A different relation - 5 books and stories free download online pdf in Gujarati

અ ડિફરન્ટ રિલેશન - ૫

આરોહી અને કિર્તનની મિત્રતા બહુ જ પવિત્ર અને ગાઢ હતી.  પ્રદિપ એ બંનેને એકબીજાના જીવનસાથી ના રૂપે જોવા ઈચ્છે છે અને નકકી કરે છે કે આ વાત વિષે બંને શું વિચારે છે એ જાણવું જોઈએ. 

પ્રદિપ કિર્તન ને એક મળવા બોલાવી વાત વાતમાં જાણવાની કોશિશ કરે છે. 

પ્રદિપ કિર્તન ને છેડવાનું ચાલુ કરે છે અને કહે છે કે "અરે કિર્તન,  આરોહી શું કરે છે આજકાલ!!  પેલા તો તું બધું કહેતો હતો અને હવે કઈ સરખું જણાવતો નથી.  શું ચાલે છે!! " 

કિર્તન થોડો શરમથી લાલ થઈ રહ્યો હતો, એટલે વાત ટાળવાની કોશિશ કરી "ના દોસ્ત, એવું કઈ નથી. એ તો હમણાં આપણે મળ્યા નથી એટલે તને એવું લાગે છે. "

પ્રદિપ વધારે ખેંચવાની કોશિશ કરતાં કહે છે "હા, તો આજે મળ્યા છીએ ને હવે કહે ચાલ, શું ચાલે છે આજકાલ!!! "

કિર્તન ને તો આરોહી વિષે વાત કરવા માટે કોઈ તક જ જોઈતી હોય. એ આરોહીની બધી વાતો બોલી ગયો. એને જોઈને તો પ્રદિપ પણ થોડી વાર માટે અચંબિત થઈ જાય છે કે આટલો બદલાવ કિર્તનમાં!!  જે ક્યારેય છોકરી સામે જોવા પણ તૈયાર નહોતો એ જ આજે આરોહીની વાતો કરતાં થાકતો નથી.  પ્રદિપ ને કિર્તનની આંખોમાં આરોહી માટે અનહદ પ્રેમ અને માન દેખાઈ રહ્યા હતા. પ્રદિપ કિર્તન ને પુછે છે "કિર્તન એક સવાલ પૂછું!! પણ સાચો જવાબ આપવો પડશે"

કિર્તન પ્રદિપ ના ખભા પર હાથ મુકીને પ્રદિપ ને વિશ્વાસ અપાવે છે "અરે,  આમ તારે મને કઈ પુછવા માટે મારી મંજૂરી લેવાની જરૂર કેમ પડવા લાગી!!  અને રહી વાત સાચા જવાબ ની તો તેનો ખબર જ છે હું તારાથી કઈ ના છુપાવી શકું. "

પ્રદિપ સીધું જ પુછે છે " તને આરોહી આટલી જ પસંદ હોય તો તારે એને જણાવી દેવું જોઈએ એવું નથી લાગતું!!!!"

કિર્તન થોડો થોથવાય જાય છે "ના, પ્રદિપ એવું કઈ નથી. તું જે વિચારે છે એવું કઈ નથી.  આરોહી મારી મિત્ર જ છે બસ. જેવી રીતે હું અને તું એવી જ રીતે આરોહી પણ.... "

કિર્તન વાત પૂરી કરે એ પેલા પ્રદિપ બોલી ઊઠયો "બસ કિર્તન,  બહુ થયું હવે.  હું જ્યારે પણ તને આ વિષે વાત કરું છું ત્યારે તું આવું કહીને ટાળી દે છે. તું મને એટલો જવાબ આપ. કેમ તું આરોહી ને દુઃખી નથી જોઈ શકતો!  આરોહી એક દિવસ કોલેજ ના આવે તો કેમ તારું પણ મન નથી લાગતું કોલેજમાં!! આરોહી બિમાર હોય તો તું દુઃખી કેમ થાય છે!! કેમ તમે બને એકબીજાને નાનામાં નાની વાત પણ કહો છો!!  કેમ બને એકબીજા સાથે વાત કર્યા વગર નથી રહી શકતા!!  કિર્તન જવાબ આપ. તારી આ જ ખામોશી એ સાબિત કરે છે કે તું આરોહી ને દિલથી ચાહે છે પણ બસ દિમાગ મંજૂરી નથી આપતું. "

કિર્તન કઈ પણ બોલ્યા વિના ત્યાથી ઊઠીને જતો રહ્યો પણ આખો દિવસ અે જ વિચારમાં પસાર થઇ ગયો કે શું સાચે જ એ આરોહી ને ચાહે છે કેમ એને આરોહી ને જોયા વગર ચેન નથી પડતું. આવા જાતજાતના વિચારો કરતા જ દિવસ પસાર થઇ ગયો. 

બીજા દિવસે કોલેજમાં ટ્રેડિશનલ ડે ની ઊજવણી નિમિત્તે બધા છોકરાઓ કુરતા અને છોકરીઓ સાડીમાં આવી હતી. કિર્તન પણ ટ્રેડિશનલ કપડાંમાં સોહામણો લાગતો હતો. પણ એને પોતાના દેખાવ કરતા આરોહી ને સાડીમાં જોવાની જલદી હતી.  આરોહી પણ એટલી જ આતુર હતી કે ક્યારે એ કોલેજ પહોંચે અને કિર્તનને જોઈ શકે. 

કોલેજ પહોચતા જ આરોહીએ કિર્તનને કોલ કર્યો "કિર્તન કયાં છે તું! આજે બધાએ કયાં જવાનું છે!! "

કિર્તન પણ એ જાણીને ખુશ થાય છે કે આરોહી કોલેજ પહોંચી ગઈ છે "આજે આપણે સભાખંડમાં જવાનું છે અને હા,  આપણે બને શિસ્ત સમિતિના સભ્યો છીએ તો વેલા જવું પડશે.  તું જલ્દી આવી.  હું બહાર જ તારી રાહ જોઉં છું. "

આરોહી પણ જલ્દીથી ચાલવા લાગે છે. આરોહી ને જોતા જ કિર્તનની આખો સ્થિર થઇ જાય છે.  સોનેરી બોર્ડર વાળી પ્લેઈન લાલ સાડી મા આરોહી તો જાણે કોઈ હિરોઈન જ લાગતી હતી.  એમાં પણ ખુલ્લા અને હવામાં રમત રમતાં હોય એમ લહેરાતાં રેશમી વાળ આરોહીની સુંદરતા મા વધારો કરી રહ્યા હતા. કિર્તન ને દૂરથી જોઈને ફક્ત પોતાના માટે આરોહી દ્વારા નીકળેલા સ્મિતને જોઈને બે મિનિટ માટે તો કિર્તન પણ આરોહી ને પોતાની જીવનસંગીની સમજી બેઠો. આ તરફ આરોહી પણ કિર્તન ને જોઈને ખુશ થઈ ગઈ હતી. કિર્તનની સાદગી જ આરોહી ને પહેલાથી જ ગમતી હતી અને એમાં પણ આ ટ્રેડિશનલ પહેરવેશ કિર્તન પર કઈક વધારે જ શોભતો હતો. આરોહી કિર્તનની તારીફ મા કઈ બાકી રાખવા નહોતી માગતી પણ એ વધારે બોલી જ ના શકી.. "અરે વાહ કિર્તન,  તું આ ટ્રેડિશનલ કપડાંમાં મા બહુ જ સ્માર્ટ લાગે છે. "

કિર્તન તો જાણે આંખોથી જ આરોહી ની તારીફ કરી રહ્યો છે પણ આરોહી નો અવાજ સાંભળતા જ એ ફરી સ્વસ્થ થઇ જાય છે "હા,  પણ તારી જેટલો તો નહીં જ.  આરોહી તું પણ ખૂબ જ સુંદર લાગે છે. "

પોતાના માટે કિર્તન પાસેથી તારીફ સાંભળી આરોહી ખુશ થઈ જાય છે. બન્ને સમિતિ માં હોવાથી આખો દિવસ સાથે પસાર કરે છે. એકબીજા સાથે ઘણો સમય પસાર કરવાથી બંને ખુશ હતા. 

આરોહી નો જન્મદિવસ અાવી રહ્યો છે એ કિર્તન ને યાદ હતું તે આરોહી ને કઈક આપવા માગતો હતો પણ શું તે સમજાતું નહોતું. પણ આ તરફ બીજું કઈ થવાનું હતું. 

શું હતું એવું જે આરોહી અને કિર્તન વચ્ચે તનાવ કરવામાં ભાગ આપતું હતું......!! 

જાણીશું આવતા અંકે....