rediff love part 3 books and stories free download online pdf in Gujarati

રેડીફ લવ ભાગ ૩

રેડીફ લવ ભાગ ૩
રેડિફ લવ ભાગ - ૧ અને ૨ માં આપે વાંચ્યું કે હું ખાલી સમયમાં નેટ ચેટિંગ કરવાનું શરૂ કરું છું, અને મારા મિત્રો મને એક વાર કોઈ છોકરીના ખોટા આઈ.ડી. થી ચેટ કરીને ડફોર પણ બનાવે છે, અને પછી હું રેડીફ ચેટ મેસેન્જર માં ચેટ ચાલુ કરું છું અને મારી ચેટ પદમીની નામ ની એક છોકરી સાથે શરૂ થાય છે, હું તેને મારુ નામ અમિત બતાવું છું જે ખોટું છે, અને પદમીની સાથે ચેટ માં હું એને મારો ફોટો શેર કરું છું, જે ખરેખર અમિત નો હોય છે, અને પદમીનીને એસ.ટી.ડી. બુથ માંથી ફોન કરું છું ,હવે આગળ વાંચો.

મેં ફરીથી એ નંબર પર ટ્રાઈ કર્યો અને આ વખતે રિંગ વાગી અને ફોન ઉપડ્યો
ફોન ઉપડતા સામે છેડે થી કોઈ છોકરી મધુર અવાજમાં બોલે છે, "હેલો શેરખાન, હાઉં મે આઈ આસિસ્ટ યુ",

હું જવાબ આપું છું " આઈ વોન્ટ ટુ ટોક વિથ પદમીની ",

આગળ ની અમારી તમામ વાત હિન્દી માં થાય છે.

"હા, હું પદમીની બોલું છું ,કોણ અમિત બોલે છે ?" સામે થી પૂછવામાં આવે છે.
"હા" મને રાહત થાય છે કે ચાલો આ વખતે તો મારો પોપટ નથી થયો.
" હવે તારો શક દૂર થયો ને કે હું પદમીની જ છું કોઈ છોકરો નહિ?" એ મને વ્યંગમાં પૂછે છે.
હું એને સોરી અને થૅન્ક્સ બને કહું છું સોરી એટલા માટે કે મેં એના પર શક કર્યો અને થૅન્ક્સ મારી જીદ પુરી કરી મારી સાથે અત્યારેજ વાત કરવા બદલ. પદમીની ને મોડું થતું હોઈ એ મને સોમવારે વાત કરીશુ એમ કહે છે અને અમારી પેહલી વખત ની ટેલિફોનિક વાત ત્યાં પુરી થાય છે.

હું ખુબજ ખુશ હોઉં છું કારણકે મેં ક્યારેય કોઈ છોકરી સાથે ફ્રેંડશીપ કરી હોતી નથી અને પહેલીજ વારમાં મારી ફ્રેંડશીપ મુંબઈ ની કોઈ છોકરી સાથે થઇ ગઈ. હું એ બે દિવસમાં આગળ પદમીની સાથે શુ વાત કરવી એના પ્લાન બનવું છું.અને તત્પરતા થી સોમવાર ની રાહ જોવું છું.
સોમવાર થતાંજ હું પદમીની ના ઓનલાઇન થવાની રાહ જોઉં છું અને એ જેવી ઓનલાઇન થાય છે કે તરતજ એને મોર્નિંગ વિશ કરું છું, થોડી વખત આડી અવળી વાત કર્યા પછી હું મૂળ વાત પર આવું છું.

પદમીનીને ગુજરાતી આવડતું ના હોઈ અમારી મોટા ભાગની વાત અંગ્રેજી અથવા હિન્દી માં જ થાય છે.

me : "જો તું પ્રોમિસ કરે કે તું ગુસ્સો નહિ કરે તો હું તને કંઇક કેહવા માંગુ છું."
પદમીની : "ના , હું એવું કોઈ પ્રોમિસ ના કરું, તું કહે પછી નક્કી થાય"
me : "ના તું પ્રોમિસ કરે તો જ હું કહું"
પદમીની : "એવું તો શુ છે કે તને કહેવામાં આટલી બીક લાગે છે."
me : " તું પ્રોમિસ કર કે વાત જાણ્યા પછી તું આપણી ફ્રેંડશીપ નહિ તોડે"
પદમીની : " ઠીક છે, હું પ્રોમિસ કરું છું, હવે તો કહે "
me : " સોરી, હું તારી આગળ ખોટું બોલ્યો છું, મારુ નામ અમિત નથી, અને મેં તને જે ફોટો શેર કર્યો તે પણ અમિત કે જે મારો ખાસ દોસ્ત છે એનો છે મારો નથી."
પદમીની : " ઓકે, તો હવે તારું સાચું નામ કહે"
me : " મારુ સાચું નામ .....A....... છે," હું તેને મારુ સાચું નામ, અને મારી તમામ સાચી વિગત જેવી કે મારુ સ્ટડી , કે જે મેં એને ખોટું કહ્યું હતું તમામ સાચી હકીકત જણાવું છું.

પદમીની મારા ખુલાસા થી ખુશ થાય છે, અને મને મારો સાચો ફોટો શેર કરવા જણાવે છે, પણ હું એને ના પાડું છું કે ક્યારેય આપણે રૂબરૂ મળીશુ ત્યારેજ એક બીજાને જોઇશુ, અને આ વાત પદમીની પણ મંજુર કરે છે.

પદમીની મને જણાવે છે કે હું એને એના ઓફિસ ના નંબર પર એને પૂછ્યા વગર કોલ કરું નહિ કારણકે તમામ ફોન રેકોર્ડ થતા હોય છે, હું એની વાત મંજુર રાખું છું કારણકે હું પોતે પણ શેરબજાર ના વ્યવસાય સાથે જોડાયેલ છું એટલે મને ખબર છે કે શેરબજાર માં કામ કરતા દરેક ઓફિસ ના તમામ ફોન ઓટો રેકોર્ડ થતા હોય છે, હું પદમીની પાસે એનો પર્સનલ નંબર માંગુ છું પણ એ જણાવે છે કે એની પાસે કોઈ પર્સનલ ફોન નથી તેમજ તેના ઘરે પણ ફક્ત એના મોટા ભાઈ પાસે જ એક મોબાઇલ છે બાકી કોઈ ની પાસે ફોન નથી.


અમે રોજ ખાલી સમયમાં ચેટ પર વાત કરીયે છીએ , અમને બંનેને એકબીજા સાથે વાત કરવી ગમે છે, બને એક બીજાને પોતાના ફ્રેંડ્સ , પરિવાર વિશેની તમામ વાતો શેર કરવાનું ચાલુ કરીયે છીએ, અમે હવે રોજ એના ઓફિસ ના નંબર પર પણ દિવસમાં એક વખત બે થી ત્રણ મિનિટ માટે વાત કરીયે છીએ. હવે હું પદમીની વિષે ઘણું જાણતો થઇ ગયો છું, કે એ મુંબઈ માં ડોમ્બિવલી વેસ્ટ માં રહે છે, એના ઘરવાળા એના લગ્ન માટે ચિંતા કરે છે, મારા સિવાય એના બે ખાસ ફ્રેન્ડ છે, શીતલ અને અવધૂત, કે જેમની સાથે એ પોતાની તમામ અંગત વાતો પણ શેર કરે છે, શીતલ એની સાથે જ એની ઓફિસ માં કામ કરે છે. પદમીની એ જણાવ્યું કે એના ઘરમાં થોડી નાણાકીય ભીડ રહે છે. એનો બીજા નંબરનો ભાઈ બહુજ ગુસ્સાવાળો છે. અને કઈ જ કામ કરતો નથી, એના પિતા નિવૃત થઇ ગયા છે. એવું ઘણું બધું અમે રોજ એકબીજા સાથે શેર કરીયે છીએ.
હું પણ પદમીનીને મારી જિંદગી ની તમામ વાતો વિષે જણાવવાનું ચાલુ કરું છું જેવી કે હું શેરબજાર ના વ્યવસાયમાં કેમ આવ્યો , એ પેહલા હું શું કરતો હતો એવું ઘણું બધું.
અમને બંનેને હવે એક બીજા સાથે વાત કરવાની જાણે લત લાગી ગઈ છે, હવે મને શનિવાર અને રવિવાર આવે એ ગમતું નથી કારણકે એ દિવસે હું પદમીની સાથે વાત નથી કરી શકતો, અને એટલે જ હું પદમીની ને એનો કોઈ ઉપાય કાઢવા જણાવું છું, પણ એ વિચારશે એમ કહીને વાત ને ટાળી દે છે, અને એક ચાલુ દિવસે બપોર થીજ મુંબઈ માં ખુબજ વરસાદ પડે છે, બધા ન્યૂઝ ચેનલ વાળા આજ સમાચાર દેખાડતા હૉય છે, પદમીની પણ આજે ઑફિસેથી ઘેર જવા વહેલી નીકળી જાય છે, કારણકે એને બે ટ્રેન બદલીને પાછા ઘરે પહોંચવાનું હૉય છે,અને લોકલ ટ્રેન સેવા વધુ વરસાદ ના કારણે ધીમે ધીમે બંધ થઇ રહી છે , હું એની ચિંતા માં હોઉં છું કારણકે મારી પાસે એ ઘરે પહોંચી કે નહિ એ જાણવાનો કોઈ જ રસ્તો નથી હોતો, અને હું બીજા દિવસ ની રાહ જોવું છું , બીજા દિવસે હું એના ઓનલાઇન થવાની રાહ જોવું છું પણ ૧૧ વાગવા છતાં હજુ એ ઓનલાઇન નથી થતી, અને ના છૂટકે હું એના ઓફિસ ના નંબર પર કોલ કરું છું તો ખબર પડે છે કે એ હજુ પણ ઓફિસ પહોંચી નથી, મને એની ચિંતા થાય છે અને સાથે ગુસ્સો પણ આવે છે, પણ હું કંઈજ કરી શકતો નથી.
એ પછીના દિવસે એ ઓફિસ આવે છે અને ઓનલાઇન થાય છે ત્યારે હું એના પર ખુબ ગુસ્સો કરું છું, એ મને સમજાવે છે કે એને ઘરે પહોંચતા ઘણું મોડું થઇ ગયું હતું અને એ વરસાદ માં ખુબજ પલળી ગઈ હતી અને માંદી થઇ ગઈ હતી એટલે એ ઓફિસ નહોતી આવી, પણ એ દિવસે કદાચ અમને બંનેને વગર કહે ખબર પડી જાય છે કે અમને બનેને એક બીજા માટે ફીલિંગ્સ વધી રહી છે. અને એ પછી એક શનિવારે એ મને એના ઘર પાસેના કોઈ ટેલિફોન બુથ માંથી ફોન કરે છે, એની પાસે વધુ વાત કરવાના પૈસા ના હોઈ એ ખાલી મને ફોન કરીને સામે ફોન કરવા જણાવે છે અને ફોન મૂકી દે છે અને પછી હું એ જ નંબર પર સામેથી ફોન કરું છું. એને ઇનકમિંગ ફોન માટે પણ ત્યાં થોડો ચાર્જ ચૂકવવો પડે છે. હવે શનિવાર અને રવિવારે પણ અમે આવી રીતે વાત કરી લઈએ છીએ.


હવે અમે બને એકબીજાને પોતાની અંગત વાતો પણ જણાવવા લાગીયે છીએ , હવે અમને બંનેને એકબીજા સાથે વાત કર્યા વગર ચેન નથી પડતું, એ એના મોટા ભાઈ નો ફોન નંબર પણ મને આપે છે અને જો ખુબજ જરૂર હૉય તો જ હું એ નંબર પર કોંટેક્ટ કરું એવું જણાવે છે. કદાચ અમે બંને હવે એકબીજાને પસંદ કરવા લાગ્યા છીએ પણ કોઈ એક બીજાને કઈ કેહ્તું નથી.
અને એક દિવસ હું પદમીનીને ચેટ ઉપર પૂછું છું કે તેની જિંદગી માં ક્યારેય કોઈ વ્યક્તિ ગમી છે કે નહિ?
"ના ક્યારેય કોઈના માટે એવી કોઈ લાગણી થઇ નથી " એવું કહી , તે મને આશ્ચર્ય થી પૂછે છે કે કેમ મારે આજે એવું પૂછવું પડ્યું, તે મને કોલ કરવા જણાવે છે પણ હું એને કોલ કરવાની ના પાડું છું

અને હું મારી તમામ હિમ્મત ભેગી કરીને પદમીનીને જણાવું છું કે કદાચ હું તેને પ્રેમ કરવા લાગ્યો છું.


થોડી વાર સુધી સામેથી કોઈ જ જવાબ નથી મળતો, મારા દીલ ની ધડકનો વધી ગઈ છે, મને લાગે છે કે મેં કદાચ ખુબજ ઉતાવળ કરી નાખી, મારે હજુ થોડો સમય રાહ જોવી જોતી હતી .હજુ તો અમને એકબીજાના સંપર્ક માં આવ્યા ને પૂરો એક મહિનો પણ નથી થયો,
બીજું અમે બને બિલકુલ અલગ વાતાવરણ માં થી આવીયે છીએ, એ મરાઠી છે તો હું ગુજરાતી, એ ભણેલી છે અને હું ફક્ત ૧૦ ધોરણ પાસ,એ નોન વેજીટેરીઅન છે અને હું શુદ્ધ શાકાહારી, એ મુંબઈ જેવી ફાસ્ટ લાઇફસ્ટાઇલ માં ઉછરી છે જયારે હું અમદાવાદ જેવા શાંત શહેરમાં, અમે બને એ એકબીજાને જોયા પણ નથી તો પછી પ્રેમ કેવી રીતે થઇ શકે, પણ આટલા વખત થી પદમીની મારી સાથે જે રીતે એની વાતો શેર કરી રહી હતી એને મેં એની વણકહેલ હા સમજી લીધી. અને ખબર નહિ હું મારી લાગણી ને કાબુ માં ના રાખી શક્યો અને પદમીની સામે મારી લાગણી રજુ કરી દીધી, ફોન પર હું કદાચ મારી લાગણી ને રજુ ના કરી શકત એટલે જ મેં ચેટ ઉપર જ કહેવાનું નક્કી કર્યું હતું, પણ હવે શું ?


હજુ સામેથી કોઈ જવાબ નહોતો આવ્યો અને મારામાં પણ હિમ્મત નહોતી કે હું એને પૂછું કે તારો શુ જવાબ છે, હું એના જવાબ ની રાહ જોઈ રહ્યો છું, મને બીક છે કે મારી આ ઉતાવળ કદાચ પદમીનીને કાયમ માટે મારા થી દૂર ના કરી દે, અને મને જે એક સારી દોસ્ત મળી છે એ પણ ના જતી રહે.

શું પદમીની મારો પ્રેમ કબૂલ કરે છે કે પછી મને ના પાડી દે છે અને કાયમ માટે મારી જિંદગી માંથી જતી રહે છે , આ બધા પ્રશ્નો ના જવાબ માટે વાંચજો રેડીફ લવ ભાગ ૪
વધુ આવતા અંકે,