જીવન રંગ

(5)
  • 11.3k
  • 1
  • 3.7k

જરા શાંતી રાખ રમીલા આટલો બધો ગુસ્સો સારો ના કેવાય જરા કીસન ને ધરે તો આવા દે પૂરી વાત તો જાણવા દે, રશોડા માંથીઆવતા વાસણ ના ખડખડાહટ થી ચીંતીત સ્વરે કરસન ભાઇ બોલ્યા, જે થસે તે સારા માટે જ થસે ભરોસો રાખ દ્વારકાઘીશ પર બોલીલાંબી ખાંસી ખાધી કરસન ભાઈ એ.હસે હવે રમીલા કાંઇક તો હોવુ જોઇએ નહી તો કીસન આપણ ને પૂછંયા વગર આટલો મોટો નીણઁય લે એવો તો નથી. કરસન ભાઈપોતાનો ઝભ્ભો પેરતા બોલ્યા, હાથ માં લાકડી લઈ પોતાના રુમ બહાર આવી દિવાલ પર લાગેલી ઘડીયાળ તરફ જોઇ બોલ્યા હજી વારછે કીસન ને આવવા ની જરા ગામ મા આંટો મારી આવુ, કશુક લાવુ છે વહુ દીકરા બજાર માથી તો લેતો આવુ? અંદર થી રમીલા ઢીલાઅવાજે બોલતા બહાર આવી કંઈ નથી લાવાનું બાપુજી પણ તમે ટાઈમ સર હાજર થાજો. કાકા ઓ કરસન કાકા કેમ છો તબીયત તો સારી ને આ મારી ભૂરી એ ગયી કાલે વાછરા ને જનમ દિઘો છે લો સાકર ખાવ, અચાનકરામજી લાલ ની અવાજ થી કરસન કાકા અતીત મા પાછા આવ્યા, એ લાલજી લે હવે તારે ઘેર તો દૂઘ ની નદી વહેસે. મારો દ્વારકા વાલોસહુ નુ ભલુ કરે હો લાલજી. હે હા ભાઈ હો તારી વાત સાચી. સાવ સાચી વાત કરી લાલજી લે હાલ તારે રામ રામ.રમીલા રુમ મા નજર નાખતા મન મા ને મન મા બોલી, અરે રે જરા ધર તો સાફ કરું, કીસને જે કર્યુ તે કર્યુ પણ આવતા ની સાથે ધર ગંદુહસે તો શું વીચારશે? હાથ માં કપડું લઈ રમીલા ઝાપટ ઝૂપટ કરવા લાગી ને અચાનક તેની નજર પોતાના પતિ ની તસ્વીર પર પડી, હેભગવાન આજે કોણ જાણે કેમ કરતાં ભૂલી ગયી ના મનોજ ના ફોટા સામે દીવો કર્યો કે ના મનોજ સાથે સવારે ચા પીઘી. મનોજ ના ગયાપછી રમીલા એ પોતાના પતિ ને હંમેસા જીવંત રાખ્યો હતો. રોજ તેના ફોટા સામે દિવો કરવો, સામે બેસી ચા પીવી અને ચા પીતા પીતાબઘી જ વાત મનોજ ને કરતી. હાથ મા પતિ ની તસ્વીર લઇ રમીલા અપરાઘ ભાવે વાત કરવા લાગી. જોયુ તમે તમારો દિકરો કેટલો મોટોથયી ગયો તે આવડો મોટો નિર્ણય લેતા પેલા પૂછવા નુ તો દૂર પણ જાણ સુઘ્ઘા કરવાની ફરજ ના સમજી, આ તેની લાય મા ને લાય માતમારી જોડે ના તો વાત થયી ના ચા પીવાઇ, ત્યાં જ સુખી કાકી બારણે આવી, જટ થી મનોજ નો ફોટો ટેબલ પર મૂકી રમીલા પરસાળ માંઆવી. રમીલા પર નજર પડતાં ની સાથે જ સુખી કાકી બોલી.લે આવી બેટા હવે જરા કીસન ના સ્વાગત ની તૈયારી કરી લે. રસોડા માં બઘુ તૈયાર છે ને ? કીસન આવતા ની સાથે દુધ પાક જરુરમાંગશે, યાદ છે ને પાછલા વષેઁ જયારે આવેલો ત્યારે કેવી ધમાલ કરી હતી દુધપાક ના મળતા. અને હા જો આ આસોપાલવ નું તોરણપેલા નટુ પાસે થી બનાવડાવી લાવી છું લે જરા બાંધ તો બારણે, કહી કાકી એ રમીલા તરફ જોયુ, અરે ધ્યાન ક્યાં છે તારુ લે જટ કરરમીલા. જો બેટા ખોટા વીચારો કરવાથી દુખ જ થવાનુ છે એને એક વાર ઘર આવી જવા દે બની શકે વીચારીએ છીએ એનાથી કંઈ બીજુ જનીકળે, તુ તારે આગતા સ્વાગતા માં કોઈ કસર ના રાખીશ એવુ ના બને કે જીવન ભર નો ડંખ રહી જાય જા તૈયારી કરી લે આ ગામ નીસ્ત્રીઓ આવી જશે, ગામ માં ઢંઢેરો નથી પીટવા નો કીસન એ શું કયુઁ.

New Episodes : : Every Wednesday

1

જીવન રંગ

જરા શાંતી રાખ રમીલા આટલો બધો ગુસ્સો સારો ના કેવાય જરા કીસન ને ધરે તો આવા દે પૂરી વાત જાણવા દે, રશોડા માંથીઆવતા વાસણ ના ખડખડાહટ થી ચીંતીત સ્વરે કરસન ભાઇ બોલ્યા, જે થસે તે સારા માટે જ થસે ભરોસો રાખ દ્વારકાઘીશ પર બોલીલાંબી ખાંસી ખાધી કરસન ભાઈ એ.હસે હવે રમીલા કાંઇક તો હોવુ જોઇએ નહી તો કીસન આપણ ને પૂછંયા વગર આટલો મોટો નીણઁય લે એવો તો નથી. કરસન ભાઈપોતાનો ઝભ્ભો પેરતા બોલ્યા, હાથ માં લાકડી લઈ પોતાના રુમ બહાર આવી દિવાલ પર લાગેલી ઘડીયાળ તરફ જોઇ બોલ્યા હજી વારછે કીસન ને આવવા ની જરા ગામ મા આંટો મારી આવુ, કશુક લાવુ છે વહુ દીકરા બજાર માથી તો લેતો આવુ? અંદર થી રમીલા ઢીલાઅવાજે બોલતા બહાર આવી કંઈ નથી લાવાનું બાપુજી પણ તમે ટાઈમ સર હાજર થાજો. કાકા ઓ કરસન કાકા કેમ છો તબીયત તો સારી ને આ મારી ભૂરી એ ગયી કાલે વાછરા ને જનમ દિઘો છે લો સાકર ખાવ, અચાનકરામજી લાલ ની અવાજ થી કરસન કાકા અતીત મા પાછા આવ્યા, એ લાલજી લે હવે તારે ઘેર તો દૂઘ ની નદી વહેસે. મારો દ્વારકા વાલોસહુ નુ ભલુ કરે હો લાલજી. હે હા ભાઈ હો તારી વાત સાચી. સાવ સાચી વાત કરી લાલજી લે હાલ તારે રામ રામ.રમીલા રુમ મા નજર નાખતા મન મા ને મન મા બોલી, અરે રે જરા ધર તો સાફ કરું, કીસને જે કર્યુ તે કર્યુ પણ આવતા ની સાથે ધર ગંદુહસે તો શું વીચારશે? હાથ માં કપડું લઈ રમીલા ઝાપટ ઝૂપટ કરવા લાગી ને અચાનક તેની નજર પોતાના પતિ ની તસ્વીર પર પડી, હેભગવાન આજે કોણ જાણે કેમ કરતાં ભૂલી ગયી ના મનોજ ના ફોટા સામે દીવો કર્યો કે ના મનોજ સાથે સવારે ચા પીઘી. મનોજ ના ગયાપછી રમીલા એ પોતાના પતિ ને હંમેસા જીવંત રાખ્યો હતો. રોજ તેના ફોટા સામે દિવો કરવો, સામે બેસી ચા પીવી અને ચા પીતા પીતાબઘી જ વાત મનોજ ને કરતી. હાથ મા પતિ ની તસ્વીર લઇ રમીલા અપરાઘ ભાવે વાત કરવા લાગી. જોયુ તમે તમારો દિકરો કેટલો મોટોથયી ગયો તે આવડો મોટો નિર્ણય લેતા પેલા પૂછવા નુ તો દૂર પણ જાણ સુઘ્ઘા કરવાની ફરજ ના સમજી, આ તેની લાય મા ને લાય માતમારી જોડે ના તો વાત થયી ના ચા પીવાઇ, ત્યાં જ સુખી કાકી બારણે આવી, જટ થી મનોજ નો ફોટો ટેબલ પર મૂકી રમીલા પરસાળ માંઆવી. રમીલા પર નજર પડતાં ની સાથે જ સુખી કાકી બોલી.લે આવી બેટા હવે જરા કીસન ના સ્વાગત ની તૈયારી કરી લે. રસોડા માં બઘુ તૈયાર છે ને ? કીસન આવતા ની સાથે દુધ પાક જરુરમાંગશે, યાદ છે ને પાછલા વષેઁ જયારે આવેલો ત્યારે કેવી ધમાલ કરી હતી દુધપાક ના મળતા. અને હા જો આ આસોપાલવ નું તોરણપેલા નટુ પાસે થી બનાવડાવી લાવી છું લે જરા બાંધ તો બારણે, કહી કાકી એ રમીલા તરફ જોયુ, અરે ધ્યાન ક્યાં છે તારુ લે જટ કરરમીલા. જો બેટા ખોટા વીચારો કરવાથી દુખ જ થવાનુ છે એને એક વાર ઘર આવી જવા દે બની શકે વીચારીએ છીએ એનાથી કંઈ બીજુ જનીકળે, તુ તારે આગતા સ્વાગતા માં કોઈ કસર ના રાખીશ એવુ ના બને કે જીવન ભર નો ડંખ રહી જાય જા તૈયારી કરી લે આ ગામ નીસ્ત્રીઓ આવી જશે, ગામ માં ઢંઢેરો નથી પીટવા નો કીસન એ શું કયુઁ. ...Read More

2

જીવન રંગ - 2

કરસન ભાઈ મન ના વીચારો સાથે ક્યારે મંદિર પાસે આવી ને ઊભા રહયા ખબર જ ના રહી, પગથીયા ચડતા એક અવાજ તરફ ઘ્યાનગયુ.કેમ છો કાકા ? કીસન આવી ગયો ?ના રે રમણ હજી વાર છે તે તુ પણ જટ ચાલ્યો આવજે કીસન આવે એટલે. એ ભલે કાકા જરા પેલા બેંક મા જતો આવુ. કરસન કાકા બેંકમાં જતો આવુ એ વા્કય પર ચોંકી ગયા કંઈક યાદ આવી ગયુ. કરસન કાકા મન માં વીચારવા લાગ્યા કે કેવી નસીબ ની બલીહારી ? સમય કેવો વળાંક લઈ લે છે? વષોઁ પેલા કંઈક આવુ જ એ મનોજ ના મોં થી સાંભળતા હતા.સમયે એ બધુ જ છિનવી લીધું પેલા પત્નીપછી પુત્ર, એ દિવસ યાદ આવી ગયો જ્યારે મોડી રાતે રમીલા એકદમ ધભરાયેલી નીચે આવી હતી. બાપૂજી જરા જુવો ને મનોજ ની તબીયત સારી નથી લાગતી એમને છાતી માં દુખાવો થાય છે જટપટ કરસન ભાઈ ઊપર દોડી ગયા જુએ છેતો મનોજ એકદમ પસીના થી તરબતર હતો અને સ્વાસ ની તકલીફ પણ લાગી, દોડી ને એમણે આજુ બાજુ બઘા ને ભેગા ક્યાઁ રમણ પણદોડી ને આવી ગયો તરત મનોજ ને હોસ્પીટલ લઈ ગયા હતા પણ કુદરતે કંઈક બીજુ જ વીચારી રાખ્યુ હતુ, બઘુ જ ચાલી ગયુ મનોજએની માઁ પાસે અમને નોંધારા મુકી ચાલ્યો ગયો. જીવન થી હારી ગયેલા કરસન કાકા રુમ ના ખૂણાં મા એક તરફ ઊભા રહી મનોજ નીઅથીઁ તરફ જોતા રહ્યા. પુત્ર ની અથીઁ ઊપાડી ત્યારે જીવન નો સૌથી મોટો ભાર ઊપાડ્યા નો અહેસાસ થયો હતો પણ જયારે કીસન તરફનજર જતી ત્યારે હીંમત આવી જતી, અતીત માં પહોંચેલા કરસન કાકા ને પુજારીજી એ ખભા પર હાથ રાખી ચોંકાવ્યા, અરે કરસન કયાંખોવાયેલો છે? દશઁન નથી કરવા કે શું ? એ જય દ્વારકાઘીશ પુજારીજી.. દશઁન તો કરવાનાં જ હોય ને પણ જુવો ને આ બધા એના જ ખેલ,મોહ માયા માં જકડી રાખે છે. ઈ તો છે બેટા પણ માણસે પોતાનું કર્મ ના ભૂલવું જોઇએ. સાંભળ્યુ છે કે તારો કીસનીયો આવે છે.એ હા પુજારીજી બસ આવતો જ હસે લ્યો તારે આજ્ઞા આપો. કહી કરસન કાકા મદિંર ના ગર્ભ ગૃહ તરફ ગયા.એ હા હો ભાઈ દ્વારકાઘીશ ભલું કરે હો. * * * *આખી રાત પડખાં ફેરવતા કાઢી સવાર થતા જ કીસન બાલ્કની મા આવી ઊભો રહ્યો નીચે વાહનો ની અવર જવર જોતો રહ્યો મન તોક્યારનું બેચેન હતુ વારે વારે એક જ વિચાર સતાવતો હતો કે શું માઁ અને દાદાજી મારી વાત સમજી સકશે ખરાં? કેવી રીતે હું એમનોસામનો કરીશ જ્યારે ફોન પર વાત કરી ત્યારે કહી તો દીઘું હતુ પણ નજર કેવી રીતે મીલાવીશ કંઈ જ સમજાતું નથી.મન થયું હજીએકવાર ફોન કરી માઁ નુ મન જાણું પણ હવે હીંમત રહી જ નથી જઈ ને જ વાત. એણે હજી પણ સુતી અદિતી તરફ એક નજર નાંખી પંખાની હવા થી તેના વાળ ની એક લટ કપાળ ની વચ્ચે આવી ગયી હતી, કેટલી સુંદર લાગી રહી હતી, આ એ જ અદિતી જેણે છેલ્લા પાંચવર્ષ થી એની સાથે દુખે દુખી અને સુખે સુખે સુખી થયી હતી જ્યારે ગામ છોડી પેલી વાર એકલો આ શહેર માં આવ્યો ત્યારે અદિતી એજ સાથ આપ્યો હતો, ગામ માં ઊછરેલો કીસન શહેર ની દોડભાગ માં જ્યારે અટવાયો ત્યારે ભણવાં નુ છોડી પાછો ગાંમ માં જવાનોનિર્ણય લીઘો હતો ત્યારે અદિતી એ જ હાથ પકડી સમજાવ્યો હતો, ત્યારે જો અદિતી નો સાથ ના હોત તો હું આ મુકામ પર પણ કદાચ નાહોત. એકીટસે અદિતી ને જોઈ રહેલો કીસન વિચાર માં અટવાઇ ગયો ત્યાં જ અદિતી આંખ ખૂલી. ગૂડ મોઁનીગ કીસુ કેમ આટલો જલ્દી જ ઊઠી ગયો ? ગૂડ મોઁનીગ હની, બસ એમ જ આંખ જલ્દી ખૂલી ગઈ પણ બઘું તૈયાર છે ને તે તારું પેકીંગ તો કરી લીઘુ છે ને?ઓહ તો આમ વાત છે જલ્દી ઊઠવાનીં મીસ્ટર કીસન? જરા રોમેન્ટીક મૂડ માં આવી અદિતી કીસન પાસે આવી ઊભી રહી, કેમ ગામ માંજવાની મન્મી ને મળવાની દાદાજી ને મળવાની ખૂબ તાલાવેલી લાગી છે નહી? ચલો અદિતી હવે તો આંપણુ પત્તુ કપાયું કોણ જાણે ત્યાંપહોચીં આ કીસન મહારાજ આપણ ને ઓળખશે કે નહી, બોલી અદિતી એ પોતાનો હાથ માંથા પર મૂક્યો, કીસન અદિતિ નું નાટકસમજતાં જ તેના ગાલ પર ટપલી મારી બોલ્યો નૌટંકી છોડ ને ચા પીવડાવ હમણાં ગાડી આવી જશે.ઠીક છે બોસ જો હુકુમ કહી અદિતિ રસોડા તરફ ચાલી ગઇ તેને જતી જોઈ રહેલો કીસન ને ફરી હલ્કી પીડા થયી પણ બીજી પળે દાદાજીનો ખ્યાલ આંવતા જ મન ને હળવાશ થઈ કોઇ નહી તો દાદાજી તો જરુર સમજશે વીચારી પોતાનું રહી ગયેલુ પેકીંગ કરવા લાગ્યો, અચાનક જ યાદ આવતાં અલમારીં તરફ ગયો ને અલમારી ખોલી બે ગીફ્ટ પેકેટ બહાર કાઢ્યા જે ગઈ કાલે સાજેં અદિતિ સાથે જઈ નેએ મમ્મી અને દાદાજી માટે લઈ આવ્યો હતો બરાબર તેને બેગ મુકી રુમ ની બહાર આવ્યો હજી અદિતિ રશોઈ માં હતી તેને લાગ્યુંઓફીસે એકવાર ફોન કરી બઘી માહીતી આપી દેવી જોઈએ ત્યાં જ ડોરબેલ વાગી અને કીસન દરવાંજા તરફ ફયોઁ દરવાજો ખોલતાં જસામે ધોતી જભ્ભા માં સજ્જ માથેં ટોપી પહેરેલાં અને સાથે થેલી લઈ ઊભેલી વ્યકતી ને જોઈ કીસન નાં ચહેરા પર આદર ભાવ નીલાગણી આવી, અંદર થી અદિતિ પોતાના હાથ લૂંછતી બહાર આવી, કોણ છે કીસુ?? અને સામે વાળી દરવાજા માં ઊભેલી વ્યક્તી જોઈઆનંદ મા આવી જઈ અરે ગોપાલ કાકા તમે આટલી સવાર માં અમને કીધું હોત તો અમે આવી જાત કાકા દોડધામ શું કામ કરી? અરે જરા ખમૈયાં કર અને અંદર તો આવા દે, કીસન ને વચ્ચે ઊભો રહેયા નુ ખ્યાલ આવતાં જ એકદમ ખસી ગયો અરે કાકા માફ કરોઆવો અંદર આવો. ગોપાલ કાકા અંદર આવી શોફા પર આરામ થી બેઠા માંથે થી ટોપી ઊતારી બાજુ માં મૂકી અને સાથે લાવેલી થેલીહાથ નાં જ પકડી રાખી ત્યાં જ અદિતિ પાણી નો ગ્લાસ લઈ આવી પહોંચી ગ્લાસ હાથ માં લેતાં જ ગોપાલ કાકા બોલ્યાં તો બઘી તૈયારીથયી ગઈ જવાની કીસન બેટા? હા કાકા તૈયારી તો થયી બસ ઓફીસે ફોન કરી જ રહેયો હતો ને તમે આવ્યાં પણ ચીંતા ના કરો મે બઘુ જ મી. સંધવી ને સમજાવી દિધુંછે, તમે બસ તમારી તબીયત સાચવજો બહુ દોડધામ ના કરતાં. હા ભઈ હા તારા જેવો દિકરા જેવો જમાઈ હોય તો શેની ચીંતા કહી ગોપાલ કાકા સાથે લાવેલી થેલી માંથી સુંદર પેક કરેલા બે પેકેટકાઠ્યા અને નજીક ઊભેલી અદિતિ હાથ માં મુકતા બોલ્યા જો ભાઈ કીસન લગ્ન તો રાતો રાત લેવા પડ્યા જેમાં કરસન ભાઇ અને વેવણની હાજરી નોતી પણ મારા તરફ થી આ નાનકડી ભેટ એમને આપજે આજે જો અદિતિ ના માઁ બાપ હોત તો એમની આંખ ખુશી થીછલકાઈ હોત. કીસન એકદમ નજીક આવી ને બાજુ માં બેસતા જ બોલ્યો કાકા આવી ક્યાં જરુર હતી બસ આર્શીવાદ બહુ છે તમારા.એ તો હમંશા રહેશે ભાઈ, ચાલો આજે ઘરે થી નીકળ્યો જ છુ તો જરા ઓફીસે આંટો મારતો આવું કહી ગોપાલ કાકા એ બાજુ માં રાખેલીટોપી માંથે પહેરી અને ઊભા થયા તમે વેળાસર નીકળી જજો બહુ મોડું ના કરતા અને પહોંચી સમાચાર દે જો કહી ગોપાલ કાકા દરવાંજાતરફ ગયા કીસન અને અદિતિ એ ગોપાલ કાકા ના આર્શિવાદ લીધા ને કીસન, કાકા ને નીચે ગાડી સુધી મુકવાં આવ્યો અદિતિ નથીએટલે પૂછું છું દિકરા ઘરે વાત તો કરી દીઘી છે ને? કાકા એ પાછળ ફરી એકદમ જ સવાલ કર્યો. હા કાકા તમે એની ચીંતા ના કરો બધુ બરાબર છે. એ સારં સારું દિકરા લે તારે આવજે. ગોપાલ કાકા રવાના થયાં.ઊપર જતાં જ અદિતિ અને કીસન જવા ની તૈયારી લાગી ગયાં થોડી જ વારે ડોર બેલ વાગી અને અદિતિ એ દરવાજો ખોલ્યો અરે આવીગયો તું ભાઈ?હા બહેનજી ગોપાલકાકા એ જલ્દી આવાનું કહ્યુ હતુ. ચલ ઠીક છે આ બેગ જઈને ગાડી માં ગોઠવ અમે નીચે આવીએ છીએ.થોડી વાર માં જ કીસન, અદિતિ ગાડી માં ગોઠવાઈ ગયા. ...Read More

3

જીવન રંગ - 3

ગાડી ચાલું થતાં ફરી એક વાર કિસને અદિતી ને પૂછ્યું તે બધુ પેક કર્યુ છે ને કાંઈ ભુલતી તો ?અદિતિ કીસન નાં મન ને સમજીકિસન હાથ પર પોતાનો હાથ રાખતાં બોલી હા કિસન હવે જરા શાંત થા બધુ જ સારું થશે હુ છુ ને, કિસને પણ અદિતિ નો હાથ દબાવતાંમુક સંમતી આપી નજર ગાડી બહાર કરી અને મન વીચારો કરવા લાગ્યુ બધુ પાછુ જતુ હતુ આ શહેર માં, રસ્તો, બીલ્ડીંગ, ટ્રાફીકસીગન્લ, શહેર છુટી રહ્યુ હતુ જે શહેરે એને બધુ જ આપ્યુ હતુ નોકરી, ધર, પ્રેમિકા, પત્ની બધુ જ, અચાનક જ તેની નજર કોલેજ પડી ધીરેધીરે પાસે આવી પાછળ છૂટી ગઈ કિસન નુ મન ફરી એક વાર એ સમય પર પોંહચ્યું જ્યાં થી એણે શરુઆત કરી હતી.તેને તે દિવસ બરાબર યાદ હતો જ્યારે એ પહેલી વાર કરસન કાકા ના દોસ્ત સાથે આવ્યો હતો.જો બેટા ઘણી મથામણ પછી આ ગોપાલ એને ત્યાં તને રાખવાં રાજી થયો છે કહેતા ચંદુ કાકા એ ગોપાલ કાકા ના ધર નો ઝાંપો ખોલ્યો, તો સંભાળી ને રેજે એક પણ તારી ફરીયાદ ના આવી જોઈએ સમજ્યો. હા કાકા હું ધ્યાન રાખીશ બોલતો કિસને પણ ઝાંપા ની અંદર પ્રવેશ કર્યો સામે હવેલી જેવુ ઘર જોઈ કિસન તો આભો જ રહી ગયો વાહકાકા આટલું મોટું ધર આવુ ધર તો આપણા ગામ ના મુખી નુ પણ નથી. તે હોય જ ને કોઈ નાનો મોટો વેપારી નથી, આ ગોપાલ નો બહુ મોટો વેપાર છે. આ તો અમે બંન્ને એક જ વેપાર માં છીએ એટલેઓળખાણ છે નહી તો તારે કોલેજ ની હોસ્ટેલ માં રહેવું પડત કહેતાં કાકા ધર ના દરવાજા તરફ આગળ વઘ્યા. વાત તો કાકા ની સાચી હતી દાદાજી એ એટલે જ પરવાનગી આપી હતી કે એ બહાને કોઇ નો હાથ રહે,નહી તો હોસ્ટેલ માં મારોકિસનીયો બગડી જશે તેનો જ ડર હતો આ તો ભલું ચંદુ કાકા નું કે આવી ગોઠવણ કરી વીચારતો કિસન ધર જોવામાં ત્યાં ઊભો રહીગયો વાહ કેટલુ મોટું ધર છે બહાર આટલુ મોટું આંગણુ, ઝાંપા થી ધર સુઘી રસ્તો અને રસ્તા ની આજુ બાજુ ખુલ્લી જગ્યા હતી એના પરધાંસ ઊગાડેલું હતું એક તરફ હીંચકો બાંઘેલો હતો અને પૂરા આંગણા ની ચારે કોર જુદા જુદા ઝાડ હતા જેનાથી બહાર થી કોઈ ધર નીઅંદર ના જોઇ શકે, અચાનક ચંદુ કાકા એ હાથ પક્ડયો ક્યાં ખોવાઈ જાય છે ચલ જટ કર મારે પાછી સાંજ ની ગાડી પકડવાની છે કહીકાકા કિસન ને હાથ થી પકડી દરવાજા તરફ લઈ આવ્યાં અને ડોરબેલ વગાડી થોડીવાર માંજ અંદર થી અવાજ આવ્યો, એ આવ્યો.. અને દરવાજો ખુલ્યો અંદર જતાં જ કિસન ને લાગ્યુ કે કોઈ મહેલ માં પ્રવેશી રહ્યો છે વિસાળ ડ્રોઈંગ રુમ માં સુંદર રાચરચીલું હતું, લગભગઅડધા ડ્રોઈગ રુમ માં ફરતે મોટો સોફા સેટ હતો તેની બરાબર સામે મોટા નકસી કામ કરેલાં ટેબલ પર ટેલીવીઝન હતું અને દિવાર પરમોટી ધડિયાલ હતી. દરેક ખૂંણા મા નકસી કામ કરેલા નાના નાના ટેબલ પર ફ્લાવર વાઝ હતાં થોડે દુર એક નકસી કામ કરેલી ખુરશીહતી જેમા માણસ બેશી ઝુલો ઝુલી શકે, ત્યાં જ દરવાજો હતો જે બીજા ઓરડાં તરફ જતો હતો કિસન ધ્યાન ત્યારે તુટ્યું જયારે દરવજોખોલનાર માણસ બોલ્યો.આવો ચંદુ કાકા શેઠે તમારાં વિશે કિધુ હતુ કે તમે આવવાના છો. અને એક વાર પુછી પણ ચુક્યા છે તમે બેશો હું શેઠ ને ખબર કરું છુંકહી તે પેલા દરવાજા માથી બીજા રુમ તરફ અદ્શ્ય થયી ગયો.થોડી વાર માં જ એકદમ સફેદ ચમકતી ધોતી સાથે સફેદ ઝભ્ભો પહેરેલા જાજર માન લાગતા એવા સજ્જન રુમ માં દાખલ થયા, અરેઆવ આવ ચંદુ આ હુ તારી જ રાહ જોઇ રહ્યો હતો મજા મા તો છે?હા હો આ તમારી મહેરબાની બધુ જ સમુ સુથરુ છે હો.બસ આ તમને વાત કરી હતી મારા મિત્ર ના પૌત્ર ની એ જ સંપેતરુ સોંપવા આવ્યોહતો. ગોપાલ કાકા ની કિસન તરફ નજર જતાં જ કિસને બે હાથ જોડી પ્રણામ કર્યા. જીવતો રહે દિકરા, તારુ નામ કિસન છે નહી? તુ ભણવા માંગે છે એમ?જી કાકા મારુ નામ કિસન છે અને આપના આર્શિવાદ થી હુ આગળ ભણવા ઈછ્છુ છુ.હા પણ ધ્યાન રાખજે ટાઈમસર ઘર માં હાજર થઈ જવુ પડશે, કોઈ વ્યસન હુ નહી ચલાવી લઊ,આ તો એક નોકર નો રુમ ખાલી હતોએટલે તને રેવાની સહમતી આપુ છુ એ પણ તારે ભણવું છે એટલે, મારો અને ચંદુ નો ભરોશો તોડતો નહી.જી કાકા.ચાલ ભાઈ ચંદુ જમી લઈએ ધણી ભૂખ લાગી છે, કિસન તરફ ઈશારો કરતાં ગોપાલ કાકા બોલ્યા આ છોકરો પણ ભુખ્યો થયો હશેબોલતા તેમણે જોર થી બુમ મારી, રામુ… જમવા નું પીરશ તો.અંદર થી એ હા કેતો જેણે દરવાંજો ખોલ્યો હતો એ રામુ બહાર આવ્યો. ચંદુ, બેટા કિસન જો આ તરફ જઈ હાથ મોં ધોઈ લો પેલા, કહી પડદાં વાળા રુમ તરફ ઈશારો કર્યો. આવ બેટા કહી ચંદુ કાકા કિસન નેલઈ હાથ ધોવાં બાજુ ના રુમ મા આવ્યા ત્યાં એક મોટો બીજો રુમ હતો જ્યાં વચ્ચો વચ્ચ એક મોટું ટેબલ અને તેની ફરતે ખુરશી ઓમુકેલી હતી રુમ ની એક તરફ મોટુ બાથરુમ હતું ને ત્યાં જ બહાર વોશ બેસીન હતું હાથ ધોતાં જ ચંદુ કાકા અને ગોપાલ કાકા ટેબલ પરગોઠવાયાં અને કિસન ને પણ બેસવાનો ઈશારો કર્યો.જમતા જમતા ગોપાલ કાકા અને ચંદુ કાકા પોત પોતાનાં ધંધા ની વાત કરતાં રહ્યાંઅને કિસન જમવા સમયે એ પ્રેમાળ હાથ ને યાદ કરતોં રહ્યો જે તેનાં માંથા પર હંમેશા ફરતો હતો થોડી આંખ ભરી આવી પણ બધાથીછૂપાવી લુંછી નાખી, જમવાનું પૂરુ થતાં જ ગોપાલ કાકા હાથ ધોતાં બોલ્યા અરે રામુ આ છોકરાં ને તારી સામે વાળો રુમ ખોલી આપ અનેજો એને કઈ જરુર હોય તો જોઈ લેજે. ચંદુ કાકા અને કિસન પણ જગ્યા પર ઊઠ્યાં ને હાથ ધોતા ચંદુ કાકા બોલ્યાં લો તારે મારે આપણાવેપારી મંડણ ની મિટિંગ માં હાજર રેવાનું છે અને પાછી સાંજે ગામ ની ગાડી પણ પકડવા ની છે એટલે મને રજા આપો.હા તે ચંદુ મારે પણ આવવાનું છે ને મિંટીગ માં હાલ ભેળા જ જઈએ. ચંદુ કાકા એ કિસન નાં માથાં પર હાથ મુકતા બોલ્યા સારુ બેટા મનલગાવી ભણજે અને જો જે કોઈ ફરીયાદ ના આવી જોઇએ ચાલ હુ જાઉ છું, કિસન એકદમ જ ચંદુ કાકા ને ભેટી પડ્યો પોતાનાં ઘર થીઅળગો થવાનો એહસાસ એ તેની આંખો માં પાણી લાવી દિધા. નીચે ઝુકી ને એણે ચંદુ કાકા નાં આર્શિવાદ લીધા. ચંદુ કાકા ની પણઆંખ થોડી ભરાઈ આવી. ચિંતા ના કર ચંદુ અહી તેનું ઘ્યાન હુ રાખીશ આગળ ચાલતાં ગોપાલ કાકા બોલ્યાં.હા ગોપાલ તારા પર પૂરો ભરોશો છે મને એટલે તો અહી લાવ્યો છું, વગર બાપ નો છોકરો છે ગામ માં તેની માઁ અને દાદા છે તેનાં દાદાકરસન મારો લંગોટીયો મિત્ર છે અને આ એમનો એક માત્ર પૌત્ર છે.ચિંતા ના કર એ અહી સુખે થી રહેશે.ગોપાલ કાકા અને ચંદુ કાકા બંને દરવાજા ની બહાર ગાડી માં ગોઠવાયા ને કિસન બંને ને જતાં જોઈ રહ્યો.રામું એ ખભાં પર હાથ મુકી કિસન ને ચોંકાવ્યો ચાલ તારો રુમ બતાવું તારો સામાન ક્યાં છે?કિસન દરવાજા ની બાજુ માં મુકેલો પોતાનો થેલો યાદ આંવતા જ જઈ ઊપાડી લીધો. રામુ એનો સામાન જઈ નવાઈ પામ્યો બસ આટલો જછે?જી બોલતાં કિસન થોડો અયકાયો તેની મુંજવણ સમજતાં જ રામુ બોલ્યો તુ મને રામું ભાઈ કહી શકે છે.જી રામું ભાઈ રામું હસતાં હસતં આગળ ચાલવાં લાગ્યો આવ મારી પાછળ.કિસને જોયું કે ઘર નાં મુખ્ય દરવાજા ની બહાર થોડું પાછળ ની સાઇડ માં એક નાંનુ બે રુમ નું સર્વંન્ટ હાઊસ હતું. રામું એ એ ઘર નો એકતરફ નો રુમ ખોલતાં બોલ્યો જો આ તારો રુમ અને આ સામે દેખાય કે મારો રુમ છે.રુમ ખોલતાં જ કિસન ની નજર આખા રુમ તરફ ફરી વળી, રુમ નાનો હતો એક તરફ લોખંડ નો પલંગ અને એક ટેબલ હતું, ઊપર પંખોઅને લાઈટ શિવાય બીજુ કઇ હતુ નહી, પલંગ ની સામેની સાઈડ કબાટ ના જેવો ગોખલો હતો કિસને પોતાંનો થેલો એ ગોખલાં માં મુક્યો.લે તારે મારે ઘણા કામ છે, પાણી નું માટલુ હુ પછી આપી જઉ છું, બથરુમ જો આ રુમ ની બહાર છે, બીજુ કંઈ જોઈએ તો કે જે કહેતો રામુંરુમ બહાર નીકળી ગયો. રામુ ના જતાં ફરી એક નજર પોતાને અપાયેલા રુમ તરફ કરી ત્યાં ટેબલ પાસે એક બારી પણ હતી કિસન સહજજ બારી તરફ ગયો જે આંગણા નો હીંચકા વાળો ભાગ હતો એ પૂરેપુરો દેખાતો હતો હીંચકો હવા ના બળ થી ધીમે ધીમે ઝુલી રહ્યો હતો, ઝૂલતા હીંચકા ને જોતા કિસન ને દાદાજી યાદ આવી ગયા એ પણ તો આમ જ હીંચકા પર ઝૂલતા સવાર નું છાપુ વાંચતા હોય છે અનેસાથે એમણે કીધેલા શબ્દો પણ યાદ આવ્યા, કિસન દિકરા પહોંચતા ની સાથે કાગળ લખજે ને માહીતી આપજે તરત કિસને પોતાનાથેલા માંથી નોટ અને પેન લઈ કાગળ લખવા બેસી ગયો સાંજે કાગળ પોસ્ટ કરીશ એમ વિચારી એ પલંગ પર આડો પડ્યો ને ક્યારે સુઇગયો એની ખબર જ ના રહી.બારણા પર ટકોરા પડતાં જ કિસને આંખ ખોલી જોયુ તો રામુ દરવાજા પર હતો, અરે રામુ ભાઈ આવો અંદર આવો.હુ તો તને પુછવા આવ્યો હતો કે તને કંઈ સામાન ની જરુર છે? શેઠ વેપારી મંડળ ની મિંટિગ માથી આવી ગયાં છે તેમણે કેહવડાયુ છે કેતારી ખાવા પીવાની સગવડ શેઠ ને ત્યાં જ છે, અચાનક હિંચકા ઝૂલવાં ના અવાજ થી કિસન નું ધ્યાન અનાયાસે બારી તરફ ગયુ તેનાજઊમંર ની એક છોકરી હિંચકો ઝૂલી રહી હતી, કિસન એકીપલકે ત્યાં જોતાંજ રામુ બોલ્યો, એ અદિતિ બેન છે ગોપાલ શેઠ ના ભત્રીજી. ઓહ એમ? રામુ ભાઈ બીજુ કોણ કોણ રહે છે બંગલા મા? થોડી હીચકીચાહટ સાથે કિસને પૂછ્યુ.કેમ તને જાણવાની બહુ ઈચ્છા છે ભાઈ કહી રામુ હસવા લાગ્યો.ના ના આ તો બસ આમ જ પૂછાઇ ગયુ રામુ ભાઈ કાંઈ ખાસ નથી. રામુ એ કિસન ના ચહેરા પર ની હાલત જોઈ જોર થી હસવા લાગ્યોઅરે ભાઈ હુ તો મજાક કરુ છુ એમા શું તને જાણવાં ની ઈચ્છા થાય તારે હવે અહી રહેવાનુ છે, જો ગોપાલ કાકા અને અદિતિ બેન સિવાયકોઈ નથી આ ઘર માં એક સમય હતો જ્યારે આ બંગલો હરેલો ભરેલો હતો અદિતિ બેન,તેમના માતા પિતા, ગોપાલ કાકા અને અદિતિના દાદી એટલે ગોપાલ કાકા ની માતાજી પણ સમયે સમયે બધા એ વિદાઈ લઈ લીધી, બસ ગોપાલ કાકા અને અદિતિ બેન રહી ગયાં,ગોપાલ કાકા અદિતિ ના માઁ, બાપ, ભાઈ, બહેન જે ગણો તે છે અદિતિ જ્યારે દસ વઁષ ની હતી ત્યારે એક પછી એક તેંના માઁ બાપ નુઅવસાન થયુ હતું અનાથ અદિતિ ને ગોપાલ કાકા ના હાથ માં મુકતા અદિતિ ના પિતા એ વચન માંગ્યુ હતું, જો ગોપાલ આ મારીં ફુલ જેવી દિકરી તને સોંપી જાઊં છુ એનો માઁ બાપ બની રેજે ભાઈ બસ આ મારા છેલ્લા બોલ નુ માન રાખજે. ગોપાલકાકા એ જ્યારે અદિતિ ને પેલી વાર ગોદ માં લીધી ત્યારે તેના માંસુમ હાસ્ય એ તેમનું મન જીતી લીધુ હતું , અદિતિ ને પૂરો પ્રેમ મળી રહેઅને મોટાં ભાઈ ને આપેલું વચન સચવાચ તે માટે ગોપાલ કાકા એ ઘરસંસાર વસાવાં નો વીચાર જ ના કર્યો.અદિતિ વિશે સાંભળી કિસન ની નજર ફરી એકવાર અદિતિ તરફ ગઈ અને કિસન એને જોતો જ રહી ગયો, તે હજી પણ બિલ્કુલ અંજાનબની ઝૂલો ઝૂલી રહી હતી.ચપટી વગાડી ને કિસન ને વર્તમાન મા લઈ આવ્યો રામુ, ભાઈ શુ ધડી ધડી ખોવાઈ જાય છે ? તને કંઈ કહેવાઆવ્યો હતો.વર્તમાન મા આવતા જ કિસન લડખડાયો, અરે હા રામુ ભાઈ આભાર ગોપાલ કાકા નો અને તમારો હુ ટાઈમ પર જમવા હાજર થઈજઇશ.અને હા રામુ ભાઈ મારે કાગળ પોસ્ટ કરવો છે ગામ માં તમે મદદ કરશો ક્યાં જવાનુ છે કહેશો?હા હા કેમ નહી, બંગલા ની બહાર નીકળતાં જ ડાબી બાજુ વળી જજે ત્યાં રિક્સાવાળા બહુ ઊભા રહે છે બાકી નો રસ્તો એ જ સમજાવીદેશે.રામુ નો જવાબ સાંભળતા જ કિસન ને જોર થી હસુ આવી ગયું, હસતા હસતા જ કિસન ઠીક છે ભાઈ તો હુ જ જઈ આવુ છુ કહીકાગળ લઈ જવા નીકળી ગયો. સાંજ ના સમયે જ્યારે કિસન બંગલા માં જમવા ગયો ત્યારે અદિતિ પણ હાજર હતી ગોપાલ કાકા ની નજર પડતાં જ બોલ્યા આવ આવભાઇ બેસ, અદિતિ તરફ ઈશારો કરતા બોલ્યા આ અદિતિ છે મારી ભત્રીજી, કિસને પહેલી વાર સાવ નજીક થી અદિતિ ને જોઈ અનેફકત નજર થી જ હેલો કર્યુ,કેમ તમારા ગામ માં બધા ને આમ નજર થી જ હેલો કહેવા નો રિવાજ છે?અદિતિ ના બેબાક સવાલ થી એકદમ હતપ્રત થયી ગયો કિસન ને કાંઈ સુજ્યુ નહી એ ના ચહેરા પર પરસેવો વળી ગયો, એની હાલત પરઅદિતિ ને મુક્તપણે હસુ આવી ગયુ.કિસન આ મારી ભત્રીજી મજાક કરવાની બહુ આદત છે ભાઇ એટલે જરા જો જે હો કહી ગોપાલ કાકા પણ મુકતપણે હસવા લાગ્યા. કિસન જરા શરમાઈ ને નીચુ જોઈ ગયો.અચાનક અદિતિ ના બીજા સવાલે તેને ચોંકાવ્યો, તો મિ. કિસન કઈ કોલેજ માં એડમિશન લીધુંછે?કિસને જરા ખચકાઈ ને જવાબ આપ્યો જી.. પરષોતમદાસ ખીમજી માં, કોલેજ નુ નામ સાંભળી અદિતિ મુછ હસવા લાગી, ગોપાલ કાકાએકદમ બોલવા જતા હતા ત્યાં જ અદિતિ એ ઈશારા થી ચૂપ કર્યા. ગોપાલ કાકા ઈશારો સમજી ચુપ થયી ગયા, મન માં જ બોલ્યા ખબરનથી હવે આ છોકરી શું નવુ કરવાની છે?મન મા ને મન મા હસતા જમવા પર ધ્યાન આપવા લાગ્યા, આગળ ના સમય માં બધા એ જમવામાં જ ધ્યાન આપ્યુ બસ ચમચી થાળી નો અવાજ આવતો રહ્યોકિસન જમવાનુ પુરુ કરી ગોપલ કાકા અને અદિતિ ની રજા લઈ પોતાની રુમ પર આવ્યો.પલંગ પર પડતાં જ આવતી કાલ ના કોલેજ માજવાના સપના સાથે કિસને આંખો બંધ કરી ...Read More