Diversion 1.7 books and stories free download online pdf in Gujarati

ડાયવર્ઝન ૧.૭

Diversion

ડાયવર્ઝન ૧.૭

(સ્ટોરી-૧/પાર્ટ-૭)

પરિસ્થિતિ ને બરાબર જાણ્યા પછી મેં મારી જાત ને સ્વસ્થ કરી. અને આજુબાજુ જોયું સામે થી પડતા પ્રકાશ માં દેખાયું કે એ ટ્રેક્ટર હતું અને હોર્ન મારતું મારતું મારી તરફ આવી રહ્યું હતું.

(હવે આગળ...)

***

થોડીવાર પછી મને પૂરેપૂરું ભાન થયું કે હું મારી બાઈક પર હતો અને મારી બિલકુલ સામે કોઈ ટ્રેક્ટર લઈને આવી રહ્યું છે અને એ મને આગળ આવતા રોકવા માટે ઘડી ઘડી હોર્ન વગાડી રહ્યું છે. હું બીલકુલ સુનમુન થઈને ઉભો રહી ગયો. રસ્તા ની બંને તરફ મેં નજર નાખી તો એક તરફ એજ ગીચ ઝાડીઓ દેખાઈ અને બીજી તરફ એ જ ડાયવર્ઝન વાળું બોર્ડ અને અંદર તરફ જતો ડાયવર્ઝન વાળો એ કાચો રસ્તો. એ વખતે કરેલી ભૂલ હવે હું રીપીટ કરું એવો મુર્ખ ન હતો. મેં થોડી રાહ જોઈ અને પેલા ટ્રેક્ટર ને મારી પાસે આવતા જોયું અને મને ખબર પડી કે મેં જે જગ્યાએ થી એ રસ્તો તૂટેલો જોયો હતો એ તો બિલકુલ સલામત અને બરાબર છે આતો કોણ જાણે કોણે આ ડાયવર્ઝન નું બોર્ડ અમસ્તુજ માર્યું હતું. એ ટ્રેક્ટર એજ રસ્તે થઈને આવી રહ્યું હતું.

ટ્રેક્ટર બિલકુલ મારી પાસે આવીને ઉભું રહ્યું અને એ ભાઈ એ મને પૂછ્યું કે કેટલા વાગ્યા છે. એટલે મેં મારા મોબાઈલમાં ચેક કરીને એમને કહ્યું. “૬:૩૦ વાગ્યા છે.”

“હજુ ૬:૩૦ જ થયા છે તો પણ આ અંધાર કેવી જામી છે લાગે છે ધમધોકાર પડવાનો છે. તમે જલ્દી નીકળી જજો. નહીતર આ રસ્તો ધોવાઇ જશે તો તમે ફસાઈ જસો.’ ચાલુ ટ્રેક્ટરે જવાબ મળ્યો.જેવું આ ટ્રેક્ટર નીકળી ગયું કે મારું ધ્યાન સીધું મારા મોબાઈલ પર ગયું મેં ફરી ચેક કરી જોયું તો ખરેખર ૬:૩૦ જ થઇ રહ્યા હતા. હું ચક્કર ખાતા ખાતા રહી ગયો. હવે મને ધીરે ધીરે બધું સમજાવા લાગ્યું. હું આજ રસ્તે હમણાજ વટાયેલો હતો. પણ ત્યારે મેં આ વાતાવરણમાં માં આવેલા એકદમ બદલાવ થી ડરીને આ ડાયવર્ઝન લેવાનું વિચાર્યું હતું. જો થોડીવાર માટે અહી ઉભા રહીને સામે નજર કરી હોત તો આ ટ્રેક્ટર થોડે દુર જ હતું એ મને ચોક્કસ દેખાયું હોત. પણ એ વખતે મને કદાચ ખ્યાલ નહોતો કે કદાચ કોઈ અલૌકિક કે રહસ્યમય શક્તિઓ મને આવું કરાવી રહી હતી. બિલકુલ ૬:૩૦ એ હું અહિયાં જ હતો અને આવોજ મૌસમ હતો તો પછી આ ડાયવર્ઝન પર ગયા પછી એકદમ કેમ વાતાવરણ માં પલટો આવી ગયો હશે? હું એક ઘડી વિચારવા લાગ્યો. પણ હવે ફરી ખરેખર વાતાવરણ મને ડરાવી રહ્યું હતું અને એ ભાઈ ની વાત મને યાદ આવી કે ભારે વરસાદ પડશે તો આગળ જવાશે નહિ રસ્તો ધોવાઇ જશે. હું ફરી થી સ્વસ્થ થયો અને મારું બેકપેક અને મોબાઈલ પહેલાની જેમ બરાબર ગોઠવી ને હું આગળ વધ્યો. ડાયવર્ઝન ના બોર્ડ ને દુર થી જોયો અને જાણે એ ડાયવર્ઝન ફરી મને બોલાવતું હોય તેમ એ રસ્તા પર મને અજુગતું ખેચાણ થયું પણ હવે હું સીધેસીધો રસ્તા પર નીકળી ગયો જ્યાંથી એ ટ્રેક્ટર આવ્યું હતું. થોડીજ વાર માં હું મારા ગામ તરફ જતા એ હાઇવે ને ટચ થઇ ગયો. પછી એ રસ્તા પર મને બહુ ખ્યાલ ના રહ્યો કે શું થયું પણ હું સીધો મારા ઘરે પહોચી ગયો. અને એ પણ હેમખેમ.

રાત્રે ખુબ વરસાદ પડ્યો બીજા દિવસે ઓફીસ જવાનું ટાળ્યું. અને એક મિત્રને ત્યાં રજા ની મજા લેવાનું વિચાર્યું. મેં મારી આ આપવીતી હજુ ઘરે કોઈને કહી નહતી પણ મને લાગ્યું કે જો હું આ રહસ્યમય ડાયવર્ઝન ની વાત કોઈને નહિ કરું તો મારી અંદર વિચારોના વમળો ફરી ઉઠતા રહેશે. એટલે મેં નક્કી કર્યું કે હું મારા દોસ્ત ના ઘરે જઈને એને બધું કહી નાખીશ જેથી મારા મન માં ઉઠતા આ વમળો શાંત થઇ જાય.

હું મિત્રને ફોન કર્યા વગર જ એના ઘરે પહોચી ગયો. એને પણ આજે દુકાન પર રજા રાખી હતી. મિત્ર સુરજ અને એની પત્ની બાલ્કની માં બેઠા બેઠા ચા પી રહ્યા હતા. હું પણ એમની સાથે જોડાઈ ગયો. ભાભી ઉભા થઈને મારા માટે ચા લઇ આવ્યા પછી અમને બંને મિત્રો ને વાતો કરતા જોઈ એ નીચે જતા રહ્યા.

આડી અવળી વાતો પતાવ્યા પછી મેં સીધીજ એ રહસ્યમય ડાયવર્ઝન વાળી વાત શરુ કરી.‘અરે, સુરજ તને ખબર છે આપણા ગામ તરફ આવતા પેલા શોર્ટકટ રસ્તા પર એક ડાયવર્ઝન છે એ ખુબ રહસ્યમય છે.!’

‘શું?’ સુરજે ચા ની ચુસ્કી સાથે અચરજ થી કહ્યું.

હા, મેં એને મારી આખી વાત સમજાવતા કહ્યું કે એ રહસ્યમય ડાયવર્ઝન ખરેખર બહુ ખતરનાક છે.એ ડાયવર્ઝન તમને પોતાની તરફ ખેંચવા માટે બધા પ્રયાસો કરશે પણ તમારે એના થી ડરવાનું નહિ અને તમારે તમારું મન મક્કમ રાખીને નિર્ણય કરવાનો અને જો મન થાય અને હિંમત હોય તો જ એ ડાયવર્ઝન પકડવાનું નહીતર નહિ. અને મને લાગે છે તેમ એ ડાયવર્ઝન પર જવાના અમુક નિશ્ચિત નિયમો પણ છે જેમાં ના થોડાગણા હું જાણી ગયો છું પણ હજુ ગણા નિયમો ની મને પણ જાણ નથી. ખરેખર હું કઈ રીતે બચ્યો છું એ હુજ જાણું છું. સુરજ બધું જાણ્યું અજાણ્યું કરીને સાંભળી રહ્યો હતો. મેં એને સમજાવ્યો કે એ ડાયવર્ઝન પર જવાનો પહેલો અને મુખ્ય નિયમ છે કે તમારે ડરવાનું બિલકુલ નથી. અને જો ડર લાગે તો પણ એ ડાયવર્ઝન પર થી રીટર્ન થવાનું નથી. અને જો રીટર્ન થવાનું વિચાર્યું તો તમે ગયા. તમે ભલે ડાયવર્ઝનવાળા રસ્તા માં કોઈ પણ જગ્યાએ એ પહોચ્યા હસો તમે ક્યારેય એ ડાયવર્ઝન પૂરું નહિ કરી શકો જો તમે યુટર્ન લેવાનું વિચાર્યું તો પણ. અને હા, જો તમે બિન્દાસ એ રસ્તે જતા રહેસો તો થોડા ડરાવણા અને ભયાનક અનુભવો પછી તમને એવી અલૌકિક અને અદ્ભુત રહસ્યમય જગ્યાઓ જોવા મળશે જે તમે ક્યારેય સપનામાંય નહિ જોઈ હોય. હું તો જલ્દીજ એ ડાયવર્ઝન પર જવા તૈયાર છું. પણ હજુ હું બરાબર એ ગંભીર અનુભવ માંથી બહાર આવી જાઉં પછી જઈશ. અને બીજીવાર કદાચ હું જીવતો બહાર આવુકે નહિ એ પણ મને ખબર નથી. એટલે ફરી જવું જરા જોખમ ભરેલું પણ છે. મેં મારી બધી વાત મારા મિત્ર સુરજ ને કરી નાખી એને મારી આ રહસ્ય ભરી વાત પર વિશ્વાસ ના બેઠો. પણ પાછળ થી આવી ને બેઠેલા ભાભી મારી વાત બરાબર સંભાળતા હતા એ મને મારી વાત પૂરી કરી પછી ખબર પડી.

હું તો આ એડવેન્ચરસ ડાયવર્ઝન પર ફરી થી ચોક્કસ જઈશ. પણ કદાચ કોઈ દિવસ મારા મિત્રને પણ આ ડાયવર્ઝન પર જવાનો મોકો કે સંજોગ મળી જાય એ નક્કી નહિ. ગમે ટે થાય પણ તમને રોમાંચ અને રહસ્ય ની આ અદ્ભુત સફર ફરી થી ચોક્કસ માનવા મળશે. નવા કિસ્સા અને નવા રહસ્ય સાથે.તો જલ્દીજ તૈયાર રહેજો બીજા ડાયવર્ઝન પર વળવા માટે. વધુ રહસ્યમય, વધુ રોમાંચક અને એડવેન્ચરસ સફર માટે.

ડાયવર્ઝન સ્ટોરી-૧ સમાપ્ત.

***

ટૂંક સમય માં ડાયવર્ઝન ૨ (સ્ટોરી-૨) તમારી સામે હશે.

(તમારા અભિપ્રાય લેખક ને ફેશબુક પર કે વોટ્સઅપ થી પણ જણાવી શકો છો.)

Ar. Suresh Patel (98792 56446)

[S.Kumar]