હતી. આજે તો રાગીણીબેનના એક રોટલી વધુ ખાવાના આગ્રહને પણ એ માની શક્યો નહીં. સાંજે ઈશાનીએ અલગ અલગ બાબતે વરુણની મજાક ઉડાવી તો એનો વળતો જવાબ પણ તેણે ન આપ્યો. અરે! આજે આખા દિવસમાં તેણે ઇશાનીને એક વખત પણ કાગડી કહીને ન બોલાવી! મોડી સાંજે હર્ષદભાઈએ પણ આદત અનુસાર વરુણની ટાંગ ખેંચવાના અસંખ્ય પ્રયાસ કર્યા પણ ...Read More

10

સુંદરી - પ્રકરણ ૧૦

દસ વરુણ સોનલબાને પોતાના મનમાં જે ગડમથલ ચાલી રહી છે તે કેવી રીતે રજુ કરશે એ બરોબર કરે ત્યાં જ રેસ્ટોરન્ટનું બારણું ખુલ્યું અને સોનલબા એમાંથી અંદર પ્રવેશ્યા. વરુણે પોતાની જ બેઠક પરથી હાથ હલાવીને એમનું ધ્યાન ખેંચ્યું. જવાબમાં સોનલબાએ સ્મિત આપ્યું. આજે સોનલબાએ સફેદ રંગના ફૂલોની ડિઝાઈન વાળા રાજસ્થાની ચણીયા ચોળી પહેર્યા હતા એના પર આછા ગુલાબી રંગની ઓઢણી હતી જેને તેમણે કાયમની જેમજ માથા પર ઓઢી હતી. આ પ્રકારના પહેરવેશમાં સોનલબા આટલી નાની ઉંમરે પણ જબરો ઠસ્સો ધરાવતા હતા. વરુણ ઓલરેડી એક ખુરશી પર બેસી ગયો હતો એટલે સોનલબા એની સામે એટલેકે રેસ્ટોરન્ટના દરવાજા તરફ પોતાની ...Read More

11

સુંદરી - પ્રકરણ ૧૧

અગિયાર “ના... ના... ના... એમ કાઈ હું તમારા પપ્પાને મળીને આવી વાતો થોડી કરું? એ પોલીસ કમિશનર છે.” ઉભા જ વરુણ બંને હાથ જોરથી હલાવીને ઉભો ઉભો નકારમાં ડોકું હલાવીને બોલ્યો. “કેમ પોલીસ કમિશનર છે તો એ માણસ નથી? એ કોઈના પિતા નથી? અનુભવી નથી?” સોનલબાએ ઠંડકથી જવાબ આપ્યો. “પણ કેવું લાગે? આઈ મીન... તમે તો મારી મુશ્કેલી વધારી દીધી મારી બેન.” વરુણ હજી પણ ઉભો જ હતો અને એના ચહેરા પરની ચિંતા વધી ગઈ હતી. “પહેલા તો તું બેસી જા અને પછી મારી વાત શાંતિથી સાંભળ. મારી વાત પત્યા પછી તારે જે નિર્ણય લેવો હોય તે લેજે, તેને ...Read More

12

સુંદરી - પ્રકરણ ૧૨

બાર “વરુણ...” વરુણ ઉપર નજર પડતાની સાથેજ પોતાના સ્થાને સ્થિર થઇ ગયેલા કિશનરાજ આપોઆપ બોલી પડ્યા. “મેં કહ્યું હતુંને કે મારો વરુણભાઈ બીજો ભાઈલોજ છે?” કિશનરાજની જમણી તરફ સહેજ દૂર ઉભેલા સોનલબાએ કહ્યું. કિશનરાજે પોતાના હાથમાં રહેલું છાપું બાજુમાં પડેલા સોફા પર ફેંકી દીધું અને વરુણ તરફ રીતસર દોડ્યા. વરુણ થોડો ઓસંખાયો પરંતુ તેની પાસે કિશનરાજની દોડને રોકવાનો કે ત્યાંથી ખસી જવાનો એક પણ વિકલ્પ હાથવગો ન હતો એટલે એ ધબકતા હ્રદયે ત્યાંજ ઉભો રહ્યો. કિશનરાજ વરુણ પાસે પહોંચીને થોડી વાર ઉભા રહ્યા અને તેને ઉપરથી નીચે સુધી નીરખ્યો અને પછી તેને ભેટી પડ્યા. પોલીસ અધિકારીના મજબૂત હાથ ...Read More

13

સુંદરી - પ્રકરણ ૧૩

તેર “એટલે એમ દીકરા, કે જો લાંબા સમય વીત્યા પછી પણ તારી સુંદરી પ્રત્યે પ્રેમની લાગણી જળવાઈ રહે તો તો એના પ્રત્યે આકર્ષણ નહીં પરંતુ પ્રેમ જ છે એ સાબિત થઇ જશે પણ શું એનાથી તને સુંદરીનો પ્રેમ મળશે ખરો?” કિશનરાજે વરુણની આંખમાં આંખ નાખીને કહ્યું. “તો પછી હું શું કરું?” વરુણને કિશનરાજના સવાલનો મતલબ સમજાતા સ્વાભાવિક પ્રશ્ન કર્યો. “જો વરુણ, પ્રેમ શબ્દની વ્યાખ્યા બહુ વિશાળ છે. પણ જો હું તેને સરળ કરી દઉં તો, તમે કોઈને પ્રેમ કરો તો એ વ્યક્તિ પણ તમને પ્રેમ કરે જ એ જરૂરી નથી. તારી અત્યારની જ પોઝીશનની જો વાત કરું તો એ ...Read More

14

સુંદરી - પ્રકરણ ૧૪

ચૌદ સુંદરી વારેવારે આકાશ તરફ જોઈ રહી હતી અને પોતાનો અત્યંત શ્વેત અને સપ્રમાણ હાથ લાંબો કરીને વરસાદનું જોર પડ્યું કે કેમ એની તપાસ કરી રહી હતી. સુંદરીનો સુંદર હાથ વારેવારે વરસાદમાં હાથ લાંબો કરવાને કારણે સુંદરીના એ ગોરા હાથ પર જાણેકે ગુલાબના સફેદ ફૂલ પર ઝાકળ બાઝ્યાં હોય એવું દેખાઈ રહ્યું હતું, અને તે વરુણને વધુ બેચેન બનાવતો હતો, પરંતુ તેની પાસે મૂંગા રહેવા અને આ દ્રશ્યને સહન સિવાય બીજો કોઈજ રસ્તો ન હતો. “હું વોશરૂમ જઈને આવું.” અચાનક જ કૃણાલે આ બંનેનું ધ્યાનભંગ કર્યું. વરુણે માથું હલાવીને કૃણાલની વાત નોંધી. કૃણાલે પોતાની બેગ વરુણને પકડાવી અને તે ...Read More

15

સુંદરી - પ્રકરણ ૧૫

પંદર સુંદરી આટલું બોલવાની સાથે પોતાના ઘર તરફ વળી. તે ભીંજાવા લાગી હતી અને તેણે દોડીને પોતાના ઘરનો ઝાંપો કર્યો અને ઘર તરફ દોડી. ઓટલા પર પહોંચીને તેણે ફરીથી વરુણ તરફ જોયું અને તેને હાથ હલાવીને આવજો કર્યું. વરુણ માટે આજે એક પછી એક તેના તરફ ફેંકાયેલા પ્રેમના બાણ ઝીલવાનો દિવસ હતો. વરુણે પણ સામે હાથ હલાવીને સુંદરીને આવજો કર્યું. સુંદરીએ તેની હથેળી આગળ પાછળ કરીને વરુણને હવે વિદાય લેવાનો ઈશારો કર્યો. વરુણે પોતાનું ડોકું હલાવ્યું અને હેલ્મેટ પહેરી અને સુંદરીએ પહેરેલું જમ્પર પોતે ઓઢ્યું. અને તેને લાગ્યું કે જાણેકે તેને તેની પ્રિયતમાએ પોતાના આલિંગનમાં લઇ લીધો છે. વરુણને ...Read More

16

સુંદરી - પ્રકરણ ૧૬

સોળ કાયમની જેમ વરુણ રેડ રોઝ રેસ્ટોરાંના પોતાના નિયત ટેબલ પર બેઠો અને સોનલબાના આવવાની રાહ જોવા લાગ્યો. ગયા અનુભવનો ઉપયોગ કરતાં તેણે તરતજ વેઈટર પાસે પોતાની પસંદગીનું કોલ્ડડ્રીંક મંગાવી લીધું જેથી સોનલબાને જો આવવામાં વાર લાગે તો વેઈટર તેને ઓર્ડર ન આપવા બદલ હેરાન ન કરે. વેઈટર પણ સમજી ગયો એટલે વરુણના તરતજ ઓર્ડર આપવાથી તેણે વરુણ સામે સ્મિત કર્યું જે વરુણ પણ સમજી જતાં તેણે પણ હસતાં હસતાં વેઈટરને આંખ મારી. પરંતુ આજે સોનલબા વરુણના ઓર્ડર આપવાની સાથેજ રેસ્ટોરાંમાં દાખલ થયા અને કાયમની જેમ તે સીધા જ વરુણના ટેબલ પર આવીને વરુણની સામેની ખુરશીમાં બેઠા. “બોલ ભઈલા, ...Read More

17

સુંદરી - પ્રકરણ ૧૭

સત્તર રેસ્ટોરન્ટની બહાર નીકળીને સોનલબાથી છૂટા પડીને વરુણ સીધો જ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી શહેર પોલીસ કમિશનરની ઓફિસે પહોંચી કિશનરાજે અગાઉથી જ માહિતી આપી દીધી હોવાથી વરુણને કમિશનરના રીસેપ્શન એરિયા સુધી પહોંચવામાં બિલકુલ તકલીફ ન પડી. પરંતુ તે સમયે કિશનરાજને મળવા કોઈ આવ્યું હોવાથી તેને થોડો સમય રાહ જોવાનું કહેવામાં આવ્યું. આ સમય દરમ્યાન વરુણ વિચારવા લાગ્યો કે તે કેવી રીતે કિશનરાજ સમક્ષ પોતાની વાત રજુ કરશે કે જેથી કિશનરાજ તેને સાચી સલાહ આપી શકે. પોતે કિશનરાજને શું કહેશે અને શું નહીં તે અંગે વરુણે અસંખ્ય વિકલ્પો વિચારી દીધા. લગભગ પંદરથી વીસ મિનીટ વીતી ગયા બાદ વરુણને કિશનરાજની ચેમ્બરમાં ...Read More

18

સુંદરી - પ્રકરણ ૧૮

અઢાર “ઘણા દિવસે તને ટાઈમ મળ્યો આ વખતે તો? એટલી તો કેટલી બીઝી રહે છે?” સુંદરીને તેની કોલેજના સિનીયર પ્રોફેસર અરુણા પટેલે તેને સવાલ કરતા પૂછ્યું. અરુણા પટેલ કોલેજમાં અંગ્રેજીના પ્રોફેસર હતા અને સુંદરી જ્યારે એ જ કોલેજમાં વિદ્યાર્થી હતી ત્યારે તેની મનગમતી વિદ્યાર્થીનીઓમાંથી એક હતી. ભલે સુંદરીનો મુખ્ય વિષય ઈતિહાસ હતો પરંતુ તેણે ફર્સ્ટ સબસીડરી તરીકે અંગ્રેજી પસંદ કર્યું હતું અને અરુણાબેન સાથે તેણે બે વર્ષ એ રીતે પસાર કર્યા હતા. અરુણાબેન સુંદરીની મા ની ખોટ પૂરી કરતા હતા. ખબર નહીં પણ કેમ અરુણાબેન અને સુંદરી વચ્ચે સુંદરીના કોલેજના પહેલા વર્ષથી જ લાગણીનું એક અનોખું બંધન બંધાઈ ...Read More

19

સુંદરી - પ્રકરણ ૧૯

ઓગણીસ વરુણ અને ઇશાની એક તરફ બેઠા જ્યારે કૃણાલ ટેબલની બીજી તરફ બેઠો. જે જગ્યાએ વરુણ બેઠો તેની જમણી તરફના સીધા જ ખૂણે સુંદરી બેઠી હતી જ્યારે અરુણાબેનની પીઠ વરુણ સામે હતી. ફ્લોર મેનેજર વરુણ અને કૃણાલને મેન્યુ પકડાવી ગયો. વરુણ અને ઈશાની એક જ મેન્યુમાંથી પોતાની મનપસંદ ડીશીઝ શોધવા લાગ્યા જ્યારે કૃણાલ પોતાની રીતે. “ભાઈ, હું તો ઢોંસો જ ખાઈશ.” ઈશાનીએ મેન્યુનું વધારે નિરીક્ષણ કર્યા વગર જ પોતાની પસંદગી કહી દીધી. “તું પણ શું કાયમ ઢોંસો, ઢોંસો અને ઢોંસો જ મંગાવે છે? અને એમાંય સાદો ઢોંસો, ક્યારેક તો કશું બીજું મંગાવ?” વરુણ ઈશાની સામે મોઢું બગાડીને બોલ્યો. ...Read More

20

સુંદરી - પ્રકરણ ૨૦

વીસ “ભાઈ, જરા ધીમે ખા, ગળામાં અટકી જશે.” વરુણને ઝડપથી ખાતા અને લગભગ ડૂચા મારતો જોઇને ઈશાનીએ તેને વાર્યો. વરુણને ચિંતા હતી કે ક્યાંક સુંદરી તેનાથી પહેલા જમીને રેસ્ટોરન્ટમાંથી જતી ન રહે. સુંદરીએ ઇશારાથી વરુણને જરૂર કહ્યું હતું કે તે જમીને તેને મળશે, પણ ક્યાંક તે ભૂલી જાય તો? બસ આ જ ચિંતા વરુણને ઝડપથી એની પાઉભાજી ખતમ કરવા માટે મજબૂર કરી રહી હતી. “હું ધીમે જ ખાઉં છું. તું ચિંતા ન કર.” વરુણે ઇશાનીને કહ્યું. કૃણાલ વરુણની રગરગથી વાકેફ હતો, તેની શંકા ફરીથી મજબૂત થવા લાગી હતી. “એક તો તીખી ભાજી મંગાવી છે એમાં તું ઝડપથી ખાય છે, ...Read More

21

સુંદરી - પ્રકરણ ૨૧

એકવીસ “ભઈલા, જરા બહાર ઉભો રે’જે તો!” સોનલબાએ હુકમના સ્વરમાં કહ્યું. વરુણે જવાબમાં પોતાનું ડોકું હલાવ્યું અને બારણાની બહાર ગયો. વરુણની પાછળ બીજા બે વિદ્યાર્થીઓ નીકળ્યા અને તેના પછી કૃણાલ આવ્યો. “કૃણાલભાઈ જરા બહાર ઉભા રે’શો? મને તમારું થોડું કામ છે.” સોનલબાએ કૃણાલને પણ કહ્યું. કૃણાલ પણ સોનલબાને હા પાડીને બહાર નીકળ્યો તો તેણે જોયું કે વરુણ ક્લાસની બહારની લાંબી લોબીમાં એક જગ્યાએ ક્લાસના દરવાજા સામે જોઇને ઉભો હતો એટલે એ વરુણથી થોડે દૂર ઉભો રહ્યો. થોડીજ વારમાં સોનલબા ક્લાસમાંથી બહાર આવ્યા. “આવો કૃણાલભાઈ, મારી જોડે...” સોનલબાના રસ્તામાં પહેલા કૃણાલ આવ્યો એટલે એમણે કૃણાલને પોતાની સાથે આવવાનું કહ્યું. સોનલબા ...Read More

22

સુંદરી - પ્રકરણ ૨૨

બાવીસ “આમ ક્યાં ચાલ્યો? આપણી તો બુચ્ચા થઇ ગઈ છે એટલીવારમાં ભૂલી ગયો કે શું?” સોનલબા સમક્ષ સમાધાન કર્યા જ્યારે વરુણ અને કૃણાલ ઘરે જવા નીકળ્યા ત્યારે કૃણાલ વરુણ સાથે પાર્કિંગ તરફ ચાલવાને બદલે વિરુદ્ધ દિશામાં ચાલવા લાગ્યો એટલે વરુણે પૂછ્યું. “તું જા ઘરે મને વાર લાગશે.” કૃણાલે ટેવ મુજબ ટૂંકાણમાં જ જવાબ આપ્યો. “વાર લાગશે? આટલા દિવસ મારાથી દૂર રહ્યો તો ક્યાંક ગર્લફ્રેન્ડ બર્લફ્રેન્ડ શોધી લીધી છે કે શું?” વરુણ હસતાં હસતાં બોલ્યો. “છોકરીઓ સિવાય બીજી કોઈ વાત પર તારું ધ્યાન ક્યારેય જાય છે ખરું?” કૃણાલે ચીડિયું કર્યું. “સોરી, સોરી, હવે ફરીથી ઝઘડતો નહીં. બોલ, કેમ તને ઘરે ...Read More

23

સુંદરી - પ્રકરણ ૨૩

ત્રેવીસ ડીયર ડાયરી, આજે એ ફરીથી મળ્યો, હા એ જ મારો સ્ટુડન્ટ વરુણ. ખબર નહીં પણ કેમ આજકાલ એને મળવાનું ખૂબ થાય છે. ઉપરવાળાનો કોઈ ઈશારો તો નહીં હોય? હશે... આમ તો મારો સ્ટુડન્ટ છે એટલે એને વારંવાર મળવાનું થાય એ સ્વાભાવિક છે અને મળે છે પણ કોલેજ કે સ્ટડીના જ કોઈ ભાગરૂપે. કોલેજમાં તો એ દરરોજ લેક્ચરમાં વિધાઉટ ફેઈલ હોય જ છે. તે દિવસે ખૂબ વરસાદ હતો એટલે મને કોલેજથી જ ઘરે મુકવા આવ્યો હતો. આજે પુસ્તક મેળામાં એની રેફરન્સ બુક લેવા મળી ગયો એટલે એ પણ એની સ્ટડીને લીધે જ મળ્યોને? હા તે દિવસે અરુમાની સાથે ...Read More

24

સુંદરી - પ્રકરણ ૨૪

ચોવીસ બધાના અને ખાસકરીને વરુણના આશ્ચર્ય સાથે સ્પોર્ટ્સ કો-ઓર્ડીનેટર તરીકે લેડી પ્રોફેસર સુંદરી શેલત સ્પોર્ટ્સ રૂમમાં પ્રવેશ્યા. સુંદરીને જોતાની વરુણ પોતાના નસીબ પર વિશ્વાસ ન કરી શક્યો તેણે પોતાની આદત અનુસાર ફરીથી પોતાના જમણા હાથની પહેલી આંગળીને પોતાના દાંત વચ્ચે દબાવી અને ખરાઈ કરી લીધી કે તેની સમક્ષ સુંદરી જ ઉભી છે. રૂમમાં પ્રવેશતાંની સાથેજ સુંદરીએ તેનું વરુણના શબ્દોમાં ‘કાતિલ સ્મિત’ ફરકાવ્યું અને વરુણના પગ ઢીલા થવા લાગ્યા, પરંતુ તેણે ગમેતેમ કરીને પોતાની જાતને સંભાળી. “તમને નવાઈ લાગશે કે હિસ્ટ્રીની પ્રોફેસરને સ્પોર્ટ્સ સાથે શું લેવાદેવા? અને સાચું કહું તો મને પણ સ્પોર્ટ્સમાં ખાસ રસ નથી સિવાય કે ક્રિકેટ મેચ ...Read More

25

સુંદરી - પ્રકરણ ૨૫

પચીસ જ્યારે વરુણ સુંદરીનો જવાબ સાંભળીને એકદમ નિઃશબ્દ થઇ ગયો. તેને અતિશય ગમતી, ગમતી નહીં પરંતુ એ મનોમન લખલૂટ પ્રેમ કરે છે એ વ્યક્તિ તેના માટે આટલા ઉચ્ચકક્ષાના વિચારો ધરાવે છે અને એ પણ તેને ખાસ મળ્યા વગર એ વરુણને ગળે ઉતરતું ન હતું. પરંતુ સુંદરીના પોતાના માટેના વિચારો અત્યંત હકારાત્મક હોવાનો એને અંદરથી ખૂબ આનંદ પણ થતો હતો. આમ આવી મિશ્ર લાગણીને તે કેવી રીતે વ્યક્ત કરે અને કોની સામે વ્યક્ત કરે એ મૂંઝવણમાં વરુણને કોઇપણ પ્રકારનું રીએક્શન આપવાનું ન સુઝતા એ મૂંગો થઇ ગયો. “હું તમારો કૉચ રહીશ પરંતુ મિસ્ટર વરુણ તમારા કેપ્ટન હશે. એટલે મોટાભાગના ...Read More

26

સુંદરી - પ્રકરણ ૨૬

છવીસ “કેમ કૃણાલભાઈ ક્યાં ગયા?” ગાંધીનગર જવાના બસ સ્ટેન્ડ પર પોતાને મુકવા આવી રહેલા વરુણને સોનલબાએ પૂછ્યું. “એ બળતરાને ઘરે મોકલી દીધો.” વરુણ હસતાં હસતાં બોલ્યો. “એય! એમ ના કે’ હોં મારા ભાઈને!” સોનલબાના ચહેરા પર પણ સ્મિત હતું. “મારે તમને જે વાત કરવી છે એ એવી છે કે જેમાં કૃણાલીયાનું કોઈજ કામ નથી.” વરુણે સ્પષ્ટતા કરી. “અચ્છા... મતલબ કે સુંદરી મેડમને લગતી જ કોઈ વાત લાગે છે.” સોનલબાએ તાળો મેળવી લીધો. સોનલબાના બોલવાની સાથેજ વરુણ ચાલતાં ચાલતાં રોકાઈ ગયો અને આસપાસ તેમજ આગળ પાછળ જોવા લાગ્યો. “કેમ રોકાઈ ગયો ભઈલા? અને આમ કેમ કરે છે?” સોનલબા પણ રોકાયા ...Read More

27

સુંદરી - પ્રકરણ ૨૭

સત્યાવીસ “વ્હોટએવર ટોક યુ વોન્ટ ટુ ડૂ, ડૂ ઈટ આઉટ સાઈડ ધ કેબીન.” જયરાજે સુંદરી અને વરુણને એણે ઉભા કરેલા કોયડામાંથી બહાર નીકળી જવાનો મોકો આપી દીધો. સુંદરીના ચહેરા પર થયેલી હાશ વરુણને સ્પષ્ટ દેખાઈ રહી હતી. સુંદરીએ વરુણને પોતાની આંખોના ઈશારે કેબીન જ નહીં પરંતુ પ્રોફેસર્સ રૂમની બહાર ચાલવાનું કહ્યું. વરુણ સુંદરીની આંખોને જ જોઈ રહ્યો. સુંદરીને એમ લાગ્યું કે વરુણને તેનો ઈશારો સમજાયો નથી એટલે તેણે પોતાનો મરોડદાર હાથ લાંબો કરીને અને પોતાની હથેળીને ઘુમાવીને વરુણને બહાર જવાનો ફરીથી ઈશારો કર્યો. વરુણ માટે તો સુંદરીની આ અદા પણ સહન થાય તેવી ન હતી પરંતુ તે એટલું સમજ્યો ...Read More

28

સુંદરી - પ્રકરણ ૨૮

અઠ્યાવીસ “ચલ ચલ ઠીક છે. ગોટીને તારું એડ્રેસ આપી દે. હવે તને અને તારી બેનને કોઈ હેરાન નહીં કરે. બંને ગુંડાઓ રાજીવ નગરની આસપાસ દસ કિલોમીટર સુધી નહીં દેખાય. આ શામભાઈનું વચન છે તને.” રવિ સામે જોયા વગર શ્યામે હાથના ઈશારેથી તેને જતા રહેવાનું કહ્યું. રવિના ત્યાંથી જતા રહ્યા બાદ શ્યામે પોતાની બંને આંખ લુછી અને પાછળ ફર્યો. ‘ગોટી, કાલે સાંજે જ આ કામ થઇ જવું જોઈએ. તારી સાથે જેટલા માણસોને લઇ જવા હોય લઇ જા, પણ રવિ હવે ફરીથી અહીંયા ફરિયાદ લઈને ન આવવો જોઈએ... સમજ્યો?” શ્યામે કડક શબ્દોમાં ગોટીને કહ્યું. “જી શ્યામભાઈ. રવિ હવે અહીં પાછો નહીં ...Read More

29

સુંદરી - પ્રકરણ ૨૯

ઓગણત્રીસ “સર મારી સાથે ફક્ત ચાર જ જણા આવ્યા છે અને ઓલરેડી પોણા આઠ થઇ ગયા છે.” વરુણે પ્રોફેસર નિરાશાજનક સૂરમાં કહ્યું. વરુણના આમ કહેતાં જ સુંદરીનું ધ્યાન પેલા વ્યક્તિથી ફંટાઈને વરુણ અને પ્રોફેસર શિંગાળાની ચર્ચામાં વળ્યું. “મને લાગે છે કે આપણે જરા કડક થવું પડશે. શું કયો છો પ્રોફેસર શેલત?” પ્રોફેસર શિંગાળાએ સુંદરીને પૂછ્યું. “બિલકુલ! બાકીના દિવસોએ તો કોલેજ હોય છે એટલે એ બધા હાજર રહે એમાં નવાઈ નથી, પણ રવિવારે જ્યારે રજાનો દિવસ હોય છે ત્યારે જો આ રીતે હાજર ન રહે તો પછી પ્રેક્ટીસનો કોઈ મતલબ ન રહે. આપણી પાસે આમ જુઓ તો ફક્ત બે જ ...Read More

30

સુંદરી - પ્રકરણ ૩૦

ત્રીસ “જમણી તરફ વાળી લ્યો.” પ્રાઈવેટ રોડ પૂરો થતાં અને મેઈન રોડ શરુ થતાં જ સુંદરીએ હોન્ડાના તરફના અરીસામાં જોતાં જોતાં કહ્યું. “અરે, પણ આપણે તો સીધા...” વરુણ હજી બોલ્યો ત્યાં તો... “શોર્ટકટ છે.” સુંદરી બોલી અને વરુણ બીજી કોઈ દલીલ કરે તે પહેલાં જ તેણે પોતાના હોન્ડાની સ્પિડ વધારી દીધી અને જમણી તરફ વળતા રસ્તા પર વળી ગઈ. વરુણને પણ આશ્ચર્ય થયું કારણકે તે આ વિસ્તારનો પૂરો જાણકાર હતો અને તેને ખબર હતી કે સુંદરીએ જે રસ્તો પસંદ કર્યો છે પોતાના ઘેર જવાનો તે શોર્ટકટ બિલકુલ નથી ઉલટું તેને ઘરે પહોંચતા એ બંનેને દસેક મિનીટ વધુ થશે. ...Read More

31

સુંદરી - પ્રકરણ ૩૧

એકત્રીસ લગભગ બીજો અડધો કલાક સુંદરી અને વરુણે આવી જ રીતે હસતાં હસતાં અને વાતો કરતાં કરતાં ગાળ્યો. વરુણને ઘરે જવાની કોઈજ ઈચ્છા ન હતી પરંતુ... “અગિયાર વાગી ગયા? ખબર જ ન પડી હેં ને? તમારે મોડું થતું હશે.” સુંદરીએ અચાનક જ કહ્યું. “ના ના, આજે તો રવિવાર છે એટલે...પણ હા ઘરે લોકો ચિંતા કરે એ પહેલાં પહોંચી જવું સારું.” વરુણે પોતાની લાગણીઓને સમજાવી દેતાં સુંદરીને કહ્યું. “હા બરોબર છે. એમને ચિંતા જરાય ન થવી જોઈએ.” સુંદરીએ પણ પોતાનું એ સ્મિત આપતા કહ્યું જે સ્મિત પર વરુણ તેની જાત કુરબાન કરી દેવા માટે હંમેશા તૈયાર રહેતો હતો. વરુણ તરતજ ...Read More

32

સુંદરી - પ્રકરણ ૩૨

બત્રીસ “હં? હા મારો મોબાઈલ હું ભૂલી ગયો હતો. ઘરે પહોંચ્યો અને મારા રૂમમાં હજી એન્ટર જ થયો કે ખ્યાલ આવ્યો. સોરી પણ મારે તમને કહ્યા વગર આવવું પડ્યું.” વરુણ સુંદરીના હાથમાં રહેલી લાકડી જોઇને થયેલા આઘાતમાં જે મનમાં આવ્યું એ બોલી ગયો. સુંદરીના હાથમાંથી લાકડી આપોઆપ નીચે પડી ગઈ અને એ એનાથી બે ફૂટ દૂર આઘાતની હાલતમાં ઉભેલા વરુણને વળગી પડી!!! સુંદરીનું અત્યારસુધી રોકી રાખેલો રુદનનો બાંધ જે તેણે અરુણાબેન સામે તોડવાનું નક્કી કર્યું હતું તે અચાનક જ તેનું સુરક્ષા કવચ બનીને આવેલા વરુણ સામે સાવ તૂટી જ પડ્યો. સવારથી અત્યારથી લગભગ ચાર-પાંચ કલાકથી પેલા અજાણ્યા વ્યક્તિના સતત ...Read More

33

સુંદરી - પ્રકરણ ૩૩

તેત્રીસ વરુણના મનમાં આ વિચાર સતત ચાલુ રહ્યો હતો. “ઉતરવું નથી? ઓ...ઓ ભાઈ? ઉતરવું નથી?” વરૂણનું ધ્યાનભંગ કરતાં કૃણાલ કૃણાલે સુંદરીના મેસેજ મોકલવા પાછળના કારણોમાં ખોવાઈ ગયેલા વરુણનો ખભો પકડીને તેને હલાવ્યો. “હેં? શું?” વરુણ જાણેકે મંગળ ગ્રહ પરથી કોઈએ એને ખેંચીને પૃથ્વી પર લાવીને ઉભો કરી દીધો હોય એમ આશ્ચર્યથી બોલી પડ્યો. “આપણું સ્ટેન્ડ આવી ગયું. ઉતરવાનું નથી? બધાં ઉતરવા લાગ્યા, જલ્દી કર નહીં તો હમણાં બસ ઉપડી જશે.” કૃણાલ પોતાના સ્થાને ઉભો ઉભો જ વરુણને કહી રહ્યો હતો. “હા, ઉતરવાનું તો હોય જ ને? ચલ.” વરુણે કૃણાલથી આંખ ચોરી અને બસના ઉતરવાના દરવાજા તરફ ચાલવા લાગ્યો. હજી ...Read More

34

સુંદરી - પ્રકરણ ૩૪

ચોત્રીસ “શું?” સોનલબાના ચહેરા પરની ઉત્કંઠા સ્પષ્ટ દેખાઈ રહી હતી. “એક જ વ્યક્તિ તમારો અને એમનો પીછો રહ્યો છે બરોબર?” વરુણે પ્રશ્ન ઉઠાવ્યો. “એકની એક વાર કેટલી વખત કરું ભઈલા?” સોનલબા વરુણ પાસેથી કોઈ આઈડિયાની અપેક્ષા કરી રહ્યા હતા એટલે એમનો રોષ બહાર આવી ગયો. “એટલે... મારો કહેવાનો મતલબ એવો છે કે એમણે તો તમને કારણ નથી આપ્યું કે એ વ્યક્તિ એમનો પીછો કેમ કરી રહ્યો છે અને તમને ખબર નથી કે એ તમારો પીછો કેમ કરી રહ્યો છે...” વરુણે પાણી પીવા વાક્ય અધૂરું મુક્યું. “તારે શું કહેવું છે એ જરા કહીશ હવે? આ ઉખાણાં બંધ કર હવે.” ...Read More

35

સુંદરી - પ્રકરણ ૩૫

પાંત્રીસ “કઈ વાતનો?” વરુણ અને સોનલબા બંને એકસાથે જ બોલી પડ્યા. આ જોઇને સુંદરી પણ સ્મિત કરી વરુણે માંડ પોતાના પર કાબુ કર્યો. “એ જ કે મને અને તમને જોડતી એવી તે કઈ કડી છે જેને કારણે એ વ્યક્તિ આપણા બંનેનો પીછો કરે છે? તમે આપણી કોલેજમાં એડમિશન લીધું એ પહેલાં આપણે એકબીજાને જાણતા તો શું પરંતુ મળ્યાં પણ નથી, તો પછી આ વ્યક્તિ...” સુંદરીએ એનું મનોમંથન જાહેર કર્યું. “એક્ઝેક્ટલી મારી પણ આ જ ગૂંચવણ છે. તે દિવસે મોલમાં મેં તમને જોયાં અને દોડીને હું તમારી પાસે આવી ગઈ હતી એ પછી જ્યારે તમે અરુણા મેડમને કહ્યું કે ...Read More

36

સુંદરી - પ્રકરણ ૩૬

છત્રીસ કિશનરાજે પછી સુંદરીને નમસ્તે કર્યા જેના વળતા જવાબમાં સુંદરીએ પણ પોતાના ચિતપરિચિત સ્મિત સાથે નમસ્તે કર્યા. કિશનરાજે પોતાનો જમણો હાથ લાંબો કરીને તમામને બેસવા જણાવ્યું. “તમે બધાએ ચ્હા-નાસ્તો કર્યાં?” ચારેય જણે પોતપોતાના સ્થાન ગ્રહણ કર્યા બાદ કિશનરાજે સોનલબા સામે જોઇને પ્રશ્ન કર્યો. “પપ્પા, અમે લોકો હજી હમણાં જ આવ્યાં. અસ્લમભાઈને મેં કહી દીધું છે.” સોનલબાએ જવાબમાં કહ્યું. “સરસ. બોલો શું પ્રોબ્લેમ છે? મને આમ અચાનક જ મળવાનું કીધું એટલે આઈ એમ શ્યોર કે પ્રોબ્લેમ કોઈ નાનોમોટો તો નહીં જ હોય.” એક તો અમદાવાદ જેવા મોટા શહેરના કમિશનર અને ઉપરથી અનુભવી એવા કિશનરાજે મુદ્દા પર આવતાં કહ્યું. કિશનરાજે ...Read More

37

સુંદરી - પ્રકરણ ૩૭

સાડત્રીસ “શ્યામભાઈ...” સુંદરીના હોઠમાંથી નીકળી પડ્યું! “તમે ઓળખો છો આ શામભાઈને? નવાઈ કહેવાય!” કિશનરાજ ચોંકીને બોલ્યા. “આ...આ...આ... ભાઈ છે, મારા મોટાભાઈ અને એનું નામ શ્યામ છે, શામભાઈ નહીં.” સુંદરી હજી પણ કિશનરાજે તેની સામે ધરેલા મોબાઈલ ફોન સામે જોઇને બોલી રહી હતી. સુંદરીનું શ્યામ ઉર્ફે શામભાઈ એનો ભાઈ છે એ સાંભળીને કિશનરાજ સાથે વરુણ અને સોનલબા પણ આશ્ચર્યચકિત થઇ ગયા અને ફાટેલી આંખે સુંદરી સામે જોવા મળ્યા. સુંદરી સોફા પર બેઠી હતી પણ તેમ છતાં તે સોફાના પીઠને ટેકો આપતા ભાગ પર રીતસર ફસડાઈ પડી. એની આંખો ચકળવકળ થવા લાગી, એણે સોફાના બંને હાથ જોરથી પકડી લીધા. વરુણ ...Read More

38

સુંદરી - પ્રકરણ ૩૮

આડત્રીસ “મને હવે ખાતરી થઇ ગઈ છે કે શ્યામભાઈ મારો પીછો એટલે કરે છે કારણકે એમને મારી સાથે વાત છે, હું કઈ પરિસ્થિતિમાં છું એ જાણવું છે. મારી પર્સનલ લાઈફ તો હું અહીં કોઈની સાથે ડિસ્કસ નથી કરવા માંગતી પણ હું મારા ભાઈને ઓળખું છું અને એની મારા પ્રત્યેની ચિંતાને પણ ઓળખું છે. એને મારી સાથે ફક્ત એકજ વખત વાત કરવી છે, ભલે એ અત્યારે અંકલની ભાષામાં ગુંડાગીરી કરતા હોય પણ મારી સમક્ષ તો એ માત્ર એક ભાઈ બનીને જ વાત કરશે. આવતીકાલે જ્યારે એ મારો પીછો કરશે ત્યારે હું જ એક જગ્યાએ રોકાઈ જઈને એમની સાથે વાત કરીશ. ...Read More

39

સુંદરી પ્રકરણ - ૩૯

ઓગણચાળીસ વરુણે પોતાના મોબાઈલમાં ઘરઆંગણે ફૂડ ડિલીવર કરી આપતી એપ ખોલી અને એમાં સુંદરીના ઘેર ફૂડ ડિલીવર ઓર્ડર બુક કરાવ્યો. ફૂડ ડિલીવર થવામાં હજી ચાળીસ મિનીટ હતી અને ત્યાં સુધીમાં તો સુંદરીના ઘેરે તેઓ પહોંચી જશે એની ખાતરી હોવાથી અને લંચ આવી જતાં સુંદરી પાસે તેને ના કહેવા માટે કોઈ કારણ પણ ન હોવાનું સ્પષ્ટ થતાં વરુણ મનોમન મલકાઈ ઉઠ્યો. વરુણના ઓર્ડર બુક કર્યાના લગભગ પાંચથી સાત મિનીટ બાદ કેબ સુંદરીના ઘર પાસે આવીને ઉભી રહી. “કેટલાં થયાં?” પાછળ બેઠેલી સુંદરીએ ડ્રાઈવરને કહ્યું. “કશું નહીં, પેમેન્ટ થઇ ગયું છે.” ડ્રાઈવરે વળતો જવાબ આપ્યો. “મારી એપમાં ઓનલાઈન ડેબિટ થઇ ...Read More

40

સુંદરી - પ્રકરણ ૪૦

ચાળીસ એક પળનો પણ વિલંબ કર્યા વગર વરુણે પોતાના સેલફોનનું લોક ખોલ્યું અને વોટ્સએપ ઓપન કર્યું અને મેસેજ પર ટેપ કર્યું. “Thanks for everything. પપ્પાને બહુ ભૂખ ન હતી એટલે મેં કડી-ચાવલ દબાવીને ખાધાં. ખૂબ સરસ હતાં. Thanks again. Take care.” વરુણે સુંદરીના મેસેજ વાંચ્યો. તેણે જોયું કે સુંદરીનું સ્ટેટ્સ Online જ દેખાડતું હતું. વરુણને થયું કે સુંદરીના Thank youનો જવાબ તેણે પણ આપવો જોઈએ એટલે તેણે ફક્ત “My pleasure” લખીને મેસેજ મોકલી દીધો જે સુંદરીએ તરતજ જોયો અને વરુણના મોકલેલા મેસેજની બાજુમાં બે બ્લ્યુ ટીક્સ થઇ ગઈ. સુંદરીના વોટ્સ એપ પર offline થવાની સાથેજ વરુણે સુંદરીના ફોટાને ...Read More

41

સુંદરી - પ્રકરણ ૪૧

એકતાળીસ ...વરુણની. મેં તને અગાઉ પણ ઘણી વખત એના વિષે કહ્યું હતું. ખરેખર મને આ એઈજમાં પણ મેચ્યોરીટી ખૂબ ગમે તો છે જ પણ ઘણીવાર આશ્ચર્ય પણ પમાડે છે. કૉલેજમાં મને ભલે પાંચ જ મહિના થયા હોય પણ દરેક પ્રકારના સ્ટુડન્ટ્સ અને ખાસકરીને મેઈલ સ્ટુડન્ટ્સ વિષેનો અનુભવ થઇ જ ગયો છે. સોનલે બહુ સાચું કીધું કે અમારી એઈજમાં માંડ સાત-આઠ વર્ષનો જ ફર્ક હશે અને એટલા માટે જ ઘણા મેઈલ સ્ટુડન્ટ્સ મને ક્લાસમાં કે પછી કોલેજના પેસેજમાંથી જ્યારે પણ હું પસાર થતી હોઉં છું ત્યારે ઘૂરી ઘૂરીને જોતાં હોય છે. પણ વરુણ અલગ છે. એ તો મારી સાથે ...Read More

42

સુંદરી - પ્રકરણ ૪૨

બેતાળીસ “શું થયું?” છેક બાંકડેથી પીચ સુધી દોડીને આવેલી સુંદરી હાંફી રહી હતી. બધા જ ખેલાડીઓ અને ફરજ બજાવી રહેલા પ્રોફેસર શિંગાળા તમામ જમીન પર પડી ગયેલા અને દર્દથી કણસી રહેલા વરુણને ઘેરીને ઉભા હતા. નેલ્સન અને નિર્મલ પાંડે સિવાય તમામના ચહેરા પર ચિંતા છવાઈ રહી હતી. “લગતા હૈ બાંયે પૈર કા નલ્લા તોડ દિયા આજ નેલ્સનને!” નિર્મલ પાંડે દાઢમાં બોલ્યો. “સોરી સર, મેં જાણીજોઈને નથી કર્યું.” નેલ્સને પ્રોફેસર શિંગાળા સમક્ષ ખોટેખોટી માફી માંગી. “અરે! એ બધું તો થતું રહેશે વરુણની સ્થિતિ તો જુઓ. ચાલો ખસો બધા, હવા આવવા દો જરા. વરુણ ક્યાં વાગ્યું છે?” ચિંતાતુર સુંદરીએ તમામને ...Read More

43

સુંદરી - પ્રકરણ ૪૩

તેતાળીસ “આપ કોણ? અરે! વરુણ? શું થયું?” સુંદરીએ ડોરબેલ વગાડ્યા બાદ દરવાજો ખોલતાની સાથે હર્ષદભાઈની નજર પહેલા સુંદરી પર પડી અને પછી સુંદરીના સહારે ઉભા રહેલા વરુણને જોતાંની સાથેજ એમના મોઢામાંથી નીકળી પડ્યું. “શું થયું?” હર્ષદભાઈના આ પ્રકારનો ચિંતાજનક અવાજ સાંભળીને અંદરથી રાગીણીબેન દોડતાં આવ્યા. રાગીણીબેનની પાછળ પાછળ ઇશાની પણ દોડી અને ચિંતાતુર ચહેરા સાથે એમની બાજુમાં આવીને ઉભી રહી ગઈ. “આ જુઓ વરુણને કશુંક થઇ ગયું છે.” હર્ષદભાઈએ જવાબમાં કહ્યું. “આપણે અંદર જઈએ તો? એમને ખૂબ દુઃખે છે.” સુંદરીએ હર્ષદભાઈ અને રાગીણીબેનને પરિસ્થિતિનું ભાન કરાવ્યું. “ઓહ... હા...હા...હા... આવો અંદર આવો.” હર્ષદભાઈએ તરતજ આખું બારણું ખોલ્યું અને સુંદરી અને ...Read More

44

સુંદરી - પ્રકરણ ૪૪

ચુમાંલીસ “સરસ છોકરી છે નહીં?” સુંદરીની કેબ ગયા બાદ ઈશાની જ્યારે ઘરમાં પાછી આવી ત્યારે રાગીણીબેને હર્ષદભાઈને ઉદ્દેશીને કહ્યું. એકદમ વિવેકી અને આટલી નાની ઉંમરે પણ કેટલી જવાબદાર છે? વાતચીત પણ વ્યવસ્થિત કરી.” હર્ષદભાઈએ પણ રાગીણીબેનની વાતમાં સહમતી દર્શાવી. “બહાર જ્યારે એમને હું કેબ સુધી મુકવા ગઈ, ત્યારે એમણે મને કહ્યું યુ આર સો સ્વીટ!” રાગીણીબેન અને હર્ષદભાઈ દ્વારા સુંદરીના થતાં વખાણ સાંભળીને ઈશાની પણ ઉત્સાહમાં આવીને બોલી પડી. “હવે બહુ હવામાં ન ઉડતી!” વરુણે ઈશાનીના ઉત્સાહમાં પંક્ચર પાડતા કહ્યું, એ આટલી પીડામાં પણ હસી રહ્યો હતો. “ઉડવામાં તને તકલીફ પડશે, એક પગ તૂટી ગયો છે તારો.” ઈશાનીએ વરુણની ...Read More

45

સુંદરી - પ્રકરણ ૪૫

પિસ્તાળીસ “હેલ્લો કિશન અંકલ, સુંદરી.” કિશનરાજે સુંદરીનો કોલ રીસીવ કરતાં જ સુંદરીએ કહ્યું. “હા બોલ બેટા. બધું છે ને?” કિશનરાજે જરા ચિંતાતુર સ્વરમાં જવાબ આપ્યો. “હા, હા અંકલ બધું જ ઠીક છે અને હવે વધારે ઠીક થવાનું છે અને એટલેજ તમને અત્યારે કોલ કરીને હેરાન કર્યા.” સુંદરીના અવાજમાં આત્મવિશ્વાસ છલકાતો હતો. “અરે વાહ! બોલ દીકરા શું હતું?” કિશનરાજને પણ જાણવાની તાલાવેલી થઇ. “અત્યારે મારા શ્યામભાઈ સાથે હું ઉભી છું, મેં એમને સમજાવી દીધું છે કે જે લાઈફ એ અત્યારે જીવી રહ્યા છે એનો કોઈજ અંત નથી, ન તો સુખદ ન તો દુઃખદ. એ મારી વાત સમજી ગયા છે ...Read More

46

સુંદરી - પ્રકરણ ૪૬

છેતાલીસ “હા, મેં હમણાં જ તો કહ્યું કે મારો એક જ ભાઈ છે.” સુંદરીએ પાછું વળીને પ્રમોદરાયને આપતા કહ્યું. “મેં ના પાડી હતીને કે એ ભાગેડુ સાથે આપણે કોઈજ સબંધ નથી રાખવાનો?” પ્રમોદરાયનો અવાજ વધુ મોટો થયો. “એમ જો સબંધ તૂટી જતા હોય તો અમુક સબંધો મેં ભાઈના ભાગી જવાની સાથેજ તોડી નાખ્યા હોત પપ્પા.” સુંદરી આજે અલગ જ રંગમાં હતી. સુંદરી આજે પ્રમોદરાયને જવાબ આપી રહી હતી. “એટલે તું મારી સાથે સબંધ તોડવા માંગે છે? એ પણ તારા ભાગેડુ ભાઈને કારણે?” પ્રમોદરાયને હવે ગુસ્સો આવી રહ્યો હતો કારણકે એ સુંદરીનો ઈશારો સમજી ગયા હતા. “ના, હું કોઇપણ ...Read More

47

સુંદરી - પ્રકરણ ૪૭

સુડતાલીસ “કેમ છો?” વરુણની નજીક પહોંચતાની સાથેજ સુંદરીએ તેને પૂછ્યું. “બસ મજામાં, તમે?” વરુણે વળતો જવાબ આપ્યો. રહ્યો તમારો દિવસ? બહુ દુઃખ્યું તો નથીને?” સુંદરીએ વરુણના પગના અંગુઠા પરના પાટા સામે જોઇને કહ્યું. “ના બિલકુલ નહીં. તમે સમયસર ફર્સ્ટ એઇડ આપી દીધી હતી એટલે વધુ કોઈ તકલીફ નથી પડી.” વરુણે સ્મિત કરતાં જવાબ આપ્યો. “એમાં વળી મેં શું કર્યું? કોઇપણ વ્યક્તિ એમ જ કરત.” સુંદરીએ વરુણની વાત માનવા ઇનકાર કર્યો. “ડોક્ટર અંકલે કહ્યું એ મેં તમને કહ્યું.” વરુણે પણ સુંદરીને પોતાના જીવનમાં તેનું મહત્ત્વ કેટલી હદે વધી રહ્યું છે તે સમજાવવાનો પ્રયાસ ચાલુ રાખ્યો. જો કે ડોક્ટરવાળી વાત ...Read More

48

સુંદરી - પ્રકરણ ૪૮

અડતાળીસ “હું આવી ગયો છું.” બરોબર ૧૦.૪૦ વાગ્યે સુંદરીના મોબાઈલ સ્ક્રિન પર વરુણના મેસેજનું નોટીફીકેશન ઝબકયું. નોટીફીકેશન સુંદરીના ચહેરા પર સ્મિત આવ્યું. “તમે રિક્ષા રોકી રાખીને ત્યાંજ ઉભા રહેજો, પ્લીઝ ઘર તરફ આવતા નહીં. હું બસ પાંચ મિનિટમાં આવી.” સુંદરીએ વળતો જવાબ મોકલ્યો. ...અને આ જવાબ વાંચીને વરુણના હોઠ મલકાઈ ઉઠ્યા. વરુણ સુંદરીના ઘરની ગલીના નાકે એક તરફ રિક્ષા ઉભી રખાવીને ઉભો હતો અને દૂર સુંદરીના ઘરના દરવાજા તરફ સતત નજર રાખીને એ ગલીના નાકાના એક ખૂણેથી બીજે ખૂણે આંટા મારી રહ્યો હતો. ક્યારે સુંદરી એના ઘરમાંથી બહાર આવે અને ક્યારે તેની પહેલી ઝલક એ જુએ તેની જબરી ...Read More

49

સુંદરી - પ્રકરણ ૪૯

ઓગણપચાસ “કોલેજ મેં ઐસી બાતે યુ કાન્ટ ડુ લાઈક ધીસ. તુમ્હે પતા તો હૈ ફિર ક્યૂં ઐસે સવાલ કરતે હો?” નિર્મલ પાંડેની સામે બેસેલા જયરાજે જરા ગુસ્સામાં કહ્યું. “યે બાત તો આપને સહી કહી સર.” નિર્મલ જયરાજ સાથે સહમત થયો. “સો ટેલ મી વ્હોટ હેપન્ડ, વ્હાય યુ વોન્ટેડ ટુ મીટ મી ટુડે ઈટસેલ્ફ?” જયરાજને નિર્મલે તેને જે વાત કરવા માટે બોલાવ્યો હતો તે જાણવાની ઉત્કંઠા હતી. “સર પહેલે થોડા ચાય-વાય મંગાઓ, ઇતની ભી ક્યા જલ્દી હૈ?” ટેબલ પર પડેલી ચમચી રમાડતા એક ખંધુ હાસ્ય કરતા નિર્મલ બોલ્યો. “ડોન્ટ ટોક ફૂલીશ. અગર તુમ્હારે પાસ મેરે લાયક કોઈ ખબર નહીં ...Read More

50

સુંદરી - પ્રકરણ ૫૦

પચાસ “ફફફ...ફ્રેન્ડ્સ છીએને?” ફ્રેન્ડ્સ શબ્દ માંડમાંડ વરુણના ગળામાંથી નીકળ્યો. વરુણને ડર હતો કે ક્યાંક સુંદરીને એ બાબતનું ન લાગી જાય કે વરુણ તેને ફ્રેન્ડ માની રહ્યો છે, છેવટે તો એ એની પ્રોફેસર હતીને? “અફકોર્સ વી આર ફ્રેન્ડ્સ! બહુ વિચિત્ર લાગે છે કે એક પ્રોફેસર અને એનો સ્ટુડન્ટ પણ ફ્રેન્ડ્સ હોઈ શકે, પણ ઇટ્સ ઓકે! આપણે કશું નવું કરીશું.” સુંદરી આશ્ચર્યભાવ સાથે કહી રહી હતી. “હા, હું જ્યારે સોળ વર્ષનો થયો ત્યારથી જ મારા પપ્પા મને એમનો મિત્ર ગણવા માંડ્યા છે, એટલે મને તો આ પ્રકારના રિલેશન્સ માટે કોઈજ નવાઈ નથી લાગતી.” વરુણમાં થોડી હિંમત આવી. “હા, એકદમ સાચું. ...Read More

51

સુંદરી - પ્રકરણ ૫૧

એકાવન પ્રોફેસર શિંગાળાની જાહેરાત બાદ તમામની નજર નિર્મલ પાંડે પર ગઈ, પરંતુ દરેકના આશ્ચર્ય વચ્ચે નિર્મલ પાંડે સ્વભાવ વિરુદ્ધ ગુસ્સે થઈને રીએક્ટ કરવાને બદલે સ્મિત ફરકાવતો ઉભો હતો. “નિર્મલ પ્લેયિંગ ઇલેવનમાં નથી પરંતુ તે ટીમનો ભાગ તો છે જ અને આવતીકાલની મેચમાં એ બારમાં ખેલાડી તરીકે રમશે.” વરુણે જાહેરાત કરી. નિર્મલે વરુણની જાહેરાત સાંભળીને પોતાનું ડોકું હકારમાં હલાવ્યું. “તો આપણે બધાં મળીએ છીએ કાલે સવારે સાડા સાત વાગ્યે શાર્પ યુનિવર્સીટી ગ્રાઉન્ડ પર. ફાઈનલ સાડા નવ વાગ્યે શરુ થશે એટલે એક કલાક પ્રેક્ટીસ કરીશું અને પછી કૂલ ડાઉન કરીશું. અત્યારે બધાં એકબીજા સાથે વાતો કર્યા વગર પોતપોતાના ઘરે જાવ.” ...Read More

52

સુંદરી - પ્રકરણ ૫૨

બાવન પ્રમોદરાયનો અવાજ જ એટલો મોટો હતો કે સુંદરી આપોઆપ જ્યાં હતી ત્યાંજ રોકાઈ ગઈ. “આ હું સાંભળું છું?” પ્રમોદરાય સુંદરીની પાછળ જ હતા પરંતુ તેના તરફ ચાલતા ચાલતા તેની લગભગ નજીક આવી ગયા હતા. “શું?” સુંદરી પિતા તરફ ફર્યા વગર જ્યાં ઉભી હતી ત્યાંથી જ બોલી. “તારું તારા કોઈ વિદ્યાર્થી સાથે પ્રેમપ્રકરણ ચાલે છે?” પ્રમોદરાયે કહ્યું. “તમને કોણે કહ્યું?” હવે સુંદરી પ્રમોદરાય તરફ ફરી. “એ જરૂરી નથી, પણ મારા કાને જે વાત આવી છે એ સાચી છે કે નહીં?” પ્રમોદરાયનો અવાજ મજબૂત બની રહ્યો હતો. “તમને તમારી દિકરી પર વિશ્વાસ નથી?” સુંદરી પોતાની આંખો ઝીણી કરીને બોલી. ...Read More

53

સુંદરી - પ્રકરણ ૫૩

ત્રેપન વરુણથી બોલતાં તો બોલાઈ ગયું અને ભલે ભૂલથી પણ તેણે પોતાના સુંદરી પ્રત્યેના એકતરફી પ્રેમનો સ્વીકાર કરી લીધો, પરંતુ બીજીજ સેકન્ડે વરુણને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને તે જેમ હતો એમ જ ઉભો રહી ગયો જાણેકે તેને કોઈ મોટો આઘાત લાગ્યો હોય. આઘાત તો સુંદરીને પણ લાગ્યો હતો. વરુણ દ્વારા થોડો સમય મૂંગા રહેવાની સલાહે તેને પહેલેથી જ વરુણ પ્રત્યે ગુસ્સો કરાવી ચૂકી હતી એવામાં વરુણ તેને પ્રેમ કરે છે એ વાતે તેનો ગુસ્સો સાતમે આકાશે પહોચાડી દીધો. “તમને ભાન પડે છે આ તમે શું કહી રહ્યા છો???” સુંદરીથી જરા જોરથી બોલાઈ ગયું. વરુણના સદનસીબે પાર્કમાં ...Read More

54

સુંદરી - પ્રકરણ ૫૪

ચોપન “શું?” વરુણનો નિર્ણય સાંભળીને સોનલબાના મોઢામાંથી રીતસર ચીસ નીકળી ગઈ. સોનલબાનો મોટો અવાજ સંભળાતા આસપાસ ઉભાં વિદ્યાર્થીઓ આ ત્રણેય મિત્રો સામે જોવા લાગ્યા. “હા, બેનબા. હું કોલેજ છોડીને જાઉં છું.” વરુણે પોતાનો નિર્ણય દોહરાવ્યો. થોડો સમય ત્રણેય શાંત રહ્યા અને એકબીજા સામે જોતાં રહ્યાં. જો કે વરુણ મોટાભાગનો સમય નીચે, જમીન પર જ નજર ટેકવીને ઉભો રહ્યો. તેને ખબર હતી કે કૃણાલને તો તેનો નિર્ણય ગમ્યો જ નથી પરંતુ સોનલબાને તો તેના આ કઠોર નિર્ણયનું ખરું કારણ ખબર છે એટલે એ એમની સાથે આંખમાં આંખ મેળવીને વાત કરી શકવા માટે સક્ષમ ન હતો. “રહેવા દો કૃણાલભાઈ, આપણે ...Read More

55

સુંદરી - પ્રકરણ ૫૫

પંચાવન પ્રોફેસર્સ રૂમમાં ડીપાર્ટમેન્ટ ઓફ હિસ્ટ્રીની કેબિન સહુથી છેલ્લે એક ખૂણામાં હતી એટલે વરુણે તમામ કેબિનો તેમજ રહેલા એક વિશાળ ટેબલને પસાર કર્યા અને ડીપાર્ટમેન્ટ ઓફ હિસ્ટ્રીની કેબિન પાસે આવીને અંદર પોતાનું ડોકું નાખ્યું. કેબિનમાં માત્ર જયરાજ જ બેઠો હોવાથી વરુણને મોટો હાશકારો થયો. “મે આઈ કમ ઇન સર?” કેબિનમાં પોતાનું ડોકું જ રાખીને વરુણે જયરાજની મંજૂરી માંગી. “અરે, કમ કમ કમ હિરો!” વરુણને જોતાંજ જયરાજના ચહેરા પર એક કુટિલ સ્મિત આવી ગયું. “તમે મને એલસી લેવા બોલાવ્યો છે એવું દેસાઈ સાહેબે કહ્યું, એટલે...” કેબિનમાં રહેલા ટેબલ સામે ઉભા રહીને વરુણે વાત શરુ કરી. કેબિન ખાસ મોટી ...Read More

56

સુંદરી - પ્રકરણ ૫૬

છપ્પન “પણ કેમ?” વરુણ રીતસર સોનલબા પાછળ દોડ્યો અને એમની આગળ જઈને બરોબર દરવાજા વચ્ચેજ ઉભો રહ્યો. ખબર તો પડવી જોઈએને?” સોનલબા વરુણ સામે આવી જતાં રોકાઈ ગયાં. “શેની?” વરુણ એકદમ અચંબિત હતો. “એ જ કે મારો ભઈલો જેવો તેવો છોકરો નથી જેવો એ માની રહ્યાં છે.” સોનલબાએ દાંત ભીંસીને કહ્યું. “એવું એમને કહેવાની કશીજ જરૂર નથી બેનબા. આગળ જે થવાનું હશે એ થઈને જ રહેશે, પછી આપણે ગમે તેટલી મહેનત કરીએ.” વરુણ પણ પોતાની જગ્યાએ જ ઉભો રહીને બોલી રહ્યો હતો. “વરુણની વાત સાચી છે સોનલબેન. મને તો આ રિલેશનનું કોઈજ ભવિષ્ય દેખાતું નથી, પહેલાં પણ ...Read More

57

સુંદરી - પ્રકરણ ૫૭

સત્તાવન “તો હવે શું કરીશ?” રાગીણીબેનના અવાજમાં ચિંતા હતી. “મમ્મી, મેં કોલેજ છોડી છે, ભણવાનું નહીં.” વરુણ અકળાયો. “દીકરા તારી મમ્મીનું કહેવું એવું છે કે આ કોલેજ તો તેં છોડી દીધી હવે કઈ કોલેજમાં એડમિશન લઈશ?” હર્ષદભાઈએ પ્રશ્ન કર્યો. “જી જી કોલેજ ઓફ આર્ટ્સમાં કાલે એડમિશન મળી જશે, હું કાલે સવારે ત્યાં જવાનો છું.” વરુણે જવાબ આપ્યો. “એસ જી હાઈવે પર? એટલે દૂર? હજી પાંચ વર્ષ પહેલાં જ નવી શરુ થઇ છે ને?” રાગીણીબેનની ચિંતા ચાલુ જ રહી. “હા, મમ્મી. બાઈક પર આવીશ-જઈશ.” વરુણને હવે આ પ્રશ્નોત્તરીથી છૂટવું હતું. “એડમિશન મળી જશે ને? ન મળતું હોય તો મને ...Read More

58

સુંદરી - પ્રકરણ ૫૮

અઠાવન “અરે જયરાજ? આવ આવ.” પ્રમોદરાયે દરવાજો ખોલ્યો તો સામે જયરાજ ઉભો હતો. “વોઝ જસ્ટ પાસિંગ બાય, થયું તમને મળતો જાઉં એન્ડ હેવ સમ ટી!” જયરાજ જ્યાં ઉભો હતો ત્યાં જ ઉભા ઉભા બોલ્યો. “વ્હાય નોટ, પ્લીઝ કમ ઇન!” આટલું કહીને પ્રમોદરાયે જયરાજને અંદર આવવાનો ઈશારો કર્યો. જયરાજનું અંદર આવવું અને સુંદરીનું રસોડાંમાંથી રસોઈ બનાવીને બહાર આવવું બંને ઘટનાઓ સાથેજ બની. જયરાજને આમ અચાનક જ પોતાને ઘેર આવેલો જોતાં સુંદરીને નવાઈ લાગી અને થોડું ગમ્યું પણ નહીં. સુંદરીને જયરાજની કુટિલ યોજનાની બિલકુલ ખબર ન હતી એટલે તેણે જયરાજ સામે સ્મિત કર્યું. “સર, તમે? આ સમયે?” સુંદરીએ નવાઈ સાથે ...Read More

59

સુંદરી - પ્રકરણ ૫૯

ઓગણસાઈઠ “આટલી વહેલી સવારે ક્યાં જાય છે? તારે તો વેકેશન છે ને?” સુંદરી ઘરનો દરવાજો ખોલી રહી કે પાછળથી જ પ્રમોદરાય બોલ્યા. “હું સાબરમતી જેલ જાઉં છું.” સુંદરી હવે પોતાના પિતાને કાયમ સપાટ સૂરમાં અને મુદ્દાસર જ જવાબ આપતી થઇ ગઈ હતી. “દર અઠવાડિયે જવું જરૂરી નથી.” પ્રમોદરાયે સોફા પર પોતાની જગ્યા લીધી. “આજે ભાઈ છૂટે છે.” સુંદરીએ ધડાકો કર્યો. “શું?” પ્રમોદરાયને આંચકો લાગવો સ્વાભાવિક હતું. “હા, ભાઈને આમ તો સાડાત્રણ વર્ષની સજા થઇ હતી, પણ એમના સારા વર્તનને કારણે એક વર્ષ વહેલી સજા પૂરી થાય છે અને આજે લગભગ અગિયાર વાગ્યે એ જેલમાંથી બહાર આવે છે એટલે ...Read More

60

સુંદરી - પ્રકરણ ૬૦

સાઈઠ “એટલે તેં એ લોકોને ક્યાં જોયા?” સોનલબાએ પ્રશ્ન પૂછ્યો. “તમારી કોલેજથી થોડે દૂર પેલો સ્પોર્ટ્સ સ્ટોર ને? બસ એની સામે ત્રણ માળનું બિલ્ડીંગ છે એના સેકન્ડ ફ્લોર પર.” વરુણનો ચહેરો ચિંતા દર્શાવી રહ્યો હતો. “મને નથી લાગતું કે એવું કશું હોય જેવું તું વિચારી રહ્યો છે ભઈલા.” સોનલબા બોલ્યાં. “તમે આટલા બધા વિશ્વાસ સાથે કેમ કહી શકો છો?” હવે પ્રશ્ન પૂછવાનો વારો વરુણનો હતો. “મારું મન કહે છે. એ માનવા માટે તૈયાર જ નથી કે મેડમ સાથે જે વ્યક્તિને તે જોયો એમની સાથે એમનો કોઈ એવો સબંધ છે જે તું વિચારી રહ્યો છે.” સોનલબાના અવાજમાં વિશ્વાસ હતો. ...Read More

61

સુંદરી - પ્રકરણ ૬૧

એકસઠ “કેમ આજે અચાનક જ મને મળવા બોલાવી?” સુંદરીના ચહેરા પર પ્રશ્નાર્થ હતો. “કેમ? તમે મને ફ્રેન્ડ છોને? તો પછી એક ફ્રેન્ડને એની ફ્રેન્ડને મળવાનું મન થાય ત્યારે ન બોલાવી શકે?” સોનલબાએ મલકાઈને કહ્યું. “બિલકુલ, એમાં ના છે જ નહીં, પણ આ તો ઘણા મહિનાથી આપણે ફક્ત કોલેજમાં જ મળીએ છીએ અને તેં અત્યારેજ મને અહીં રેસ્ટોરન્ટમાં મળવા બોલાવી એટલે જરા નવાઈ લાગી.” સુંદરીએ સામે પડેલો ગ્લાસ ઉપાડીને તેમાંથી પાણીના બે ઘૂંટડા પીધા પછી જવાબ આપ્યો. “વાત જ એવી છે કે... હું આજે બહુ ખુશ છું.” સોનલબાએ કહ્યું અને તેમના ચહેરા પર આનંદ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ...Read More

62

સુંદરી - પ્રકરણ ૬૨

બાસઠ “ક્યાં ગઈ સુંદરી? દેખાતી નથી?વ્હેર ઈઝ શી?” જયરાજે ચારેતરફ નજર ફેરવતાં પૂછ્યું. “બહાર ગઈ છે.” પ્રમોદરાયે આપ્યો. “અત્યારે? એટલે... ઇટ્સ ઓલ રેડી ફાઈવ પીએમ.” જયરાજને સંતોષકારક જવાબ જોઈતો હતો. “ગઈ છે એના કામે. મને આજકાલ ક્યાં કશું કહે જ છે.” પ્રમોદરાયે નિસાસો નાખતા કહ્યું. “પણ તમે એને પૂછ્યું તો હશેને?” જયરાજથી હવે ધીરજ ધરાતી ન હતી. “હા, પૂછ્યું’તું ને?” પ્રમોદરાય બોલ્યા. “ધેન?... ક્યાં જવાનું કીધું?” જયરાજના પ્રશ્નો ચાલુ જ રહ્યા. “ગઈ છે એના ભાગેડુ ભાઈ પાછળ પૈસા ઉડાડવા.” પ્રમોદરાયના અવાજમાં રોષ હતો. “એટલે? જરા આમ વિસ્તારથી કહેશો તો... આઈ ડીડન્ટ ન્યૂ કે તમને એક સન પણ છે.” ...Read More

63

સુંદરી - પ્રકરણ ૬૩

ત્રેસઠ “હલ્લો?” સોનલબાએ કૉલ રીસીવ કરતાં જ સુંદરી બોલી પડી. “હા મેડમ, કેમ છો?” સોનલબાએ પૂરતાં ઉમળકાથી આપ્યો. “હું મજામાં છું સોનલ, તું કેમ છે?” સુંદરીએ પણ ઔપચારિકતા પૂરી કરી, પણ તેનું હ્રદય તો હજી પણ જોરથી ધબકી રહ્યું હતું. તે દિવસે વરુણ બાબતે સોનલબા સાથે તેણે રૂક્ષતાથી વર્તન કર્યું હતું તે સુંદરીને સતત ડંખી રહ્યું હતું, અને હવે તેને સોનલબાની એવી જરૂર પડી હતી કે તેમના સિવાય બીજો કોઈ રસ્તો પણ ન હતો. આથી સુંદરીને સોનલબા કદાચ તેને પોતાની તકલીફ સરળ કરવામાં મદદ નહીં કરે અને એ પણ તેને રુક્ષતાથી ના પાડી દે તેવી મનના ઊંડાણમાં તેને ...Read More

64

સુંદરી - પ્રકરણ ૬૪

ચોસઠ “તમારે જે વાત કરવી હોય તે કહી દો સોનલબેન, મારા ગમવા ન ગમવા પર ન છોડો. વરુણની જેમ જ તમારો ભાઈ છું.” કૃણાલે હસીને જવાબ આપ્યો. “વાત વરુણની જ છે કૃણાલભાઈ, અને મેડમની. મને ખબર છે તમે આ સબંધથી રાજી નથી, પણ હવે એમનો સબંધ એવા પોઈન્ટ પર આવી ગયો છે જ્યાંથી આપણે બંને જો વરુણભાઈની મદદે નહીં આવીએ તો એ કદાચ સુંદરી મેડમને કાયમ માટે ગુમાવી બેસશે.” સોનલબાએ પોતાનો ભય કૃણાલ સામે રજુ કર્યો. “હમમ... એવું શું થયું?” કૃણાલે સવાલ કર્યો. “મેડમના ભાઈ, જે જેલમાંથી પાછા આવ્યા છે એમના માટે મેડમે એક મોડિફાઇડ ઓટોરિક્ષા બનાવડાવી છે ...Read More

65

સુંદરી - પ્રકરણ ૬૫

પાસઠ “ક્યાં જાય છે સવાર સવારમાં?” પોતાના ઘરના ઝાંપા પાસે ઉભા ઉભા જ કૃણાલે પૂછ્યું. “સવારના પહોરમાં પાછળથી ક્યાંકારો ન કર તો તને આખો દિવસ ચેન ન પડે કેમ?” વરુણે વડચકું ભર્યું. “અરે આ તો રિડિંગ વેકેશન પડી ગયું એટલે પૂછ્યું. અને તારી કોલેજ આમ પણ આટલી વહેલી ક્યાં હોય છે.” કૃણાલે જવાબ આપ્યો. “રિડિંગ વેકેશન પડી ગયું પણ પ્રેક્ટીસ નહીં કરવાની? રણજી સિઝન તો પતી ગઈ પણ હવે આઈપીએલની તૈયારી તો કરવાની કે નહીં?” વરુણે કૃણાલને યાદ દેવડાવ્યું. “અરે હા.. એ તો હું ભૂલી ગયો. પણ રણજીમાં તો તું એક પણ મેચ નથી રમ્યો તો તને આઈપીએલ ...Read More

66

સુંદરી - પ્રકરણ ૬૬

છાસઠ “મસ્ત ચ્હા એઝ યુઝવલ, શિવભાઈ. પણ હવે ત્રણ મહિના પછી તમારી આ મસ્ત અને મજેદાર ચ્હા મળશે.” વરુણે શ્યામલને પૈસા ચૂકવતાં કહ્યું. લગભગ દોઢેક મહિનાથી પ્રેક્ટીસ પતાવીને સીધો જ શ્યામલની ચ્હા વરુણ અચૂક પીતો. શ્યામલને વરુણ શિવના નામે ઓળખતો હતો કારણકે શ્યામલે બદનામીના ભયે એનું નામ બદલીને વરુણને આપ્યું હતું. જો કે આ દોઢ મહિનામાં વરુણના બોલકા સ્વભાવે શ્યામલને પણ એની સાથે ઘણું બોલતો કરી દીધો હતો અને બંને વચ્ચે મિત્રતાનો સબંધ પણ બંધાઈ રહ્યો હતો, એ હકીકતની જાણકારી વગર કે એ બંને વચ્ચે સુંદરી એક મહત્ત્વની દોરીથી બંધાયેલી છે. “કેમ? તમે કહ્યુંને કે કૉલેજ તો પતી ...Read More

67

સુંદરી - પ્રકરણ ૬૭

સડસઠ સુંદરીને માનવામાં પણ નહોતું આવી રહ્યું કે તેની ઈચ્છા વિરુદ્ધ વરુણ અને શ્યામલ એકબીજાને ઓળખવા લાગ્યા એટલુંજ નહીં, પરંતુ શ્યામલને વરુણ એટલો તો ગમે છે કે એ આઈપીએલમાં રમે એના માટે એ આજ સુધી પ્રાર્થના કરતો હતો અને આજે એની એ ઈચ્છા પૂરી થતાં એ એટલો તો ખુશ થઇ ગયો કે તેણે લગભગ નાચવાનું જ બાકી રાખ્યું હતું. અચાનક જ સુંદરીના મનમાં હજારો...લાખો... કરોડો પ્રશ્નો દોડતા થઇ ગયા. તે પોતાને જ કેટલાક પ્રશ્નો કરવા લાગી. શ્યામલભાઈ અને વરુણ કેવી રીતે મળ્યા હશે? વરુણને શ્યામલભાઈના મારી સાથેના સબંધ વિષે ખબર પડી જશે તો? જો શ્યામલભાઈને મારા વિષે વરુણની ...Read More

68

સુંદરી - પ્રકરણ ૬૮

અડસઠ “તને હિન્ટ તો મળી જ ગઈ હશે સોનલ, કે મેં તને આમ અચાનક જ કેમ મળવા બોલાવી.” સુંદરીએ પ્રશ્ન કર્યો. સુંદરીના મેસેજ અનુસાર તે અને સોનલબા અત્યારે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી એક કોફી શોપમાં બેઠાં હતાં અને કોફીના નાના નાના ઘૂંટડા ભરતાં ભરતાં વાતો કરી રહ્યાં હતાં. “ના, મેડમ. મને કોઈજ ખ્યાલ નથી કે તમે મને મળવા કેમ બોલાવી છે.” સોનલબાએ સ્વસ્થતાથી જવાબ આપ્યો. “જો હું તારા પર કોઈજ શંકા નથી કરી રહી, કારણકે મને તારા પર વિશ્વાસ છે પણ કશુંક એવું બન્યું છે કે મારે તારી સાથે સ્પષ્ટ વાત કરી લેવી જોઈએ એવું મને લાગ્યું એટલે ...Read More

69

સુંદરી - પ્રકરણ ૬૯

ઓગણસિત્તેર “કૃણાલભાઈ? તમે? અહિયાં?” કૃણાલને અચાનક જ જોઇને સોનલબાને આશ્ચર્ય થયું. “મારું અને વરુણીયાનું ઘર અહીં પાછળની જ છે.” કૃણાલે જવાબ આપ્યો. “ઓહ... તમે બેય ભાઈઓએ ક્યારેય આ બેનને પોતાને ઘેર બોલાવી છે કે મને ખબર હોય?” સોનલબાએ કટાક્ષથી ભરપૂર સ્મિત સાથે કહ્યું. “હા... વેરી સોરી. ચાલો અત્યારેજ.” કૃણાલે તરતજ સોનલબાને ઘરે આવવા માટે આગ્રહ કરી દીધો. “ના, ના... હવે મારે ઘરે જવું પડશે, નહીં તો પપ્પા ફોન કરી કરીને મને હેરાન કરશે. પણ તમે પહેલા એ કહો કે તમે અહીંયા કેવી રીતે આવ્યા?” સોનલબાએ ફરીથી પ્રશ્ન પૂછ્યો. “હું મેડમના જવાની રાહ જોતો જોતો પેલી ગલીમાં, એક ખૂણામાં ...Read More

70

સુંદરી - પ્રકરણ ૭૦

સિત્તેર “પ્રાઉડ ઓફ યુ દિકરા!” વરુણને ભેટી પડતાં હર્ષદભાઈ બોલ્યા એમની આંખોમાં પણ આંસુ હતાં. આઈપીએલની ફાઈનલમાં ટીમ મુંબઈ ઇન્ડિયન્સને જીતાડવામાં મહત્ત્વનો ભાગ ભજવીને તેમજ મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ જીતીને વરુણ ઘરે પરત આવ્યો હતો. એરપોર્ટથી ઘર સુધી સ્થાનિક અને રાષ્ટ્રીય મિડિયાએ વરુણનો પીછો કર્યો હતો અને વરુણે ઘરે આવ્યા બાદ પહેલાં પોતે પોતાનાં પરિવારજનોને મળશે અને પછી મિડિયાને જરૂર મળશે તેવી બાંહેધરી આપ્યા બાદ જ મિડિયાકર્મીઓ શાંત થયા હતા. આમતો વરુણની સફળતાથી તેના તમામ કુટુંબીજનો અને સાથેસાથે તેનો ખાસ મિત્ર કૃણાલ પણ ગૌરવાન્વિત થયા હોવાનું અનુભવી રહ્યા હતાં, પરંતુ સાથેસાથે આ ...Read More

71

સુંદરી - પ્રકરણ ૭૧

એકોતેર “કોણ? કોણ છો?” વરુણે પાછળથી શ્યામલની આંખો પર પોતાની હથેળીઓ મૂકી દીધી હતી એટલે શ્યામલ એને કોશિશ કરી રહ્યો હતો. પરંતુ પોતે જો કશું બોલશે તો શિવ એટલેકે શ્યામલ એને ઓળખી જશે એની ખાતરી હોવાથી વરુણ કશું જ બોલ્યો નહીં બસ મૂંગો મૂંગો હસતો રહ્યો. “જલ્દી બોલો મારી ચ્હા ઉભરાઈ જશે તો ગ્રાહકો બુમો પાડશે, જલ્દી બોલો.” શ્યામલ વરુણની મજબૂત હથેળીઓ પોતાની આંખો પરથી હટાવવાની કોશિશ કરી રહ્યો હતો. “અરે! આ તો વરુણ ભટ્ટ છે... મુંબઈ ઇન્ડિયન્સને આઈપીએલ જીતાડી એ!” અચાનક જ સામે બેસેલા શ્યામલની ચ્હાના ગ્રાહકોમાંથી એક મુંઢા પરથી ઉભો થઈને બોલી પડ્યો. “શું યાર...” વરુણના ...Read More

72

સુંદરી - પ્રકરણ ૭૨

બોતેર “બેનબા, મને એ ખબર નથી પડતી કે એમનું નામ સાંભળીને શિવભાઈ અચાનક આમ ગુસ્સે થઈને કેમ રહ્યાં?” વરુણ એકદમ મુંઝાયેલો દેખાઈ રહ્યો હતો. વરુણ અને સોનલબા વરુણના રૂમમાં શિવ એટલેકે શ્યામલ સાથે વરુણની ગઈ રાત્રીની મુલાકાત દરમ્યાન થયેલી વાતચીત અંગે ચર્ચા કરી રહ્યા હતા. વરુણ રૂમમાં આમતેમ આંટા મારી રહ્યો હતો અને સોનલબા વરુણના સ્ટડી ટેબલની ખુરશી પર બેઠા હતા અને સતત આમથી તેમ આંટા મારી રહેલા વરુણ સામે જોઈ રહ્યા હતા અને મનમાં પોતે હમણાં પકડાઈ જશે એવો ડર પણ રાખી રહ્યાં હતાં. “હમમ...” સોનલબાએ વરુણના સવાલના જવાબમાં ફક્ત આટલું જ કહ્યું. “કાંઈક તો કહો બેનબા! ...Read More

73

સુંદરી - પ્રકરણ ૭૩

તોંતેર “કૃણાલભાઈ, ભઈલાને ઘેર આવો તો! જલ્દી!” સોનલબાએ કૃણાલને કૉલ કરીને તરતજ આવવાનો રીતસર હુકમ જ કર્યો. શું કામ છે આમાં?” વરુણને નવાઈ લાગી કે સોનલબાએ કૃણાલને કેમ બોલાવ્યો? કારણકે વરુણના માનવા અનુસાર કૃણાલ તો પહેલા દિવસથી જ વરુણની સુંદરી પ્રત્યેની લાગણીનો વિરોધી હતો અને તે વારંવાર તેને આ સબંધ વિષે વિચારવાનું જ બંધ કરવાનું કહી ચૂક્યો હતો. પરંતુ વરુણને એ ખ્યાલ ન હતો કે તેના અમદાવાદથી દોઢથી બે મહિના દૂર રહેવા દરમ્યાન અહીં કેટલું બધું બદલાઈ ગયું છે. સોનલબાએ વરુણના પ્રશ્નનો જવાબ ફક્ત પોતાનો હાથ લાંબો કરીને તેને કૃણાલની રાહ જોવાનો ઈશારો કરીને આપ્યો. કૃણાલ આમ તો ...Read More

74

સુંદરી - પ્રકરણ ૭૪

ચુંમોતેર “એટલે હવે તમે મિડિયાની હેલ્પથી મારા પર દબાણ લાવવા માંગો છો એમને!” ગુસ્સામાં લાલ લાલ થઇ સુંદરીએ પોતાની મુઠ્ઠી ટેબલ પર પછાડી અને ઉભી થઇ ગઈ. “અરે! ના, મને તો ખબર જ નથી કે આ લોકો અહીં અચાનક કેવી રીતે આવી ગયા.” સુંદરીને ઉભી થયેલી જોતાં વરુણ પણ પોતાની જગ્યાએથી ઉભો થઇ ગયો. “તમને તો કશી ખબર જ નથી હોતી વરુણ અને બધું એનીમેળે જ થઇ જતું હોય છે. બગીચામાં તમે જે કર્યું એ તમારાથી અચાનક જ બોલાઈ ગયું, શ્યામલભાઈ મારા ભાઈ છે એ પણ તમને ખબર ન હતી તો પણ એ તમને અચાનક જ મળી ગયા ...Read More

75

સુંદરી - પ્રકરણ ૭૫

પંચોતેર “શુંઉઉઉઉ?” પ્રમોદરાય તરફ પાછળ વળતાંની સાથેજ સુંદરીના હોંઠમાંથી વિજળીક ગતિએ નીકળ્યું, એની આંખો મોટી થઇ ગઈ. ખબર છે એ બીજવર છે, પણ જવાબદાર વ્યક્તિ પણ છે. એને તું ખૂબ ગમે છે અને મારી પણ ઈચ્છા છે કે મારા સિધાવ્યા પહેલાં હું તને સારા ઘેર જતી જોઈ લઉં. હવે મારે જીવવાના કેટલા વર્ષ બાકી રહ્યા?” પ્રમોદરાયે શાંતિથી કહ્યું. “પણ તમે મને એક વખત પૂછવાનું પણ યોગ્ય ન સમજ્યું પપ્પા? મારા જીવનની વાત છે તો પણ? અને તમને કેવી રીતે ખબર કે એ વ્યક્તિ જવાબદાર છે? હું એમની સાથે દરરોજના સાત કલાક વિતાવું છું કોલેજમાં અને એ પણ છેલ્લા ...Read More

76

સુંદરી - પ્રકરણ ૭૬

છોંતેર “તમારામાંથી ચા માં મને કોણ કંપની આપશે?” શિવ ટી સ્ટોલ પાસે પહોંચતાની સાથે જ ઈશાનીએ એની પૂછ્યું. તમામે નકારમાં ડોકું હલાવ્યું. ઈશાનીની બધીજ ફ્રેન્ડ્સને ચા કરતા નાસ્તો કરવામાં વધુ રસ હતો જ્યારે ઈશાનીને ફક્ત ચા પીવામાં. પોતાની એક પણ સહેલીએ ચા પીવામાં કંપની આપવાની હા ન પાડતાં ઈશાની નિરાશ થઇ ગઈ એટલે એ શિવ ટી સ્ટોલના માલિક શ્યામલ તરફ વળી. “અમે અહીં નાસ્તાનો ઓર્ડર આપીએ છીએ, તું ત્યાં સુધી ચા નો ઓર્ડર આપી દે.” ઈશાનીની ત્રણેય સહેલીઓમાંથી સહુથી વધુ ભૂખ જેને લાગી હતી તે રુહી ઈટાલીયન ફૂડના ટ્રક તરફ ઝડપથી ડગ માંડતા બોલી અને તેની સાથે જાનકી ...Read More

77

સુંદરી - પ્રકરણ ૭૭

સત્યોતેર “જો ભઈલા, જે થવાનું હતું એ થઇ ગયું. હવે તું એનું દુઃખ લગાડે રાખીશ તો એનો મતલબ નથી.” સોનલબા બોલ્યાં. “હા, એને તારા પ્રત્યે નફરત છે એ વાત પાક્કી થઇ ગઈ છે. પછી ત્યાં મિડિયાવાળા આવ્યા હોત કે ન આવ્યા હોત એનાથી સુંદરીને કોઈજ ફરક નહોતો પડવાનો. આઈ ડોન્ટ થીન્ક કે એ તારી સાથે કોઈ સમાધાન કરવા માટે ત્યાં આવી હશે. એ ફક્ત તને દૂર રહેવાની જ સલાહ આપવા આવી હશે.” કિશનરાજે પણ સોનલબાના સૂરમાં સૂર પુરાવ્યો. “જો હું ત્યાં હોત તો પેલાનો કેમેરો જ ફોડી નાખ્યો હોત.” કૃણાલ અચાનક જ ગુસ્સામાં આવી ગયો. “કૃણાલભાઈ હવે તમે ...Read More

78

સુંદરી - પ્રકરણ ૭૮

અઠ્યોતેર “બેનબા...” પોતાના મોબાઈલ સ્ક્રિન સામે જોતાંની સાથેજ વરુણ સ્થિર થઇ ગયો અને આપોઆપ બોલી પડ્યો. વરુણ, અને કૃણાલ કિશનરાજને મળીને અમદાવાદ શહેરના પોલીસ મુખ્યમથકના મુખ્ય દરવાજાની બહાર આવ્યા જ હતા કે વરુણના મોબાઈલની રીંગ વાગી અને વરુણે ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને જોયું તો તેની નજર સામે SVB ઝબકી રહ્યું હતું અને વરુણ તેને જોતાંની સાથેજ જ્યાં ઉભો હતો ત્યાંજ સ્થિર થઇ ગયો. “શું થયું ભઈલા?” વરુણના અચાનક ઉભા રહી જવાથી બે ડગલાં આગળ ચાલી ગયેલા સોનલબા વરુણ પાસે આવીને બોલ્યાં. “કોલ છે... એમનો!” વરુણ એકીટશે પોતાના મોબાઈલ સ્ક્રિન તરફ જોઈ રહ્યો હતો. “તો રિસીવ કર? એમાં આટલો ગભરાય ...Read More

79

સુંદરી - પ્રકરણ ૭૯

ઓગણએંશી દરવાજો ખુલ્યો અને સામે અરુણાબેન દેખાયા. વરુણ આગળ હતો અને તેની સહેજ પાછળ સોનલબા ઉભા હતાં. આવો આવો.” અરુણાબેને પહેલાં વરુણને જોયો અને પછી એમનું ધ્યાન પાછળ ઉભેલાં સોનલબા તરફ ગયું. સહેજ ધ્રુજતા પગે અને જોરથી ધબકી રહેલા હ્રદયે વરુણ આલીશાન બેઠક ખંડમાં પ્રવેશ્યો અને પાછળ સોનલબા પણ ધીમે પગલે આવ્યા. અરુણાબેનના પતિ ઉદ્યોગપતિ હતા એટલે બેઠક ખંડનું રાચરચીલું જોઇને જ ખ્યાલ આવી ગયો કે આ પરિવાર અત્યંત શ્રીમંત છે. “હાઈ!” આમતેમ નજર કરી રહેલા વરુણના કાનમાં જમણી તરફથી સુંદરીનો મીઠો અવાજ પડ્યો. સુંદરી તરફ વરુણની નજર ગઈ ત્યારે એ તેના અને સોનલબા તરફ હાથ હલાવી રહી ...Read More

80

સુંદરી - પ્રકરણ ૮૦

એંશી “વરુણ પ્રત્યે મારા ગુસ્સાને લીધે મેં ઘણીવાર તારું પણ અપમાન કર્યું છે સોનલ. મને બધુંજ યાદ અને એનું મને ખૂબ દુઃખ છે.” સુંદરીએ સોનલબાના બંને હાથની હથેળીઓ પકડી લીધી. “વરુણભાઈ મારો ભાઈ છે અને પોતાના ભાઈ માટે બહેન થોડું સહન કરે અને બહેન માટે ભાઈ થોડું સહન કરી લે એવી લાગણી તો કુદરતી છે ને?” સોનલબાએ લાગણીશીલ થઈને કહ્યું. “જોયું અરુમા? હું કહેતી હતીને તમને? સોનલ અને વરુણ ભલે સગાં ભાઈ-બહેન નથી પણ એ લોકો એકબીજા સાથે એવી રીતે વર્તન કરે છે કે બીજા કોઈને આ વાત પર વિશ્વાસ જ ન થાય. સોનલ, વરુણને તો મેં મારો ...Read More

81

સુંદરી - પ્રકરણ ૮૧

એક્યાશી ઈશાનીએ શ્યામલના જે હાથનો ખભો પકડ્યો હતો એ જ હાથને શ્યામલે કોણીએથી વાળીને તેને શાંત રહેવાનો કર્યો. પરંતુ ઈશાની રઘુના અચાનક હુમલાથી, ભલે પછી તે શાબ્દિક હુમલો જ હતો તેમ છતાં તે અત્યંત નજીકથી કરવામાં આવ્યો હતો તેથી તેનાથી ખૂબ ગભરાઈ ગઈ હતી. ઈશાનીનો ચહેરો પરસેવાથી રેબઝેબ થઇ ગયો હતો, એના શ્વાસ અત્યંત ઝડપથી ચાલી રહ્યા હતા અને દર સેકન્ડે એ શ્યામલના ખભા પર પોતાની આંગળીઓની પકડ મજબુત બનાવતી તેની પીઠ પાછળ વધુને વધુ છુપાવાનો પ્રયાસ કરી રહી હતી. “અરે! તું તો આ ચાવાળાની દિવાની નીકળી... થોડું તો સ્ટાન્ડર્ડ રાખ હેં? ચલ એમ ગભરાવાનું ન હોય, હું ...Read More

82

સુંદરી - પ્રકરણ ૮૨

બ્યાંશી જેવી સુંદરી વરુણની કાર નજીક આવી એટલે વરુણે હાથનો ઈશારો કરીને તેણે બીજી તરફ ખોલેલા દરવાજામાંથી બેસવાનું કહ્યું. સુંદરીએ પણ એનું સદા ઘાયલ કરતું સ્મિત કરીને વરુણને હા પાડી અને વરુણના મોઢામાંથી ફરીથી ઉચ્છવાસ નીકળી ગયો. “આઈ હોપ કે હું મોડી નથી પડી.” કારમાં બેસતાં વેંત સુંદરીએ પૂછ્યું. “ના બિલકુલ નહીં. તમે ઓન ટાઈમ છો!” વરુણે આદત અનુસાર પોતાના અંગુઠેથી ઈશારો કર્યો. સુંદરીએ પાછળ વળીને પોતાની તરફનો દરવાજો બંધ કર્યો. “તમે કહ્યું હતું કે એક સરપ્રાઈઝ છે જે આપણે મળીએ ત્યારે જ કહેશો, તો શું છે એ સરપ્રાઈઝ?” સુંદરી આટલું કહીને આસપાસ જોવા લાગી. “તમે જેમાં બેઠાં ...Read More

83

સુંદરી - પ્રકરણ ૮૩

ત્ર્યાંશી “હા તમે હજી પણ ખુલીને નથી બોલી રહ્યા. વરુણ, મને ખબર છે કે આપણે બંને એક મોટી ગેરસમજણમાંથી પસાર થયા છીએ. પણ જેમ મેં હિંમત કરીને એક ડગલું આગળ વધાર્યું અને તમને સામેથી મળવા બોલાવ્યા, ગેરસમજણ દૂર કરી અને અત્યારે તમારી સાથે રાજીખુશીથી લંચ કરવા પણ આવી છું, એમ તમે પણ તમારું મન, તમારી ભાવનાઓ, તમારા શબ્દો આ બધાંને મુક્ત કરી દો.” સુંદરી અત્યંત ભાવુક બનીને બોલી રહી હતી. “ના, ના હું ઓકે જ છું. મારા મનમાં તો તમારા પ્રત્યે ક્યારેય કોઈ ગેરસમજણ હતી જ નહીં. હા, મારી ઈચ્છા જરૂર હતી કે કોઈ એક દિવસ તમારી મારા ...Read More

84

સુંદરી - પ્રકરણ ૮૪

ચોર્યાસી ... પોતાના અંગુઠા વડે વરુણની બંને આંખોના આંસુ લૂછ્યા. “થોડી મૂંઝવણ પછી મને એટલી તો ખબર ગઈ કે આ આંસુ કોઈ આનંદના સમાચાર લઈને આવ્યા છે કારણકે તમારા ચહેરા પર સ્મિત છે. પણ હું સાચી છું કે નહીં એ તો તમારે એ સમાચાર મારી સાથે શેર કરીને જ સાબિત કરવું પડશે. બોલો વરુણ, એવા તે કેવા સમાચાર તમને મળ્યા કે તમે એ આનંદને રડીને જ વ્યક્ત કરી શક્યા?” સુંદરીની ભાવવહી આંખો હવે વરુણની આંખોમાં જોઇને બોલી રહી હતી. “હું ઇન્ડિયા માટે સિલેક્ટ થઇ ગયો છું. નવ વર્ષનો હતો જ્યારથી દરરોજ વહેલી સવારે હું પ્રેક્ટિસ કરવા માટે ઘરેથી ...Read More

85

સુંદરી - પ્રકરણ ૮૫

પંચ્યાશી “કાલે પહેલી ટ્વેન્ટી૨૦ મેચ છે ને? એટલે વિચારી રહી હતી કે તમે રમશો કે નહીં? તમને કેવી રીતે? મોબાઈલ પર કોલ પણ ન કરી શકાય કારણકે ઇન્ટરનેશનલ રોમિંગ પર હોવ તમે. મેસેજ કરું અને તમે પ્રેક્ટીસમાં હોવ અને પછી મોડું થઇ જાય તો? બસ... આમ જ વિચારતી હતી.” સુંદરીએ વરુણની ઉત્કંઠા શાંત કરી. “હા, કાલે મેચ છે અને હમણાંજ ટીમ મિટિંગ પૂરી થઇ. અમે બધાં ડિનર લેવા જતાં હતાં એટલે મને થયું કે એ પહેલાં તમારી સાથે વાત કરી લઉં.” વરુણે વાત આગળ વધારી. “ઓહો. તમે તો હવે મોટા મોટા અને સ્ટાર ક્રિકેટર્સ સાથે લંચ અને ડિનર ...Read More

86

સુંદરી - પ્રકરણ ૮૬

છ્યાંશી સુંદરીનું વરૂણનું નામ લેવાથી રૂમમાં સોપો પડી ગયો. પ્રમોદરાય અને જયરાજ ડઘાઈ ગયા અને એકબીજાની સામે લાગ્યા અને માલિની પણ એ જ અવસ્થામાં જયરાજની સામે જોવા લાગી. સુંદરીને ખ્યાલ આવ્યો કે તેના મનમાં રહેલી અસમંજસનો ઉકેલ અચાનક જ તેના હોઠોના માર્ગે બહાર આવી ગયો છે અને અત્યારસુધી તે જે હકીકતનો સ્વિકાર કરતાં ડરતી હતી એ હકીકત તેણે ભલે ગુસ્સામાં પણ સ્વીકારી લીધી છે. સુંદરીને અચાનક જ હળવાશનો અનુભવ થયો અને તેનું રોમેરોમ કોઈ અજાણી ઉત્તેજના અનુભવવા લાગ્યું, તે ધ્રુજી રહી હતી, તેનું શરીર ઢીલું પડવા લાગ્યું અને પરસેવો પણ થવા લાગ્યો. સુંદરીનો ગુસ્સો આપોઆપ પીગળવા લાગ્યો, પરંતુ ...Read More

87

સુંદરી - પ્રકરણ ૮૭

સત્યાશી “તને ખરેખર લાગે છે કે આ આઈડિયા કામમાં આવશે?” અરુણાબેને શંકા વ્યક્ત કરી. “કેમ નહીં? વરુણ વાત થોડી ટાળશે? તમે જો જો આપણે એક કાંકરે બે પક્ષીઓ મારીશું.” સુંદરી હસી રહી હતી. “તને આટલો વિશ્વાસ છે તો પછી ભલે એમ કરીએ.” અરુણાબેને સુંદરીના ગાલ પર ટપલી મારી. “પણ તમે મન્ડે મારી સાથે પ્રિન્સી સરની કેબિનમાં આવશોને? જો જો તે દિવસે આવવામાં મોડું ન કરતાં. જો આપણા કરતાં જયરાજ પહેલાં એમને મળી જશે તો તકલીફ ઉભી થઈ જશે.” સુંદરીએ અરુણાબેનને ચેતવ્યા. “ના ના, હું સમયસર આવી જઈશ. આમ પણ સત્રનો પહેલો દિવસ છે એટલે મોડું તો અમસ્તુંય ન ...Read More

88

સુંદરી - પ્રકરણ ૮૮

અઠ્યાશી “હાઈ... કેમ છો?” વરૂણનું હલ્લો સંભળાતા જ સુંદરીએ ઉત્સાહભેર કહ્યું. “એકદમ મજામાં તમે?” વરુણ સુંદરીનો મીઠો સાંભળતા કાયમની જેમ પીગળવા લાગ્યો હતો. “અરે વાહ! તમે તો મારા ખબર પણ પૂછ્યાં? થેન્ક્સ!” સુંદરીના અવાજમાં તોફાન હતું. “એટલે? હું સમજ્યો નહીં.” વરુણ ગૂંચવાયો. “હા, મને એમ કે તમે અત્યારે પણ મારા કેમ છો ના જવાબમાં ફક્ત સ્માઈલ જ કરશો તમારા ફોનની સામે, પણ એ તો હું જોઈ નહીં શકું.” સુંદરી હવે વરુણની મશ્કરી કરવાના બરોબર મૂડમાં હતી. “હેં?” વરુણને ખબર ન પડી કે સુંદરી શું કહેવા માંગતી હતી. “અરે! હમણાં થોડી વાર પહેલાં જ જ્યારે મેં તમને વોટ્સએપ પર ...Read More

89

સુંદરી - પ્રકરણ ૮૯

નેવ્યાશી વરુણને સુખદ આંચકો આપનારા આ પાંચ મેસેજીઝમાંથી ચાર સુંદરીની સેલ્ફી હતી જે તેણે અત્યારે જ ક્લિક હોય એવું લાગી રહ્યું હતું અને એક મેસેજ હતો જેમાં તેણે લખ્યું હતું, “I am suare you will soon qanquer the world, with you always. Good night and sleep well.” સુંદરીએ આ ચારેય ક્લિક્સ અત્યારે જ કરી હોવાનું વરુણ ચોક્કસપણે માની રહ્યો હતો કારણકે તે આ ફોટોગ્રાફ્સમાં આછાં ગુલાબી નાઈટડ્રેસમાં હતી, તે આમ પણ બહુ ઓછો મેકઅપ કરતી હતી પરંતુ આ ફોટોઝમાં તેનો ચહેરો જોઇને લાગતું હતું કે તેણે હાલમાં જ કદાચ પોતાનો સુંદર ચહેરો ધોયો હશે અને એટલે જ એના ...Read More

90

સુંદરી - પ્રકરણ ૯૦

નેવું “હાઈઈઈઈ... કોન્ગ્રેચ્યુલેશન્સ!! હું કહેતી હતીને કે તમને તક જરૂર મળશે અને તમે ઇન્ડિયાને સિરીઝ વિનમાં હેલ્પફુલ થશો?” સુંદરીના અવાજમાં ભારોભાર આનંદ હતો. બીજી ટ્વેન્ટી૨૦ મેચમાં તો વરુણને તક નહોતી મળી પરંતુ એ મેચ ભારત શ્રીલંકા સામે હારી ગયું અને ત્રીજી મેચ જીતવી જરૂરી હોવાથી ટીમમાં એક ઓલરાઉન્ડરની જરૂરિયાત લાગી. આથી, કેપ્ટન અને કોચે ત્રીજી ટ્વેન્ટી૨૦ માટે વરૂણનું સિલેક્શન કર્યું. વરુણને પણ એ સમયે ખૂબ જ નવાઈ લાગી હતી પરંતુ તેને સુંદરીએ જે મક્કમતાથી તેને તે રાત્રે કહ્યું હતું કે તેને આ જ સિરીઝમાં જરૂર તક મળશે એ યાદ આવી ગયું. બસ, વરુણમાં ટેલેન્ટ અને રમવાનો ઉત્સાહ તો ...Read More

91

સુંદરી - પ્રકરણ ૯૧

એકાણું “તમે કહી રહ્યા છો જો એમ થાય તો તો આપણી કોલેજનું ગૌરવ જરૂર વધશે. કદાચ આપણી ઇતિહાસમાં કોઈએ ન જોયો હોય એવો ઉત્સાહ જોવા મળશે. શું આ ખરેખર શક્ય છે ખરું?” સુંદરીનો પ્રસ્તાવ સાંભળીને પ્રિન્સિપાલે તેમના મનમાં રહેલી રહીસહી શંકા દૂર કરવાનો પ્રયાસ કર્યો. “હું પ્રોમિસ આપું છું સર. પરંતુ તેમ છતાં એવું હોય તો આપણે જાહેરાત તમને પૂરી રીતે સંતોષ થાય ત્યાર પછી કરીશું. એક કામ કરીએ, આપણે આજકાલમાં લંચ પર ભેગા મળીએ અને નક્કી કરી લઈએ. અહીં તો એ મિટિંગ પોસિબલ નથી સર, યુ કેન અન્ડરસ્ટેન્ડ. નહીં તો કેઓસ થઇ જશે.” સુંદરીએ બરોબર રીતે પોતાની ...Read More

92

સુંદરી - પ્રકરણ ૯૨

બાણુ “હા, કાલે તો શું હમણાં એકાદ-બે વિક પણ આ રીતે મળવું પોસિબલ નથી.” સુંદરીને હજી વરુણની ના ની કળ વળી પણ ન હતી કે વરુણે તેને બીજો આઘાત આપ્યો. “પણ મેં કેટલા વિશ્વાસથી પ્રિન્સીપાલ સરને કહ્યું હતું કે તમે અમને મળવા આવશો જ. મારા આખા પ્લાન પર તમે પાણી ફેરવી દીધું વરુણ. આ પ્લાન પર કેટલું બધું આધાર રાખતું હતું તેની તમને ખબર નથી. તમે મને પ્રોમિસ આપ્યું હતું એના પર તો આ બધું નક્કી કરી દીધું હતું. હવે હું પ્રિન્સીપાલ સરને શું કહીશ?” સુંદરીના સૂરમાં ભારોભાર હતાશા સંભળાઈ રહી હતી. “એક મિનીટ, એક મિનીટ, એક મિનીટ. ...Read More

93

સુંદરી - પ્રકરણ ૯૩

ત્રાણુ “આવી ગયાં...” ઘરના દરવાજે રાહ જોઈ રહેલી ઈશાની દોડીને અંદર આવી કારણકે તેણે સુંદરી અને પ્રિન્સીપાલને ઘર તરફ ચાલી આવતી એક કેબમાં બેસેલાં જોયાં. ઈશાનીએ આપેલા સમાચાર સાંભળીને વરુણ ઘરના મુખ્ય દરવાજા તરફ ચાલવા લાગ્યો જ્યારે હર્ષદભાઈ અને રાગીણીબેન પોતપોતાની જગ્યાએ જ બેઠા રહ્યા. ઈશાની વરુણની પાછળ જ મુખ્ય દરવાજા તરફ પાછી ચાલવા લાગી. કેબ વરુણના ઘર પાસે જ ઉભી રહી એટલે વરુણ ઝાંપો ખોલીને બહાર નીકળ્યો. પ્રિન્સીપાલ પાછળ બેઠાં હતાં એટલે તેણે આગળ વધીને કારનો દરવાજો ખોલ્યો, જ્યારે સુંદરી હજી પણ કેબમાં બેસીને ડ્રાઈવરને પેમેન્ટ કરી રહી હતી. “વેલકમ સર.” દરવાજો ખોલતાની સાથેજ વરુણે પ્રિન્સીપાલને કહ્યું. ...Read More

94

સુંદરી - પ્રકરણ ૯૪

ચોરાણું “ઘરે.” સુંદરીએ મક્કમતાથી કહ્યું. “ઘરે તો છું.” શ્યામલે જવાબ આપ્યો. “આ નહીં. આપણે ઘરે.” સુંદરીએ શ્યામલનો પકડ્યો. “ગાંડી થઇ ગઈ છે કે તું સુના? હું અને પપ્પા એક છત નીચે ભેગા ક્યારેય નહીં રહી શકીએ.” શ્યામલે સુંદરીનો હાથ ઝાટકીને છોડાવ્યો અને બારી પાસે જઈને ઉભો રહ્યો અને બારીની બહાર જોવા લાગ્યો. “હવે બધું સરખું થવાનો, સરખું કરવાનો સમય આવ્યો છે ભાઈ. પપ્પા સાવ બદલાઈ ગયા છે એમ તો હું નહીં કહી શકું, પણ અત્યારે એ ખૂબ ખુશ રહે છે. એમને એક સેલિબ્રિટી જમાઈ મળવાનો છે એમ વિચારીને એ બસ આનંદમાં જ રહેતા હોય છે. જ્યારથી મેં એમને ...Read More

95

સુંદરી - પ્રકરણ ૯૫

પંચાણું “કોણ છો?” પ્રમોદરાય વર્ષો પછી પોતાની સમક્ષ પરંતુ થોડે દૂર ઉભેલા પોતાના પુત્રને ઓળખી ન શક્યા. આવ્યા છે પપ્પા...આપણા શ્યામલભાઈ.” સુંદરીએ પ્રમોદરાયની તકલીફ દૂર કરી. “શું?” આટલું કહીને પ્રમોદરાય પોતાના સ્થાન પર જ સ્થિર થઇ ગયા. “હા પપ્પા, તમને મળવા આવ્યા છે. આપણી સાથે જ રહેવા આવ્યા છે. એ અંદર આવેને?” સુંદરી ઝડપથી ચાલીને પ્રમોદરાય પાસે જઈને ઉભી રહી ગઈ અને એમનો હાથ પકડી લીધો. “ઘરેથી તો એની મરજીથી જતો રહ્યો હતો, હવે પાછો આવવા મારી મંજુરી માંગશે એ નપાવટ?” પ્રમોદરાયના સૂરમાં ગુસ્સો નહીં પરંતુ ફરિયાદ હતી, એમની આંખોના ખૂણા ભીના હતા. “પપ્પા... મને માફ કરશોને?” શ્યામલ ...Read More

96

સુંદરી - પ્રકરણ ૯૬

છન્નુ ત્યાંજ શ્યામલનો ફોન રણક્યો અને એણે ખિસ્સામાંથી ફોન કાઢીને જોયું તો સુંદરીનો કોલ હતો એટલે તેણે રિસીવ કર્યો અને ઈશાનીને ચૂપ રહેવાનો ઈશારો કર્યો એટલે ઈશાની શાંત થઇ. “હા બોલ સુના... હમમ... હમમ... અત્યારે? હા પણ... ના ખાસ કોઈ નથી પણ... ઠીક છે હું આવું છું. દસ મિનીટ રાહ જો મારી... હા... આવ્યો!” આટલું કહીને શ્યામલે કૉલ કટ કર્યો. “હા તો હું કહેતી હતી કે મારો ભાઈ...” ઈશાનીએ ફરીથી વાત શરુ કરી પરંતુ... “સોરી... આપણે તમારા ભાઈની વાત પછી ક્યારેક કરીશું. મારે અત્યારે થોડું અરજન્ટ જવાનું છે.” શ્યામલે ઇશાનીને વચ્ચે જ રોકી. “કશો વાંધો નહીં, તમે જઈ ...Read More

97

સુંદરી - પ્રકરણ ૯૭

સત્તાણું આજે એ દિવસ છે જેની રાહ વરુણને તો હતી જ પરંતુ કદાચ સુંદરી આ દિવસની રાહ આતુરતાથી જોઈ રહી હતી. આજે સુંદરી જ્યાં પ્રોફેસર છે એ કોલેજ અને વરુણની ભૂતકાળની કોલેજ વરૂણનું સન્માન કરવાની છે. આજે વરુણની મુલાકાત એના ચારેક વર્ષ પહેલાના ભૂતકાળ સાથે ફરીથી થવાની છે. આજે તે એ કોલેજમાં ચાર વર્ષે પરત આવશે જે કોલેજને તેણે દુઃખી હ્રદયે અધવચ્ચે એટલા માટે છોડી હતી કારણકે તેનું સ્પષ્ટપણે માનવું હતું કે તેને કારણે સુંદરીને બદનામી ન વહોરવી પડે. ચાર વર્ષમાં કોલેજના મોટાભાગના વિદ્યાર્થીઓ બદલાઈ ગયા હતા એટલે એ વખતે સુંદરી અને વરુણ વચ્ચેના સબંધો વિષે અફવા ફેલાઈ ...Read More

98

સુંદરી - પ્રકરણ ૯૮

અઠાણું કડક સાડીમાં સજ્જ સુંદરીએ વરુણના સન્માન સમારોહનું સંચાલન શરુ કર્યું. શરૂઆતમાં તેણે ડી.એલ. કોલેજ ઓફ આર્ટ્સના આભાર માન્યો, પછી હાજર તમામ પ્રોફેસર્સનો પ્રિન્સીપાલનો અને વરુણ તેમજ તેના પરિવારનો આભાર માન્યો. ત્યારબાદ જેમ આ પ્રકારના સમારંભોમાં થતું હોય છે એમ, એક પછી એક વક્તાઓ આવ્યા અને એમણે વરુણ વિષે અને વરુણની સફળતાના પાયામાં આ કોલેજનો કેટલો મોટો ફાળો છે એ સમજાવવાની કોશિશ કરી. છેવટે પ્રિન્સીપાલના સંબોધન બાદ વરુણને હાર પહેરાવવામાં આવ્યો, મોમેન્ટો આપવામાં આવ્યો અને સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ભરાઈ ગયો. આ બધું પત્યા પછી પ્રોફેસર શિંગાળાને માઈક સોંપવામાં આવ્યું. તેમણે વરુણના કોલેજ ટીમ કેપ્ટન તરીકેના સંસ્મરણો વાગોળ્યા ...Read More

99

સુંદરી - પ્રકરણ ૯૯

નવાણું “વરુણ તમે અત્યારે બધાને યાદ કર્યા, સોનલને, કૃણાલને અને એમ પણ કહ્યું કે આ ક્લાસ સાથે, ખાસ ક્લાસરૂમ સાથે તમારી અસંખ્ય યાદો જોડાયેલી છે.” ક્લાસરૂમના બારણાને સ્ટોપર માર્યા બાદ સુંદરી વરુણ સામે ઉભી રહી અને બોલી. “હા, ઓફકોર્સ અને આ ક્લાસરૂમનું મારા માટે ખૂબ મહત્ત્વ છે. મારી લાઈફ અહીંથી હવે ગમે ત્યાં જશે પણ આ ક્લાસરૂમ હું ક્યારેય નહીં ભૂલું.” વરુણે ક્લાસરૂમની ચારેય તરફ નજર ફેરવી રહ્યો હતો. “સોનલ, કૃણાલ, ક્લાસરૂમ આ બધાનું તમારા જીવનમાં મહત્ત્વ છે, પણ મારું? આ ક્લાસરૂમ અને તમારી સાથે હું કોઇપણ રીતે નથી જોડાઈ વરુણ?” સુંદરીની આંખો હવે વરુણને કરેલા પ્રશ્નનો જવાબ ...Read More

100

સુંદરી - પ્રકરણ ૧૦૦

સો “પપ્પા, મેં તમને આજથી ચાર વર્ષ પહેલાં આપેલું પ્રોમિસ આજે ફૂલફીલ કરી બતાવ્યું છે.” વરુણે હર્ષદભાઈ ઉભા રહીને કહ્યું. “એટલે?” હર્ષદભાઈ વરુણના કહેવાનો મતલબ સમજ્યા નહીં. “એટલે એમ કે કોલેજના પહેલા જ દિવસે તમે મારી પાસેથી વચન લીધું હતું કે મારે મારી જીવનસાથી આ જ કોલેજમાંથી પસંદ કરવાની છે, એ વચનમેં આજે નિભાવ્યું છે. સુંદરી મને મારા સમગ્ર જીવનમાં સાથ આપવા માટે તૈયાર થઇ ગયા છે!” વરુણે એ મોટા સ્મિત સાથે કહ્યું. “શું? “વ્હોટ? “અહા...” “કયા બાત હૈ?” જેવી પ્રતિક્રિયાઓ સામે બેસેલા તમામના મોઢેથી નીકળી આવી. બે ઘડી તો સમગ્ર રૂમમાં શાંતિ છવાઈ ગઈ અને પછી જ્યારે ...Read More

101

સુંદરી - પ્રકરણ ૧૦૧

એકસો એક સુંદરી અને વરુણની ‘રિંગ સેરેમની’ એ જ સ્ટાર હોટેલમાં હતી જ્યાં તેઓ લંચ માટે પહેલીવાર હતાં. હર્ષદભાઈ અને પ્રમોદરાયે નક્કી કર્યા મુજબ ગણતરીના મહેમાનોને જ આ પ્રસંગે આમંત્રિત કર્યા હતાં તેમ છતાં દોઢસો જેટલા આમંત્રિતો આ પ્રસંગમાં ભાગ લેવા અને સુંદરી તેમજ વરુણને આશિર્વાદ તેમજ શુભેચ્છાઓ પાઠવવા હાજર હતા. અમદાવાદ શહેરના સહુથી લોકપ્રિય ચહેરાઓમાંથી એક બની ગયેલા ક્રિકેટર વરુણ ભટ્ટની સગાઈ ‘કવર’ કરવા સ્થાનિક અને રાષ્ટ્રીય ચેનલોનો ખડકલો હોટલની બહાર થઇ ગયો હતો. દરેક પત્રકારને આમ તો વરુણ અને તેની થનારી વાગ્દત્તાની બાઈટ જોઈતી હતી પરંતુ એ શક્ય ન લાગતાં હોટલમાં પ્રવેશનાર દરેક મહેમાનોની આગળ પાછળ ...Read More

102

સુંદરી - પ્રકરણ ૧૦૨

એકસો બે રઘુ અને તેના ત્રણ સાથીદારો શ્યામલને લાતો મારી રહ્યા હતા. આમાંથી એક વ્યક્તિ પાસે લાકડી અને એ વ્યક્તિ શ્યામલને લાતો અને લાકડી મારી રહ્યો હતો. ઈશાનીની ચીસ સાંભળીને બધાનું ધ્યાન એના પર ગયું. “આવી ગઈ ઈશુબેબી, આ રહી આની લવર. ઉપાડી લો આને.” ઇશાનીને જોઇને રઘુ જોરથી બોલ્યો. “પાગલ થયો છે કે શું? આણે જે ચીસ પાડી છે એ સાંભળીને સિક્યોરીટીવાળા હમણાં આવશે, આપણે ભાગીએ.” રઘુનો એક સાથીદાર બોલ્યો. રઘુના બીજા સાથીદારો પણ એની વાત સાથે સહમત થયા એટલે રઘુ કમને હોટલની આગલી તરફ તેના સાથીદારો સાથે દોડ્યા. એમના જવા સાથેજ ઈશાની દોડીને શ્યામલ પાસે પહોંચી. ...Read More

103

સુંદરી - પ્રકરણ ૧૦૩

એકસો ત્રણ “શું થયું? ઓલ ઓકે?” સુંદરીએ પૂછ્યું. “હ... હા... એમને માથું દુઃખતું હતું એટલે હું જરા ઈશાની હજી ગભરાઈ રહી હતી એને લાગ્યું કે ક્યાંક સુંદરીએ કશું અલગ જ નથી સમજી લીધુંને? “કશું કહ્યું ડોક્ટરે? હું ગયો હતો એમની કેબીનમાં પણ એ તો નીકળી ગયા હતા.” વરુણે ઇશાનીને પૂછ્યું. “મને નર્સે ખાલી એટલું જ કહ્યું કે આમને સ્પેશિયલ રૂમમાં શિફ્ટ કર્યા છે. એમને જ્યુસ આપવાનું કહ્યું એટલે હું કેન્ટીનમાંથી આ લેતી આવી. ના પાડતા હતા પીવાની પણ પરાણે દોઢ ગ્લાસ જેટલો જ્યુસ પીવડાવ્યો છે.” ઈશાનીએ સુંદરી અને વરુણને બધીજ માહિતી આપી. “થેન્ક્સ ઈશુ. તેં મારા શ્યામલભાઈની આટલી ...Read More

104

સુંદરી - પ્રકરણ ૧૦૪

એકસો ચાર આજે શુભ દિવસ છે. આજે સુંદરી અને વરુણના લગ્નનો દિવસ છે. સુંદરી અને વરુણના લગ્ન દૂર એક રિસોર્ટમાં આયોજીત કરવામાં આવ્યા હતા. સુંદરી અને વરુણના લગ્નની વિધિ શરુ થાય તે પહેલાં જ એક બહુ મોટા સમાચાર દેશભરની ચેનલો પર ચમકવા લાગ્યા હતા. આ સમાચાર હતાં વરૂણનું ટિમ ઇન્ડિયાની ટ્વેન્ટી૨૦ ઉપરાંત વનડે ઇન્ટરનેશનલ ટીમમાં થયેલું સિલેક્શન. આ જ મહિનાના અંતમાં વરુણ લગભગ સવા મહિનાના ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાનો હતો. બધુંજ યોજના અનુસાર જ પાર પડી રહ્યું હતું. સુંદરી અને વરુણના વડીલોએ એટલેજ આજનો દિવસ નક્કી કર્યો હતો કારણકે વરુણનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ નજીક આવી ગયો હતો. આજે સુંદરીના વરુણ ...Read More

105

સુંદરી - પ્રકરણ ૧૦૫

એકસો પાંચ “ઈશુ, ચલ તો મારી જોડે, થોડું કામ છે.” સુંદરી ઈશાનીના રૂમમાં આવી અને તેને રીતસર કર્યો. “શું થયું ભાભી? આમ અચાનક?” ઇશાનીને નવાઈ લાગી. “હા, ચલ મેં કેબ બુક કરાવી છે આપણે એક જગ્યાએ જવાનું છે.” સુંદરીએ સ્મિત આપ્યું. “હા ચલો!” સુંદરીનું સ્મિત જોઇને ઈશાની પણ તૈયાર થઇ ગઈ. વરુણ રણજી ટ્રોફીની મેચ રમવા વિશાખાપટ્ટનમ ગયો હતો એટલે સુંદરીએ રાગીણીબેનને પોતે ઇશાનીને બહાર કોઈ કામ માટે લઇ જઈ રહી છે એમ કહ્યું. બંને ઘરની બહાર આવ્યાં ત્યાં જ કેબ આવી. ઈશાનીએ સુંદરીને પૂછ્યું તો નહીં કે તે તેને ક્યાં લઇ જઈ રહી છે, પરંતુ હવે તેને ...Read More

106

સુંદરી - પ્રકરણ ૧૦૬ (અંતિમ)

એકસો છ “શું રસ્તો છે તમારી પાસે?” વરુણે પોતાની મૂંઝવણ દૂર કરવા પૂછ્યું. “આપણે ઓસ્ટ્રેલિયામાં હતાં ત્યારે મેચમાં તમને મેન ઓફ ધ મેચ મળ્યો એ રાત્રે તમે મને એક વાત કહી હતી યાદ છે?” સુંદરી વરુણની બાજુમાં આવીને બેઠી. “એ રાત્રે તો આપણે ઘણી વાતો કરી હતી.” વરુણે યાદ કરવાની કોશિશ કરી. “તમે કહ્યું હતું કે સુંદરી મેડમ, ભગવાન જે રીતે આશિર્વાદ વરસાવી રહ્યો છે એ રીતે લાગે છે કે મારી ઇન્ટરનેશનલ કેરિયર હવે પાટે ચડી જશે. યાદ છે?” સુંદરીએ વરુણને યાદ દેવડાવ્યું. “હા તો?” વરુણને હજી પણ સમજણ નહોતી પડી રહી. “ત્યારે તમે એમ પણ ઉમેર્યું હતું ...Read More