The Hunt books and stories free download online pdf in Gujarati

The Hunt

હાઈ દોસ્તો કેમ ચો આપણી સમક્ષ લઇ ને આવી રહી છુ એક નવી નોવેલ THE HUNT . આઈ હોપ કે તમને પસંદ આવશે . પ્લીઝ રેટિંગ આપવાનું ચુકતા નહિ નેગેટિવે કે પોઝિટિવએ રિવ્યૂ આપજો. ચાલો શરુ કરીએ .

એ લોકો પર્વતો ની હારમાળા ઓ વચ્ચે ક્યાંક બેઠા હતા .તેમનો ટેન્ટ હતો તેનાથી દૂર એક પિકનિક રગ પાથરીને.નીલ હસતા હસતા બોલ્યો,"તો શુ કહેવું છે તારું? લગ્ન કરીશ મારી જોડે?

એની ઊંડી આંખો માં જોતા જ પ્રિયાએ વિચાર્યું આ એજ છે જેની મને તલાશ હતી.જેની સાથે મારે રહેવું છે હંમેશા માટે. બુઢઢું થવું છે. આટલી વાર માં દૂર થી એક બેલ વાગતો હોય એવો અવાજ આવે છે.નીલ ને અવાજ દૂર દૂર લઇ જય રહ્યો છે . તેને નીલ ને ભેટવું છે પણ અવાજ નીલ ને દૂર ને દૂર લઇ જય રહ્યો છે. ધીરે ધીરે અવાજ ની ત્રિવ્રતા વધતી જાય છે અને નીલ ગાયબ થઇ જાય છે. આ સપના માં થી જાગી જાય છે. જુએ છે તો બાજુ માં પડેલો ફોન વાગી રહ્યો હોય છે.તેણે ફોન ઉઠાવ્યો અને બોલી ,"હેલો?"

"પ્રિયા હું નીલ બોલું છુ આઈ હોપ કે મેં તને ઊંઘ માં થી જગાડી નથી " નીલ બોલ્યો.

"હા હા હા હું તારું જ સપનું જોઈ રહી હતી અહીંયા આવી જ ને પ્લીઝ ટ્રીપ પર જતા પહેલા થોડો ટાઈમ જોડે ગુજારીએ."

નીલ હસ્યો અને બોલ્યો ,"સોરી પ્રિયા એટલે જ તને ફોન કર્યો કે આપડે ટ્રીપ કેન્સલ કરવી પડશે."

પ્રિયા ગુસ્સા માં બોલી," શુ કહ્યું ટ્રીપ કેન્સલ?

નીલ બોલ્યો ,"હા સમજ ને યાર માટે થોડા દિવસ માટે શહેર છોડી ને જવું પડે તેમ છે હું પાછો આવીશ એટલે આપડે ચોક્કસ પાંચ જઈશું બસ પ્રોમિસ."

પ્રિયા બોલી,"પણ મેં બુકિંગ પણ કરાવી દીધું છે નીલ હું નથી કેન્સલ કરવાની . "

" હા મને ખબર છે પણ..........." રાજ બોલતો હતો ત્યાંજ પ્રિયા બોલવા લાગી.

"આ રાત કેટલી સ્પેશ્યલ હતી આપડે માટે ખબર છે તને કે આ પણ ભૂલી ગયો કે આપડે engage છે .

"પ્રિયા સોરી યાર અત્યારે આ બધી વાતો નો ટાઈમ નથી મારી માટે કાર વેટ કરે છે હું પ્લેન માં બેસી ને તને કોલ કરું છુ." નીલ બોલ્યો.

"પ્લેન શુ યુનિવર્સિટી.....???" તેની વાત કટ કરતા નીલ બોલ્યો.

"અરે ના યુનિ નું કશુ નથી હું તને કોલ કરું છુ વેટ કરજે.

પ્રિયા આગળ કશું બોલે આ પહેલા તો ફોને કટ થઇ ગયો.

પ્રિયા રડી પડી.પછીના ૩ કલાક જેટલું વેટ કર્યું પ્રિયા આ પણ નીલ નો ફોન ના આવ્યો. થોડી વાર પછી તે બાથરમ માં ગઈ અને બાથ ટબ ગરમ પાણી થી ભરી ને પોતાનું શરીર અંદર નાખ્યું.વિચારવા લાગી કે કેમ હજુ સુધી નીલ નો ફોન આવ્યો નહિ. નીલ જે પ્રોમિસ કરે એ પૂરું કરે તેવો હતો એને કહ્યું હતું કે આ કોલ કરશે તો પછી આ કોલ કરે જ. વિચારો માં પાણી ગરમ થી હુંફાળું અને ઠંડુ થઇ ગયું. આટલી વાર માં ફોને ની રિંગ વાગી. પ્રિયા આ જોયા વગર જ ફોન ઉઠાવ્યો અને બોલી,"નીલ હું ક્યારની....?'

"હું છુ કમાન્ડર સ્ટેનમોર "

નિરાશ અવાજે પ્રિયા બોલી,"ગુડ આફ્ટરનૂન સર."

તમે જુવાન માણસ ના ફોન ની વેટ કરી રહ્યા હતા.આ માણસે કહ્યું.

"ના સર...." પ્રિયા બોલી.

"હા હા એવું જ છે.તે હસ્યઆ અને બોલ્યા "નીલ ખુબ જ સારો માણસ છે અને ક્યારે પણ ગુમાવી દેવાની ભૂલ ના કરતા."

"થૅન્ક યુ સર"

પછી આ અવાજ સખત કરી ને બોલ્યા,"પ્રિયા મારે તારી અહીંયા જરૂર છે. અહીંયા પ્રોન્ટો માં."

"પણ સર આપડે શનિવારે તો કામ નથી......" પ્રિયા ની વાત કટ કરતા આ બોલ્યા," હા પ્રિયા ખબર છે પણ એક emergency છે.

પ્રિયા સહેજ ટટ્ટાર થઇ ને બોલી,"emergency ?" એ વિચારવા લાગી કે એટલા ટાઈમ માં કમાન્ડર ના મોં થી આ શબ્દ નથી સાંભળ્યો. તે બોલી," હા સર જલ્દી આવું છુ."

" હાઆવો જલ્દી." ફોને કટ થઇ ગયો.

પ્રિયા બહાર આવી ટુવાલ લપેટી ને અને જે કપડાં કાઢ્યા હતા ટ્રેકિંગ કરવા માટે અને ટ્રીપ પર લઇ જાંવા માટે આ નિરાશ વદને પાછા મુક્યા.અને એક ઓફિસે નો ડ્રેસ કાઢી ને તૈયાર થઇ.

energency અને crypto માં? તે વિચારવા લાગી.

જેમ જેમ નીચે ઉતારતી હતી અને બેડ રૂમ માં થી તેમ તેમ તે વિચારવા લાગી કે ખબર નહિ આજનો દિવસ કેવો હશે ક્યાં ટ્રેકિંગ અને ટ્રીપ વિષે વિચાર્યું હતું અને ક્યાં ઓફિસે જવું પડે છે.

******************************************

ત્રીસ હાજર ફુટ ઉપર નીલ એક જેટ પ્લેન માં હતો. તેણે કહેવામાં આવ્યું હતું કે એ પ્લેન માં રહેલો ફોન આઉટ ઓફ ઓર્ડર છે. અને તેણે પ્રિયા ને ફોને કરવાનો મોકો મડ્યો નહિ.

હું શુ કરી રહ્યો છુ અહીંયા? પોતાને જ સવાલ કર્યો પણ આ સવાલ નો જવાબ પણ આ જાણતો જ હતો. એક માણસ હતો જેને એ ક્યારે પણ ના ના કહી શકે.

"મી. શાહ? લોઉડસ્પીકર માં થી અવાજ આવ્યો. આપડે અડધા કલાક માં પહોંચી જઈશું.

નીલ આ ડોકું હલાવ્યું અને વિન્ડો પાર રહેલું શટર બંધ કરી ને સુવા ની કોશિશ કરવા લાગ્યો. પણ તેની દિલો દિમાગ માં પ્રિયા જ હતી . ખબર નાઈ ક્યારે વાત થશે એની જૉ બિચારી નીલ ના ફોને નો વેટ કરતી હશે.નીલ વહીચારો માં ખોવાઈ ગયો.

****************************************

પ્રિયા ની કાર એક બિલ્ડીંગ પાસે આવી ને ઉભી રહી. એક ગાર્ડ એ આવીને તેણે કહ્યું,"id પ્લીઝ."

પ્રિયા આ આપ્યું અને તે કાર્ડ ગાર્ડ એ swipe કર્યું અને ગેટ ઓપન થયા . પ્રિયા ને id પાછું આપતા ગાર્ડ બોલ્યો,"થૅન્ક યુ મિસ શાહ."

સ્મિત સાથે પ્રિયા કાર ને આગળ ચાલવા લાગી. થોડી થોડી વારે એ સેક્યુરીટી એક પછી એક પસાર કરતી ગઈ અને છેલ્લે ચેક પોઇન્ટ પાર આવી. મન માં બોલી યાર એક મિલીઓન ટાઈમ અહીંયા આવી હોઈશ કેટલી વાર એકની એક પ્રોસેસ માં થી પસાર થવાનું. છેલ્લા ચેક પોઇન્ટ પાસે ૨ ગાર્ડ હતા જે મશીન ગન અને ૨ સ્નિફર ડોગ ને લઇ ને ઉભા હતા. તેમને પણ id ચેક કર્યું અને ગેટ ઓપન થયો.તે પાર્કિંગ માં આવી અને એમ્પોઈ લોટ સી ના પાર્કિંગ માં કાર પાર્ક કરી. આ તેની જગ્યા હતી.

"અનબિલીવેબલ તેણે વિચાર્યું.૨૬૦૦૦ એમ્પ્લોયી અને ૧૨ બીલીઓન ડોલર નું બજેટ આ લોકો મારા વગર આ કામ કરી શકે જ નહિ.

એક લેન્ડસ્કેપિંગ કરેલી સુંદર જગ્યા એ થી પસાર થઇ ને તે આગળ આવી અને મેઈન બિલ્ડીંગ માં ગઈ. ૨ ચેક પોઇન્ટ ઔર ક્લીઅર કર્યાં અને એક દૂર પાસે આવી ને ઉભી રહી ત્યાં વોઇસ ચેક થયું અને ફાઈનલી તે બિલ્ડીંગ માં પ્રવેશી.ગાર્ડ તેણે જોઈને બોલ્યો,"ગુડ આફ્ટરનૂન મિસ શાહ ."

તે પણ હસતા બોલી,"હાઈ જ્હોન"

"આજે તમે અહીંયા આવો આવી અપેક્ષા ના હતી.' ગાર્ડ બોલ્યો.

હા મને પણ ના હતી પણ શુ થાય જોબ છે ને . " તે હસી ને આગળ વધી. તે એક બંધ દરવાજા પાસે આવી ને ઉભી રહી જેના પાર લખ્યું હતું"crypto "

તેણે ત્યાં પોતાનો ૫ ડિજિટ પાસવર્ડ નાખ્યો અને ડોર ઓપન થવાની રાહ જોવા લાગી.તેના વિચારો હજુ પણ નીલ જ હતો. નીલ શાહ ...... એ માણસ કે જેને એકલાને જ તેણે પ્રેમ કર્યો છે . જેઑરજ ટૉવન યુનિનો સૌથી જુવાન પ્રોફેસર.અને ફોરેઇન ભાષા નો સ્પેશ્યલિસ્ટ.એ એક સેલિબ્રિટી હતો મ કહીએ તો પણ ચાલે.જન્મ થી જ અપાર બુદ્ધિમત્તા વાળો અને ભાષા પ્રેમી. તેણે માસ્ટર કર્યું હતું ૬ એશિયન ભાષા ઓ પ્લસ ફ્રેન્ચ,સ્પેનિશ, ઇટાલિયન,અને ખબર નઈ કેટલી ભાષા.

ક્રમશ ;

દોસ્તો બહુ જલ્દી આવીશ પાર્ટ ૨ લઇ ને ત્યાં સુધી પ્લીઝ તમારા નેગેટિવે પોઝિટિવએ રિવ્યૂ નો ઇંન્તેઝાર રહેશે.

મારો wts app નંબર છે +૬૧ ૦૪૨૧૮૬૫૮૩

મારુ ઇમેઇલ id jsm86 @rediffmail.com

ફેસબુક id : jenice turner

થૅન્ક યુ અને વાંચતા રહો the hunt

\