Ek Sharat - 2 books and stories free download online pdf in Gujarati

એક શરત part 2

તાની ( હજી સુધી કેમ ના આવ્યો... 9:15 થઈ ગયા છે.. આરવ ને કઈ યાદ પણ છે કે નઈ ત્યાં તો શોપ નો દરવાજો ખૂલે છે અને બધા નું ધ્યાન એ તરફ જાય છે મારી બાજુ ના ટેબલ પર ની બધી છોકરીઓ ની આંખો માં ચમક આવી જાય છે એટલે મને ખબર પડી કે આરવ આવી રહ્યો છે કેમ કે ભગવાને રૂપ-રંગ મન મૂકી ને દીધા છે અને એમાં પણ શહેર નો અમીર ખાનદાન નો છોકરો... આરવ દેખાવે એક સુપર હીરો જેવો લાગે કોઈ પણ છોકરી ના મન નો રાજકુમાર.. પણ આ વાત આરવ સામે હું કદી પણ સ્વીકાર વાની નથી કેમ કે એનું અભિમાન વધી જશે આમ પણ એ કઈક વધારે જ અભિમાની છે...

મને આજે પણ યાદ છે કોલેજ મા જ્યારે મેં પ્રથમ વાર આરવ ને જોયો ત્યારે મને એ પસંદ આવી ગયો પણ પછી ધીરે ધીરે ખબર પડી કે એ અકડું અને અભિમાની છે એ હોશિયાર છે ભણવામાં પણ એનું અભિમાન કંઈક વધારે જ છે અને છોકરીઓ તો એની આગળ પાછળ ફરતી રેહતી... આને અમારી પેહલી મુલાકાત તો પુરા કોલેજ ને યાદ હશે.. અને અમારી દુશ્મની ની શરૂઆત..

ભૂતકાળમાં

તાની ( આજે તો સાચે વધારે કામ છે... બે પ્રોજેક્ટ પુરા કરવાના છે.. લખવાનું છે.. હું આવા વિચારો માં હતી ત્યાં તો કોઈ એ મારા ખભા પર હાથ મુક્યો.. એટલે મેં પલટી ને જોયું)

આરવ: હેલો સ્વીટી..

તાની: શુ??

આરવ: હા તું જ... હેરાન થવાની કોઈ જરૂર નથી.. આ મારી બૂક..

તાની: બુક?

આરવ: હા આજ ના ઘણા કામ છે તો મારું કામ કરી દેજે.. આ પ્રોજેક્ટ અને અસાઈમેન્ટ પુરા કરી દેજે...

તાની: હું???

આરવ: હા એ લકી છોકરી તું જ છે જે મારુ કામ કરશે ... એટલે કાલે કોફી પર મળીશું અને બીજી વાતો ત્યારે કરીશું..

તાની: અરે!!

આરવ: બીજી વાતો કાલે.. ઓકે બાય સ્વીટી..

તાની: પણ.. ( જતો રહ્યો!!! સાચે આ છોકરો સમજે છે શુ પોતાને? સાચે એને એમ લાગે છે કે બીજી છોકરીઓ ની જેમ હું એના પાછળ ફરીશ... સાચે??? આવું વિચારી જ કેવી રીતે શકે... અને મેં એની બુક ત્યાં જ મૂકીને નીકળી ગઈ. )

બીજા દિવસે...

આરવ ગુસ્સા માં કેન્ટીનમાં જોર જોર થી તાની ના નામ ની બૂમો પાડે છે

તાની: શુ થયું આજે તો મારું નામ પણ આવડી ગયું કાલ સુધી તો હું સ્વીટી હતી ને!!

આરવ: આ મજાક ની વાત નથી.. તે શું કર્યું મારા બુક નું

તાની: ત્યાં જ મૂકી દીધી હતી કદાચ ... કેમ ના મળી?? જો આરવ હું કોઈ બીજી છોકરી નથી જે તારા પાછળ ફરે રાખે કે તારા પાછળ પાગલ હોય...

આરવ: તો તું મને ના પણ તો કઈ શકતી હતી ને!!! ના પણ તારે તો ...

તાની: ના બોલું ત્યાં સુધી તું ઉભો જ ક્યાં હતો... તને ભરોસો હતો કે તને કોઈ ના કહી જ ના શકે... તું જે બોલે એ થઈ જ જાય .. પણ બહાર આવ તારી દુનિયા માંથી...

આરવ: સાચી વાત છે મારી ભૂલ હતી.. આઇ એમ સોરી...

તાની: ( સોરી બોલે છે?? આટલી જલ્દી માની ગયો??...તો મારે પણ માફ કરી દેવો જોઈએ..) ઓકે વાંધો નહી બીજી વાર ધ્યાન રાખજે...

આરવ: તો તું મારી મદદ કરીશ.. જો ના નઇ કહેતી મારે સાચે જરૂર છે

તાની: ઓકે..

આરવ: તારી બુક ક્યાં છે? જો હાલ ટાઈમ નથી હાલ જાતે લખીશ તો પૂરું નઈ થાય એટલે તારા માંથી કોપી કરવા દે મને...

તાની: આ બેગ માં જ છે

આરવ: બાકી બધા વિષયો ના અસાઈમેન્ટ?

તાની: બધું બેગ માં જ છે.. પણ ...

અને તરત જ આરવ મારી બેગ લઈ ને ભાગે છે અને હું એની પાછળ ભાગુ છું.. અને એ મારી બેગ સ્વીમીંગ પુલ માં નાખી દે છે... બધા દેખે છે અને હસે છે... આરવ ને લાગે છે કે હું આ બધા થી રોઇશ... પણ હું કમજોર નથી એને ખબર નથી હજી હું કોણ છું... હું ત્યાં થી નીકળી જાઉં છું કઈ પણ બોલ્યા વગર .. હાલ આરવ ભલે સમજે કે તે જીતી ગયો... આ મારી પેહલી અને છેલ્લી ભૂલ હતી... હવે હું આરવ પર કદી ભરોસો નથી કરવાની...

બીજા દિવસે હું આરવ ના લોકર પાર બધા કાર્ટૂન ના અને બાર્બી ડોલ ના સ્ટીકર લગાવી દઉં છું.. અને ગુલાબી રંગ થી રંગી નાખું છું એનું લોકર એટલે પછી બધા એના પર હસે છે.... અને એ ગુસ્સા માં મને દેખે છે

વર્તમાન માં

આવી રીતે અમારી મુલાકાત થઈ અને દુશ્મની પણ... પછી તો આવું બધું ઘણું ચાલ્યું....

આરવ: તો.. તું કઈક નિયમો ની વાત કરતી હતી...

તાની: તું લેટ છે..

આરવ: થોડો જ...

તાની: પુરા 15 મિનિટ

આરવ: હા પણ આગળ વધીએ કે ફરી ઝગડો જ શરૂ કરવો છે

તાની: ભૂલ તારી છે..

આરવ: સોરી

તાની: દેખ હું તારી પ્રેમિકા છું એવું નાટક જ કરવાનું છે તો તું તારી સીમા યાદ રાખજે... અને મારા ઘરે કોઈ વેત ખબર ના પાડવી જોઈએ

આરવ: વાંધો નઇ આપણે એમ કહીશું કે તે હજી તારા ઘરે વાત નથી કરી એટલે મારા ઘરે થી પણ કોઈ તારા ઘરે વાત ના કરે.. માનવી લઈશું..

તાની: હું જ કેમ?

આરવ: મતલબ?

તાની: તે શરત લગાવી આ બધું ચાર મહિના ચાલ્યું તે આટલી મેહનત કરી.. કેમ? બીજી કોઈ પણ છોકરી આ વાત માટે માની જાત.. તારે આટલું બધું કરવું પણ ના પડત... તું હારી પણ ગયો હોત તો?

આરવ: મને ભરોસો હતો હું જીતીશ જ... અને તું એટલા માટે કે મારા ઘર માં બધા ને ગમે એ તું જ છે તું પરફેક્ટ છે મારા માટે એવું બધા ને લાગે છે... ખાસ મારા ઘર ના બધા ને... યાદ છે ને કેમ...

તાની: ઓહ હા... તારા ઘરમાં બધા ને હું ગમુ છું... પણ એ વખતે તો...

આરવ: એ જે હોય એ.. પણ એ દિવસે જ મેં નક્કી કર્યું કે જો હું ઘર માં બધા ને ભરોસો અપાવીશ કે તું અને હું એક બીજા ને પ્રેમ કરીએ છીએ તો મારા ઘર વાળા માની જશે.. પછી મને કેનેડા જવા દેશે.. અને એક મહિના પછી ખોટો ઝગડો કરી દઈશું એટલે એમને લાગે કે અલગ થઈ ગયા...અને આમ પણ બીજી કોઈ છોકરી માટે મારા ઘર વાળા માને કે નઇ શુ ખબર અને તું તો પેહલા થી જ ગમે છે બધાને... આને ખાસ વાત એ કે એક મહિના પછી આપણે બંને અલગ અલગ રસ્તે.. તું અને હું કોઈ પ્રેમ માં પડવાના નથી એટલે કોઈ મુસીબત નઇ.. બંને ને ખબર છે કે આપણે એક બીજા ને નફરત કરીએ છીએ... એટલે કોઈ વધારા ના નાટક નહીં...

તાની: સાચી વાત... મતલબ તું એ દિવસ થી જ આ વિચારી રહ્યો છે? 6 મહિના થી??? તું તારા સપના માટે કઈ પણ કરી શકે હે ને?

આરવ: હા.. જો આ જીવન મારુ છે મારે મારા હિસાબ થી જીવવું છે..

તાની: તારી વાત સાચી કે સપના માટે જીવવું જોઈએ પણ તારો રસ્તો ખોટો છે.. ખોટું બોલી ને સપના પુરા કરવાના... એ પણ પરિવાર થી જ..

આરવ: એ મારો પરિવાર છે અને મને ખબર છે એ લોકો માનશે નહીં આ બધા માટે.. પપ્પાને ની ઈચ્છા છે કે હું બિઝનેસ સંભાળી લઉં.. મમ્મી નું મન છે કે લગન કરી લઉ.. તો એમાં મને સમજશે કોણ ... એ બધા ને એમ લાગે છે કે આ બધું કર્યા પછી પણ સપના પુરા થાય. પણ યાર એક ઉંમર પછી બધું જ નકામું છે શું હું 40 કે 50 વર્ષે મારા સપના જીવીશ??? જો મારે આ વિશે વધારે વાત નથી કરવી.. મારુ જીવન મારી મરજી

તાની: ઓકે ( સાચી વાત એનું જીવન એ જે કરે એ હું રોકી શકવાની નથી... જો હું આ શરત ના હારી હોત તો કદી એની મદદ ના કરત.. કે ખોટું પણ ના બોલત એના પરિવાર ને... હું કેમ કોઈ વચન તોડી નથી શકતી?? હું સાચું કરૂ છું કે ખોટું??? બસ હું આ બધા માં ફસાઈ ના જાઉં)

તાની: ( કોફીશોપ માં મળ્યા પછી આરવે એના ઘરે મારુ નામ આપી દીધું કે તાની એ છોકરી છે જેને એ પ્રેમ કરે છે પણ એના પછી એના ઘરવાળા મને મળવા માંગે છે એટલે છેલ્લા ત્રણ દિવસ થી આરવ ફોન કરી ને પૂછે છે અને હું રોજ એની વાત ટાળી નાખું છું કોઈક ને કોઈક બહાનું બનવું છું કેમકે હું નથી જવા માંગતી... મારા થી એના ઘરે જૂઠું નઇ બોલાય. અને આવી રીતે મળવા જવું અને એમને અમારું નાટક પકડી લીધું તો. આરવ ના સાથે હું પણ ફસાઈ જઈશ.... અચાનક રિંગ વાગે છે.. અરે ફરી આરવ નો ફોન!!! ઉપાડું કે ?? )

તાની: હેલો?

આરવ: તાની!!! ક્યાં છે તું ? સવાર નો આ મારો ચોથો ફોન છે... શુ કરે છે? જો હવે ફોન ના ઉપાડ્યો તો તારા ઘર ના નંબર પર ફોન કરીશ અને પછી ...

તાની: મહિષાસુર શાંત થઈ જા... મારા ફોન માં પ્રોબ્લેમ છે .. કદાચ બગળી ગયો છે પણ હું સાજો કરવી દઈશ.

આરવ: ઓકે.. પણ આજે તું મારા ઘરે આવે છે જ... આ ફાઇનલ છે કોઈ જ બનું નઈ આજે..એ પણ 30 જ મિનિટ માં

તાની: 30 જ મિનિટ???

આરવ: હા તૈયાર થવા માં વધારે ટાઈમ ના જોઈએ... અને મને તારા ઘર સુધી પોહચતા એટલી જ વાર લાગશે

તાની: આરવ... તને ખબર છે... આજ નું ન્યૂઝપેપર જોયું તે...

આરવ: શુ? ના .. કેમ ?

તાની: આજે મારી રાશિ માં લખ્યું છે કે ખૂબ ખરાબ દિવસ છે એટલે ઘર ની બહાર ના નીકળવું...

આરવ: કોઈ જ વાંધો નઈ મારી રાશિ માં લખ્યું છે કે ઉત્તમ દિવસ છે બધા કામ થશે ...હવે 25 જ મિનિટ બાકી છે જો તું જે હાલત માં હોઇશ એમ જ ઉઠાવી ને લઈ જઈશ...

તાની: ઓકે...ફાઈન... હું જાતે જ આવી જઈશ

આરવ: મને પણ કાઈ શોખ નથી પણ તું પ્રેમિકા છે મારી તો મારે લેવા તો આવું જ પડે ને....

તાની: નકલી પ્રેમિકા

આરવ: ખબર છે.... વાતો પુરી કરીશ... તૈયાર પણ થઈ જા

તાની: કાર લઈ ને આવજે....

આરવ: પણ મારું તો બાઈક છે... હવે મારા બાઈક થી શુ વાંધો છે?

તાની: હું તારી બાઈક પર નથી બેસવાની... જો કાર લાવીશ તો જ આવીશ નઇ તો ભૂલી જા

ફોન કટ

આરવ: પણ.. ( ફોન કટ કરી દીધો અજીબ છે આ છોકરી મારી બાઈક પાછળ બેસવા લોકો સપના દેખતા હોય અને આને દેખી લો ના પાડી દીધી.... પણ એક વાત તો છે જ્યારે મેં પેહલી વાર એને દેખી ત્યારે જ મને ખબર પડી ગઈ કે આ અલગ છે બધા થી... જૂની ફેશન ના કપડાં... સાદું જીન્સ અને ટોપ... લાંબા વાળ અને મોટા કાળા ચશ્માં.. એટલે એની આંખો ખબર નઇ કેવા રંગ છે મને હંમેશા ચશ્મા નડતા હોય છે મારું ચાલે તો ચશ્મા નીકળી દઉં ... કોઈ મેકઅપ નઈ... જરૂર પણ નથી તાની ને એ એમ જ સારી છે... અને ખાસ તો એના ગુલાબી હોઠ... જો તાની ને આ વિચારો ખબર પડે તો સાચે મારુ ખૂન કરી નાખે ..) આ વિચારો સાથે આરવ ના મોઢા પર એક સ્મિત આવી જાય છે...

30 મિનિટ પછી

તાની: હું કેવી લાગુ છું

આરવ: કોણ છે તું? મારી તાની ક્યાં છે?

તાની: આરવ!!! હું તને મારી નાખીશ.. હું તારી તાની નથી...

આરવ: ઓહ.. તો તું જ છે..

તાની: તારા સાથે વાત કરવી જ નકામી છે ચાલુ કર કાર...

આરવ: ઓકે. ( કેટલી ડરેલી છે જાણે કોઈ યુદ્ધ માં જવાનું હોય.... પણ મને એ સારી રીતે ખબર છે કે હવે એનો મૂડ કેવી રીતે બદલવો...)

આરવ: તને યાદ છે કોલેજ ના શરૂઆત ના દિવસો જ્યારે તું બાળક ની જેમ ઝગડા કરતી હતી

તાની: મને યાદ છે પણ બાળક જેવો વ્યવહાર તારો હતો.. યાદ છે મારી બધી મેહનત પાણી માં કોને નાખી હતી

આરવ: અને તે ગુલાબી રંગ થી મારો લોકર રંગયો હતો...

તાની: અને તે "કચરો મને આપો હું કચરાપેટી છું" આવું લખેલું કાગળ મારી પાછળ લગાવ્યું હતું.. તને યાદ છે પુરા કોલેજ એ કેવું કર્યું હતું!!! બધો કચરો મારા પર

આરવ: યાદ છે મને એમ કે હવે તું શાંત થઈ જઈશ કે રોઇશ.. કે માફી માંગીશ.. પણ તે તો ...

તાની: હા મેં પુરી કચરાપેટી તારા પર નાખી દીધી...( મને એ દિવસ યાદ આવે છે અને હું હસી પડું છું સાચે એ દિવસે અમે બંને કચરા મા હતા અને બધા હસતા હતા...)

આરવ: તને ગુલાબી રંગ પસંદ લાગે છે કેમ કે તે પેલા મારા લોકર ને પછી મારા બાઈક ને ગુલાબી કલર કર્યો હતો

તાની: તે પણ તો મારા એક્ટિવા ની હાલત ખરાબ કરી હતી...

આરવ: હા કોલેજ ના પેહલા વર્ષ માં તો આપણે કંઈક વધારે જ ઝગડો કર્યો હતો...

તાની: હા ( અને મને બધું યાદ આવે છે અને હું અને આરવ હસી પડીએ છીએ મેં કદી વિચાર્યું ન હતું કે અમે આવી રીતે જોડે હસીસુ....) Thank you આરવ પણ મારો ડર દૂર કરવા તું સારી સારી વાતો પણ કરી શકતો હતો..

આરવ: હું તને કહું કે બધું સારું થઈ જશે કે બીજા ફાલતુ ડાયલોગ બોલું તો અજીબ લાગે...

તાની: સાચી વાત... અજીબ લાગે...

( મારી મમ્મી અને હું માર્કેટ માં હતા અને ત્યારે મીરા આંટી અમને મળ્યા આંટી અને મમ્મી બાળપણ ના મિત્રો હતા પછી અલગ થઈ ગયા હતા... ઘણા વર્ષે બંને મળ્યા ત્યારે ખૂબ વાતો કરી અને અમને એ એમના ઘરે લઈ ગયા... ત્યારે મને ખબર નતી કે આ આરવ નું ઘર છે.. એમના ઘરે કથા હતી તો એમને ખૂબ આગ્રહ કર્યો કે અમે ત્યાં રોકાઈ ને જમી ને જઈએ... અને મમ્મી માની ગઈ... પછી ઘરે તો મમ્મી અને આંટી વાતો કરવા બેસી ગયા... એમના બાળપણ ની યાદો અને જીવન... એટલે મેં ઘર માં બધા ને મદદ કરી હું બેસી રહી ને શુ કરવાની... એટલે પછી મેં પણ રસોઈ અને બીજા કામ માં મદદ કરી પછી અમે પુરા પરિવાર સાથે વાતો કરવા લાગ્યા અને બધા મને પસંદ કરવા લાગ્યા પણ સાચે મને ખ્યાલ જ ન હતો કે આ આરવ નું ઘર છે.. અને પછી બધા એ ધીરે ધીરે સવાલો ચાલુ કર્યા કે મને શું ગમે ... કેવું ગમે... પરિવાર નું શુ મહત્વ .. અને મેં મારી સુજબુજ થી જવાબ આપ્યા... મારી માટે પરિવાર પેહલા છે પછી બધું... પરિવાર વગર તો બધું નકામું છે ... એવા સપના કે એવું જીવન શુ કામનું જેમાં તમારી સાથે કોઈ ના હોય... અને મમ્મી પપ્પા ના માન અને સમ્માન આગળ મારા કોઈ સપના નથી.... બસ મારા આ બધા વિચારો થી હું એ ઘર માં બધા ને ગમી ગઈ.... મને તો બીજા દિવસે ખબર પડી કે એ આરવ નું ઘર હતું.. એના પછી હું બીજી વાર ત્યાં નથી ગઈ.... હવે આજે ફરી જઈશ ... )

ત્યાં ફોન ની રિંગ વાગે છે અને આરવ કંઈક વાત કરે છે... ફોન પૂરો થાય પછી આરવ કોઈ ચિંતા માં લાગે છે... મેં પૂછ્યું પણ એને કીધું બધું બરાબર છે ..

અમે આરવ ના ઘરે પોહચી ગયા..

આરવ: ( મને મમ્મી અને કાકી ની વાત પર થી કઇક ગડબડ લાગે છે... એમને કીધું કે તાની આવે એટલે બધા વાત કરીએ... બધું સારું થઈ જશે... પણ કંઈક તો છે.... શુ થયું હશે???)

આ જ મુંજવણ સાથે બંને ઘર માં પ્રવેશ કરે છે

તાની: ( હું શું બોલું? મારી પાસે કોઈ શબ્દ નથી. બધા મારી સામે આતુરતા થી જોઈ રહ્યા છે મારા જવાબ ની રાહ જોવે છે પણ હું શું બોલું? અચાનક આ બધું થઈ જશે એ તો મેં સ્વપ્ન માં પણ નહતું વિચાર્યું બધા ની નજર મારા જવાબ ની રાહ દેખે છે અને આરવ હળવેથી મારા હાથ હલાવી ને બોલે છે " પ્લીઝ તાની બોલ હા" અને હું માત્ર હા બોલું છું અને વિચારું છું કે હું શુ બોલી ગઈ? હવે શુ થશે? સવાલો નું વીશાળ તોફાન આવશે જેનો સામનો મારે કરવો પડશે!! હું કેવી રીતે કરીશ?...પણ અચાનક જ અણધારી ઘટના બને છે મારા પર ગુસ્સો કરવાને બદલે બધા ખુશ થાય છે!! ગળે લગાવે છે.... અને સૌથી વધુ ખુશી મમ્મી અને મીરા આંટી માં દેખાય છે... જે આસું રૂપે બહાર આવે છે.. બંને એકબીજાને ભેટે છે અને અભિનંદન આપે છે. આરવ મારો હાથ પકડી ને લઈ જાય છે મને બધા ના આશીર્વાદ માટે અને અમે બંને આશીર્વાદ લઈ એ છીએ હું હજી સુધી ખોવાયેલી જ છું... ના ના મારે બધા ને રોકવા પડશે.. બધા સગાઈ અને લગ્ન સુધી ની વાતો કરે છે ... હું કઈ બોલું તે પહેલાં જ આરવ ને ખબર પડે છે કે હું બધું રોકવાની કોશિશ કરીશ એટલે આરવ મને બધા થી દૂર લઇ જાય છે.. અમે હાલ આરવ ના ઘર ના બગીચામાં છીએ...

તાની: આરવ તે મને કેમ રોકી દીધી? દેખ આરવ બધું વધી ગયું છે.. વાત વધી ગઈ... હવે બધું રોકવું જરૂરી છે...તે સાંભળ્યું કે આ વાત ને લઇ ને મમ્મી અને મારા ફોઈ વચ્ચે ઝઘડો પણ થયો!!! આરવ આ સંબંધ લીધે બધું ગૂંચવાઈ જશે.. મારી ભૂલ થઈ ગઈ કે હું ત્યાં કઈ પણ કહી ના શકી... પણ હું મારી ભૂલ હમણાં જ સુધારીશ...મને જવાદે... વાત વધી જાય એ પહેલાં રોકવી જરૂરી છે..

આરવ: શાંત થઈ જા પેહલા.. અને વાત તો હવે વધી જ ગઈ છે.. પાછળ જવાય એમ નથી..

અને આરવ વિચારે છે કે હમણાં થોડી વાર પેહલા શુ થયું

( અમે ઘર માં પગ મૂક્યો અને જોયું તો સામે મારો પૂરો પરિવાર અને તાની ના મમ્મી અને પપ્પા પણ હતા.. મને થયું કે હવે મારુ નાટક પૂરું... તાની બધું કઈ દેશે...કે પોતાની વાત થી ફરી જશે...પણ જ્યારે મેં તાની સામે જોયું તો ખબર પડી કે તાની તો માત્ર બધા ને જોઈ જ રહી છે અને કઈ બોલી કે સમજાવી શકે તે પરિસ્થિતિમાં જ નથી એટલે મેં મમ્મી ને પૂછ્યું " મમ્મી આ બધું શુ છે? તને મેં કીધું હતું ને કે હમણાં હમણાં જ અમને સમજાયું છે કે અમારી વચ્ચે મિત્રતા કરતા પણ કાંઈક વધારે છે. અમે પ્રેમ કરીએ છીએ.. પણ તાની એ હજી સુધી મને હા નથી કીધી... એ પહેલાં એના ઘરે વાત કરવા માંગતી હતી... પણ તમે તાની વાત કરે એ પહેલાં જ એના ઘરે જાણ કરી દીધી???" મીરા બેન " તું કેમ ચિંતા કરે છે.. મેં તને કીધું હતું ને કે હું બધું ઠીક કરી દઈશ..પેહલા અમે વિચાર્યું હતું કે તાની સાથે વાત કરીશું ...પણ તાની ઘરે આવી જ નહીં તો અમને થયું કે હવે અમારે જ કાંઈક કરવું પડશે અને આમ પણ તાની ની મમ્મી કુસુમ અને હું તો બાળપણ ના મિત્રો છીએ એટલે અમે બધી વાત કરી પેહલા એ ગુસ્સે જરૂર થાયા કે આ બધું શુ છે!! તાની આવું કેવી રીતે કરી શકે ... પણ મેં સમજાયું કે નવી પેઢી છે.. છતાં સંસ્કાર તો આપણા જ છે ને.. બંને એ કોઈ ખોટું પગલું લીધું નથી પરિવાર ને પેહલા વાત કરી.. એમના સંબંધ ને આગળ વધતા પેહલા એમને આપણી લાગણી નો વિચાર કર્યો... બાકી આજ કાલ તો પ્રેમ માં ને પ્રેમ માં ક્યાં કોઈ સીમા રાખે જ છે!!! આપડે પણ હવે સમજવું જોઈએ.. અને તું એમ જ સમજ કે હું તારી તાની નું માંગુ લઇ ને આવી છું.. પછી આમ બધું સમજાવ્યું અને કુસુમબેન માની ગયા.. તાની ના પપ્પા પણ માની ગયા.. પણ તાની ના ફોઈ ઉર્મિલા બેન ના માન્યા.. એટલે કુસુમબેન અને ઉર્મિલા બેન વચ્ચે થોડો ઝગડો થયો.. પણ એ પણ માની જશે .. આપડે માનવી લઈશું.. પણ પેહલા તાની ના મોઢે એક વાર સાંભળવું છે કે આ વાત સાચી છે? તમે પ્રેમ માં છો?'

મમ્મી આ બોલે છે ત્યારે હું તાની સામે દેખું છું.. તાની હજી બધી વાતો સમજવાનો પ્રયત્ન કરતી હોય છે.. એને નથી સમજાતું કે શુ બોલે.. એટલે હું તાની પાસે જઈ ને એને હળવેથી હલાવી ને બોલું છું " પ્લિસ તાની બોલ હા' શુ થશે?? હું આ વિચારું છું ને તાની હા બોલે છે... )

તાની: તો શું મતલબ છે તારો?? હવે આપણે શુ કરીશું?

આરવ: દેખ જે થવાનું હતું એ થઈ ગયું... હાલ કઈ થઈ શકે એમ નથી.. આપણે ધીરે ધીરે આ સંબંધ તોડી નાખીશું.. અને આપણી મરજી થી અલગ થઈ જઈસુ... જો એમાં કોઈ વાંધો પણ નઈ આવે.. અને તારા અને મારા પરિવાર વચ્ચે કોઈ ઝગડો પણ નઇ થાય.. અને આપણા મમ્મીઓ ની મિત્રતા પણ એમ જ રહેશે... બધાને એમ જ થશે કે બંને ના વિચારો મેળ ના આવ્યા.. અને મરજી થી અલગ થયા... જો તાની હાલ તું સાચું બોલીસ તો બધા દુઃખી થસે અને આપણું જીવન બરબાદ થઈ જશે... કેમ કે તું બધાને સાચું કઇશ તો તારે બધું કહેવું પડશે.. પછી હું કેનેડા નઈ જય શકું અને પપ્પા નો બિઝનેસ જોઈન કરી લઈશ.. પણ તારું વિચાર.. તારા મમ્મી તારી ફોઈ સાથે ઝગડો કરી ને તારા માટે માન્યા છે પછી તો બીજા જ દિવસે તારા લગ્ન કરવી દેશે... તારા ભવિષ્ય નું શુ? તારે આગળ માસ્ટર કરવું છે એ સપના નું શુ? મારા થી વધારે તારું જીવન બરબાદ થશે.. અને બને પરિવાર વચ્ચે કડવાશ આવશે એ પણ... એટલે કહું છું કે હાલ જે ચાલે છે એમ ચાલવા દે... હું વિચારીશ કે આગળ કેવી રીતે શુ કરવું જેથી.. પરિવાર એમ જ રહે બસ આપણું નાટક પૂરું થાય...

તાની: બધું ઠીક થશે??

આરવ: હા ટ્રસ્ટ મી...

તાની( અને આરવ ની વાત હું માની જાઉં છું.. આમ પણ હું કઈ કરી શકું તેમ નથી.. હવે હું આ નાટક માં ફસાઈ જ ચુકી છું... હવે ખબર નાઈ શુ થશે... મારુ જીવન એક જુગાર જેવું લાગે છે.. જો હારીશ તો બધું હારી જઈશ કઈ જ હાથ માં બાકી નાઈ હોય... અને જો જીતી ગઈ તો આ બધામાં મારા આગળ ભણવા માટે એપ્લાય કરી દઈશ.. અને નાટક પૂરું થાય ત્યાં સુધી માસ્ટર ચાલુ કરીશ પણ આવું થશે?? )

હું અને મમ્મી પપ્પા ઘરે જાવા નીકળીએ છીએ.. રસ્તા માં મમ્મી બોલે છે કે " બેટા મારે ઘરે જઈ ને વાત કરવી છે" હવે શુ વાત હશે??? હજી તો હું કઈ વિચારું એ પેહલા ફોઈ નો પણ મેસેજ આવે છે કે એમને વાત કરવી છે... ત્યાં તો આરવે સંભાળી લીધું પણ હવે ઘરે શુ થશે??? હું શુ કરીશ? શુ થશે? કેવી રીતે જવાબો આપીશ? મને મમ્મી ની ચિંતા નથી... પણ મારા ફોઈ નો ડર છે.. મમ્મી મારી સાદી અને ભોળી છે.. પણ ફોઈ ચપળ અને હોશિયાર એમની એક નજર થી માણસ પારખી લે છે. એમની નજર થી કાઈ છુપાવી શકાય એમ નથી.. છૂટાછેડા પછી ફોઈ ડરી નથી ગયા પણ વધારે હીંમત વાળા બન્યા.. પોતાનો ટિફિન નો બિઝનેસ ચલાવે છે.. મમ્મી માત્ર એમા મદદ કરે... બાકી બધી દુનિયાદારી ફોઈ સાંભળે... ફોઈ કડક સ્વભાવ વાળા છે.. એમની સામે બોલવું એ નાના કાળજા વાળા નું કામ નહીં... એટલે હવે મારુ શુ થશે???

ક્રમશઃ