aakhari sharuaat - 17 books and stories free download online pdf in Gujarati

આખરી શરૂઆત - 17

ઓમ હંમેશા ઉઠીને સૌથી પહેલા તેના પપ્પાના ફોટા પાસે જતો. આજે પણ એ રોજની જેમ ગયો તો જોયું કે ફોટા પાસે એક કાગળ પડ્યો હતો. તેણે કાગળ ઉપાડી લીધો. સહેજ ભીનો હતો. કાગળ સાથે વીંટી અને અસ્મિતાનું મંગળસૂત્ર પણ પડ્યું. અરે! આ અહીં ક્યાંથી! અસ્મિતા તો આ વીંટીને ક્યારેય પોતાનાથી અલગ નથી કરતી. ઓમે કાગળ લીધો અને વાંચવાનું શરૂ કર્યું.. "ઓમ, હું નથી જાણતી તમે આવું કેમ કર્યું? પણ આ બધું જોયા પછી એક ક્ષણ પણ હું તમારી સાથે નહીં રહી શકું. મને પહેલા પણ શંકા હતી પણ તમારા પરનો વિશ્વાસ મારી શંકાને જીતવા દેતો નહોતો. પણ આજે રાત્રે જે મેં જોયું તેનાથી હું હારી ગઈ! મારો વિશ્વાસ હારી ગયો. હું નઈ મારી જગ્યાએ બીજી કોઈ પણ પત્ની પોતાના પતિને બીજી સ્ત્રી સાથે... આ મંગળસૂત્ર અને વીંટી જે આપણા સાથની નિશાનીઓ હતી એને હું છોડી તમારી સાથેના બધા જ સંબંધો છોડું છું.. કદાચ આપણો સાથ આટલો જ હશે! હવે હું તમારી પત્ની નથી.. તમને સરપ્રાઇઝ આપવા આવેલી પણ જુઓ હું જ સરપ્રાઇઝ થઈ ગઈ! મને શોધવાનો કે મળવાનો પ્રયત્ન ના કરતા એજ છેલ્લી વિનંતી છે..

- અસ્મિતા "પ્રકાશ" વ્યાસ

ઓમ પત્ર વાંચી આભો બની ગયો. તેના હાથમાંથી પત્ર સરી પડ્યો. અસ્મિતા અહીં આવી હતી! અને આ બધું શું લખ્યું છે પત્રમાં! મારા બીજી સ્ત્રી સાથે સંબંધ વગેરે... મારે હમણાં જ અસ્મિતા સાથે વાત કરવી પડશે. ઓમે અસ્મિતાને કોલ કર્યો પણ સ્વિચ ઑફ આવતો હતો. ઓમે વારંવાર ટ્રાય કર્યો પણ સ્વિચ ઓફ જ આવતો હતો. લેટરમાં અક્ષર અસ્મિતાના છે એની ઓમને ખાતરી હતી. એટલે એની ચિંતા વધતી જતી હતી. પણ અસ્મિતાને કોના લીધે મારા પર શંકા હશે! ઓમને લાગ્યું કે નક્કી કાલે મારી બેહોશી પછી જ કાંઈક થયું છે પણ એને કઈ જ યાદ આવતું નહોતું.. રાતે અસ્મિતા આવેલી તો પછી ગઈ ક્યાં? સુરતમાં હશે કે અમદાવાદ ચાલી ગઈ હશે? ઓમને કઈ સમજાતું નહોતું. ઓમે આકાશને ફોન કર્યો. પણ એણે કીધું કે અસ્મિતા તો તમને સરપ્રાઇઝ આપવા કાલની સાંજે જ નીકળી ગઈ હતી.. આકાશ બીજું કાંઈ પૂછે એ પહેલાં જ ઓમે ફોન કટ કરી દીધો. આકાશને નવાઈ તો લાગી પણ એને એમ કે દીદી રાત્રે પહોંચી હશે અને સવારે ક્યાંક ગઈ હશે એટલે જીજુ ને ખબર નઈ હોય. અસ્મિતાની આંખો પર પ્રતિકાની વાતો અને પેલું દ્રશ્ય એ રીતે છવાયેલા હતા કે એ ઓમના પ્રેમને જોઈ શકી નહોતી. આમતો ઘણી હિંમતવાળી અને ચકોર હતી છતાં આજે તેની હિંમત બંધાઇ રહી નહોતી. અચાનક તેને ખ્યાલ આવ્યો કે ઓમને બધી નિશાનીઓ તો આપી દીધી પણ એની સૌથી મોટી નિશાની તો હજુ એની પાસે જ હતી..અસ્મિતાની નજર એના થોડા આગળ વધેલા પેટ પર પડી અને એને એ દિવસ યાદ આવી ગયો કે મોર્નિંગ સિકનેસના લક્ષણો દેખાતા ઓમ કેવા ઘભરાઈ ગયા હતા અને ચિંતામાં હતા અને પછી કેટલા ખુશ હતા બધા! પણ હવે એ વિચારવાનો કોઈ અર્થ નથી એમ લાગતા એ ભાવિ આકારના ભાવિ વિષે વિચારવા લાગી. એ વિચારોમાં ખોવાઈ ગઈ. એણે એક વખત તો ગર્ભપાત કરાવવાનો પણ વિચાર કરી લીધો પણ એનો જીવ ના માન્યો... ભલે આમાં ઓમનું ખૂન છે પણ એટલું જ ખૂન મારું પણ છે.. આઈ કાન્ટ ડૂ ધેટ હું ના કરી શકું. અસ્મિતાને એક નવી મુંઝવણ આવીને ઊભી રહી પણ એનું મન મક્કમ હતું કે સંતાનને પોતાની પાસે જ રાખશે.

ઓમ હજુ વિચારોમાં જ હતો કે અસ્મિતા ક્યાં હશે? ક્યાક ઘરે ખબર ના પડે એટલે ઉર્મિલાકાકી ના ઘરે તો નહીં ગઈ હોય!એ એમનો ફોન નંબર શોધે છે અને મળી પણ જાય છે પણ આટલી સવારે એમને ફોન કરવો યોગ્ય નથી એવું વિચારીને પછી ફોન કરવાનું વિચારે છે. ઓમ વિચારોમાં ખોવાઈ ગયો કે બીજે ક્યાં જઈ શકે? એની સાથે એવું તો શું થયું કે એ ઘર છોડવા પર મજબૂર થઈ ગઈ. રાત્રે એવું તો શું થયું હશે? કોણે પાછળથી વાર કર્યો હશે?

બીજી તરફ પ્રતિકા અને આદર્શ અત્યંત ખુશ હતા એકબીજાને ટ્રેનની ઝડપ કરતા પણ વધુ ઝડપી મેસેજ કરી રહ્યા હતા

'આદર્શ તને ખબર છે પાંચ છ લાફા આમ જ ખાવા પડયા કાંઈ કર્યાં વગર... '

' એ વાત છોડને હવે પણ હવે આપણે બંનેને શાંતિને! હું અસ્મિતા સાથે ખુશ અને તું ઓમ સાથે '

' તે શું કર્યું મોટાભાગનું મેં જ કર્યું 'પ્રતિકા એ મેસેજ કર્યો

' ઓમને છેક સુધી લઈને આવ્યો, પરફેક્ટ સમયે ક્લોરૉફોર્મ સુન્ઘાળ્યું કાંઈ સાવ આસાન નહોતું તને લાગે છે એટલું '

' ઓકે ઓકે હું નવી જિંદગી માણવા આતુર છું '

' હું પણ 'આદર્શે ટૂંકો ઉત્તર આપ્યો.

' ચાલ બાય, હું ફ્રેશ થઈ જાઉં મને ખાતરી છે કે ઓમ આજે નહીં આવે તો કાંઈ કામ હશે મારે જ કરવું પડશે'

'ઓકે બાય આજકાલમાં પાર્ટી કરીએ આપણા નવા જીવન અને લગ્ન જીવનની '

' સ્યોર, મળીએ પછી ' અને પછી પ્રતિકા તરત નહાવા જતી રહી આજે એ એટલી ખુશ હતી કે લગભગ અડધો કલાક હોટ સાવર બાથ લીધું હશે. બીજી તરફ ઓમ હજુ ચિંતામાં હતો અને એણે વિચાર આવ્યો કે એના અને અસ્મિતાના લગ્ન ન થયા હોત તો! પરંતુ તરત એણે નકારાત્મક વિચારો પડતાં મૂક્યા.

અસ્મિતા ઘરે ગઈ અને પછી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી અને એની મમ્મીને બાજી પડી. "શું થયું અસ્મિ બેસ તો ખરી લે પાણી પી "ટીપોઈ પરના જગમાંથી ગ્લાસમાં પાણી ભરતા નિર્મિતાબેન બોલ્યા." શું થયું કેમ દુખી છે કેમ આટલી રડે છે? આમ અચાનક બેટા કાલે રાતે ૭ વાગે તો ગઈ હતી અને અત્યારે ૮ વાગે કશું કીધું નહીં અને પાછી આવી હાથમાં બેગ સાથે! ઓમે કશું કીધું?અસ્મિતાએ રડતા રડતા આખી ઘટના કીધી અને પોતાનો ફેંસલો જણાવી દીધો. બહુ સોખ છે ને તો ભોગવશે."બેટા આમ અચાનક આવો નિર્ણય ના લેવાય આ કાંઈ ચોકલેટના ભાગ નથી પાડવાના કે એક ઝાટકે તૂટી જાય" પ્રકાશભાઈ બોલ્યા."પપ્પા મેં નિર્ણય જ ખોટો લીધો હતો અત્યાર સુધી તમે બધી પસંદગી કરી મેં પહેલી વાર કાંઈ મારી પસંદનું કર્યું અને એ નિર્ણય પણ ખોટો નિકળ્યો અને તમારી વાત બરાબર છે પણ હવે વિચારવાનો કોઈ અર્થ નથી આ મામલામાં ધીરજ ધરવી યોગ્ય નથી તમે જેટલું જલ્દી બને એટલું જલદી છૂટાછેડા કરાઈ આપો અને હવે હું એ કમ્પનીમાં પણ નથી જવાની એટલે ઓમ સાથે મુલાકાતનો કોઈ સવાલ જ ન રહે... આકાશ પણ બધું સાંભળતો હતો.

***

પ્રતિકાની ધારણા પ્રમાણે ઓમ સાચે અસ્મિતાને બધે શોધવા નીકળ્યો બધાં રીક્ષાચાલકોને ફોટો બતાયો પણ અસ્મિતા રિક્ષામાં ગઈ હોય તો કોઈ ઓળખે ને!એ રેલ્વે સ્ટેશન પર તપાસ કરવા જાય છે તો ટિકિટબારી પરથી કાંઈક સારો ઉત્તર મળે છે "હા આ બેન સવારે આજે સવારના 4:20ની ગાંધીધામમાં ગયા તેઓ આખા ભીંજાયેલા હતા અને હાથમાં સૂટકેસ હતું." એટલામાં ઓમના ફોનમાં રિંગ વાગી પણ એ ઉંચકે એ પહેલાં કટ થઈ ગયો અને પછી બેટરી ન હોવાને કારણે ફોન સ્વિચ ઓફ થઈ જાય છે એટલે એ માહિતીના મેળવી શક્યો કોનો ફોન હશે?

"શું કરતાં હતાં પપ્પા? તમને મારી કસમ છે જો ઓમને ફરી ફોન કર્યો તો... તમને મારી પર વિશ્વાસ નથી? " " અરે પણ બેટા... " " અસ્મિતા સાંભળ્યા વગર પોતાના રૂમમાં જતી રહી.ઓમ બહું મુંજાયો એણે અસ્મિતા સાથે વાત કરવાની બહુ કોશિષ કરી પણ બધી વિફળ રહી. છેવટે ઓમે પોતાની મમ્મીને વાત કરી ત્યારે જાગૃતિબેનને સદમો લાગ્યો અને એમનું BP અચાનક વધી ગયું.મારા દીકરાની જીંદગીમાં શું થયું અચાનક ઓમ આ મુશ્કેલી કેવી રીતે સહન કરશે?રિંકલ તરત સોસાયટીમાંથી ડોક્ટરને બોલાવી લાવી. એમની તબિયત નાજુક છે એમને કોઈ સદમો લાગે એવી ઘટનાથી દૂર જ રાખજો.અંતે બધાની સંમતિથી બીજા રવિવારે કોર્ટમાં બધા ભેગા થયા અને પ્રકાશભાઈ ની ઓળખાણ અને અસ્મિતાની ઇચ્છાને ધ્યાનમાં રાખી છ માસનો સમય આપવાને બદલે સીધા છૂટાછેડા જ થઈ ગયા....!! ઓમ અસ્મિતાને ઘણું કહેવા માંગતો હતો પણ અસ્મિતા કાંઈ સાંભળવા તૈયાર નહોતી. તાજું ખીલેલુ ફૂલ સૂર્યનો તાપ સહન ન કરી શકતા તરત મુરઝાઈ ગયું હોય તેવું ઓમ અને અસ્મિતાનું લગ્ન જીવન રહ્યું. "અસ્મિતા અસ્મિતા આકારનું શું કરીશું?એણે હું મારી પાસે જ રાખીશ." ઓમે હક કરતા કહ્યું. "તમે કયા હકથી માંગે છો?" "હું આનો બાપ છું" "તમે બાપ કહેવડાવવાનો હક ખોઈ બેઠા જ્યારે તમે પ્રતિકા... અસ્મિતા વાક્ય અધૂરું છોડી કોર્ટની બહાર નીકળી ગઈ. ઓમે એણે રોકીને સચ્ચાઈ પૂછી અને ઓમ સચ્ચાઈ જાણી બાવરો બની ગયો.ઓમ અને અસ્મિતાનું દામ્પત્ય હવે કાનૂની રીતે અલગ થઈ ચૂક્યું હતું. બંને છૂટા પડ્યા.. પણ હજી ઓમ અસ્મિતાને એટલું ચાહતો હતો. અને અસ્મિતા ઓમ પ્રત્યેની ધૃણા અને ગુસ્સાને લીધે એને પારખી શકી નહીં. તેને ઓમ પ્રત્યે અત્યંત નફરત થતી હતી. ડાઇવોર્સ લઈને અમદાવાદ ઘરે આવવા સુધી કઈ બોલી નહીં બધું મનમાં દબાવી રાખ્યું. પણ જેવી ઘરે આવી એવી સીધી રૂમમાં જતી રહી અને બારણું બંધ કરીને ચોધાર આંસુએ રડી પડી.. આજે પણ અસ્મિતાને ઓમ સાથે વિતાવેલી પ્રેમાળ ક્ષણો યાદ આવી રહી હતી. પણ પ્રતિકાનો ચહેરો વગેરે યાદ આવતા બધું નફરતમાં બદલાઈ જતું હતું. ઓમ તમે આમ કેમ કર્યું! મારો શું વાંક હતો, શું ભૂલ હતી! બીજી તરફ જાગૃતિ બહેન સિરિયસ હતા. ઓમ કોર્ટમાંથી સીધો હોસ્પીટલ ગયો. ઓમની હિંમત ન ચાલી કે એ એમને ડાઇવોર્સ વાળી વાત કહી શકે! પણ જાગૃતિબહેન અસ્મિતા વિશે વારંવાર પૂછી રહ્યા હતા. પણ ઓમ કોઈના કોઈ બહાને ટાળી રહ્યો હતો. અસ્મિતાને જાગૃતિબહેનની ખૂબ માયા હતી. તેણે એમને ફોન કરવાનું પણ વિચાર્યું પણ હવે મારે ઓમ સાથે જ સંબંધ નથી તો ફોન કરવો પણ યોગ્ય નથી. કયા હકથી ફોન કરું એમને! તોય અસ્મિતા મન મનાવીને બીજા નંબરેથી ફોન કરે છે પણ ઓમ ઉપાડે છે એટલે તરતજ કટ કરી નાખે છે..

અસ્મિતા થોડા દિવસ આમ જ ગુમસમ રહે છે. ઘરમાં પણ કોઈ સાથે કઈ ખાસ વાતચીત કરતી નથી માત્ર ખાવા પૂરતી નીચે આવે છે અને તરત ઉપર જતી રહે છે. પ્રકાશભાઇ અને નિર્મિતા બહેન ખૂબ ચિંતામાં રહેતા. આકાશ પણ એનું મન ડાયવર્ટ કરવા પ્રયત્નો કરતો પણ એ કઈ જવાબ જ આપતી નહોતી. "અસ્મિતા.. અસ્મિતા.. બેટા.." પ્રકાશભાઇએ દરવાજો ખખડાવ્યો. અસ્મિતાએ ખોલ્યો. પ્રકાશભાઈ એની પાસે આવીને બેઠા. "બેટા હું સમજુ છું તારા પર શું વિતે છે.. પણ તું જ વિચાર આમ ક્યાં સુધી ચાલશે! તું આમજ ગુમસમ રહે છે.. કઈ બોલતી નથી.. બેટા અસ્મિ વાતને સમજ.. તારું મન ક્યાંક બીજે પરોવ બેટા! આમને આમ તો મગજ ખલાસ થઈ જાય. ફરવા જા, બહેનપણીઓ ને મળવા જા તો તને સારું લાગશે.." અસ્મિતા માત્ર સાંભળી રહી હતી. કઈ બોલી નહીં.

અત્યાર સુધી અસ્મિતા કેમ અચાનક જતી રહી એની ઓમને બહુ ખબર જ નહોતી કેમકે પત્ર વાંચ્યા પછી એ બંને સીધા કોર્ટમાં જ મળ્યા હતા. અને ત્યાં અસ્મિતાએ જે કાંઈ પણ જણાવ્યું એ સાંભળીને ઓમ દંગ રહી ગયો. પણ કાંઈ બોલી ના શક્યો. પછી તેણે અસ્મિતાને સમજાવાના અનેક પ્રયત્નો કર્યા કે આ બધું ખોટું છે, ગલતફેમલી છે પણ અસ્મિતાએ એક ના સાંભળી અને કુરુંસભામા વસ્ત્રાહરણ બાદ ક્રોધે ભરાયેલી દ્રૌપદી જેમ ચાલી નીકળે છે એમ કઈ સાંભળ્યા વિના એ ચાલી નીકળી.. પણ ઓમને હજુ ઓમને સમજાતું નહોતું કે આ બધું કઈ રીતે થયું! જાગૃતિ બહેનની ચિંતામાં એણે બહું ધ્યાન આપ્યું હતું. એ પહેલાં જ બહુ રજાઓ લઈ ચૂક્યો હતો એટલે હવે એણે નોકરી ચાલુ કરવી પડી. અસ્મિતાતો રીઝાઈન કરી ચૂકી હતી. ઓમને ય અસ્મિતાની બહુ યાદ આવતી પણ એ કોઈને કહેતો નહોતો. એક બાજુ જાગૃતિ બહેન જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા હતા અને બીજી બાજુ ઓમ અને અસ્મિતા અલગ થઈ ગયા હતા.

પણ પ્રતિકા મારી જોડે કઈ રીતે... ઓમને વિચારતા પણ શરમ આવતી હતી. એણે હવે સીધુ પ્રતિકા પાસે જઈ જ પૂછી લેવાનું વિચાર્યું.. તરત જ એણે ગાડી કાઢી અને પ્રતિકાની ઘેર પહોંચી ગયો. તે સમયે પ્રતિકા અને આદર્શ બન્ને આગળ શું કરવું એ માટે ભેગા થયા હતા અચાનક ડોરબેલ વાગી. પ્રતિકાએ કાણામાથી જોયું તો ઓમ હતો. તેને મનમાં ઘણો હરખ થયો પણ સાથે આદર્શ પણ ઘરમાં હતો. આદર્શ ઝડપથી છુપાઈ ગયો. આમય પ્રતિકાનુ ઘર ઘણું મોટું હતું એટલે આદર્શ દેખાય એની કોઈ શક્યતા નહોતી.. "ઓમ સર તમે અહીંયા..! તમે તો વડોદરા હતાને? " પ્રતિકા જાણે કઈ જાણતી જ ના હોય એમ કહ્યું. ઓમ ગુસ્સામાં હતો એ પ્રતિકાને હાથ પકડી અંદર ઢસડી ગયો અને ગુસ્સામાં નીચે હડસેલી દીધી. પ્રતિકા રિતસરની ફસડાઈ પડી! "ઓમ આ શું કરે છે!.." "હું બધું જ જાણું છું તારી હિંમત પણ કેવી રીતે થઈ મારી.. મારી બાજુમાં સૂવાની! મને અડકવાની પણ!" "ઓમ તું આ શું બોલે છે! મને કઈ સમજાતું નથી" પ્રતિકા ઉભી થતા બોલી.. "બસ પ્રતિકા બસ! મને મૂર્ખ ના બનાવ! અસ્મિતા મને બધું જણાવી ચૂકી છે.. તે આવું કેમ કર્યું..!" ઓમનો ગુસ્સો હજી શાંત થઈ રહ્યો નહોતો.. પ્રતિકા ધીમે રહીને નજીક જવા જતી હતી " જો ઓમ મારી વાત સાંભળ, એવું કાંઈ નથી.." "ચૂપ, એક્દમ ચૂપ.. મેં તને બહુ પહેલા પણ એકવાર ચેતવી હતી ને! મને એમકે તું સુધરી જઈશ. પણ તે તો આટલી હદ વટાવી દીધી!" આદર્શ પાછળથી બધું સાંભળી રહ્યો હતો.. "હા, વટાવી દીધી મેં હદ, હા મેજ કર્યું છે આ બધું ઓમ! પણ હું ખાલી તને પામવા ઇચ્છતી હતી.. તને મારો બનાવા..." કહીને પ્રતિકા ઓમની નજીક આવી હાથ પકડવા જતી જતી ત્યાંજ ઓમે જડબેસલાક તમાચો મારી એને દૂર ધકેલી દીધી.. "હું તારા જેવો નથી પ્રતિકા! તને શું લાગ્યું કે અસ્મિતા મને છોડીને જતી રહેશે તો થોડા સમય પછી હું તને પ્રેમ કરવા લાગીશ! તું મને પામી જઈશ! પણ એ શક્ય જ નથી. મેં માત્ર અસ્મિતાને જ પ્રેમ કર્યો છે અને કરતો રહીશ.. મારું હૃદય અસ્મિતા માટે જ ધડકે છે.. બીજા કોઈનું એમાં કોઈ સ્થાન નથી! અને આજ પછી મને સંપર્ક કરવાનો પ્રયત્ન ના કરતી.. કહી ઓમ બારણું અથાડી ઓમ ચાલ્યો ગયો!!

-અભિષેક ત્રિવેદી અને હર્ષિલ શાહ