jamindar - prem ane dushmani - 4 books and stories free download online pdf in Gujarati

જમીનદાર - પ્રેમ અને દુશ્મની ભાગ - 4

   સાગર ધારાની સામે નીચે બેસીને ધારા ને કહે છે કે હવે હું તને ચાહવા લાગ્યો છું, પ્રેમ કરવા લાગ્યો છું. ધારા પણ એક સમયે સાગર ની તરફ આકર્ષિત થઈ જ ગઈ હતી, સાગર નું આવું કહેવાથી ધારા પણ એની તરફ લાગણીમાં વહી તો જાય છે અને ધારા મનમાં એવું વિચારી રહી હોય છે કે સાગર ને ગળે લગાવીને એની બાહોમાં સમાવી જવું અને એને પણ હું પ્રેમ કરું છું એવું કહી દઉં પણ ધારાને કંઈક યાદ આવી જતાં ધારા પોતાનું મોઢું બગાડીને સાગર ને કહી દે છે કે તું આ શું બોલી રહ્યો છે મારે તારા પ્રત્યે કોઈ જ લાગણી નથી.

    સાગર ઉભો થઈને ધારાને ખભેથી પોતાનો એના પર હક જતાવતો હોય એમ પકડીને કહે છે કે ધારા તને શું વાંધો છે મારા જેવા જમીનદાર ને પ્રેમ કરીને? ધારા હવે ઉશ્કેરાઈ ગઈ હોય એમ સાગરને કહે છે તારી જોડે પ્રેમ કરવામાં બહુ મોટો વાંધો છે, તો સાગર કહે છે કે એવો શું વાંધો છે મને પ્રેમ કરવાનો જરા ચોખવટ થી કહીશ તો મને પણ ખબર પડે? સાગરનું આટલું જ બોલતા ધારા તરત જ બોલે છે કે આપણા કુટુંબ ની દુષ્મની.

    સાગર ધારા નું આવું કહેવાથી થોડી વાર અચંબામાં પડી જાય છે ને ધારાને ઉદ્દેશીને કહે છે કે ધારા તું કંઈ દુષ્મની ની વાત કરે છે? ધારા પણ હવે મુંહફાટ છોકરીની જેમ સાગરને જવાબ આપે છે કે આટલો મોટો જમીનદાર શું દુષ્મની છે એમ પૂછી રહ્યો છે એ વાત જાણીને મને તારા પ્રત્યે દયા આવી રહી છે.

     સાગર હવે ધારા કંઈ દુષ્મની અને શું દુષ્મની ની વાત કરી રહી છે એ જાણવાના હેતુથી પ્રશ્નસૂચક આંખોથી ધારાને કહે છે કે ધારા હવે તું મને બતાવીશ કે તું શું કહી રહી છે? ધારા પણ હવે જણાવી દેવાના હેતુથી સાગર ને આખરે બંને પરીવાર વચ્ચે શું દુષ્મની હતી એનો વૃતાંત કહેવાનું શરુ કરે છે.

    ધારા બોલવાનું શરુ કરે છે અને કહે છે કે સાગર તારા પિતા જલવંત ગામી અને મારા પિતા વિક્રમજીત કંથરાવી બંને એકબીજાના ખાસ મિત્રો હતા, એમની દોસ્તી ની લોકો કસમો ખાતા હતા, ખભેથી ખભો મીલાવીને ચાલવા વાળા અને એકબીજા માટે પોતાનો જીવ આપી દે એવા પરમ મિત્રો હતા.

   આવી મિત્રતા ને કોઈની નજર ના લાગે એવું તો બને જ નહીં. આ બંનેની મિત્રતા ને પણ કોઈની નજર લાગી ગઈ. એક દિવસ તારા પિતાને મળવા શહેરથી એક નામચીન ઉદ્યોગપતી આવ્યો અને એ ઉદ્યોગપતી ને તારા પિતાની જમીન અને એ જમીન ની બાજુમાં મારા પિતા ની જમીન પસંદ આવી ગઈ ને એ ઉદ્યોગપતી એ મુહમાંગી રકમ આપીને ખરીદવા માંગતો હતો. તમારી જોડે વધારે જમીન હોવાથી અને પૈસાની લાલચમાં તારા પિતા એ જમીન નો સોદો કરી દીધો પણ મારા પિતા જોડે તો થોડી જ જમીન હોવાથી મારા પિતા જમીન વેચવા માટે માન્યા નહીં.એટલે તારા અને મારા પિતા વચ્ચે અનબન થવા લાગી અને એમાંય ઉદ્યોગપતી એ તારા પિતાને વધારે લાલચમાં ફસાવીને મારા પિતા વિરુદ્ધ કાન ભરાવ્યા ને પછી તારા પિતા ગુસ્સામાં ઘરે થી તલવાર લઈને મારા ઘરે મારા પિતાને મારવા આવી ગયા.

    મારા પિતા ઘરે એ સમયે ખેતર માં હોવાથી તારા પિતા સીધા જ ખેતર જાય છે અને ત્યાં બંને વચ્ચે પહેલાં બોલાચાલી થાય છે ને એ બોલાચાલી માં બંને ઉગ્ર થઈને એકબીજા પર ઘા કરવા પર ઉતરી આવે છે અને એકબીજાને શરીર પર બેરહમ ઘા કરીને લોહીલુહાણ કરી દે છે ને બંને ત્યાં જ પ્રાણ છોડી દે છે. આમાં એમની દોસ્તીના પણ પ્રાણ છૂટી જ જાય છે. આ દોસ્તીની મિશાલ કહેવા વાળા એકબીજા ના દુશ્મન બનીને પોતાના જીવથી વહાલા પ્રાણ તો છોડી દે છે પણ પોતાના પરીવાર માં દુષ્મની નું બીજ પણ અંકુરિત કરી દે છે અને તારી અને મારી માતા ત્યાં જ આ દુષ્મની બરકરાર રહે એવું નક્કી કરી લે છે ને આવી રીતે આપણા પરીવાર વચ્ચે દુષ્મની થઈ જાય છે, આવું કહેતાં ધારા ની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગે છે.

  ધારાની આંખ ના આંસુ જોઈને સાગર એની પાસે જઈને ધારાના આંસુ લૂછતાં કહે છે કે ધારા જે થયું એ ભૂલી જા કેમ કે જે થઈ ગયું છે તે આપણે બદલી તો નહીં શકતા પણ આપણે અહીંયા થી આ દુષ્મની ને પ્રેમ માં જરૂર બદલી શકીયે છીએ. આપણે એકબીજા ના પ્રેમ થી આ દુષ્મની ને પૂર્ણવિરામ લગાવીશું, જો તું એ માટે તૈયાર હોય તો? સાગર નું આવું કહેતાં ધારા રડતાં રડતાં સાગર ની ફોલાદી બાહોમાં સમાઈ જાય છે, ધારા આ દુષ્મની નું વૃતાંત બતાવતાં એ પોતે ખૂબ જ ગભરાઈ જાય છે પરંતુ સાગર ની બાહોમાં એને અલગ જ અહેસાસ થઈ રહ્યો હોય છે, સાગર પણ ધારાને પોતાના હાથ વડે થોડું દબાણ આપીને મજબૂતી થી પોતાના ગળે લગાવી દે છે, હવે ધારા ને પણ સાગરનો મજબૂત દેહ અને સાગર નો પોતાના પ્રત્યેના પ્રેમ થી ધારા પણ સાગર ની જોડે પ્રેમના તાંતણે બંધાવા તૈયાર થઈ જાય છે ને આમજ ધારા ક્યાંય સુધી સાગરની બાહોમાં લપેટાઈ જ રહે છે અને અનાયાસે જ સાગર ધારા ના કપાળ પર એક ચુંબન કરી દે છે.

                                  *****


   હવે શરુ થશે ધારા અને સાગરની અલૌકિક પ્રેમ કહાની. પણ આ પ્રેમ કહાની ક્યાં મોડ પર લઇ જશે? સાગર ને ધારાની પ્રેમ કહાની પૂરી થશે કે અધૂરી રહી જશે એ આવતા અંકે...

તમે મારી અન્ય કહાની પણ વાંચી શકો છો..
દર્દભર્યો પ્રેમ : સત્યઘટના પર આધારીત
બસ એક તારા માટે

    તમારો અભિપ્રાય મને સારુ લખવા પ્રેરણા આપશે તો તમારો કિંમતી અભિપ્રાય મને આપવો.. તમારો અભિપ્રાય મને Chat Box અથવા મારા નીચે આપેલ Whatsup No. પર કરી આપી શકો છો.

નીતિન પટેલ 
8849633855