shaitan bhag 1 books and stories free download online pdf in Gujarati

શૈતાન - ભાગ ૧


ટ્રાફીક  સિગ્નલ  રેડ  હતુ. આસ્થા  સફેદ  એક્ટિવા તર સવાર હોય છે. અને સિગ્નલ  ગ્રીન  થવાની  રાહ  જોઈ  રહી છે.  ઓરેંજ  ખુરતી  સાથે  આજે   એણે  પ્રીંટેડ  પ્લા઼ઝો  નુ  કોમ્બીનેશન  પહેરેલુ.  અને  મેંચિગ  સફેદ  હીલ્સ. ગરમી નાં કારણે એ અકળાતી હતી. વડોદરા માં  એ  એકલી જ રહેતી હતી. એનો પરિવાર  રાજસ્થાન રહેતો હતો. જેવુ સિગ્નલ ગ્રીન થયુ  કે  એણે  એક્ટિવા  ઝડપથી મારી મૂકી. એ ઓફીસ પહોંચી. લેડીઝ  રૂમ માં પહોંચી એણે માથુ ઓળ્યુ. ત્યાં જ એની સાથે જોબ કરતી યુવતી અનીતા ત્યાં આવી પહોંચી. અનીતા એની બાજુની જ ડેસ્ક પર બેસતી હતી. એણે ફોર્મલ જીન્સ પેન્ટ અને શર્ટ પહેરેલુ. ખુલ્લા વાળ માં એ ખૂબ સુંદર લાગી રહી હતી. અનીતા બોલ્ડ અને બિંદાસ હતી. જીવન પોતાનાં રીતે જીવવાવાળી. અહીં એ હોસ્ટેલ માં રહેતી હતી. નવી જ હતી ઓફીસ માં અને  આસ્થા સાથે થોડાંક જ સમય માં સારી દોસ્તી થઈ ગયેલી. એ બિંદાસ તો હતી પણ પોતાની મર્યાદા નુ ભાન હંમેશા રહેતુ એને.
            બંન્ને પોતાની ડેસ્ક પર કામ કરી રહી હતી. એટલામાં જ વિશાલ શર્મા આવ્યો અને ત્યાંથી પસાર થઈ પોતાની કેબીન માં ગયો. વિશાલ ખૂબ હેન્ડસમ અને પ્રતિભાશાળી હતો. એ આ કંપની માં નવો જ પાર્ટનર બન્યો હતો. કંપની નાં બોસ હવે અમેરીકા શિફ્ટ થઈ ગયેલા એટલે અહીંનો એ પાર્ટનર બનેલો અને ઈન્ચાર્જ પણ. આસ્થા ને બહુ એના પાસે જવાનું આવતુ નહી. એટલે એને બહુ પરિચય નહી. પણ બધાંનાં મોઢે સાંભળેલુ કે બહુ ભલો માણસ છે. કોઈ છોકરી તરફ આંખ ઊંચી કરી જોવે પણ નહી. મહિનામાં એક વાર એને ગુજરાત બહાર જવાનું થતુ કામથી તો સાથે કોઈને લઈ જાય. એ છોકરીઓ પણ એનાં વખાણ કરતા ન થાકતી કે સર બહુ સારા અને વીવેકી છે. આસ્થા બહુ ધ્યાન ન આપતી.  લંચ બ્રેક પડયો અને બધાં સ્ટાફ નાં લોકો કેન્ટીન માં જમવા ગયા. આસ્થા  ઘરેથી ટીફીન બનાંવીને લાવતી અને અનીતા ઓફીસ માં મળતુ જ ખાતી કેમ કે એને બનાંવતા કાંઈ ખાસ આવડતુ ન હતુ. પણ એ આસ્થા નુ જમવાનુ પણ ચાખતી. બંન્ને  સાથે જ લંચ કરતા. આજે આસ્થા ભીંડા નુ શાક અને રોટલી લાવી હતી. બંન્ને  કેન્ટીન માં જમી રહ્યા હતા અને વિશાલ એમનાંથી થોડે  દૂર  જમી રહ્યો  હતો બીજાં મેલ સ્ટાફ સાથે.

અનીતા એ કહ્યું " જો સર કેટલા ડાઉન ટુ  અર્થ છે. નહી "

આસ્થા એ વળતો જવાબ આપ્યો " હશે પણ તું ક્યાંક એમનાં પ્રેમ મા ન પડી જતી ".

અનીતા હસવા લાગી અને કહ્યું " ના ના આસ્થા આતો બસ હું એમની રીસપેક્ટ કરુ છુ બીજુ કાંઈ નહી. બાકી હું લવ બવ માં માનતી નથી".
આસ્થા - " તો ઠીક "

લંચ પતી ગયુ. અનીતા ડીશ મૂકવા ગઈ અને આસ્થા ઓફીસ માં ગઈ. અનીતા ડીશ મૂકી પાણી પીવા ગઈ પણ ગ્લાસ ઊંચે હોવાથી એનાંથી પહોંચાતુ ન હતુ. " હું કાંઈ મદદ  કરુ?"  પાછળથી અવાજ આવ્યો. એ અવાજ હતો વિશાલનો.

અનીતા - " ના સર હું મેનેજ કરી લઈશ તમે હેરાન ન થશો "

વિશાલ - " સ્ત્રીઓ ની મદદ  કરવી એવુ આપડો ધર્મ કહે છે. "

આટલુ કહી વિશાલ એ ગ્લાસ ઉતારી અનીતાને પાણી  ભરી આપ્યુ. અનીતા એ આભાર માન્યો અને વિશાલ જતો રહ્યો. અનીતા ને એના માટે માન થઈ આવ્યું. એ વિચારી રહી કે આ જમાનામાં પણ આવા સજ્જન પુરુષો હોય છે. એને વિશાલ માટે રીસ્પેક્ટ વધી ગઇ.

સાંજે ૪ વાગે મિટીંગ ભરાઈ.અનીતા, આસ્થા સહિત બધો સ્ટાફ ત્યાં હાજર હતો. અમેરીકા થી મેઇન બોસ મિ. સિન્હા પણ વીડીયો કોલ પર હતા.  કંપની નાં પ્રોફીટ ને બધુ ડીસકસ થયુ. ત્યારબાદ ઓફીસ ની તેમની બીજી બ્રાન્ચ મુંબઈ માં મિટીંગ માટે અને પ્રેઝેન્ટેશન માટે જવાનુ હતુ. મેઈન ઈન્ચાર્જ તરીકે વિશાલ તો જવા નો જ હતો. તેની સાથે મિ. સિન્હા એ અનીતા અને આસ્થા ને જવા કહ્યું. આસ્થા નવાઈ પામી. એને જવાની ઈચ્છા તો ન હતી પણ કામ ને ના પણ ન કહી શકી. અનીતા એ સમજાવ્યુ કે વિશાલ સર સાથે છે એ સજ્જન પુરુષ છે. આપણને કાંઈ નહી થાય.

બીજા દિવસે સવારે ત્રણેય વિશાલ અનીતા અને આસ્થા મુંબઈ જવા નીકળ્યા. કંપની એ પોતાની કાર પણ આપેલી. નીકળી પડ્યા તેઓ. તેમને શું ખબર કે આ સફર તેમનાં જીવનમાં નવો વળાંક લાવવાની છે. અને જીવન નો મોટો સબક અનીતા આસ્થા ને મળવાનો હતો.

શું થશે અનીતા આસ્થા સાથે? શું સબક મળશે એમને ? શું શેતાન સાથે એમને ભેટ થશે? જાણીશુ આગળનાં ભાગમાં

ગાડી પૂરજોશમાં સ્પીડ માં ચાલી રહી હતી. આસ્થા અને અનીતા પાછળ બેઠાં હતા. વિશાલ ડ્રાઇવર સહિત આગળ બેઠો હતો. અનીતા અને આસ્થા ને ઊંઘ આવી ગઈ. વિશાલ અને ડ્રાઈવર જાગતા હતા. વડોદરા થી મુંબઈ નુ અંતર ૭ કલાક સવા ૭ કલાક જેટલુ. ૭ વાગે નીકળેલા એ લોકો. ૯ વાગ્યા એટલે વિશાલ એ હાઇવે પર એક હોટલ એ નાસ્તા માટે ઊભી રખાવી કાર. વિશાલ એ બંન્ને  ને ઉઠાડતાં કહ્યું " ગુડ મોર્નિંગ લેડીઝ. ચલો હવે ઉઠો ફ્રેશ ચા નાસ્તો કરી લો ". અનીતા અને  આસ્થા  ઉઠ્યા બંન્ને  ને શરમ આવી કે કેવા ધોડા વેચીને સૂતા હતા. અનીતા એ સોરી કીધુ. પણ વિશાલ ઈટ્સ ઓકે કહી ગાડીમાંથી ઉતરી ગયો.

અનીતા એ આસ્થા ને કહ્યું - " જોયુ બિચારા કેટલા સારા છે નહીતો આપણા પેલાવાળા બોસ હોત ને તો આપને આવી રીતે સૂતા જોઈ કાઢી જ મૂકત. હી ઈઝ સચ અ જેન્ટલમેન. હું એમની ખૂબ રીસ્પેક્ટ કરુ છુ. "

આસ્થા કાંઈ બોલી નહી. પણ એને મનમાં થયુ કે આ અનીતા કાંઈક વધુ જ માન આપી રહી છે. ભલે એનાં મનમાં કાંઈ ન હોય સર માટે પણ જો કોઈ બીજુ હોય તો એની વાતોને ઊંધુ જ સમજે.હું ત્યાં પહોંચી એને સમજાવીશ.

     બંન્ને  કારમાંથી નીચે ઉતરી હાઇવે ની હોટલ નાં વોશરૂમ માં હાથ મોઢું ધોયા. અને બેસી ગયા ટેબલ પર વિશાલ સાથે.

વિશાલ - "  શું લેશો લેડીઝ. ચા કે કોફી ? "

અનીતા - " અમે બંન્ને  કોફી પીએ છે ?"

વિશાલ -" અને નાસ્તા માં ?"

આસ્થા - " કાંઈ  નહી સર ચાલશે અમને "

વિશાલ - " શું કામ ચલાવવાનુ પણ આસ્થા. તમે મારી જવાબદારી છો. અને મને તો બહુ ભૂખ લાગી છે પણ જો લેડીઝ ન ખાય તો હુ પણ નહી ખાઉં તો પ્લીઝ "

અનીતા - " ના ના સર તમને ભૂખ્યા ન રખાય. મંગાવી લો સેન્ડવીચ "

વિશાલ - " યે હુઈ ના બાત "

વિશાલ એ ઓર્ડર કર્યો. અને વાત આગળ વધારી.

વિશાલ- " જોવો લેડીઝ મને તમે તમારો મિત્ર જ સમજો. કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો કહી શકો. હું સ્ત્રીઓ ની ઈજ્જત કરુ છુ. મારી ખુદની પણ બહેન છે એટલે મને સ્ત્રીઓ પ્રત્યે બહુ માન છે "

અનીતા - " જરૂર સર. "

પછી બધ‍ાં ઊભા થયાં આસ્થા પહેલાં જ હાથ ધોયાવી હતી એટલે એ સીધી કાર મા ગઈ. વિશાલ અને અનીતા હોટલ ની બહાર ની વોશબેસીન માં હાથ ધોવા ગયા. ત્યાં  પહોંચ્યા એટલે વિશાલ હાથ ધોઈ લીધા અનીતા જવા કે સહેજ એનો પગ લપ્સ્યો. એ પડી તો નહી પણ એનો સફેદ એમ્બ્રોઈડરી વાળો દુપ્પટ્ટો નીચે પડી ગયો. એણે પીંક સ્લીવલેસ ડ્રેસ પહેરેલો પ્લેન અને સફેદ દુપ્પટ્ટો હતો એનો ભરેલો. ઓઢણી પડી જવાથી  એના ડ્રેસ નાં ફીટીંગ પ્રમાણે એનુ ફીગર સાફ નજરે પડતુ હતુ. આગળથી ગળુ પણ નીચુ હતુ. વિશાલ ની નજર પડી એનાં પર પણ એણે ઓઢણી લીધી અને અનીતા નાં ફરતે વીંટી દીધી. અને જતો રહ્યો. અનીતા તો બસ જોઈને મનમાં બબડી કે કેવો ભગવાન જેવો માણસ છે. પછી હાથ ધોઈ એ પણ કારમાં બેસી ગઈ. એણે કોઈ વાત આસ્થા ને ન કરી.

લગભગ ૩ વાગ્યા ની આસપાસ એ લોકો મુંબઇ પહોંચી ગયા. ત્યાં  જ એક હોટલ માં ઉતારો લીધો. વિશાલ એ ૪ રૂમ બુક કરાવ્યા. ૨૦૯ ડ્રાઇવર ને અપાયો. ૨૦૧ પોતે વિશાલ એ રાખ્યો. ૨૦૨ આસ્થા ને અને ૨૦૪ અનીતા ને અપાયો. ૨૦૩ ખાલી ન હતો માટે.  એક ડ્રાઇવર નો. એક પોતાનો અને બે અનીતા આસ્થા નાં. આસ્થા એ કહ્યું પણ ખરું કે અમે એક જ રૂમ માં રહીશુ પણ વિશાલ એ પરાણે સેપરેટ રૂમ આપ્યા એમ કહીને કે તમે એંજોય કરો. 

વિશાલ - " હજીતો ૩ જ વાગ્યા છે મિટીંગ કાલે છે જો સાંજે થોડુ ફરવુ હોય તો કેજો "

અનીતા માની ગઈ. આસ્થા ની ઈચ્છા ન હતી તો પણ એને અનીતાની જીદ સામે નમતુ મૂકવુ જ પડ્યુ.

સાંજે ફ્રેશ થઈ સાડા ૫ એ અનીતા અને આસ્થા તૈયાર થઈ આવી ગયા. વિશાલ પહેલા થી જ કાર આગળ રાહ જોતો હતો. એણે આજે કેસ્યુઅલ કપડાં પહેરેલાં. બ્લુ જીન્સ અને સફેદ ટી શર્ટ. ઉોર રે બીન નાં ગોગલ્સ ચડાવેલા અને ફોસીલ ની ઘડીયાળ હાથમાં. એ ખૂબ હેન્ડસમ લાગી રહ્યો હતો. અનીતા એ પણ આજે વેસ્ટર્ન પહેરેલા બ્લેક જીન્સ અને રેડ ફેસ્સી ટોપ પહેરેલુ. ખુલાં વાળમાં એ ગજબ ની લાગતી હતી. આસ્થા એઝ યુઝવલ પ્લાઝો ખુરતી માં જ હતી એકદમ સિમ્પલ. પણ એ એટલી સુંદર હતી કે એમાંય એ વધુ સુંદર લાગતી. બધાં ફર્યા. ડીનર લીધુ અને પાછા હોટલ એ આવી ગયાં. ૯.૩૦ એ. હવે બધાં થાકી ગયા હતાં તો પોત પોતાનાં રૂમ મા જતા રહ્યા. અનીતા એ નાહી લીધુ અને પીંક શોર્ટ અને ક્રીમ સ્લીવલેસ ટી શર્ટ નાં પોતાના નાઈટ ડ્રેસ માં આવી ગઈ. તે રૂમ ની બહાર આવી. ટુવાલ સુકાવા ગેલેરી માં ગઈ. ત્યાં જ  એને લાગ્યુ કે એની પાછળ કોઈ છે. પાછળ વળીને જોયુ તો કોઈ ન હતી. હવે એ રૂમ માં ગઈ નાઈટ લેમ્પ ચાલુ રાખેલો એણે એટલે આછો પ્રકાશ આવતો હતો. એને લાગ્યુ એનાં રૂમ માં કોઈ છે. એને એક કાળો પડછાયો પોતાનાં તરફ આવતો દેખાયો. અને ચીસ પાડી ઊઠી.

શું જોયુ હશે અનીતા એ? શું આસ્થા કે વિશાલ એની ચીસ સાંભળી શકશે? શું અનીતા ખતરામાં હશે? શું થશે હવે આગળ? જાણીશું આગળનાં ભાગમાં.