Sarp Prem - 1 books and stories free download online pdf in Gujarati

સર્પ પ્રેમ 1

સર્પ પ્રેમ

The Mystery begun

Ep.1

ગુજરાત અને રાજસ્થાન ની બોર્ડર પર રાજસ્થાન ની સરહદથી ફક્ત 5 કી.મી દૂર અરવલ્લી જિલ્લામાં અરવલ્લી ની ગિરિમાળાઓ ની ગોદ માં લખનપુર કરી ને એક ગામ આવેલું છે.આ ગામ ની ની વસ્તી અંદાજે 5000-6000 જેટલી છે. ગામનાં લોકો ની મુખ્ય આવક ખેતી છે એટલે ગામનાં મોટાં ભાગનાં પરિવાર ગરીબ છે અથવા તો મધ્યમવર્ગ નાં છે.

ગામ ની વસ્તી ભણેલી નથી એટલી ગામમાં નાની મોટી અંધશ્રદ્ધાઓ અને કુરિવાજો પ્રવર્તમાન છે.આ સિવાય ગામમાં નાની મોટી બદીઓ ચાલતી જ રહેતી હોય છે..આ સિવાય આ ગામની એક ખાસિયત છે કે અહીંના ઘણાં બધાં યુવકો નોકરી ધંધા અર્થે મુંબઈ જતાં.. અને વર્ષે એકાદ બે વખત માંડ પોતાનાં ઘરે આવતાં.

આવાં જ ગામનાં બે યુવકો હતાં શ્યામ અને રમણ..બંને ખાસમખાસ મિત્રો હતાં અને મુંબઈ પણ એક જ ખોલી માં રહેતાં.. શ્યામ નો પરિવાર પ્રમાણમાં સુખી સંપન્ન હતો એટલે એનાં લગ્ન અનિતા નામની ખૂબ જ સુંદર છોકરી સાથે થયાં હતાં..જ્યારે રમણ નો પરિવાર થોડો સામાન્ય કક્ષાનો હતો અને એ પણ ઓછો દેખાવડો હતો એટલે એનાં લગ્ન કમલી નામે જે યુવતી સાથે થયાં એ ઘણી સ્થૂળ હતી.

લગ્નનાં થોડાંક સમયની અંદર બંને પાછાં મુંબઈ ચાલ્યાં ગયાં. પોતપોતાની પત્ની ને યુવાની ની આગમાં તડપતી મૂકીને..બંને ગામનાં બીજાં યુવકો ની જેમ વર્ષે બે ત્રણ વખત આવતાં..એ જેટલાં દિવસ રોકાતાં એટલાં દિવસ અનિતા અને કમલી ની વેરાન જીંદગીમાં ખુશીઓનો લીલોછમ બગીચો ખીલી જતો.જેવાં એ બંને પાછાં કામધંધે જતાં એટલે એની જીંદગી ની વસંતમાં પાછી પાનખર આવી જતી.

આ તરફ શ્યામ અને રમણ ને લખનપુરમાંથી મુંબઈ પાછાં ગયાં બાદ પણ પોતપોતાની પત્નીઓની યાદ નહોતી આવતી કેમકે એ બંને ત્યાં અવારનવાર બજારુ સ્ત્રીઓ સાથે સમય પસાર કરતાં હતાં..અને સાથે સાથે દારૂ પણ ધરાઈને પીતાં હતાં.. બંને હતાં મહેનતુ અને ઓવરટાઈમ કરી કમાણી પણ સારી એવી કરતાં પણ શરાબ અને શવાબમાં આ વધારાની કમાણી ખર્ચાઈ જતી.

આમ ને આમ બંનેનાં લગ્ન ને ત્રણ વર્ષ જેટલો સમય વીતી ગયો..પહેલાં તો એ વર્ષે ત્રણેક વખત લખનપુર ની અને પત્નીઓની મુલાકાત લેતાં પણ હવેતો એ વર્ષે એકાદ વખત જ જ ઘરે જવાનું નક્કી કરી ચૂક્યાં હતાં.. કમલી ને પોતાનાં પતી રમણ પર થોડો ઘણો શક થયો હતો..ફોન પર ઘણી વાર કમલી રમણ ને પૂછતી.

"કે તમને તો મારી જોડે વાત કરવી જ નથી ગમતી..તમને તો મારી યાદ જ નથી આવતી..ત્યાં મુંબઈ માં કોઈ મળી ગયું છે કે શું..?"

કમલી ની રોજ ની કચકચ થી કંટાળી એક દિવસ રમણ પોતે જ્યારે એક બજારુ સ્ત્રી સાથે સમય પસાર કરતો હતો ત્યારે એને સામેથી કમલી ને વીડિયો કોલ કર્યો.

"અરે તમને મારી યાદ આવી..એ પણ સામેથી.. આતો મારાં અહોભાગ્ય કહેવાય.."કમલી એ રમણ નો સામેથી કોલ કરવાની વાત નું સુખદ આશ્ચર્ય થતાં એ બોલી.

"એ જાડી ભેંસ તારી યાદ તો મને ચિતા પર બેઠો હોય ત્યારે પણ ના આવે..આ તો તું રોજ પૂછ પૂછ કરતી હતી કે મને કોઈ મળી ગયું છે તો જોઈ લે મને આ મળી ગઈ છે.."આટલું કહી રમણે ફોન નાં કેમેરાનું એંગલ બાજુમાં સુઈ રહેલી યુવતી તરફ કર્યું..આ યુવતી અત્યારે નિંદ્રા માં હતી પણ એને જોઈ સમજી શકાતું હતું કે એ સંપૂર્ણ નગ્ન હતી અને એનાં દેહ પર અત્યારે એને ઓઢેલી ચાદર સિવાય અન્ય કંઈ નહોતું.

રમણે પાછો કેમેરો પોતાનાં ચહેરા પર કેન્દ્રિત કર્યો અને અને કમલી તરફ ઘુરીને જોઈને કહ્યું.

"જોઈ લીધું જાડી..આને કહેવાય સ્ત્રી નું રૂપ..આની કમર જોઈને લાગે કે એની પર લપસાઈ મરું.. જ્યારે તારી કમર તો કમરો છે..જેની નીચે દબાઈને મરી ના જાઉં એની મને બીક લાગે છે."કમલીનાં સ્થૂળ દેહ ની મજાક ઉડાડતો હોય એમ રમણ બોલ્યો.

રમણ ની વાત સાંભળી કમલી એ રડતાં રડતાં કોલ ડિસ્કનેક્ટ કરી દીધો..પોતાનાં પતિ ને પરમેશ્વર ની જેમ પૂજતી કમલી માટે રમણ નો આવો વ્યવહાર જાણે હૃદય માં શૂળ ભોંકાવી ગયો હોય એવું મહેસુસ થઈ રહ્યું હતું..કમલી ઘણો સમય સુધી પોતાની પથારીમાં જ પડી પડી રડતી રહી અને આખરે થાકીને સુઈ ગઈ.

***

રમણ તો કેરેકટર લેશ હતો કેમકે એની પત્ની આકર્ષિત નહોતી..પણ શ્યામ ની પત્ની અનિતા તો કોઈ હિરોઇન ને શરમાવે એવું યૌવન ધરાવતી હતી.એ જ્યારે સાડી પહેરી ગામ માં નીકળે ત્યારે એની મરોડદાર કમર અને ખુલ્લી પીઠ જોઈને ઘણાં પુરુષો ની કામુક સિસકારી નીકળી જતી..દરેક રીતે અનિતા સંપૂર્ણ હતી..આવી પત્ની હોવાં છતાં શ્યામ પણ રમણ ની જેવો જ હતો.

રમણ તો ક્યારેક ક્યારેક જ આવી બજારુ સ્ત્રીઓ જોડે સંબંધ રાખતો પણ શ્યામ તો લગભગ દર બીજી ત્રીજી રાતે નંદા કરીને એક દેહ વ્યાપાર કરાવતી સ્ત્રી સાથે રાત પસાર કરવા પહોંચી જતો..એક પ્રકારનું એને નંદા નું વ્યસન થઈ ગયું હતું..પણ એ પોતાની પત્ની ને પોતાનાં કેરેકટર લેસ હોવાની સહેજ પણ સમજ ના જાય એનું ધ્યાન રાખતો.. કેમકે એ પોતાની સ્વરૂપવાન પત્ની નો વિશ્વાસ ખોવા નથી માંગતો.

એ રોજ રાતે અચુક અનિતા ને કોલ કરતો અને એનાં સાથે દસેક મિનિટ પ્રેમભરી વાતો કરતો.શ્યામ ની દસેક મિનિટ કરેલી આ વાતો અનિતા ને ઘણી ઠંડક આપતી..આમ ને આમ એમનાં લગ્ન ને ચાર વર્ષ થવા આવ્યાં હતાં.

રમણ એનાં પરિવાર નો એકનો એક દીકરો હતો જ્યારે શ્યામ ને એક નાનો ભાઈ પણ હતો જેનું નામ હતું રાધેમોહન..બધાં એને પ્રેમથી રાધે કહીને બોલાવતાં..રાધે એક નંબર નો છેલબટાઉ ટાઈપ નો યુવાન હતો જેનો ગામની ઘણી છોકરીઓની સાથે મોટી ઉંમર ની સ્ત્રીઓ સાથે પણ શારીરિક સંબંધ હતો..જેમ જેમ પોતાનાં ભાઈએ ગામ માં આવવાનું ઓછું કરી દીધું હતું એમ એમ રાધે નું ધ્યાન પોતાની જ સગી ભાભી પર કેન્દ્રિત થયું હતું.

ઘરકામ કરતી પોતાની ભાભી અનિતા નો ઉન્નત ઉભાર પ્રદેશ જોવા રાધે તલપાપડ રહેતો..રાધેની આવી હરકતો અનિતા ની ધ્યાન બહાર નહોતી એટલે એ રાધે થી અમુક અંતર રાખવું યોગ્ય સમજતી હતી..કેમકે આટલી નાની વાત માં રાઈનો પહાડ કરી એ ઘરની શાંતિ ડહોળવા નહોતી માંગતી.

આ સિવાય ગામ માં અન્ય લોકો પણ હતાં જેમની નજર અનિતા ની ભરી ભરી જવાની પર મંડાયેલી હતી.આ બધામાં એક હતો ગામમાં રહેતો અનિતા ની જેટલી જ ઉંમરનો યુવક વિશાલ.. વિશાલ ગામમાં સૌથી વધુ ભણેલો અને બાજુનાં ગામમાં તલાટી ની નોકરી કરતો એક ખૂબ જ દેખાવડો અને સંસ્કારી યુવક હતો..એનાં માતા પિતા તો એ પંદર વર્ષ નો હતો ત્યારે મૂકી ને ભગવાન ને ઘરે ચાલ્યાં ગયાં હતાં..પણ વિશાલે હિંમત ના હારી અને ભણીગણી સારી નોકરી મેળવી હતી.

વિશાલ પર ગામની ઘણી યુવતીઓ જીવ આપતી..પણ વિશાલ નું દિલ અનિતા ને પ્રથમ વખત જોઈ ત્યારનું એની પર આવી ગયું હતું..એને પાણી ભરવા જતી વખતે એકાંત નો લાભ લઈ અનિતા ને પોતાનાં દિલ ની વાત કહી હતી પણ અનિતા એ એની વાત ને સ્પષ્ટપણે નકારી દીધી હતી..હા વિશાલ અનિતા ને પસંદ હતો પણ એક પત્નીવ્રતા પરિણીત સ્ત્રી માટે લગ્ન પછીનાં સંબંધ પાપ હતાં એવું એ માનતી એટલે વિશાલ ને એ થોડોપણ ભાવ નહોતી આપતી.

વિશાલ ઉપરાંત એક હતો ગામનો કરીયાણા નો વેપારી ભુજંગ..ભુજંગ આમ પણ પોતાની દુકાને આવતી ઘણી ગરીબ સ્ત્રીઓની મજબૂરી નો ફાયદો ઉઠાવી એમનું શિયળ લૂંટી ચુક્યો હતો..ભુજંગ પોતાનાં નામ નાં અર્થ મુજબ આખા શરીરે સર્પ નાં ચિહ્નો કોતરાવી ચુક્યો હતો..એ પોતાને શિવજી નો મોટો ભક્ત કહેતો.

ભુજંગ ની આવી જ નિયત નો શિકાર બની હતી લખનપુર ગામમાં જ રહેતી એક કાંતા.. કાંતા નો પતિ રવજી એને નાની ઉંમરમાં જ નિરાધાર મૂકી સ્વર્ગ સિધાવી ચુક્યો હતો..સાથે સાથે એક બે વર્ષ ની દીકરી ની પણ જવાબદારી કાંતા નાં શિરે આવી ગઈ હતી..કાંતા ઘણી મજુરી કરતી પણ પોતાનું અને પોતાની દીકરીનું ગુજરાન ચલાવી શકતી નહોતી.

કાંતા ની આ મજબૂરી થી અવગત ભુજંગે એની શક્ય એટલી મદદ કરી..પણ સાથે સાથે પોતાનાં આ ઉપકારના બદલા રૂપે અવારનવાર કાંતા સાથે શૈયાસુખ નો આનંદ લીધો..ભુજંગ ની રખેલ રૂપે કાંતા આખા ગામમાં પંકાઈ ચુકી હતી પણ એને લોકોની વાતનો કોઈ ફરક નહોતો પડતો..એતો બસ પોતાની અને પોતાની દીકરીની જીંદગી ને ગમે તે કરી સુખરૂપ બનાવવા માંગતી હતી.

ગામમાં અંગ્રેજો વખત ની એક હવેલી હતી..જેમાં અંગ્રેજો નાચ ગાન ચલાવતી ગણિકાઓ ને રાખતાં.. આ હવેલીમાં બીજું કોઈ રહેતું નહોતું એટલે ભુજંગે કાંતા ને આ હવેલીમાં રહેવાની ગોઠવણ કરી આપી હતી એટલે એ મનફાવે ત્યારે કાંતા સાથે મજા લેવા જઈ શકે.

આમ ને આમ પંદર વર્ષ વીતી ગયાં હતાં અને કાંતા ની દીકરી પારુલ પણ સત્તર વર્ષ ની ઉંમરે પહોંચી ચુકી હતી..પારુલ દેખાવમાં ખૂબ જ સુંદર અને શારીરિક રીતે હૃષ્ટપુષ્ટ હતી..જેને જોઈ ઘણાં લોકો ની લાળ ટપકતી રહેતી..પણ કાંતા પોતાની દીકરીને કોઈપણ રીતે આ પાપી દુનિયાની નજરથી બચાવવામાં પ્રયત્નશીલ રહેતી.પારુલ જાણતી હતી કે પોતાની માં ને ભુજંગ ની જોડે શારીરિક સંબંધ છે પણ એ આ બધું પોતાનાં અને પોતાની માં નાં નસીબમાં લખેલું છે એમ માની સ્વીકારી લેતી.

કાંતા ની ઉંમર થઈ ગઈ હોવાથી હવે એને આ બધું નહોતું પસંદ છતાં પણ ભુજંગ મન ફાવે ત્યારે એનાં ઘરે પોતાની હવસ શાંત કરવા આવી પહોંચતો.જ્યારે ભુજંગ એનાં દેહ ને ચૂંથી ને નીકળતો ત્યારે એ દર્દ થી કણસતી હતી..પોતાની માં નું રુદન સાંભળી પારુલ ઘણીવાર એનાં રૂમમાં જઈ ચડતી..ત્યારબાદ બંને માં દીકરી એકબીજાને ભેટીને ક્યાંય સુધી રડતાં રહેતાં.!!

ક્યારે પોતાની નસીબ આગળનું આ પાંદડું ખસશે એની રાહ જોઈને એ બંને બેઠાં હતાં..કે ક્યારે કોઈ તારણહાર આવે અને એમની આ વિકટ પરિસ્થિતિમાંથી એમને છુટકારો આપે.

***

લખનપુર માં આ બધાં ઝોલઝાલ ની વચ્ચે ત્યાં મુંબઈ માં શ્યામ અને મોહન પોતપોતાની લાઈફ ને પહેલાની માફક જ એન્જોય કરી રહ્યાં હતાં.એકદિવસ .શ્યામ જ્યારે પોતાની પત્ની જોડે વાત કરતો હતો ત્યારે રમણે એને કહ્યું.

"એ ભાઈલા..તું રોજ રોજ તારાં બૈરાં ને શું ઉલ્લુ બનાવે છે..રાત પડે ને પેલી નંદા વગર ચાલતું નથી અને અત્યારે પોતાની બૈરી ને પ્રેમભરી વાતો કરીને છેતરે છે.."

"તો બીજું શું કરું ભાઈ..?"રમણ ની વાત સાંભળી શ્યામ અકળાઈને પૂછ્યું.

શ્યામ ની વાત સાંભળી રમણ એની જોડે જઈ એનાં ખભે હાથ મૂકી કહેતો.

"મારી જેવું કરવાનું..મેં તો એક દિવસ મારી જાડી ને પેલી રૂપાલી સાથે નો વીડિયો બતાવ્યો જેમાં રૂપાલી નગ્ન હતી..ત્યારની એની કચકચ બંધ થઈ ગઈ અને હવે એ મને ક્યારેય ફોન કરી હેરાન જ નથી કરતી.."

"શું વાત કરે..ભાઈ તે તો જોર કર્યું..પણ તારા જેટલી હિંમત મારામાં નથી..મારી પત્ની અનિતા બહુ ભોળી છે.એ મને પોતાનો ભગવાન માને છે..અરે પાંચ મિનિટ વાત કરું તો એને એવું લાગે મારાં પતિ મને કેટલો પ્રેમ કરે જ્યારે હકીકત માં.."આટલું કહી શ્યામ હસી પડ્યો.

"હા ભાઈ તું પણ ખોટો નથી..તારે તો બૈરું જ એવું છે કે..સાચવવું પડે બાકી મારે તો હાથી નું બચ્ચું છે.."રમણે હસીને શ્યામને તાલી આપતાં કહ્યું.

આમ જ દારૂ પીતાં પીતાં પોતપોતાની પત્નીઓ વિશે વાત કરતાં બંને ક્યારે સુઈ ગયાં એની જ એમને ખબર ના રહી.

રાત નાં સાડા ત્રણ થયાં હતાં ત્યાં અચાનક રમણનાં ફોન ની રિંગ વાગી જેનાં શબ્દો હતાં

"નાયક નહીં ખલનાયક હું મેં..જુલ્મી બડા દુઃખદાયક હું મેં..

હે ઈશ્ક ક્યા મુજકો કયા ખબર..બસ યાર નફરત કે લાયક હું મેં.."

રિંગ વાગીને બંધ થઈ ગઈ પણ રમણ ઉભો ના થયો..ફરીથી ફોન ની રિંગ નાં અવાજને લીધે એની આંખ ખુલી ગઈ અને આટલી મોડી રાતે કોને કોલ કર્યો હશે એ વિચારતાં વિચારતાં એ દારૂના નશામાં અર્ધખુલ્લી આંખે ફોન જ્યાં પડ્યો હતો ત્યાં ગયો અને ફોન હાથમાં લઈને જોયું તો ફોન ની સ્ક્રીન પર બાપુ લખેલું..મતલબ કે કોલ એનાં પિતાજી આત્મારામ નો હતો.

"હેલ્લો.. આટલી મોડી રાતે કોલ કરવાનું કારણ..?"ફોન રિસીવ કરતાં ની સાથે રમણે પૂછ્યું.

"એ રમણીયા આજે પણ તે પીધેલો છે.સાલા ઓછો કર.."રમણ નાં અવાજ નાં ટોન પરથી આત્મારામ સમજી ગયાં હતાં કે એ પીધેલી હાલતમાં છે.

"હા હવે પીધો છે.તમે ફટાફટ કામ બોલો અને ઊંઘવા દો.."હજુપણ રમણ નશાની હાલતમાં જ હતો.

"મેં તને એટલે ફોન કર્યો કે તારી પત્ની પર અત્યારે કોઈએ જબરજસ્તી કરી..એનો બળાત્કાર કર્યો.."ફોડ પાડતાં આત્મારામ બોલ્યાં.

પોતાનાં પિતાની વાત સાંભળતા જ રમણ નો બધો નશો ઉતરી ગયો અને એને આંખો ને આખી ખોલવાનો પ્રયત્ન કરતાં પૂછ્યું.

"કોણ હતો એ..જેને મારી પત્ની જોડે આવું દુષ્કર્મ કર્યું..મને એ માણસનું ખાલી નામ જણાવી દો..?"ગુસ્સાથી રાતાપીળાં થઈ ગયેલાં રમણે ઉંચા અવાજે પૂછ્યું.

રમણનો અવાજ સાંભળી શ્યામ પણ અચાનક ઊંઘમાંથી જાગી ગયો હતો અને એનું ધ્યાન પણ અત્યારે રમણ ની વાત પર કેન્દ્રિત હતું.

"બેટા.. તારી પત્ની પર બળાત્કાર કોઈ માણસે નહીં પણ એક સાપે કર્યો છે.."આત્મરામે રમણ ની વાત નો જવાબ આપતાં કહ્યું.

"પિતાજી તમે અત્યારે સુઈ જાઓ..હું કાલે શાંતિથી વાત કરું.."આટલું કહી રમણે કોલ કટ કરી દીધો અને પછી જોરજોરથી હસવા લાગ્યો.

વધુ આવતાં સપ્તાહે.

કમલી સાથે શું સાચે જ સાપે બળાત્કાર કર્યો હતો..? વિશાલ નાં અનિતા તરફ નાં ઝુકાવ નું પરિણામ શું આવશે..? કાંતા અને પારુલ ની જીંદગી કયારે યોગ્ય દિશામાં આગળ વધશે..? રાધે ને અનિતા કોઈ સબક શીખવાડશે કે નહીં.? નંદા જોડેનાં પોતાનાં પતિનાં સંબધો વિશે અનિતા ને ખબર પડશે કે નહીં.? જાણો સર્પ પ્રેમ નાં આવનારાં ભાગમાં.

આ નોવેલ અંગે આપનો કોઈપણ કિંમતી સુઝાવ કે મંતવ્ય આપ મને મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો..

- જતીન. આર. પટેલ