Ajanyo prem in Gujarati Love Stories by Veera Kanani books and stories PDF | અજાણ્યો પ્રેમ.

Featured Books
  • Mafiya Boss - 7

     नेहा- देखो सीधे- सीधे बता दो कि उस बच्चे को तुम लोगों ने कि...

  • तेरे मेरे दरमियान - 46

    विकास :- यही कुछ 1000 करोड़ की ।काली :- साला , एक ही बार मे...

  • ‎समर्पण से आंगे - 1

    ‎part - 1‎‎सुबह के छह बज रहे थे।‎शहर अभी पूरी तरह जागा नहीं...

  • रहनुमा

    रहनुमा आज ईद का दिन था। साहिल नमाज़ पढ़ने गए हुए थे। अंबर घर क...

  • कृष्ण–अर्जुन

    ⭐ कृष्ण–अर्जुन कुरुक्षेत्र का युद्ध समाप्त हो चुका था।घोड़ों...

Categories
Share

અજાણ્યો પ્રેમ.

ખુશી ના ટેબલ પર પડેલા મોબાઈલ માં સવાર નું 5.30 નું અલાર્મ વાગે છે  ટ્રીન ટ્રીન ટ્રીન
આળસ મરડતી ઊભી થઈ એલાર્મ બંધ કરી ઝડપ થી ફ્રેશ થઈ ચા નાસ્તો કરવો આ ખુશી નું રોજ નું રૂટીન
પણ આજે ખુશી માટે કંઈક અલગ જ દિવસ હતો જેની ના તો ખુશી ને ખબર હતી ના એના જોયેલા સપના ઓ ને ખબર હતી
અને હા ખુશી એટલે એક એક એવી છોકરી જે ખુલ્લી આંખે સપના જોતી હોઈ ભલે જોબ પર પણ ત્યાં પણ   સપના તો જોવાના જ.
આજે પણ રોજ ની જેમ રોજ નું રૂટીન પતાવી હજી જોબ પર જવામાં થોડો ટાઈમ હોવા થી આદત મૂજબ whats app facebook instagram બધુ ચેક કરી મેસેજ ના રિપ્લાય કારી મોબાઈલ પર્સ માં મૂકી અને જોબ પર જવા નિકળી ગઈ
7.30 નો પહેલો લેકચરર હોઈ એટલે ખુશી તો 7.15 એ ક્લાસ પર પહોંચી જ જાઈ.
10 વાગ્યે ક્લાસ લઈ ને પછી જવાનું સ્કૂલ મા આ પણ એક નિયમ
9.30એ ખુશી ના ફોન માં તેની બેસ્ટ ફ્રેન્ડ ના કોલ આવે છે પણ મોબાઈલ ડ્રોવર માં હોવા થી ખુશી ને ખબર રહેતી નથી એક બે ત્રણ એમ કારી ને પાંચ મિસકોલ હતા
10 વાગે ક્લાસ પતાવી ને ખુશી એ મોબાઈલ જોયો  તો એની ફ્રેન્ડ ના મિસકોલ જોઈ ને કોલ બેક કરે એટલે ખબર પડે છે કે તેની સગાઈ નક્કી થઈ હોય છે
એક વીક પછી......
ફાઇનલી એ દિવસ આવી ગયો જેની રાહ ખુશી અને તેની બેસ્ટી જોતા હતા એટલે કે ખુશી ની ફ્રેન્ડ ની સગાઈ નો દિવસ
રવિવાર નો દિવસ અને સવાર થી જ જાણે મેઘરાજ મહેરબાન હતા
વરસતા વરસાદ માં ખુશી તેની ફ્રેન્ડ સાથે હોઈ છે.
એક બાજુ સગાઈ ની વિધિ ચાલતી હોય છે અને બીજી બાજુ ખુશી ની ફ્રેન્ડ દિયા ની સગાઈ વિશાલ નામ ના છોકરા સાથે થઈ રહી હોય છે તો ખુશી અને તેની ફ્રેન્ડઝ વિશાલ ના ફ્રેન્ડઝ સાથે મસ્તી કરતા હોઈ છે અને અંતે સગાઈ નક રાસમ પૂર્ણ થાઈ છે. ત્યાં સુધી તો બધું નૉર્મલ ચાલતું હોય છે પણ ખુશી ને ખબર હોતી નથી કે મજાક મસ્તી માં થયેલી વાતો એ વિશાલ ના બેસ્ટફ્રેન્ડ ક્રિશ ને ખુશી માટે એક લાગણી જન્મવા લાગી હતી હા અપડે કહી શકીએ કે કદાચ આકર્ષણ હોઈ ક્રિશ ને ખુશી પ્રત્યે.
બસ સગાઈ નો દિવસ આમ જ પૂર્ણ થાઈ છે  થોડા દિવસ સુધી બધું પેલા ની જેમ જ ચાલે છે ખુશી તો સગાઈ ના દિવસ ની વાતો ત્યારે જ ભૂલી જાઈ છે પણ ક્રિશ ભૂલી શકતો નથી જો કે ક્રિશ એ તો સગાઈ ના દિવસે જ વિશાલ પાસે થી ખુશી નું આખું નામ જાણી ને facebook પર ખુશી નું પ્રોફાઈલ જોઈ લીધું હોય છે.
સગાઈ ના થોડા દિવસ પછી ક્રિશ મજાક માં જ વિશાલ ને કહે છે કે યાર ભાભી ને કે ને એની ફ્રેન્ડ ખુશી સાથે વાત કરાવે જો કે ક્રિશ એ તો  facebook પર મેસેજ કારી જ દીધો હોઈ છે પણ ખુશી ઘણા સમય સુધી જોતી નથી એટલે ક્રિશ vat કરવા માટે વિશાલ ને કહેતો હોઈ છે.અને એ જ દિવસે બને છે એવું કે દિયા વિશાલ જોડે વાત કરતી હોય છે ને અચાનક ખુશી દિયા ના ઘરે દિયા ને મળવા આવે છે
ખુશી તો એના મજાકિયા સ્વભાવ મુજબ મજાક મજાક માં જ દિયા ને કહે છે કે વિશાલ ને કે છોકરો શોધી આપે તો હું પણ સગાઈ કરી લેવ એટલે આપડે લાઈફ ટાઈમ સાથે રહી શકીશું......
વધુ આવતા અંકે......

દોસ્તો આ મારી પહેલી સ્ટોરી છે તો મારી ભૂલો બદલ માફી માંગુ છું.
તમારા મંતવ્યો મને જણાવી શકો છો.