baby shower books and stories free download online pdf in Gujarati

સીમંત (ધ બેબી શોવેર)

અવની અને આકાશ જાણે એક બીજા માટે જ સર્જાયા હતા. કોલેજ માં બંને ની મિત્રતા ક્યારે પ્રેમ માં પરિણમી ખબર જ ન રહી.  મધ્યમ વર્ગીય પરિવાર માંથી આવતી અવની અને સુખીસંપન્ન પરિવાર નો શાહજાદો  આકાશ બંને વચ્ચે ક્યારેય આર્થિક અસમાનતા  એ વિલન બનવાની કોશિષ કરી ન હતી. અવની અને આકાશ ના પ્રેમ ની ચર્ચા કોલેજ ના ગ્રાઉન્ડ થી નીકળી અનંતરાય ના દ્વાર સુધી પોહચી ગઈ હતી. અનંતરાય આજથી ત્રીસ વર્ષ પહેલાં નસીબ અજમાવવા ગામડું છોડી ને શહેર માં સ્થાયી થયા હતા. અને શરૂઆત ના સમય માં જે મીલ માં નોકરી કરતા એજ મીલ માં  કામ કરતા અશોકભાઈ સાથે મિત્રતા થઈ હતી. બંને સુખ દુઃખ ના સાથી મિત્રો બની ગયા હતા. જોડે ટિફિન જમતા આ બંને મિત્રો ના પરિવાર વચ્ચે પણ ગાઢ સંબંધ બંધાઈ ગયો હતો. આજે અશોકભાઈ એજ મીલ માં મેનેજર હતા જ્યારે અનંતરાય શહેર ના સફળ ઉદ્યોગપતિ બની ચુક્યા હતા.

               અશોકભાઈ ને દીકરી અવની અને આકાશ ના પ્રેમ ની જાણ ત્યારે થઈ કે જ્યારે એમનો મિત્ર અને હાલનો મોટો ઉદ્યોગપતિ અનંતરાય એમના ઘરે પરિવાર સાથે આવ્યો અને અવની નો હાથ આકાશ માટે માંગ્યો. અશોકભાઈ એ દીકરી અવની ની ઈચ્છા જાણવા એને પૂછી જોયું અને બસ એજ દિવસે બંને ના સગપણ નક્કી થઈ ગયા. પંડિતજી ને બોલાવી સગાઈ ની તારીખ  નક્કી કરી લીધી અને ધામધૂમ થઈ અવની આકાશ ની રિંગ સેરીમની થઈ. બંને મિત્રો એ અભ્યાસ પૂરો થાય પછી આકાશ અને અવની ના લગ્ન કરાવાનું નક્કી કર્યું. અવની અને આકાશ ના પ્રેમ માં કોઈ વિઘ્ન આવ્યું ન હતું તેમણે કલ્પના પણ નોહતી કરી કે આટલી સરળતા થી બંને ને એકબીજાનો પ્રેમ મળી જશે. હવે અવની આકાશ જોડે જોડે જ કોલેજ જતા, લાઈબ્રેરી હોય મોલ હોય કે મલ્ટીપ્લેક્સ જ્યાં અવની ત્યાં આકાશ. લોકો અવની અને આકાશ ની જોડી જોઈને દંગ રહી જતા. આકાશ અને અવની એ એમબીએ નો અભ્યાસ પૂર્ણ કર્યો.

          હવે બંને પરિવાર ના વડીલો એ આકાશ અને અવની ના લગ્ન માટે પંડિતજી તેડાવ્યા અને લગ્ન ની શરણાઈઓ વગાડવાની તારીખ પણ આવી ચૂકી હતી. આકાશ અને અવની ના લગ્ન ખૂબ ધામધૂમથી થયા, અવની હવે એક નાનકડી સોસાયટી માંથી પ્રતિષ્ઠિત ફેમિલી ના બંગલો માં વહુ બની ને આવી ગઈ. આટલો સમૃધ્ધ પરિવાર હોવા છતાં રિવાજો માં કેટલા રૂઢિચુસ્ત છે એ અવની એ સાસરી માં આવી પેહલી વાર જોયું. અવની સાથે અણવર માં આવેલી એના કાકા ની દીકરી કેતકી ને એક સરસ ડ્રેસ આપ્યો. એના કુટુંબ માં જોવા મળતા રિવાજો અહીં પણ હતા. બારણે સફેદ કાપડ પાથરી સાસુ એ અવની ના કંકુ પગલાં પાડ્યા હતા. આમતો ઘણી વખત આકાશ જોડે અવની આ ઘરે આવી ચૂકી હતી પરંતુ આજે પેહલી વખત એ સત્તાવાર આ ઘર ના સદશ્ય તરીકે આવી રહી હતી. લગ્ન પછી ની બધી વિધિઓ એકી સંખ્યા ના આણા કુટુંબ માં જમવા જવાનું આવું બધુ અઠવાડીયું ચાલ્યું અને પછી અવની આકાશ એમના ડ્રિમ હનીમૂન માટે કેરાલા ની ફ્લાઇટ પકડી રવાના થયા.

            આકાશ અને અવનીએ    કેરળ માં મુન્નાર, ઠેકડી, એલેપ્પી, વગેરે સ્થળો એ કેરાલા ના પ્રાકૃતિક સૌંદર્ય ની સાથોસાથ એકબીજા ના સૌંદર્ય ને ભરપૂર માણ્યું. અઠવાડિયું કેરાલા માં હનીમૂન માણી ને બંને હવાઈ માર્ગે ગુજરાત આવી પોહચ્યા. અવની અને આકાશ ના ખુશખુશાલ જીવન ની શરૂઆત થઈ ચૂકી હતી. આકાશ અને અવની બંને એ ફેમિલી બિઝનેસ સંભાળી લીધો હતો. દિવસો જતા ક્યાં વાર લાગે છે? આજે આકાશ અવની ની ત્રીજી એનિવર્સરી હતી અને ખૂબ શાનદાર પાર્ટી પણ કરી હતી પરંતુ અવની બેચેન હતી આજે એના સાસુ માયા બેને એને કહી દીધું હતું કે હવે ત્રણ વર્ષ થયાં અને આ ઘર માં બાળક નો કિલ્લોલ વર્ષો થી થયો નથી. બેટા હવે આ ઘર ને ખુશીઓ થી ભરી દેવા એક નાનકડો નંદ કુંવર જેવો લાલ આવતી એનિવર્સરી પેહલા જોઈએ. અવની પણ ખુબજ સમજદાર દીકરી અને સમજુ વહુ હતી, ઉપરાંત એક સ્ત્રી સહજવૃત્તિ થી એ પણ માતૃત્વ જંખતી હતી. પરંતુ કેરિયર સ્થાયી કરવા અને નવા નવા લગ્નજીવન ને એન્જોય કરવા એમણે બે વર્ષ સુધી બાળક ના થવા દીધું. અને આજે સાસુ ની વાત સાંભળી એ ખૂબ વ્યથિત થઈ ગઈ હતી, રાત્રે એણે આકાશ ને વાત વાત માં કહી દીધું કે જો હવે આ ઘર માં એક નાનકડો રાજકુમાર આવી જાય તો આપણા ઘર માં આનંદ આંનદ થઇ જાય. ત્યારે આકાશે અવની ના ગાલે ચીમટો ભરતા કહ્યું પણ મારે તો તારા જેવીજ નાનકડી પરી જોઈએ છે. અને અવની શરમાઈ ગઈ.  અવની આકાશ હવે વધુમાં વધુ સમય જોડે વિતાવતા.