The Accident - Premna Pagla - 21 books and stories free download online pdf in Gujarati

The Accident પ્રેમના પગલાં - 21

21.

માધવીના ગયા પછી જીવનમાંથી રોનક ચાલી ગઈ હતી. હું જાણતો હતો કે આ પરિસ્થીતી તો એક દિવસ આવવાની જ હતી. જો હું તેને Propose ન કરેત અને કાયમ માટે માધવીનો Friend બની રહે તો પણ એક દિવસ તો તે કોઈ સાથે પરણી જાત અને મારી ગાડી આજે જે ટ્રેક પર છે તે જ ટ્રેક પર આવી જાત. મેં હવે બનાવટી જીવન જીવતા શીખી લીધું હતું. ઉદાસી, પીડા અને દુઃખ એ દાદરના રોગ જેવું હોય છે. તેને જેટલું ખણો જેટલું વધે. છતાં આદમી એમ કરવાથી ખુદની જાતને રોકી શકતો નથી.

મેં માધવીના આ અભાવ ને દૂર કરવા મંદિરે જવાનું શરૂ કર્યું. પેલા ત્રણેય ગપ્પીદાસ દાદાઓ મને જોઇને ખુશ થતા. પરંતુ તેઓની વાતોમાં મને કોઈ જ Interest પડતો નહીં. મંદિરમાં ઘણી બધી મેદની હોવા છતાં હું એકલો જ રહી જતો. ઓફિસમાં રોજ મોડે સુધી બેસતો. કામ તો કશું હોય નહીં પરંતુ ઘેર જઈને પણ શું કરું. Park માં જઈને સાવ અલાયદી જગ્યાએ એકલો બેસતો. અને તે સ્થાનથી દૂર આવેલો અમારો ફેવરિટ બાકડો જોયા કરતો. કદાચ માધવી આવી હોય તો તેને જોઈ લઉં. એક વાર તેના ઘરની નજીક ઊભો રહ્યો હતો. એકવાર હિંમત કરી તેના ઘરની door bell વગાડી હતી. માધવીને તો જોઈ નહીં. પરંતુ તેના mummy મળ્યા.

" અંદર આવને. માધવી તો બહાર ગઈ છે" એમ માધવીની મમ્મીએ કહ્યું.

"તમારા વચ્ચે ઝઘડો થયો છે? માધવી થોડા દિવસથી કંઈક બેચેન રહે છે" માધવીની મમ્મીએ કહ્યું

મેં જવાબમાં 'ના'કહી ત્યાંથી ચાલતો થયો. મને કોણ જાણે કેમ પરંતુ લાગતું હતું કે માધવી મારી આસપાસ જ છે. હું થોડો આગળ ચાલી ગયો હતો. અચાનક મેં ગલીમાંથી મારી ગાડી પાછી વાળી. ખબર નહીં મને શું સુજ્યું. હું માધવીના ઘેર પાસે પહોંચ્યો. ત્યાં મારી નજર માધવી પર પડી. તે તેના ઘરમાંથી બહાર નીકળી અને તેના મમ્મીને મારા વિષે પૂછી રહી હતી. તે બંને સવાલ જવાબમાં લીન હતા. એટલે મેં મારી ગાડીને liver આપ્યું. અને સ્પીડોમીટરનો કાંટો 90 અને 100ની વચ્ચે ચાલ્યો ગયો.

આ ઘટનાએ મારા મનના અરીસા પર બાઝેલી અવઢવની ધૂળને સાવ ખંખેરી નાખી. કેટલાય વણ પૂછ્યા સવાલોના જવાબ માત્ર આ એક ઘટનાએ આપી દીધા. પહેલા માધવીની સંભાવના 0.5 હતી હવે 0 થઈ ગઈ. એક જોતા જે થયું સારું થયું. આમ પણ હું કંઈ stocker તો નથી જ ને કે તેનો વારે ઘડીએ પીછો કરું. માત્ર પ્રેમ કૈં એકમાત્ર કામ થોડું છે જીવનમાં.

હું એક - બે વાર રવિને પણ મળી આવ્યો હતો. તેની સ્કૂલ કેમ ચાલે છે તે જાણવા તેના પ્રિન્સિપાલને મળ્યો હતો. તે રવિના ખૂબ વખાણ કરતા હતા. તેણે રવિને આ વર્ષમા અલગ અલગ સ્પર્ધા માટે તૈયારી પણ કરાવી છે. તે ચાની લારી પર રકાબી સરસ રીતે વગાડતો હતો. તે વાત ખબર પડતા. આ વર્ષે તેનો અને બીજા છોકરાઓનો સ્પેશીયલ પ્રોગ્રામ પણ રાખ્યો છે. આ બધા છોકરાઓ waste માંથી best વસ્તુમાંથી સંગીત બનાવી જાણે છે. તોગો પણ જામીન પર છૂટી ગયો છે. તેની મને ખબર પડી. મને નવાઈ લાગી કે તોગાની જમાનત વળી કોણ કરાવે? જમાનત માટે આદમી શોધવો તે કોઈ મામૂલી વાત તો નથી જ. ખેર મારે શું ? કોઈક તો હશે.

થોડા સમયમાં જિંદગી સાવ બદલાઈ ગઈ. આખો દિવસ રઝળપાટ કરવો. ખુદથી દૂર ભાગવું. શહેરના કોઈ ખૂણે જઇને બેસી જવું. Interviewની તૈયારી માટે આખી ઓફિસના Manuals વાંચવા. ખબર નહીં કેટલા વાગે નીંદર આવે અને ક્યારે આંખ ખૂલે. જીવનમાં કોઈ deciplin રહી જ નહોતી. જમવાનું પણ Fix નહીં. મન પડે તો જમવાનું, નહીં તો ભૂખ્યા રહેવાનું. મેં હવે જીવતા રહેવાનું શીખી લીધું હતું. ગમે તે રીતે જીવતા રહેવાનું. ખુશીનો ડોળ કરવો અને ખુશ હોવું તે બંને વચ્ચે લાખ ગાડાંનું અંતર છે .

એક બીબાઢાળ જિંદગી, યંત્રવત શ્વાસ ચાલે છે. ન તો કોઈ આશા, ન તો કોઈ ઈચ્છા. કાલે ઇન્ટરવ્યૂ છે અને આજે વાંચવાનું ગમતું નથી. કેટલું બધું Refer કરવાનું બાકી છે. આટલા દિવસોથી બનાવેલી notes જોવાની બાકી છે અને તે પણ એક રાતમાં! મેં બધા જ ચોપડાઓ પડતા મૂક્યા. ઓરડો ગુંગળામણથી ભરેલો લાગતો હતો. હું બાઈક પર સવાર થઈ તાજી હવા લેવા નીકળી પડ્યો. કેમ આજે માધવી યાદ આવી? ચોપડાના પાનાંઓમાં તે દેખાઈ રહી છે. વાંચું છું insurance અને તેનું નામ વંચાય છે. How illogical ! કોઈ મને સમજાવે કે ઇન્શ્યોરન્સમાં માધવી કેવી રીતે આવે?

લગભગ રાતના 8:30 જેવું થયું હતું. ઘણીવાર હું અને માધવી આવા સમયે શહેરની લટાર મારીને અંતે ઘેર પરત ફરતા. હું પહેલા તેને તેના ઘરે drop કરતો અને પછી મારા ઘરે જતો. હું બજારની ભરચક ગલીમાંથી આગળ નીકળી ચૂક્યો હતો. મારુ મન પણ gramophone ની સોઈ માફક માધવી પર અટકીને ઉભું હતુ. મેં છેલ્લા અઠવાડિયામાં આ ગઝલ લગભગ 100 વાર વાંચી છે

" કમી છે કોઈ જીવનમાં અભાવ બોલે છે.

રહું છું મૌન છતાં હાવભાવ બોલે છે.

હશે સંબંધની સીમા અતીચરમ 'મહેબુબ'

પુરાવારૂપે તમારા આ ઘાવ બોલે છે."

હું મારા નહીં દેખાતા ઘાવને પંપાળતો આગળ વધ્યો. અને અમે જ્યાં રોજ બેસતા હતા તે પાર્ક પાસે પસાર થયો. પુરૂષે કદી નહીં રડવું નહીં તે વજ્ર જેવો કઠોર હોય છે. એવા વિચારોનું મનમાં ઘર કરી દેતો આ સમાજ એક પ્રેમીને રડવા તક પણ નથી દેતો. મારા આત્મમંથનનો કોઈ અંત નહોતો. જે માણસને પોતાની સ્થિતિ બદલવાની ઇચ્છા ન હોય તેની સ્થિતિને સ્વયં ભગવાન પણ નથી બદલતા.

મેં સાઈડ કાચમાંથી જોયું તો એક ટ્રક મદોન્મત્ત થયેલા હાથીની માફક મારી પાછળ આવી રહ્યો હતો. મેં જરા નીરખીને જોયું તો તે ટ્રક ડ્રાઈવર બીજો કોઈ નહીં પરંતુ તોગો હતો. તે પુરવેગે મારી bike પાસેથી પસાર થયો. મને નવાઈ લાગી. કેમ તોગો મારી પાછળ આવી રહ્યો છે? કોને ખબર છે તે મને ક્યાંથી Follow કરી રહ્યો હશે? અને શું કામ તે મારી પાસેથી આ રીતે પસાર થયો કે જાણે બુલેટ ટ્રેન પસાર થઇ હોય. આ તો મે ચોકસાઈ વરતી અને મારા બાઇકને ટ્રક ના માર્ગમાંથી માત્ર એક ક્ષણમાં અલગ કરીને રોડની નીચે ઉતારી લીધી. નહિતર આજે તો મારા રામ રમી ગયા હોત.

ટ્રકની સ્પીડ ખૂબ જ વધારે હોવાથી તે કેટલોયે દૂર ચાલ્યો ગયો. તોગાએ એક સાથે બ્રેક લગાવી એટલે ટ્રક અસંતુલિત થયો અને ઘર્ષણનો તીવ્ર અવાજ પણ આવ્યો. તેણે ટ્રક રસ્તા પર રોક્યો અને યુ ટર્ન લઈને મારી તરફ ચલાવ્યો. તેણે ફરી speed પકડી લીધી. મારા તેજ મગજે ફરી ચાલવાનું શરૂ કરી દીધું હતું. મેં પરિસ્થિતિનો તાગ મેળવી લીધો હતો. તોગો આ બધુ ભૂલમાં નથી કરી રહ્યો. તે મારી સાથે તેના જેલમાં જવાનો બદલો લેવા માંગે છે. તે મૂર્ખ એવું સમજે છે કે તેનો ટ્રક મારી બાઇક થી વધારે ચાલી શકે. કદાચ ચાલી શકતો હશે. પણ શું તે મારાથી વધારે તેજ ચલાવી શકશે?"

તેણે ગતિમાન ટ્રક રોડની કિનારીથી નીચે ઉતારી રફરોડ પર ચલાવવાનું શરૂ કર્યું. મેં ગાડીને ફિલ્મોની માફક લીવરના ઝાટકા આપવાનુ શરૂ કર્યું. તેના અને મારા વચ્ચે બહુ જ સામાન્ય અંતર રહ્યું ત્યારે મેં ગાડીને એક સાથે લીવર આપીને ભગાડી. માધવી કહેતી હતી તેમ. જાણે ફાસ્ટ એન્ડ ફ્યુરિયસનું શૂટિંગ ન ચાલતું હોય તેમ મેં ગાડીને drift કરી અને તેનો ટ્રક ફરી મારાથી આગળ થઈ ગયો. તેણે બ્રેક લગાવી, યુ ટર્ન લઇને ગાડી ચલાવી મેં તેને ચુનોતી આપતાં કહ્યું

''આવી જા'' મેં મારી આંગળીઓ વડે તેને મારી પાછો આવવાનો સંકેત આપ્યો. અચાનક મને માધવી નું કહેલું સૂચન યાદ આવી ગયું

"તું સ્પીડમાં ભલે ગાડી ચલાવ પરંતુ ધ્યાન રાખજે કે તારાથી કોઈને નુકસાન ન થાય" માધવીની સલાહ માનીને હું તોગાને બજારમાં પાછો લઈ જવાને બદલે ગામથી દૂર લઈ ગયો. મારા વાળ હવામાં નૃત્ય કરી રહ્યા હતા અને મારો શર્ટ હવાથી ભરેલા ફુગ્ગા માફક ફૂલાય ગયો હતો. હું તોગાને એક ગલીમાંથી બીજી ગલીમાં લઈ જઈ રહ્યો હતો .

જ્યારે તોગો મારી સાવ નજીક આવી જતો હું મારી બાઈક સીધા રસ્તા પરથી ફેરવીને કોઈ ગલીમાં લઈ જતો. મારી bike ને આમ કરવામાં જરાય પણ તકલીફ ન પડતી. પરંતુ તોગાનો ટ્રક હાંફી જતો. તેને બ્રેક મારી ગાડી ધીમી કરવી પડતી પછી તેની ગાડી વળાંક લઈ શકતી. હું આગળ અને તોગો પાછળ જાણે અમારી ગાડીઓ પકડમપટ્ટી રમી રહી હોય. મારી બાઇકનો કાટો રેડઝોનમાં હતો. હું ક્યારેક તો જાણી જોઈને ગાડી ધીમી પાડીને તોગાને મારી સાથે થવાનો મોકો આપતો અને પછી પાછો ગાડી તેજ ભગાવીને આગળ થઇ જતો.

મારી bike અને તોગાના ટ્રક વચ્ચે ઝાઝું અંતર નહોતું રહ્યું.મે ગાડીની ફૂલ સ્પીડ પ્રાપ્ત કરી. રોડ સાફ દેખાતો હતો. આગળ કોઈ આવતું જણાતું નહોતું. થોડા આગળ જતાં રોડ પર અચાનક બાઘો આવી ગયો. તે તેના ચાર પાંચ ગલુડિયાઓને road cross કરાવી રહ્યો હતો. ફૂલ સ્પીડ ઉપરાંત અચાનક નજર સમક્ષ આવી ચડેલા બાઘાથી હું ગડમથલમાં પડી ગયો. મારાથી સમતોલન કરવું બહુ અઘરું થઈ પડ્યું. જો જરા પણ ભૂલ થાય તો મારા હાથે બિચારા બાઘાનું મોત થવાનું નિશ્ચિત હતું. મેં એકાએક ગાડીનું સ્ટેરીંગ ફેરવ્યું. તેથી ગાડી પાછળથી ત્રાસી થઈ ગઈ અને હવામા ડાબીથી જમણી બાજુ ચાલી ગઈ. એ જ સમયે સામેથી આવી રહેલી કાર પણ પોતાનું સમતોલન ગુમાવી બેસી. મારી ગાડી કાર સાથે ટકરાઈ ગઈ. ટક્કર લાગતાની સાથે મારી બાઈક કોઈ રમકડાની માફક હવામાં ગોળ ગોળ ઘૂમવા લાગી. હું ગાડીમાંથી ફંગોળાયો અને રસ્તાના છેડા પર આવેલા ઝાડના થડ સાથે અથડાયો અને ધબ કરતો જમીન પર પછડાયો. કારચાલક માંડ માંડ ગાડી કંટ્રોલ કરી રહ્યો હતો. કાર બેફામ બનેલા આખલાની માફક મારી સામે આવી રહી હતી. કારચાલકે મને બચાવવા કારના સ્ટેરીંગને એકસાથે ઘુમાવ્યું અને કાર રસ્તાની નીચે આવેલા નાળામાં ગબડતી, અથડાતી, ભટકાથી દૂર સુધી ચાલી ગઈ અને એક મોટી ચટ્ટાન સાથે ટકરાઈને ઊભી રહી ગઈ.

તોગો આખો ઘટનાક્રમ દૂરથી જોઈ રહ્યો હતો. વૃક્ષના થડ પાસે હું દર્દ થી કણસી રહ્યો હતો. મારા કપાળમાંથી લોહી વહી રહ્યું હતું. મારી પીઠ પર પછડાટ લાગવાથી અતીશય દુખાવો થઈ રહ્યો હતો. તોગો પોતાની ડ્રાઈવર કેબિનમાંથી ઉતર્યો અને મારી સામે આવ્યો. તેના હાથમાં ગાડીનો excel rod હતો.એક્સિડન્ટના કારણે મને બધું ધૂંધળું દેખાતું હતું. તોગો મારી પાસે આવીને બોલ્યો

"હરામખોર તે મારી જિંદગી બરબાદ કરી નાખી અને હવે તારે ઇન્ટરવ્યૂ દેવા જવું છે?"

તેને મારા પર એક્સેલ રોડથી પ્રહાર કર્યો અને હું ત્યાં જ બેભાન થઈ ગયો

***