Hatya - 6 books and stories free download online pdf in Gujarati

હત્યા ભાગ - 6

ઇન્સપેક્ટર  રવિ  તેમની  ટીમ  સાથે  પોલીસ  મથકે  આગળ  આ  કેશ  અંગે  ચર્ચા  કરી  રહ્યા  હતા.આ કેશ જેમ -જેમ આગળ  વધી  રહ્યો  છે, તેમ-તેમ  નવા  વળાંકો  લઈ  રહ્યો  હતો.આમ  આ કેશ  અંગે  આગળ શું  કરવાનું  છે? તેની  ચર્ચા  ચાલી  રહી  હતી. આ  કેશ  અંગે  ની  દરેક  બાબત  મહત્વપૂર્ણ  હતી , માટે  દરેક  ટીમ  મેમ્બર  આ  ચર્ચા  ને  ધ્યાનપૂર્વક  સાંભળી  રહ્યા હતા.

ઇન્સપેક્ટર  રવિ    આ  ચર્ચા  માં  વોચમેન  અંગે  ની  ચર્ચા આગળ  મુકે  છે.  અને  ઇન્સ્પેક્ટર   રવિ  ને  જ્યારે  એ  જાણવા  મળ્યું  કે  આજે   ઇન્સપેક્ટર   મિહિર   ડ્યૂટી  પર   આવ્યા   નથી   ત્યારે  તેમના  ગુસ્સા  નો  પારો  કયાય માથા  સુધી  પહોરચી  ગયો. ઇન્સપેક્ટર  મિહિર  આવા  મહત્વપૂર્ણ  કેશ  માટે  આવા  લાપરવાહ  હશે? હમણાં જ મેં  એમને સસ્પેન્ડ  થવા  થી  બચાવ્યો  અને  આજે  જ  તેઓ  લેટ  છે?  આવો  વિચાર  ઇન્સપેક્ટર  રવિ  ના મનમાં  ચાલી  રહ્યો  હતો.

ઇન્સપેક્ટર   રવિ  એ  તેમના  ટીમ  મેમ્બર  સાથે  આ  અંગે વાત -ચિત  કરતા  એ  જાણવા  મળ્યું  કે  તેમની   તબિયત  થોડી  ખરાબ  છે, અને  તેઓ  હોસ્પિટલમાં  છે.અને  દરેક  ટીમ  મેમ્બર  નું  કેહવું  હતું  કે, ઇન્સ્પેક્ટર  મિહિર  એ  કહ્યું  છે તેઓ  ઠીક  છે માટે  હોસ્પિટલમાં  આવવા ની  જરૂરત નથી.

તેમ  છતાં   ઇન્સ્પેક્ટર રવિ  હોસ્પિટલ  નો  નામ  જાણી  ને  હોસ્પિટલ  જવા  નીકળી પડે  છે.

ઇન્સપેક્ટર   રવિ  હોસ્પિટલમાં   જાય  છે  ત્યારે  તેમને  એ  વાત  ની  જાણ  થાય  છે કે, ઇન્સ્પેક્ટર મિહિર  ત્યાં  છે જ  નહીં.આમ  તેઓ  આશ્ચર્ય  માં  પડી  જાય  છે.અને તે મનોમન વિચારે છે કે, ઇન્સપેક્ટર મિહિર આ હોસ્પિટલમાં નથી  તો ગયા ક્યાં?

ત્યારબાદ ઇન્સપેક્ટર  રવિ  જ્યારે   ઇન્સપેક્ટર   રવિ  ના  ઘેર  પહોરચે  છે  ત્યારે  જાણવા  મળે  છે કે, ઇન્સપેક્ટર  રવિ  અહીં  થી  પોલીસ  મથકે   જવા  માટે   નીકળ્યા   છે.

ઇન્સપેક્ટર   રવિ  આ  જાણી  ફરી આશ્ચર્ય માં પડી જાય  છે.

ઇન્સપેક્ટર  રવિ  પોલીસ  મથકે  જવા  નીકળે  છે ત્યારે  જ  તેમને  યોગેશ્વર  ચોકડી  પાસે  ઇન્સ્પેક્ટર  મિહિર  રસ્તા  માં  કોઈ  સાથે  વાતચીત  કરતા  દેખાય  છે.

ઇન્સ્પેક્ટર   રવિ  જ્યારે  ધ્યાન થી   એ  વ્યક્તિ  તરફ  નજર  કરે  છે  ત્યારે   જાણવા  મળે   છે કે , એ વ્યક્તિ  બીજું  કોઈ  નહીં  મીર.જેકોબ હતા.

ઇન્સપેક્ટર  રવિ  ના  મનોમન  વિચાર  આવવા  લાગે  છે.
ઇન્સપેક્ટર  મિહિર  શું   આમની  સાથે  જ સામેલ  નથી  ને? આવા  તો  કેટલાક  વિચારો  કર્યા  બાદ  તેઓ  ઇન્સ્પેક્ટર  મિહિર  ને  મીર.જેકોબ  પાસે  થી  પૈસા  નો  એક  મોટો  થપ્પો  લેતા  જુએ છે.

ઇન્સપેક્ટર  રવિ  આ  ઘટના  ને  ધ્યાનપૂર્વક  જોઈ  રહ્યા હતા.

ઇન્સપેક્ટર  મિહિર  શું  આ  હત્યા  માટે નો  એક  અહમ  સદસ્ય  છે  કે,  પછી  આ  જે  દેખાઈ  રહ્યું  છે  એ  બધું બીજું  જ  કંઈ ક  છે.

શું  ઇન્સપેક્ટર  મિહિર  આ  સાજીશ  રચી  રહ્યા છે? શું  તેઓ  મીર.જેકોબ  સાથે  મળેલા  છે? આવા  વિચારો  સાથે  ઇન્સપેક્ટર  રવિ  પણ  પોલીસ  મથક  તરફ  નીકળી  પડે  છે.

ઇન્સપેક્ટર  રવિ  ના  સવાલો  ના  જવાબ  તો  ઇન્સપેક્ટર  મિહિર  પાસે  જ હશે,  આમ  શું  હશે ઇન્સપેક્ટર  રવિ  ના  જવાબો? કદાચ  ઇન્સપેક્ટર મિહિર  જ  આ  હત્યા  મા  સામેલ  હોય.

આમ  આ  બધા   સવાલો  નો  અંત તો  આગળ  જતાં જ સમાપ્ત  થવા નો  છે.

આમ  અંતે  ઇન્સપેક્ટર  મિહિર  પોલીસ મથકે  પહોરચે  છે.
ઇન્સપેક્ટર  રવી  તેમને  કેટલાક  સવાલ  કરે  છે.

"ઇન્સપેક્ટર  મિહિર કાલ  તમે  કઈ  હોસ્પિટલમાં  હતા? અને  ઘરે  એવું  શા  માટે કહ્યું હું  પોલીસ  મથકે  જઇ  રહ્યો  છું?
આમ  ઇન્સ્પેક્ટર  મિહિર , ઇન્સપેક્ટર  રવિ ના  આ સવાલો  નો  શું  જવાબ  આપશે  એ  જાણવા  માટે  થોડી  રાહ  તો  જોવી  જ  પડશે.
ક્રમશ: