Unconditional love 2 books and stories free download online pdf in Gujarati

Unconditional love 2

Unconditional love

Part 2

Radhi gujarati

આગળ જોયું.....

બધા સાથે જીયા ભળી જાય છે અને તે group મા એક હોશિયાર વિધાર્થી હોય છે પણ એક દિવસ તેના મન મા જે ડર હતો તે જ થયું મસ્તી મા જ પણ નિત્ય એ પુછી લીઘું કે જીયા તુ રહે છે કયા?

અને જીયા ને મનમાં એક વિચાર આવ્યો કે આ બધા ને ખબર પડી કે હું કયાંથી આવુ છું તો આ લોકો મારી સાથે વાત નહીં કરે. ... તો પણ જીયા એ આંખ બંધ કરીને ઝડપથી બોલી. ."અનાથ આશ્રમ મા"..

હવે આગળ. ...

આ સાંભળીને બધા ના મનમાં એક અવઢવ હતી જીયા ની સામે બધા ફરિયાદ ની નજરે જોઈ રહ્યા હતા જાણે બધા ની નજર જીયા ને કંઈક કહી રહી હોઈ પણ જીયા એ સમજી શકે કે આ બધા શું કેવા માગે છે એ પેલા બેલ વાગ્યો અને જીયા ને મનમાં શાંતિ થઈ....કે આગળ કોઈ સવાલ નહીં થાય. ..... જીયા કોઈ ને કાંઈ કહેવા નહોતી માગતી કેમ કે એ જાણતી હતી કે સંબંધો કાચ ના વાસણ જેવા હોય છે એક વાર છટકે તો ટુકડા ન પણ થાય બની શકે,પણ તિરાડ તો પડે જ.... અને આ વાત એ એના જીવનમાં થયેલા કડવા અનુભવો થી શીખી હતી. ..

બધા students પાછા class મા આવી ગયા. ... અને શિક્ષક આવ્યા અને તેમણે ભણાવવા લાગ્યા....

રિયા ના પપ્પા ને સરકારી નોકરી હોવાથી તેની બદલી થઈ અને બધા ને આઘાત લાગ્યો. . કે રિયા આપણ ને છોડી ને જતી રહેશે પણ કોઈ રોકી શકે તેમ નથી. .

હવે group મા જીયા, પલ, નીશીત, નિત્ય, આકાશ જ રહયા. ....

આ બનાવ પછી ઘણા દિવસોથી સુધી group મા એકલા વાત થઈ જ ના હતી અને કદાચ બધા જીયા ની વાત ભુલી પણ ગયા હશે. ..સિવાય કે પલ....

પલ આ વાત જાણવા માગતી હતી અને જીયા ને બધુ જ પુછવા માગતી હતી આ વિચાર થી પલ ને કયાં પણ ચેન પડતું નથી...

એક વાર college થી બધા ધરે જઈ રહ્યા હતા પણ પલ એ જીયા ને રોકી ને કહયું કે ચાલ મારી સાથે. ... પલ જીયા ને ખેંચી ને college ના પાછળના ભાગે લઈ ગઇ...

"જીયા મને કયાંય ચેન નથી પડતું please તારી પુરી વાત મને જણાવ..." પલ બોલી. .

જીયા જાણતી હોવા છતાં અજાણ થવા નુ નાટક કરે છે અને બોલે છે "કંઈ વાત?"

"મને ખબર છે તું જાણતી હોવા છતાં નાટક કરી રહી છે" પલ બોલી. ..

હવે વાત છુપાવી ને કોઈ ફાયદો નથી તેવું વિચારી જીયા પલ ને વાત કેવા તૈયાર થઈ જાય છે. ..પણ જીયા એક promise માગે છે પલ પાસે " આ વાત તું કોઈ ને નહીં કહે....."

જીયા એ બધી વાત પલ ને કરી અને સાથે એક promise પણ લીઘું કે આ વાત પલ કોઇ ને નહીં કરે. ....

આ વાત પછી જીયા અને પલ વચ્ચે એક બંધન બંધાઈ ગયો હતો વિશ્વાસ નો, દોસ્તીનો......

તે કોઈ પણ વાત એકબીજા થી છુપાવીને રાખતી ન હતી. ...

Friendship આ એક એવી લાગણી છે જે આપણા શરીરને અને મન ને એ રીતે જાણે છે જેવી રીતે આપણે પણ જાણી શકતા નથી...friend આ ફિરંગી word લાગે બાકી એ માણસ ની આજુઆજુ આખી દુનિયા સમાય જાય છે અને એટલે કિશન કનૈયા રડતાં હતા સુદામા માટે બાકી એને કયા જરૂર હતી સુદામા ના પગ ધોવા ની.....

આ બનાવ પછી જીયા અને પલ તો ખુબ નજીક આવી ગયા પણ આકાશ, નિત્ય અને નીશીત ના મન મા એક વિચાર કોરી ખાતો હતો કે જીયા ત્યાં કેમ રહે છે?

  • એક વાર college મા આકાશ, નીશીત અને નિત્ય બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા. ...અચાનક જીયા અને પલ આવતા હતા તો આ ત્રણ એ એકબીજા સામે જોયું પણ આકાશ એક નકકી કરી લીધુ હોય કે મારી ભુલ સુધારી ને જ રહીશ તેમ તે જીયા પાસે ગયો. ... નિત્ય એ મનોમન નક્કી કરી લીધું કે હું જ વાત કરી લઉં મજાક મે કર્યો તો હું જ sorry કહીશ. ....
  • "જીયા , sorry તારી સાથે મે મજાક મા જ પુછી લીઘું કે તું કયાં રહે છે પણ આજે સાચે હું જાણવા માગું છું કે તું કયા રહે છે? કેમ ત્યાં રહે છે? " નિત્ય બોલ્યો..

    પલ બધું જાણતી હોવાથી એ નહોતી ઈચ્છતી કે જીયા ના ભુતકાળ વિશે આ કોઈ કંઈ જ જાણે.... હું કહું છું friends, મારા પર તો વિશ્વાસ છે ને, પલ એ કહ્યું. ...

    "વિશ્વાસ તો જીયા પર પણ એટલો જ છે જેટલો તારા પર છે પલ" આકાશ ને તેની ભુલ સમજતા નરમાશ થી કહ્યું...

    "તો બસ હુ કહું છું" પલ બોલી

    "પલ કાંઈ જ ના બોલતી please કોઈ ને કાંઈ જ ના કહે.." જીયા બોલી. .

    "ના જીયા તુ આવું નહી સમજતી કે તારી સાચી હકીકત જાણી અમે તને અપાવવાની કે તારી સાથેના વર્તન માં અમારા તરફથી કોઈ ફેરફાર આવશે........, જીયા અમારે એજ જાણવું છે કે તું કઈ પરિસ્થિતિમાં અહીંયા પહોંચી છે ? નિશીતે કહયું. ....

    જીયા કાંઈ જ ના બોલી શકી પણ તેની આંખ માંથી એક આંસુ પડી ગયું. જીયા આમ તો બહુ મજબુત હતી કેમ કે દુનિયા સાથે એકલા લડવાનું હતું એટલે પણ કોઈ તેની ભુતકાળ વિશે પુછે તો તેની હિંમત જ ના થતી કોઈને કાંઈ પણ કેવાની...

    પલ બોલી okk okk friends હુ કહું છું ને જીયા આપણી friend છે આપણા group માં એ એક હોશિયાર વિદ્યાર્થી, તે એક અનાથ છે એટલે આશ્રમ માં રહે છે......

    આટલુ બોલી પલ જીયા પાસે ગઈ અને તેના આંસુ લુછયા અને બોલી આટલુ પુરતું છે કે હજી કંઈ પૂછવું છે. ..?

    નીત્ય બોલ્યો "sorry જીયા રડવા નુ બંધ કર અમે તને hurt કર્યુ છે sorry અને આજથી એટલે અત્યાર થી હું તને promise આપુ છું કે આ વિષય પર હવે કયારેય વાત નહીં થાય. .."

    "Dear અમે છીએ ને તું અનાથ નથી. .." આકાશ બોલ્યો. ...

    "અરે, ભાઈ હોવા છતાં કોઈ અનાથ હોઈ શકે? "નિત્ય બોલ્યો. ..

    આ સાંભળીને જીયા ના આંસુ રોકતા નહોતા તેને સમજાયું નહીં કે નિત્ય શું બોલી રહ્યો છે. .. જીયા ની અણસમજણ નિત્ય જાણી ગયો. .. અને તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું. ..

    "આજ થી તું મને ભાઈ કહીને બોલાવીશ" નિત્ય બોલ્યો. .....

    જીયા રડતાં રડતાં ફાટી આંખે જોઈ રહી. ..જીયા ને મનમાં વિચાર આવ્યો કે આ શું કરી રહ્યો છે આ મારા વિશે કશું નથી જાણતા છતાં મને અપનાવી રહ્યા છે માટે હું આનાથી કશું છુપાવી ના શકુ. ..પણ બીજું મન એમ કહેતુ હતુ કે સાચું જાણી ને આ લોકો શું આવી રીતે જ અપનાવશે.....?

    "હું તમને બધાને કંઇક કહેવા માગું છું " જીયા બોલી. ..

    "હું તમારા બધા કરતાં ત્રણ વર્ષ મોટી છું, મારે ત્રણ વર્ષ નો ડ્રોપ હતો. .."જીયા એ નિત્ય સામે જોઈ ઉમેર્યું. ..

    "જીયા હવે તારા ભુતકાળ કે એવા કોઇ પણ બનાવ જે તે એકલા ભોગવ્યા છે તેવી કોઈ વાત કે બનાવ ની આપણા સબંધ પર કોઈ અસર નહીં થાય, તારે કોઈ સફાઈ આપવા ની જરૂર નથી...હવે તું મારી બેન છે હું તારો ભાઈ. ..ચાલ મસ્ત smile આપી દે..."નિત્ય બોલતો જતો હતો અને જીયા ખાલી સાંભળતી હતી. ..

    રડતાં મોઢે એક smile આપી અને બોલી" thank you , તમારા બધા નો ખુબ આભાર મને આટલી સહજતાથી સ્વીકારી એના માટે"

    "ચલો તો friends આ ભાઇ બેન ના નામે એક પાર્ટી થઈ જાય? "પલ બોલી. ..

    "હા, પણ એક શરત પર, પાર્ટી મારા તરફથી...જીયા મારી એક બેન જ નહોતી, અને બહુ અફસોસ હતો તે વાત નો કે ભગવાન એ મને બેન ના આપી પણ હવે જરા પણ નથી. ..."નિત્ય એ ખૂબ ખુશ થતા બોલ્યો આજે તેની ખુશી સમાતી નહોતી. ..

  • પછી બધા પાર્ટી કરવા Domino's મા ગયા pizza ખાધા અને પછી કાલે college મા મળવા નુ નકકી કરી બધા છુટા પડ્યા. ...
  • હવે college ની exam પાસે આવતી હોવાથી બધા ભણવા મા ખોવાઈ ગયા. ...
  • એક દિવસ પલ દોડતી જીયા પાસે આવી અને તે ખુશી થી નાચી રહી હતી..જીયા ને આશ્ચર્ય થયું પણ પલ તો જીયા ને પણ નાચાવવા લાગી. ..

    જીયા એ પલ ને પકડી ને નાચતા રોકી અને પુછ્યું કે કેમ આટલી ખુશ છે?

    પલ એ જીયા ને કહયું. ." નિત્ય ના પપ્પા અને મારા પપ્પા bussiens partner છે, અને એટલે હું અને નિત્ય સાથે ભણયા પણ હવે તેના પપ્પા મારા અને નિત્ય ના લગ્ન કરવા માંગે છે.." આટલું બોલતાં એ ફરી વાર નાચવા લાગી..

    જીયા એ ફરી તેને રોકી અને કહ્યું.." તુ કેમ આટલી ખુશ છે શુ તું નિત્ય ને પ્રેમ કરે છે? "

    પલ એ કહયું" જીયા ખબર નહીં કે હું પ્રેમ કરું છું કે નહીં પણ હા તેને પસંદ કરું છું જયારે અમે બીજા ધોરણમાં સાથે ભણતા ત્યાર થી. .. ..."

    હવે જીયા ને પણ ખુશી સમાતી નહોતી તે બોલી " પલ તું મારી ભાભી થશે"

    પણ અચાનક પલ ને કંઈક યાદ આવી ગયું અને એ ઊભી રહી ગઇ. ..જીયા બોલી પલ શું થયું?

    "જીયા શું નિત્ય માનશે આ સબંધ માટે, મને તેના પપ્પા એ કીધું પણ નિત્ય ની મને નથી ખબર કે તે મને તેની life મા જગ્યા આપશે? " પલ બોલી. ..

    " આપશે જ..., કદાચ નિત્ય પણ તને like કરતો હોય? " "ચાલ હું વાત કરીશ તારા વિશે" જીયા એ કહયું. ...

    પણ નિત્ય અને પલ એકબીજા માટે જ બન્યા હોય એમ નિત્ય એ પણ એક વાર મા આ સબંધ માટે હા પાડી દીધી. ..

    કોલેજ નુ એક વર્ષ પુરૂ થઈ ગયું અને નિત્ય અને પલ ને એક બંધન મા બાંધી દીધા. ..એટલે નિત્ય અને પલ ની Engagement થઈ ગઈ. ..

    હવે કોલેજ મા રજા ના દિવસો ચાલતા હતા પણ એક વાર જીયા કોઈક કામ કરી રહી હતી અને અચાનક તેનો phone રણકો....

    જીયા એ જોયું તો નીશીત નો call હતો. ..તેને receive કર્યો અને વાત કરી. ..

    પણ નીશીત એ કહ્યું કે કોઈ કામ નથી એમ જ વાત કરવા કર્યો. ..જીયા ને નવાઈ લાગી નીશીત નો call કારણ વગર કેમ આવે. ...

    હવે દરરોજ જ નીશીત ના call આવવા લાગ્યા અને બને થોડી વાર વાત કરી ને પોતાના કામમાં વ્યસ્ત થઈ જતાં. ..પણ હવે નીશીત અને જીયા ને વાત કર્યા વગર શાંતિ મળતી નથી એટલે હવે બન્ને દરરોજ થોડી વાતો કરી લેતા. ..

    કયારેય કોઈક સબંધ એવા હોય છે જેનું નામ ન હોઈ પણ જીવન માં મહત્વ ના હોઈ તેના વગર ના ચાલે, ખોટ વર્તાય તેના વગર આપણા જીવનમાં...

    નીશીત ના જીવન માં એવો એક સબંધ એટલે જીયા, જેની સાથે વાત કર્યા વગર નીશીત અકળાઈ ઉઠે. ..

    નીશીત ની life મા આવેલી જીયા ની હાજરી નીશીત ને સારી લાગવા લાગી અને તે હમેશા તેના વિશે વિચાર કરવા લાગ્યો. ..

    આ બદલાવ થી આકાશ અને નિત્ય અજાણ્યા ન હતા એટલે બન્ને એ નીશીત ને પુછ્યું. .." કેમ જીયા ને તું આટલી બધી miss કરે છે? " આકાશ બોલ્યો. ..

    " ઓ Mr. નીશીત મારી બેન ના વિચારો મા હમણાં બહુ ખોવાઈ ને રહો છો ને? Hhmmmm something something તો નથી ને? " આંખો નચાવતા નિત્ય બોલ્યો. ..

    "નિત્ય, આકાશ ,friends હું ખોટું નહીં બોલું પણ ખબર નહીં જીયા સાથે વાત કર્યા વગર અધુરું અધુરું લાગ્યા કરે. .મન મા શાંતિ ના થાય, તેની એક ઝલક જોવા મન તલપાપડ થાય , તેની smile માટે ગમે તે કરી શકું. .." નીશીત બોલતો જતો હતો...

    "બસ કર દેવદાસ બસ કર, કોઇ ફિલ્મ જોઈ ને આવ્યો છે? " નિત્ય બોલ્યો. ..

    "આપણે કોલેજ મા હતા તો તને કાંઈ જ ન હતું અને અચાનક કેમ જીયા સાથે મજા આવવા લાગી? આકાશ બોલ્યો. ..

    "અચાનક નથી,friends કોલેજ મા આ કારણે જ હું વાત કરતો,મજા આવતી ખાલી વાત કરવા મા અને તેની હાજરી ગમતી મને....પણ ત્યારે તે સામે હોવા થી મન મા શાંતિ લાગતી પણ રજા પછી હું નથી રહી શકતો. .."નીશીત એ મો બગડતા કહયું. ...

    " તો તું શું કેવા માગે છે કે તું એને પ્રેમ કરે છે એમ?" નિત્ય એ પુછ્યું..

    " ના , આને પ્રેમ ના કહેવાય, પેલા બે અજાણ્યા શખ્સો મળે, જાણે એકબીજા ને, સમજે, friend બને, એકબીજા ના ખાસ બને , અને પછી જે થાય એ પ્રેમ, બધા થી ઉપર આ પ્રેમ ની લાગણી આવે. . પ્રેમ તો ભગવાન એ કયો છે, પણ કદાચ હા હું પ્રેમ કરવા લાગ્યો છું. ." નીશીત બોલ્યો. ...

    Friends,આ વાત સાચી છે કે પ્રેમ એક પવિત્ર લાગણી છે જે વ્યકત ના થાય. .પણ સમાજમાં ખોટી માન્યતા છે કે પ્રેમ કરે એટલે એ આ સમાજ નો દોષી. ...પણ એક વાર પોતાના ઘર ના મંદિર મા નજર કરો. .. જે કાનજી ની આપણે પુજા કરીએ છીએ રાધા સાથે તે ભગવાન નો પ્રેમ છે બાકી તેમના પત્ની તો રુકમણીજી છે. .. જરૂરી નથી કે બધા સાચા હોઈ પણ જે સાચા છે તેની સાથે પણ અન્યાય જ થાય છે...અમુક ખોટા માણસો ના કારણે પ્રેમ ને ખરાબ ગણાય છે. .

    પ્રેમ એટલે તેને પામવા ની ઇચ્છા નહીં પણ તેને ખુશ જોવા મળે તો આપણે ખુશ થઈ જઈએ. .. તેની સાથે પુરી life નીકળી શકે પણ એ બીજા સાથે વધારે ખુશ હોય તો તેની ખુશી માટે તેને છોડી દેવા ની તૈયારી. ..

    " હે ભગવાન તું પકાવા લાગ્યો છે , સીધી રીતે કે ને હા હું પ્રેમ કરું છું" નિત્ય બોલ્યો. ...

    "પણ શું જીયા મને પસંદ કરતી હશે? " નીશીત બોલ્યો. ..

    ***

    શું નીશીત ની જેમ જીયા ને શાંતિ નહીં હોય?

    શું છે જીયા નો ભુતકાળ જે પલ સિવાય કોઈ નથી જાણતું?

    તમારા બધા સારા કે ખરાબ review અને તમારા suggestions મને જણાવો....

    Radhikagujarati08@gmail.com