Dosti - 3 books and stories free download online pdf in Gujarati

દોસ્તી -3

                             મેહુલ  હજી સપના માં મસ્ત હતો,સપના ના સુંવાળા લીસા વાળ મેહુલ ના કપાળ ને સ્પશઁ થતા હતા ,બદામી આંખો હસતી હતી. પણ આ શું ગાલ હલકી ભીનાસ ફરી રહી.મેહુલ ની આંખો ખુલી ગઈ. મેઘા  ભીના પેંઇન્ટ બ્રશ થી ગાલ પર ચિત્રકામ કરી રહી હતી. મેહુલ એકદમ ઊભો થઈ ગયો. મેઘા નો હાથ પકડી બ્રશ ખેંચી લીધો. "આ બ્રશ  તારા હાથમાં સારું નથી લાગતું ". મેહુલે ગુસ્સા માં કહયું. " હં હં એ તો તારી સ્વપ્ન સુંદરી માટે છે, બરાબર ને " મેઘા એ હસતાં કહ્યું.મેઘા જાણતી હતી કે મેહુલ બહુ સરસ પેંઇન્ટીંગ કરતો હતો.પોતાના પેંઇન્ટીંગ માં લગભગ સુંદર યુવતી દોરતો.                                                                                            મેહુલ નો મૂડ એકદમ સુધરી ગયો." તું  પાંચ મિનિટ બહાર દાદી સાથે વાત કર,હું ફ્રેશ થઇ ને આવું છું " મેહુલે કહયું. મેઘા બહાર  હોલ માં આવી દાદી સાથે વાતો કરવાલાગી. મેઘા ને મેહુલ ના દાદી સાથે વાતો કરવા ની મજા પડતી, દાદી ચુસ્ત જૈન હતા પણ રૂઠીવાદી ન હતાં. તેઓ મેઘા ને મેહુલ ની દોસ્તી ને બરાબર સમજી શકતા હતા માટે જ મેઘા ને દાદી સાથે મજા આવતી.મેહુલ ની મમ્મી તો મેઘા ને પોતાની વહુ ગણી રીત રીવાજ ની સમજાવા ની કોશિશ કરતાં .                                                મેહુલ ની મમ્મી એ કીચનમાં થી બૂમ પાડી મેઘા ને અંદર બોલાવી .હાથ માં  નાસ્તા ની ડીસ પકડાવી ડાઈનીંગ ટેબલ પર મૂકવા ની સૂચના આપવા લાગ્યા. મેઘા ડીસ હાથમાં લઇ બહાર આવી,મેહુલ પણ નાહી ને હોલ માં આવ્યો. સીધો મેઘા તરફ આગળ વધી ને તેનો હાથ  પકડી  બહાર  ખેંચવા લાગ્યો.મેઘા પસૅ ખેંચતી મેહુલ ની પાછળ ઘસડાતી બહાર નીકળી ગઈ.                                                                                    બાઇક પાસે આવીને, મેહુલે મેઘા નો હાથ છોડવયો."સાવ જંગલી જેવો છે. "મેઘા એ પોતાનો ગુસ્સો વ્યકત કર્યો. મેહુલે  બાઇકની કિક મારી પાછળ બેસવા નો ઈશારો કર્યો. મેઘા ચૂપચાપ બાઇકની પાછળ બેસી ગઈ.બાઇક સીઘી ઊડીપી રેસ્ટોરન્ટ પાસે ઉભી રહી. મેઘા એ પોતાની નારાજગી વ્યક્ત કરતા કહયું, "રોજ રોજ બહાર ખાવાનું પોસાય નહી." મેહુલે સ્પષ્ટતા આપતાં કહ્યું, " કાલ ના પૈસા  જમા છે, અને બંદા તો આજે  સાંજે પાછા ચાલ્યા જવાના. પછી હિસાબ બાકી રાખી શું કરવાના. don't worry be happy " મેઘા મેહુલ ના તકીયા કલામ પર હસી પડી.                                                                                                                            મેહુલે  જલદી જલદી ઇટલી, વાડા સંભારનો ઓડર આપી પોતાની વાત શરૂ કરે તે પહેલા મેઘા એ વાત શરૂ કરી, "મેહુલ મમ્મી ની તબિયત હમણા થી બરાબર રહેતી નથી.ધીમો ધીમો તાવ આવે છે, ખને વજન પણ ઉતરતું  જાય છે. " મેહુલે કહયું, " મેઘા આ સારી વાત નથી.આંટી નું ફૂલ બોડી ચેક અપ કરાવવું જોઈએ. "" હં મંગળ વારે બોડી ચેક અપ માં જવાના છીએ. " મેઘા એ જવાબ આપ્યો." ઠીક છે હવે તારી વાત કર."                                                                                            થોડા અચકાતા મેહુલે  પોતાની વાત શરૂ કરી.
, "મેઘા,  ખાસ આ જ વાત  તને કરવા હું  અહિં  આવ્યો છું.મારી જીંદગી માં કોઈ સ્પેશિયલ છે .મારે તારી સાથે  તેના વિષે અગત્યની વાત કરવી છે."મેહુલ વાકય પૂરું કરે તે પહેલા મેઘા બોલી ઉઠી  ," મહેરબાની કરી પાછો શરૂ નહિ થઈ જા,આ તારી  ચોથી ગર્લફ્રેન્ડ હશે.   sorry આ વખતે હું તારી કંઇ પણ મદદ નહિં કરી શકુ."   " પ્લીઝ , મેઘા છેલ્લીવાર  આ વખતે મારો પ્રેમ ખરેખર સાચ્ચો છે. " મેઘા ને થોડો વિશ્વાસ બેઠો, "જો મેહુલ મેં જેટલી વખત તને મદદ કરી છે તેટલી વખત તારી બૂરી વલે થઈ છે. પણ બોલ શું હું કરી શકું .પણ પહેલા મને કહે તો છોકરી કોણ છે. એક જ છોકરી છે, કે એક ના પાડે તો બીજી, ત્રીજી.  "મેઘા એ હસી ને કહયું ."અરે,  તે તો પહેલા ની વાત છે હવે તો હું પરિપકવ થઈ ગયો છું, તો સાંભળ છોકરી નું નામ છે 'સપના' સપના પાટિલ.અમારા ડીન એ કે પાટિલ સંજય કેશવ પાટિલ ની છોકરી". મેઘા આશ્ચર્ય થી મેહુલે જોઈ રહી.                                     મેહુલ ના ઘરે તેની મમ્મી ને દાદી પણ એક વાત થી સંમત થયાં હતાં  મેહુલ ના લગ્ન ની વાત મેઘા સાથે.