The Accident - Premna Pagla - 11 books and stories free download online pdf in Gujarati

The Accident પ્રેમના પગલાં - 11

The Accident : પ્રેમના પગલાં 11

પૂર્ણિમાની રાતનો પ્રકાશ માદક હતો. ઉપરથી અમે શહેરની બહાર આવેલી moonlight હોટલમાં જમવા જઈ રહ્યા. માધવીએ જે માંગ્યું તે મેળવી લીધું હતું. હું મહુવાથી આવ્યો એને એક અઠવાડિયું થઇ ચૂક્યું હતું. મારા કામની પ્રસંશા આખા ડિવિઝનમાં થઈ રહી હતી. અને ડિવિઝન ઓફિસ તરફથી મારૂ સન્માન પણ થઈ ચૂક્યું હતું. આ બધા જ ઘટનાથી પ્રેરાઈને માધવીએ મારુ budget વધારી દીધું હતું.

હું સવારથી તેની સાથે છું. તે કહે છે ત્યાં જવાનું, તે કહે છે ત્યાં જમવાનું અને તે કહે તે કરવાનું. હા લિટરલી બે વાર મને મુરઘો પણ બનાવી ચૂકી છે. બપોરે મોલમાં ગયા અને છ વાગ્યા એટલે ત્યાંથી સીધા જ movie અને મૂવી બાદ હવે અહીં hotel moonlight!

અમે AC Hall માં જમવાને બદલે ગાર્ડન રેસ્ટોરન્ટ પસંદ કર્યું. yes it was better option. ઠંડી હવા માધવીના વાળ સાથે રમી રહી હતી. અને તે બિચારીને એની ખબર પણ નહોતી.

રસ્તાની વચોવચ થોડા થોડા અંતરે lamp post અને બંને બાજુ થોડા થોડા અંતરે ટેબલની કતાર. Garden restaurent હોવાથી જાણે કુદરતને ખોળે બેસીને જમતા હોઈ તેવું લાગે.

"સારું થયું આપણે અહીં આવ્યા. AC Hall તો full હતો. આપણે ઘણો વેટ કરવો પડેત નહીં?" માધવી ચેર પર બેસતા બોલી. મેં તેનું સમર્થન કર્યું

"બોલ શું તીર મારીને આવ્યો છો. તારી પાસે માત્ર ઓર્ડર આવે ત્યાં સુધીનો જ સમય છે" માધવી હસતા હસતા બોલી.

મેં તેને brief આપી. ખાસ કરીને તેને રવીની વાત કરી. તે બીચારાની જિંદગી બગડી ગઈ અને તેની પાછળ પૈસાનો લાલચુ તેનો જ પીતા હતો તે સાંભળીને માધવીને ખૂબ ગુસ્સો આવ્યો. મેં તેને એકાઉન્ટ વિશે તો already વાત કરેલી જ હતી. એટલે તે વાત ન કરી. મેં તેને રાઘવભાઈની મિત્રતા વિશે કહ્યું અને તેના પરીવારની વાત કરી. હું એથી વધારે બોલવું ત્યાં તો અમારું starter આવી ચૂક્યું હતું.

"Times Up, હવે કઈ નહીં સાંભળું હો" તે બોલી અને Cunning Smile કરી .

અને મારી મુખ્ય વાત તો રહી જ ગઈ. હું કહેવા માગતો હતો કે આ છ દિવસ મેં તેને બહુ જ Miss કરી હતી. પણ એ જ વાત Miss થઇ ગઇ

"ચાલ હવે તૂટી પડ. નહીં તો તને જ ખોટ જશે" માધવી મારા તરફ plate pass કરતાં બોલી

''હું જ્યાં સુધી તારે સાથે છું ત્યાં સુધી નફામાં છું. એટલિસ્ટ તું મને starter આવે ત્યાં સુધી તો સાંભળે છો"અમે હસી પડ્યા

"ચાલ હવે મારો વારો આવ્યો" માધવી બોલી અને તેણે આટલા દિવસનો અહેવાલ વિસ્તૃત રીતે આપ્યો અને મેં મારી નૈતિક ફરજ માની તેને પ્રેમથી સાંભળ્યો. Of course બીજો કોઈ Option જ નહોતો. અમે બધી જ વાનગીઓ સફાચટ કરી અને ઉભા થયા.

"Ice cream?" મેં કહ્યું

"ચાલ આજે હું તને Ice cream આપવું નહીં તો રડવા લાગીશ. અને હા મારું દિલ તો બહુ મોટું છે એટલે કોઈને રડવા તો નહીં જ દઉં" તેણે ફરી મારી ખીંચાઈ કરી. Ice creamનો ઓર્ડર આપી માધવીએ પોતાના પર્સમાંથી brand new tablet બહાર કાઢ્યું.

"અરે શું ? આ Ice cream આ Tablet ની ખુશી માં છે?" મેં પૂછ્યું

"ના બેટા આ તો મને ગિફ્ટમાં મળ્યું છે. એક નવી કંપનીનું એકાઉન્ટ ચેક કર્યું તો તેમણે મને ગિફ્ટમાં આપ્યું છે." તે બોલી

"એટલે Private Professionમાં પણ bribe allowed હોય છે એમને?" મેં તેના ખભા સાથે મારો ખભો અથડાવતા કહ્યું.

"Shut up, જો તને એક વાત કહી દઉં, કાગળો પર આંકડા મેળવવાવાળાને જિંદગીનો રોમાંચ કેવો હોય છે તેની જરાય ખબર જ નથી હોતી" માધવી બોલી

"મને ખબર છે તારી સાથે રહેવું તે રોમાંચથી ઓછું છે? લોકો તને એડવેન્ચર સ્પોર્ટ કહે છે તે ખબર છે તને?" મેં કહ્યું અને તે હસવા લાગી.

"હવે સાંભળ તું હોઈશ એકાઉન્ટ નો રાજા. OK તે ઘણા ગોટાળા solve કર્યા હશે. પરંતુ આજે તને એક challenge force fully આપું છું એટલે કે તું 'ના' નહીં કહી શકે. you have to accept it" તે ફરી લુચ્ચાઈ હસી

"અરે બાપ રે! મને ડર લાગે છે" મેં wink કરતા કહ્યું.

"જો હવે તારી ઉમર આ ડોસાઓ સાથે મોતીચૂરના લાડુ ખાવાની નથી રહી કે પછી ખુદ ઢોસાની જેમ રાત દિવસ એકાઉન્ટ જ ટેલી કરવાની નથી રહી."

"તો શેની છે. મોઇ દાંડિયા રમવાની?"

"ના, ખાલી દાંડિયા રમવાની, એ પણ કોઈ સભ્ય, સુશીલ અને સંસ્કારી સ્ત્રી સાથે. તારા પપ્પાને તો તારી ચીંતા જ નથી. તો મારે જ ફરજ બજાવવાની રહી"

"ઓય તું શું બોલે છો?"

"સુગમ શાદી નું નામ સાંભળ્યું છે?"

" પેલી મેટ્રીમોનીયલ વેબ સાઇટ ?''

"હા તે જ વેબ સાઇટ, મે મારી બીજી લાઇફમાંથી ઘણો સમય કાઢીને તારી profile બનાવી છે.

"તો હવે ?"

"હવે, આજે તારે જોવાનું અને મારે ખેલ કરવાના. જો આ ટેબલેટમા તારું એકાઉન્ટ સાઇન ઇન કરું છું."

થોડાક જ સમયમાં મારી તમામ વીગત તેના ટેબલેટની સ્ક્રીન પર દેખાઇ રહી હતી

" love is blind તે સાંભળ્યું છે ને ? તો હવે જોઈ પણ લે." તેણે પોતાની આંખો બંધ કરી

"જો હું બંધ આંખે તારા માટે પરફેક્ટ દુલ્હન શોધી રહી છું" તેણે આંખો બંધ કરતાં પહેલા ' Match for you' પર ક્લિક કરી રાખ્યું હતું. હવે ઢગલાબંધ ઓનલાઈન માંગા આવવાની તૈયારી પર હતા. તેણે પોતાની આંગળી વડે List ને Scroll કર્યું. ઘણા બધા Bio bullet train ની ગતી માફક નીચેથી ઉપર ચાલ્યા ગયા.

"હવે હું જેના પર આંગળી મૂકીશ. તારે તેને Any how date પર લઈ જવાની છે"

"મારી નાખ્યા આવું. બધુ મને નહીં આવડે" મેં માથા પર હાથ મુકતા કહ્યું.

"તો ક્યારે આવડશે નેવુ વર્ષનો થઈશ ત્યારે?" તે આંખો બંધ કરીને હજી સ્ક્રોલ કરી રહી હતી .

"માનવ Ready હવે હું તારા માટે Perfect Match select કરું છું. Three... Two..... One...." તેની આંગળી ક્યાં પડે છે હું તે કુતૂહલતાપૂર્વક જોઈ રહ્યો હતો. સંભાવના પ્રમાણે જોઈએ તો લગભગ એક 90 કિલો વજનની છોકરીની profile સૌથી નીચે હતી અને તેથી તેની ઉપર આવવાની સંભાવના પૂરેપૂરી હતી અને થયું એવું જ. તે છોકરી ઉપર આવી અને માધવીએ દુલ્હન select કરવા આંગળી આગળ વધારી. મને થયું કે આજે તો મરી જ ગયા. મેં ડરના કારણે આંખો બંધ કરી દીધી.

"અને તમારા માટે સ્પેશ્યલ પત્ની સિલેક્ટ થઈ ગઈ છે' માધવી પોતાની આંખો ખોલતા બોલી. મારી આંખો હજી બંધ હતી. માધવીએ જોયું તો ખરેખર તે જ છોકરી હતી જેની મને શંકા હતી. પરંતુ કોણ જાણે ક્યાંથી માધવીને સદવિચાર આવ્યો કે This is not fair બિચારાને challenge આપવાની છે, દુઃખ નહિ. એટલે તેણે સફળતાપૂર્વક select થયેલી profile ની ઉપરની Profile પર આંગળી મૂકી દીધી.

"આંખો ખોલ એટલી પણ ખરાબ નથી હવે"

"મને ખબર છે પેલી 90 kg વાળી છોકરી જ હશે" આજે માધવી મનમાં ને મનમાં મારા IQ ઉપર કુરબાન થઈ ગઈ.

"અરે તે નથી. આંખ ખોલી ને જો તો ખરા માનવ" selected Profile , Picture પરથી જરા healthy તો હતી જ પરંતુ 50-55 kg ની 90 kg ની નહીં.

"આ કેવી રીતે થયું?" મેં પૂછ્યું.

"મેં profile બદલી નાખી. After all હું તારી દુશ્મન તો નથી જ ને" તેણે Wink કરતા કહ્યું

"ચાલ તે વાત પર Ice cream પણ મારા તરફથી." Waiter ને Ice cream લાવતા જોઈને હું બોલ્યો.

હું તે છોકરીની પ્રોફાઈલ ચેક કરી રહ્યો હતો. "આ web Siteમાં તો વ્યક્તીના નામને બદલે Code છે અને વ્યક્તીની Personal details જાણવા માટે membership update કરવાનું કહે છે મતલબ કે પૈસા માંગે છે." મેં કહ્યું.

"બચ્ચુ તને શું લાગે છે? હું તને easy task આપીશ? એકાઉન્ટમાં તો બહુ મગજ ચલાવ્યું હવે આમાં ચલાવ" તેણે Ice cream નો સ્વાદ માણતા કહ્યું

"Let me check!"

"ઓ sherlock holmes, આ ટેબલેટ ઘરે લઈ જા અને તારે જે કરવું હોય તે કરજે. Let me enjoy my ice cream"

"આ તો તારું છે, I mean તારી Gift હું કેમ લઈ જાવ ?”

"ડફર મેં પહેલા જ કહ્યું હતું કે આ ગિફ્ટ છે. પણ તારા માટે . મને કોઈએ નથી આપી. આટલું મોટું કામ કરીને આવ્યો છું. તો ગિફ્ટ તો બનતા હૈ. એટલે હું તારા માટે લાવી છું અને હા No emotional Atyachar please."

***

"Hi માધવી" મેં ધીમા સ્વરે કહ્યું.

"શું છે માનવ, સમય જોયો છે? અડધી રાત થઈ છે" માધવી બગાસું લેતા બોલી.

" Sorry I know that. પણ મને આપણી પ્રોફાઈલ ગર્લનું નામ મળી ગયું છે.

"શું વાત કરે છે? શું છે તેનું નામ" માધવી રાજી થઈ ગઈ.

"તેનું નામ છે સિમ્પલ કૌર"

"તું bluff તો નથી કરી રહ્યો ને ? જો મને ખબર પડી કે તે મને અડધી રાત્રે માત્ર guess કરેલું નામ સંભળાવવા જગાડી છે તો તારી ખેર નથી."

"I am prity damn sure હું તને તેના ફોન નંબર આપીશ. તું જાતે તેને પૂછી લેજે"

"તે વળી તેને કેવી રીતે શોધી?"

"તારે શું છે ? મને મળી ગઇ તે મહત્વનું છે. કેમ મળી તે નહીં. "

"Oye please કહી દે નહીંતર મને આખી રાત નીંદર નહીં આવે" તેણે મેલોડ્રામા શરૂ કર્યો.

" બહું Easy હતું. તેની પ્રોફાઈલ પર ઘણું બધું લખેલું હતું. પરંતુ મારે તો માત્ર ત્રણ વસ્તુ જ કામની હતી. એક તો તે ભાવનગરમાં રહે છે. બીજું તે convent college માં ભણે છે. અને last but not least તે પંજાબી છે"

" હા તો એમાં શું વળી. Its normal."

"માધવી પંજાબમાં પંજાબી normal કહેવાય ગુજરાતમાં નહીં"

"પણ આટલી માહિતીથી તું એને કેવી રીતે શોધી શક્યો."

તેની પ્રોફાઇલ માથી તેની જન્મતારીખ લઈ તેના હાલના ઉમર શોધી. તે 19 વર્ષની હતી એટલે એ second year માં હોવી જોઈએ. બસ તેથી મેં college ની website open કરી. Last year result નું download કરી excelને કામ સોંપી દીધું. Name wise data sorting કરી હું એક પછી એક નામ ચેક કરતો ગયો અને સદનસીબે આખી બેચમાં એક માત્ર નામ પંજાબી હતું. 'Simple Kaur' just simple" મેં કહ્યું.

"Bravo" માધવી બોલી

"નામ મળે એટલે FB, Twitter , google plus જે social site પર connection જોઈતું હોય તે મળી જાય. just simple" મેં હસતા હસતા કહ્યું.

"બસ હવે, મને just simply સુવા દે."અને અમે બંને ખડખડાટ હસી

પડ્યા.

***