Purak - ek anubhav books and stories free download online pdf in Gujarati

પુરક - એક અનુભવ - 2

સ્વાભાવિક રીતે કોઈ પણ વસ્તુ કે આદત પાડવી બહુ મુશ્કેલ હોય છે.  એ જ રીતે કોઈ વ્યક્તિનું આપણા જીવનમાં આવવું કે છૂટા પડવુ તે દર્દ ભર્યુ જ હોય છે.  વૈદેહી અને એલ્વિનાનું  છૂટું પડવુ પણ તેમના માટે સરળ સાબિત ના થયુ.
         કહેવાય છે ને કે વાતો ઓછી થવા લાગે તો ગેરસમજ વધવા લાગે. એ જ વાતનો આસાર વૈદેહી અને એલ્વિના સાથે પણ જાણવા લાગ્યુ . ઘણો  સમય વીતી ગયો પણ વૈદેહી અને એલ્વિના એકબીજા સાથે વાત કરવામાં નિષ્ફળ રહ્યા.  અને એકબીજા પર અતૂટ વિશ્વાસ હવે ખોરવાતો જણાય રહ્યો હતો. "હવે નવા મિત્રો બન્યા હશે", "હું તો યાદ પણ નહિ આવતી હોય".."પછી ક્યાંથી મને ફોન કરે." ....બન્નેના મનમાં એકબીજા માટે આવા વિચારો આવવા લાગ્યા, જે મહદઅંશે સ્વાભાવિક હતા. પણ વાસ્તવિકતા કંઈક અલગ જ હતી. એકબીજાને યાદ કર્યા કરવુ,  સ્કૂલની એ દરેક યાદો વાગોળ્યા કરવા અને કોઈક વાર એકલામાં બેસીને રડી લેવુ એ તેમની રોજીંદી ક્રિયા થવા પામી જ્યાં સુધી ફરીથી વાત ન થઈ. 
            અને જ્યારે વાત કરી ફોન પર તો  વાતોનો અંત જ ન આવતો હોય તેવુ આજુબાજુના લોકોને લાગ્યુ. પણ આમને તો કોની ફીકર હતી!.. બીજુ કાંઇ સૂજે જ નહી, પોતાની વાતમાં મશગુલ. બસ એક વારની વાતથી ખબર નહી શું થતી ગયુ કે બન્ને ના મનનો શક એક ઝટકામાં તુટી ગયો.  વૈદેહી ચંચળ અને નખરાળી હતી તો એવુ લાગતુ કે કૉલેજની આ દુનિયા તેની દુનિયા પણ બદલી નાખશે.  અને બીજી તરફ એલ્વિના એકદમ શાંત સ્વભાવ હતો કે હોય શકે કૉલેજમાં પણ ભણવા સુધી સીમિત રહે. પણ જ્યારે પાસો બદલાય અને રમત બદલાય જાય તેમ નવો માહોલ જીંદગીઓ બદલવા લાગ્યો.
           વૈદેહીને જે કૉલેજમાં પ્રવેશ મળ્યો હતો તે એકદમ સાદી , સરળ અને નાની પરંતુ ખ્યાતનામ હતી. એટલે તેમાં આવેલા દરેક વિદ્યાર્થીની માનસિક સમજ ભણતરને લગતી હતી. અને કહેવાયને... સંગ તેવો રંગ, વૈદેહી પણ સીધી સાદી બનવા લાગી. હા, મસ્તીની આદત છૂટી નહી પણ ખોટા રસ્તે પણ ચડી નહી. માં-બાપને જેનો મોટો ડર હોય છે કે કોય ખરાબ સંગત ન થાય તે ચિંતાથી વૈદેહી એ પોતાના સ્વભાવ દ્વારા દૂર કર્યા. પણ એક વાતનો કોઇક અંશે તેને ખટકાવ હતો કે કૉલેજને લગતા જે સપના કે વિચારો તે પોતાના મનમાં પાલવતી હતી,  જેમ કે મિત્રનું મોટુ ટોળુ હશે, એકદમ આઝાદીની જીંદગી હશે, મસ્તી, પિક્ચર અને ફરવાની લેર હશે....તેમાંથી એક પણ વસ્તુ બની નહી. મિત્રો બહુ સારા મળ્યા પણ ટોળુ મોટુ ન હતુ. પિક્ચર જોવા ક્યારેય ગઇ નહિ. હા, ફરવા અને મસ્તી કરવા મળ્યુ પણ ઘરની પરવાનગી સાથે!. છતા વૈદેહી તેની મળેલી તમામ વસ્તુઓથી ખુશ હતી. બધાને ગર્વથી કહેતી કે આવી ચાલે છે કૉલેજ.  જો કોય વધારે ચાપલૂસી કરતુ તો તેને સારી રીતનો વળતો જવાબ પણ સંભળાવી દેતી.
       બીજી તરફ એલ્વિના એક મોટા શહેરમાં અને મોટી કૉલેજમાં ડોક્ટર બનવાનું ભણવા લાગી. જેટલી મોટી કૉલેજ હતી તેટલી જ ઊંચી જીવવાની રીત. મોંઘા કપડા, હાય-ફાય ખોરાક અને ખુલ્લા વિચારો. એક સીધી સાદી સ્કૂલની વાતોથી તદ્દન અલગ માહોલ. અને આવી જગ્યાએ રાત દિવસ રહેવું એટલે બદલાવ આવવો સહજ હતો. ખરેખર તેની જીંદગી પલટાઈ ગઇ.........
            આ જ કૉલેજમાં એક બીજુ વ્યક્તિત્વ પણ આકર્ષી રહ્યું હતુ. એક છોકરો. ..જેનું નામ દિશાંશ હતુ. સ્વભાવે સરળ પણ ભાવી લાગતા આ ચેહરો એલ્વનાની નજરે ચડ્યો. એકદમ શાંત , બધાની ઇજ્જત કરતા અને દરેક વસ્તુ જે એલ્વિના એ તેના પાર્ટનર માટે વિચારી હતી તે દિશાંશમાં હતી. થોડું આકર્ષણ તેના વ્યક્તિત્વ ને જાણીને હતુ. પણ શર્માળ એલ્વિના પાસે વાત કરવાની હીમ્મત ન હતી. વૈદેહી પણ તેનાથી દુર હોવાથી કોઇ મદદ મળી નહિ. થોડા દિવસો વીતી ગયા અને પોતાના કામે પરવાઇ ગઇ.
          અચાનક એક દિવસ દિશાંશ એલ્વિના પાસે આવ્યો અને બોલ્યો "મેં તને જોઈ છે મારા ક્લાસમાં. તારુ કામ  કરવાની રીત મને ગમે છે.  મારી મિત્ર બનીશ? !".... એલ્વિનાનું મોં જોવા જેવું હતુ. તેનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યુ. સમજાતુ નહિ કે શું જવાબ આપે!...પહેલા કોઈ દિવસ આવુ બન્યું ન હતુ. નજર નીચી રાખીને જરા ખચકાટ સાથે બોલી " હા ,કેમ નહિ ..." બસ...બીજું કશું બોલાયુ નહિ અને ત્યાંથી ચાલી ગયી.
          હવે શું રોકટોક હતી?! એલ્વિના અને દિશાંશ રોજ મળવા લાગ્યા.  ભણવા સાથે સાથે બીજી ઘણી વાતો કરતા. એક જ હોસ્ટેલમાં રહેવાનું હોવાથી આખો દિવસ સાથે રહેતા.  વાતો વધતા જતા ગાઢ સંબંધ રોપાવા લાગ્યો. જે દિવસે ના મળી શકે, વાત ના થાય તે દિવસ અરુચી લાગતી. આ મિત્રતા હવે કાંઈક અલગ રુપ લઈ રહી હતી. દિશાંશ એલ્વિનાનું ધ્યાન રાખતો, મદદ કરતો, બજારમાંથી ઘણીખરી વસ્તુઓ લઇ આવતો. એલ્વિના પણ તેની ચિંતા કરતી. જ્યારે એલ્વિના તેના ઘરેથી પાછી હોસ્ટેલ આવતી તો દરેક વખતે રાત થતી. અને ફોન કર્યા વગર દિશાંશ તેને લેવા બસ સ્ટેન્ડ પહોચી જતો. રાતના 10 પછી જાંપો બંધ થઈ જાય અને આખી રાત બહાર બેસવુ પડે એટલે કોઈ પણ વખત તે એલ્વિના ને એકલી ના છોડતો. આ બધી વાત એલ્વિનાને ખુશી આપતી. અને જોતજોતામાં દિશાંશ સાથે પ્રેમ થવા લાગ્યો હતો.....