khayali pulav - 2 books and stories free download online pdf in Gujarati

ખયાલી પુલાવ - ️Deta peck નું વાવાઝોડું ️️

❤️Deta peck નું વાવાઝોડું ❤️

અમે બન્ને એક બીજા ની આદત બની ગયા હતા, જમી લીધું, શું જમી, શું કરે છો, ક્યાં છો, વાતો તો એટલી બધી વાતો જે પુરી જ ના થાય, ફોન ની સ્ક્રિન પર તેનું નામ શો થતાં જ દિલ ની ધડકન વધી જતી હતી અને હોઠ પર સ્માઇલ આપોઆપ આવી જતી બાજુ માં બેઠેલા મિત્રો પણ કહેતા કે કોની સાથે વાત કરે છે જરા અમને પણ કહે તો અને વાત ને એમજ ટાળી દેતો,

દિવસ આખો વાતો જ પૂરી ના થાય વોટસપ પર લાઇવ પિક મોકલાવાનુ સોંગ ડેલીગેટ સ્ટેટસ ડેલીગેટ કરી ફીલિંગ શેર કરવી, પ્રેમ ની શરૂઆત આમજ થતી હોય છે, હું રોજ ખયાલી પુલાવ પાકાંવતો અને તે સાંભળી સાંભળી ને શરમથી લાલ લાલ થઈ જતી, પુલાવ ધીરે ધીરે બન્ને બાજુ ધીમે ધીમે ચડી રહીયા હતા, પુલાવ ક્યારે પ્રેમ બિરયાની બની ગઈ ખબર જ ના પડી,.

પુલાવ ની સુગંધ થી ફેસબૂક અને વોટસપ જાણી ગયું હતું, વાત કરતા કરતા ડેટા પેક પણ તેનું પૂરું થઈ જતું તેની, બહેન સુઈ જાય એટલે ડેટા પેકે પૂરું, તે ઉતાવળ મા કહેતી શોર્ટ માં વાત કહી દો જલ્દી જલ્દી અને મારી વાતો તો પૂરી થવાનું નામ જ ના લે, તે ગૂડ નાઇટ કહી સૂઈ જતી અને હું રાત ભાર તેના ખયાલી પુલાવ પાકાંવતો રહેતો, સવાર માં આંખ ખોલતા જ પ્રથમ તેને જ ગૂડ મોર્નીંગ નો એસ.એમ.એસ કરી ને પછી જ ભગવાન ને યાદ કરતો

સવાર માં ફોન હથા મા લઈ રાહ જોવાતી કે ક્યારે ઓન લાઇન આવે તે પણ સવાર માં આંખ ખોલતા જ પેહલો એસ.એમ.એસ વાંચી ને તેના ચહેરા પર મોતી જેવી ચમક છવાઈ જતી,

હું તેને કહી પડતો શું તું રિચાર્જ વગર રહે છે હું કરાવી આપું છું, મને આમ વાત કરવાની અધૂરી રહી જાય તે નથી ગમતું, અને તે કહેતી ના મને કોઈ રિચાજ કરાવે તે પસંદ નથી, હું કરાવી લઈશ જાતે સ્વાભિમાન થી ભરેલી ખુદ્દાર જો હતી, બસ તેની તેજ વાત મને દિલ ને મોહી લેતી, તેના પર વધુ પ્રેમ ના ઉભરા ચડી જતા

અને બીજે દિવસે હું એસ.એમ.એસ ક્યારે ડબલ ટીક થાય તેની રાહ જોઈ ને થાકી ગયો પણ ટીક ડબલ થઇ જ નહી કંટાળી ને
તેને ડેટા પેક નું રિચાર્જ કરાવી નાખીયું ,

થોડી વાર મા તો એસ.એમ.એસ આવિયો અને જાણે જોગમાયા કોપાઇ માન થઇ હોય તેમ મારા પર વર્ષી પડી શું કામ કરાવોયું રિચાર્જ મેં ના કહી હતી કરાવાની કોને પૂછી ને કરાવોયું, કેમ હજારો સવાલો સાથે વર્ષી પડી હવે પછી કરાવોયું તો વાત નહી કરું સંબંધ પુરો, હું પણ ગુસ્સા મા આવી ગયો તારી ખુશી માટે જ કરાવોયું છું તને બીજું કાંઈ હોય તો ના કરતી વાત, તેવા આકરા શબ્દો કહી સંભળાવીયા, અને પુલાવ દાજી ગયો તે પ્રેમ નો પુલાવ નો સ્વાદ બગડી ગયો ના મેં શરૂઆત કરી માનવાની ને તેણે બસ સ્વાભિમાન માં પ્રેમ નો પુલાવ ગંધાઈ ગયો.

જરૂરત હતી ખાલી એક સોરી ની પણ કોઈ એક બાજુ થી પણ શરૂઆત નોહતી થતી સ્વાભિમાન જો માથે ચડી ગયું હતું, બસ પછી તો હું જ ખયાલી પુલાવ પાકવતો પણ તેને સાભળવા વળી નોહતી, અને મન તો થયા કરતું કે એક સોંગ ડેલીગેટ કરી દવ
મુકેશ જી નું પણ તે પણ મારા મન માજ રહી ગયું

"तुम रूठी रहो मैं मनाता रहूँ! तुम रूठी रहो मैं मनाता रहूँ! के इन अदाओं पे और प्यार आता है!"

❤️?બાળક