Kshitijchandni books and stories free download online pdf in Gujarati

ક્ષિતિજચાંદની

     અંધારી રાત્રીનાં મધ્યે એ બન્ને પહોંચ્યા. અતિ ગાઢ જંગલ માં પશુઓનો એ વેધક બિહામણો આવાજ ડર માં ઉમેરો કરતાં હતાં...

    ક્યારેય ડરતો નહીં ક્ષિતિજ આજે એ અવાજ થી ડરતો હોય એમ લાગ્યું. એ ભાવ એના મુખ પર - ચાંદની બસ જોઈ રહી પણ અવાજ ખરેખર ડરાવનો હતો...

    અતિ ઠંડી નું જોર ને ભારે પવનને કારણે ઝાડનાં થડનો અવાજ ને પાંદડાનો ખળ ખળ અવાજ વધુ બિહામણું વાતાવરણ બનાવતા હતાં.

    ક્યાંય કઈ જ દેખાતું નથી આજે આંખ જાણે છે જ નહીં એમ લાગી રહી હતી.ક્ષિતિજ મારો હાથ નાં છોડીશ ચાંદની એક ની એક વાત જાણે repeat કરતી હતી.
  
    તું આમ બોલ બોલ નાં કર...હું રસ્તો શોધું છું. વિચારવા તો દે એમ બોલી બોલી તું પોતે તો ડરે છે ને મનેય ડરાવે છે.
સારૂ હવે નહીં બોલું એમ ક્ષિતિજ ની હા માં ચાંદની એ હા મિલાવી. થોડુંક કઈ ચાલ્યા હસે ફરી ચાંદની બોલી કેટલું ચલાવીશ થાક લાગ્યો હવે તો. સુ કરું હું શોધું છું ને રસ્તો.

   કોલેજનાં પેહલા દિવસ થી ક્ષિતિજને ચાંદની ગમી ગયેલી એને માટે આ શહેર નવું હતું એટલે ક્ષિતિજ દોસ્તી થઈ જાય તો કેવું સારૂ એમ વિચારતો.

    મુંબઈની મહાનગરીમાં એ જાણે પોતાને એકલી હોય એવું ચાંદની અનુભવતી એના પપ્પાના ગયાં પછી એની મમ્મીએ માસી ને ત્યાં જઈએ ને ત્યાં હું નોકરી શોધું તારા માસાને ત્યાં બધા ઓળખે છે તો ત્યાં જઈએ એમ મમ્મી સાથે તે અહીં આવી ગઈ જોકે એને એનું કલકત્તા બિલકુલ છોડવું ન હતું. પણ એક માત્ર એની જ આશા હોય એની મમ્મીને માટે ઘણી નાં હોવા છતાં એ અહીં મુંબઈ આવી. ત્યાં એના ઘણા મિત્રો હતા ને કેમ નાં હોય કલકત્તામાં જ મોટી થયેલી ગુજરાતી પરિવારની  હોવાછતાં એ ઠીકઠાક બંગાળી બોલી લેતી ને સમજતી પણ.
 
      અહીં મુંબઈ એને ગમતું નહીં પણ મમ્મીને એને ક્યારેય નહીં કીધું અહીં મરાઠી લોકો વધારે હતાં એને અનુકૂળ કઈ રીતે થઈસ હંમેશા એ ડરેલી રહેતી એમય ચાંદની નો પ્રકૃતિ એ જ ડરાવનો સ્વભાવ હતો.કોઈ પણ વાત કેમ નાં હોય વાતે વાતે જાણે ડરતી. કોઈ સુ કેસે ને સુ થશે આ ડર જાણે એને કાયમ રહેતો ને થતું એ એવું કોઈ ને કોઈ મુસીબતમાં હંમેશા ફસાતી એ.
  
      ક્યારેક ક્ષિતિજ હસતો એને લખેલા assignment પુરા કર્યા હોય છતાં ઘરે ભૂલતી ને proffesar એને બધા ની વચ્ચે જ આડે હાથ લેતા ભણવામાં એ સારી હતી પણ વધુ ભૂલો ને કારણે હમેશા ડરેલી રહેતી આથી કોઈ મિત્ર નહીં બનાવી શકેલી.

    જોત જોતામાં એક વર્ષ ની સાથે એક sem પણ પત્યું ને ક્ષિતિજ દૂર થી જોતો તે હવે એની પાસે આવવા બહાના શોધતો આ note જોયતી હતી એને નાં પાડી...તું આપીશ??
  
     કોઈ હા પાડે કે નાં પાડે પણ ક્ષિતિજ ચાંદની સાથે વાત કરવાનો એકેય મોકો નહિ છોડતો.ક્ષિતિજ ને આમ પોતાને ખાસ સમજવા માટે ચાંદની મનોમન આભાર વ્યક્ત કરતી.એનેય હવે સામે થી જ ક્ષિતિજ પાસે જવાનું ચાલુ કર્યું...

    ક્ષિતિજ ને ઘણા મિત્રો હતાં કારણ બાળપણ એનું મુંબઈ માં વીતેલું. ગમે તેટલો વાત માં લિન કેમ નાં હોય ચાંદનીને જોતા જ વાત બંધ કરી પૂછી લેતો કઈ કામ હતું.

    હા... આપણે બહાર જઈએ આજે સાંજે તું મને કોઈ સરસ જગ્યા એ ખવડાવજે એમેય અહીં બો ખાસ કઈ જોયું નથી એ બહાને જોઈ લઈશ સારૂ એમ ચાંદની ની હા માં હા ક્ષિતિજે કરી...
     કેટલા વાગ્યે જઈસુ... હું અહીં કોલેજ પર રાહ જોઇશ 6 કે 6:30 આવી જજે ભૂલતી નહીં એમ બોલતા એ જરાક હસી પડ્યો ને ચાંદની એને જોઈ રહી  ને ઘરે કહી ને આવજે મને તો કોઈનાં થી ડર નથી...

     ચાંદની 5:55 ને જ આવી ગઈ ને થોડી જ મિનિટો માં ક્ષિતિજ ત્યાં આવી પહોંચ્યો. ઓહહ સરસ લાગે છે ક્ષિતિજ તું beautiful... હા હા હા એમ જોર થી ક્ષિતિજ થી હસી જવાયું છોકરાઓ ને handsome કહેવાય ને છોકરીઓને.... હજુ તો ક્ષિતિજ બોલતો જ હતો ત્યાં ચાંદની એ અટકાવ્યો. ચાંદની પેહલી જ વાર કોઈ છોકરા સાથે bike પર બેઠી ડરેલા સ્વભાવ તો હતો જ થોડી દૂર બેઠી મનોમન ક્ષિતિજ પણ જાણે ખુશ થઈ રહ્યો હતો ચાંદની એને ખુબ જ ગમતી ને આજે એ મારી bike પર છે કેટલો ખુશ છું હું એને કેવી રીતે કહું....

      બન્ને એક સ્ટ્રીટ ફૂડ તરફ આવ્યા ચાંદની આજુ બાજુ જોતી હતી કે કોઈ જોતું નથી ને?? ડરીશ નહીં એવી જગ્યા એ આવ્યા છે કે જ્યાં થી તારું ઘર બહુ દૂર છે તો બસ ચાંદની મજા કર enjoy કર food....

     શાંતિ જ રાખ ક્ષિતિજ હું કઈ ડરતી નથી... ક્ષિતીજ મનોમન હસ્યો. પાવભાજી અહીં ની ખુબ જ વખણાય છે ભાવિ ને તને ક્ષિતેજે પૂછ્યું હા બહુ જ...
    બન્ને એ ice - crem ખાધું ચાંદની વારંવાર ઘડિયાળ બાજુ જોતી હતી.એટલે ક્ષિતિજે પૂછ્યું હજુ કેટલી વાર છે જવામાં હમમમ... ચાંદની એ કહ્યું કલાક બે કલાક થશે મમ્મી ને job પર થી આવતા...

     ક્ષિતિજ ને ચાંદની દરિયા કિનારે લઈ ગયો ચાંદની સાંજ નું વાતાવરણ જોય રહી.ક્ષિતિજ કેટલી શાંતિ છે અહીં મજા આવી તને આવી??? ક્ષિતિજે મનમાં વિચાર્યું મારી મજા તો તું છે પણ દોસ્તી ની શુરુઆત હોય એ ચૂપ રહ્યો.
હા મજા જ આવે ને દરિયા કિનારે કોને નાં ગમે...

     ક્ષિતિજ કઈ પૂછું ખોટું નહીં લગાડે ને??? હા બોલને...તું અહીં ક્યારેય આવ્યો છે ક્ષિતિજ ને ખબર પડી કે ચાંદની સુ પૂછવા માંગે છે. હા આવ્યો જ હોવ ને મને તો બહુ ગમે... હમમમ એમ સારૂ તો તો...

      હું કઈ પૂછું ચાંદની???  ઓહહ લાઈન નહીં મારીશ હા બાબા હા પણ સાંભળ મારે કોઈ જ girl friend નથી... કેમ નથી ક્ષિતિજ તું તો સરસ દેખાય છે..... હમણાં છે એમ કહીશ તો તું બીજું કઈ કેહતે...

       હા જવાદે ચાલ બેસીસું હા...બન્ને બેઠાં ને દરિયા નાં મોજા ઉછળી રહ્યા હતાં.. ચાંદની વારે વારે એની લટ ને કાન પાછળ કરી રહી હતી ક્ષિતિજ એને તીરછી નજર થી જોઈ રહ્યો થોડીક વાર જાણે શાંતિ છવાય...

        ચાંદની એક જ નજરે જોતા જોતા કઈ વિચારી રહી હોય એમ લાગ્યું...સુ વિચારે છે ચાંદની એમ ક્ષિતિજે પૂછ્યું.  કઈ નહિ બસ મને ઘણા દિવસે શાંતિ લાગી એજ અનુભવતી હતી તારા વિશે કહીશ કઈ એમ ક્ષિતિજે પૂછ્યુ ચાંદની એ પોતે કલકત્તા થી અહીં કેવી રીતે આવ્યા એ બઘી વાત કરી... ને ક્ષિતિજે પણ પોતાના વિશે વાત કરી એમ બન્ને દોસ્ત બન્યા...
  
       ચાલ હવે મને ફરી કોલેજ તરફ જ મૂકી દે એમ ચાંદની એ કહ્યું હજુ કલાક ની વાર છે પછી જઈએ ને હજુ તને અહીંના વડાપાંવ ખવડાવના બાકી છે.. નાં મારે ઘરે જઈ ને રસોઈ બનાવવા ની છે ને બીજું ઘણું કામ કરવાનું છે વિકેન્ડ માં મળીશ...
 
       ક્ષિતિજે કોલેજ તરફ bike વાળી ને ચાંદની ને  bye કહી પોતાને ઘરે ગયો..
     

       બીજે દિવસે ક્ષિતિજ ખુબ જ ખુશ લાગી રહ્યો હતો ઓહહો સુ વાત છે ખુશ છેને તું એમ મિત્રો એ ટીખળ કરી પણ કઈ બોલ્યો નહીં ક્ષિતિજ ની નજર વારંવાર કોલેજ નાં gate પર જતી હતી કયારે આવીશ કલાક થી રાહ જોવ છું ઘડિયાળ મા તો  કયારેક આમ તેમ આટા મારતો હતો એવામાં જ ચાંદની ને જોતા જ તે આમ તેમ કરવા મંડ્યો ચાંદની સીધી એના તરફ આવી પહોંચી..

       Hii ક્ષિતિજ આજે madam બહુ late આવ્યા કોઈ કારણ હું અડધો કલાક વહેલી છું તું કોલેજ નો time જો..
ક્ષીતીજ મનોમન હસ્યો એક જ  time બતાવતી એ ઘડિયાળ ને એને જોય કાટો એક જ જગાએ ચોટેલો હતો.

      અહીં બહાર  જ ઉભા રહેવું છે કે lecture attend કરીયે. ક્લાસ માં બન્નેને બાજુમાં બેઠેલ જોતા સહુની આંખો જાણે પહોળી થઈ પણ કઈ ખાસ ફરક નહીં પડ્યો.
Lunch break માં બન્ને એ એકબીજાની કાલ ની પળ વાગોડી... બહુ સરસ મળે છે અહીં ખાવગલીમાં બધું જઈસુ કાલે??
   
       ચાંદની એ કઈ પણ વિચાર્યાં વગર નાં પાડી એમ રોજ રોજ નહીં સારૂ લાગે ફરી ક્યારેક જસુ...

       સારૂ ચાલ ત્યારે આજે વેહલા ઘરે જવાનું છે હું જાવ છું ક્ષિતિજે કહ્યું ને નીકળી ગયો.એના ગયાં પછી ક્ષિતિજનાં group નાં થોડા છોકરાઓએ ટીખળ ચાલુ કરી.. જો આવી આવી આતો પેલી જ ને એવું ઘણું...

      બીજે દિવસે ચાંદની કઈ રૂખી રૂખી જણાતા ક્ષિતિજ બેચેન થયો ને પૂછી લીધું મોં ચઢાવી એમ disturb નાં કરીશ.તું બધાને કેતો ફરે છે એમ તેમ કેમ સુ થયું???
કાલે તારા ગયાં પછી બહુ બોલ્યા તારા ફ્રેન્ડ્સ હું ક્યારેય આવી ફાલતુ વાતો નહીં સાંભળું એજ ક્ષણે ક્ષિતિજે દોસ્તોને આડે હાથે લીધા.ત્યાર બાદ કયારેય કોઈએ નામ નહીં લીધું...

       ચાંદની અને ક્ષિતિજ સાંજે એકવાર બાગમાં બેઠાં હતાં ત્યાં જ વાતવાતમાં  ચાંદની એ કહ્યું મને ખુલી હવા ને પહાડો બહુ ગમે એમ ચાલ જવુ છે વિશ્વાસ હોય તો...

     આમ નાં બોલ હોય જ ને વિશ્વાસ તો...મમ્મી જાય છે મામાં સાથે કલકત્તા જઈસુ આપડે ત્યારે કેટલા દિવસ... ક્ષિતિજે પૂછ્યું 15 દિવસ કે એથી વધુ..લીગલી  કોઈ કામ છે સારૂ... ટીકીટ બુક કરાવ તું..  ચાંદની એ કહ્યું ફ્લાઈટ નથી ગમતી... કેવી વાતો કરે છે તું...હું કયારેય બેઠી જ નથી flight માં મને ગમશે સારૂ તો done. પછી બન્ને છુટા પડ્યા... 

          પછી અઠવાડિયા સુધી એક જ વાત ચાલુ રાખી કયારે જાય છે મમ્મી તારી? બહુ ઉતાવળ લાગે છે ઈરાદો નેક છેને રહેવાદે તું નથી જવુ....નાં નાં હું મસ્તી કરું છું બસ રવિવારે નીકળશે ચાંદની એ કહ્યું...


      રવિવારની સાંજે ક્ષિતિજ ને ચાંદની flight માં બેઠાં ચાંદની નો અનુભવ ખુબ સરસ રહ્યો...

     

      પણ બન્નેને ખબર નહોતી કે આ સફર યાદગાર બની રહેશે..છુટા વાળ જિન્સ ને લોન્ગ top માં ચાંદની સુંદર લાગી રહી હતી...


     મનાલી નાં ઉંચા પહાડોમાં ને ઉંચા વૃક્ષ પહાડોની સુંદરતામાં ચાર ચાંદ લગાવતા હતાં...ચાંદની એક એક ક્ષણ જીવી લેવા માંગતી હતી traveler બધા પહાડો વચ્ચે થી પસાર થતી હતી...ચાંદનીને મન આ બધું કોઈ સપના થી ઓછું નહતું... ને ક્ષિતિજ એને ખુશ રાખવામાં કોઈ જ કસર રાખવા નહતો માંગતો...

   

        ક્ષિતિજ અહીં રહેવાનું હોય તો મજા આવે તું કલ્પના કર ચાંદની મને સુવા દે ક્ષિતિજે કહ્યું...


       મનાલી,સિમલા,ને ત્યાં બધે ફર્યા એમ 10દિવસ ની tour નો આજે છેલ્લો દિવસ હોય...  driver નેય ટીપ આપી ખુશ કર્યો ક્ષિતિજે...

   

     મનાલી ની tour યાદગાર બની રહી..મનાલી થી traveler બહાર આવવા નીકળી અચાનક ડ્રાઈવરે સંતુલન ગુમાવ્યું સાંકડા રસ્તા ને લીધે ને ધુમ્મ્સ ને કારણે ટ્રાવેલર જાણે નીચે ઉતરતી લાગી હવે સુ થશે ત્યાં જ બસ અટકી બધા ધક્કામુકી કરવા લાગ્યા સામાન ની પરવા કર્યા વગર ભાગ્યા ચાંદની ને ક્ષિતિજ ખુબ દોડ્યા થોડા જ દૂર ગયાં હસે ત્યાં તો બસ ધડાકા ભેર નીચે પડી અવાજ એનો પહાડો માં અથડાય ખુબ આવ્યો.


    ક્ષિતિજ આપણે  મરતા મરતા બચ્યા મારી મમ્મી નું હું એક માત્ર સંતાન ઉપર વારા એ બચાવ્યા ચાંદની બોલી રહી 

રાત્રી નો બરોબર એક વાગેલો બન્ને ક્યાં જતા હતાં અંધારામાં એ ખબર નહતી...

    ઝાડો ને પહાડો એમ ગીચ જંગલે ફસાયા...

  રસ્તો મળશે કે નહીં એ આશા એ મન શાંત રાખી ક્ષિતિજે ચાલવાનું રાખ્યું.

    

     કેટલું ચાલીસ થાકી હું તો... ચૂપ રહીશ ચાંદની હું રસ્તો જ શોધું છું...પહાડો પર બધા નાં ઘર દૂર દૂર દેખાયા પણ બહુ દૂર એક પ્રકાશ નજીક દેખાયો ક્ષિતિજે ત્યાં પ્હોંચવાનું નક્કી કર્યું... ચાલતા ચાલતા બરોબર અઢી વાગ્યાં હસે અંધકાર એટલો જ હતો...


    ને પહોંચ્યા એ ઝૂંપડા જેવા ઘર પાસે બહાર એલોકો નાં પાળેલા પશુ બેઠાં બેઠાં કઈ ચાવતા હોય એ અવાજ આવતો હતો ચાંદની થાક થી ત્યાં જ બેસી પડી.. પાણી પીધું આરામ કરવા ક્ષતીજે કોઈ જગ્યા શોધવાનું સુરુ કર્યું..     

     ચાંદની પણ શોધવા આમ તેમ નજર કરવા લાગી અચાનક કોઈક અવાજ ની દિશા માં ચાંદની એ જોયું બારી ની ફાટ માંથી એ જોતા જ ખસી ગઈ...
  
    ક્ષિતિજે જોયું તો એય સ્તબ્ધ થયો હોય એમ લાગ્યું ચાંદની આજે એકદમ શાંત થઈ હોય એમ લાગ્યું ને ક્ષિતિજ પણ.... 

      તું કઈ બોલીશ નહીં અહીં આરામ કરીયે કાલે આપણે  જતા રહીશુ સારૂ.... બન્ને થાક ને કારણે સુઈ ગયાં સવારે ઉઠે પેહલા ત્યાં થી ચાલવા માંડ્યું...

     ચાંદનીનાં મન માંથી  એ રાત વારી વાત ખસતી જ નહતી...             

                  To be continued