Love.....Is it Exists ? - 5 books and stories free download online pdf in Gujarati

LOVE...... Is it exists ? - ભાગ - ૫








નમસ્કાર દોસ્તો ફરી એકવાર હાજર છું આપની સમક્ષ, એજ આપની શિવા અને રાધે ની પ્રેમ કહાની લઈને. માફ કરજો દોસ્તો થોડા ટાઈમના અભાવે આ વખતે થોડું મોડું થયું વાર્તા પ્રકાશિત કરવામાં, પણ મને ખબર છે કે તમે લોકો ખોટું નહીં લગાવો એ વાતનું.
ગયા ભાગમાં તમે શિવા વિશે ઘણુંબધું જાણ્યું અને શિવાને પણ જાણ્યો હવે વાત આવે છે આપણી નાયિકાની. તો ચાલો શરૂઆત કરીએ....






આ વાત છે એ દિવસોની કે જ્યારે મૌસમ એની ફુલગુલાબી ઠંડી પાથરી રહ્યો હતો. એ દિવસ જ્યારે શિવાએ સૌપ્રથમવાર રાધેને જોઈ હતી. એ કામણગારી કાયા જેને જોઈને કદાચ સૌ કોઈ સંમોહિત થઈ જાય, હા એ શિવા ની રાધે હતી પણ એવી જ. તમે કદાચ સાંભળ્યું હશે કોઈ ફિલ્મમાં કે હરણ જેવી આંખો અને ગુલાબની પાંખડી જેવા હોઠ પણ આ હકીકત જોઈને શિવા દંગ જ રહી ગયો. એ જાણે કોઈ બીજી જ દુનિયામાં જતો રહ્યો હોય એવું લાગતું હતું. તમને થતું હશે કે આખરે એ મલ્યા કઈ જગ્યાએ, પણ એ વાત હજુ પછી પહેલા વાત કરીશુ રાધેની.




રાધે દેખાવે ખૂબ સુંદર હતી, જાણે ભગવાને ખૂબ ફુરસતથી એને બનાવી હોય, એ હતી પણ એટલી સુંદર કે એની તારીફ કરવી ઓછી પડે એમ હતું. જો શિવાના શબ્દોમાં કહું તો રાધે એક અપ્સરા જેવી હતી. આમ તો રાધે ગુજરાતની નહોંતી એ મધ્યપ્રદેશ ના એક શહેરથી હતી. આમ તો એનું ફેમીલી નાનું હતું પણ સુખી હતું, એના પપ્પા જે ઘરના મુખીયા સ્વભાવે બહુ જ કઠોર અને એટલા જિદ્દી પણ, એ રાધે કે એની બહેનને ક્યારે પણ એકલા બહાર નહોતા જાવા દેતા. અને એમને સૌ કોઈ ઓળખતા પણ હતા તો એ લોકો જો કીધા વગર જતા રહે તો પણ એમને ખબર પડી જ જતી, એમના થોડા ગુણ રાધેમાં પણ હતા. એ પણ એના પપ્પાની જેમ જિદ્દી અને ખૂબ ગુસ્સાવાળી પણ હતી. રાધે ના મોટાબેન શિવાની ખૂબ ચંચળ અને બધા જ થી ખૂબ વિપરીત સ્વભાવ વાળા, એમને કોઈની સાથે માથાકૂટ કરવી નહોતી ગમતી ક્યારે પણ. ઘરમાં બંને બહેનોને સોનુ અને મોનું કરીને બોલાવતા બધા. નાનો ભાઈ વિકકી ખૂબ જ ચપળ અને ચતુર અને ભણવામાં પણ ખૂબ જ હોંશીયાર. એને દુનિયદારીથી કોઈ જ મતલબ નોહોતો, એ તો બસ એની દુનિયામાં જ મસ્ત રહેતો હતો. રાધેના પપ્પા રાધેની નોકરી કરવાની વાતથી ખુશ નહોતો, એ નહોતા ઇચ્છતા કે રાધે નોકરી કરે. કારણ કે એમની પાસે બધું જ હતું જે જીવન જરૂરિયાત માટે જરૂરી હોય. એના પપ્પા હંમેશા એને કોઈ ધંધો કરવાનું કહેતા, પણ રાધે ને હજુ દુનિયા જોવાની બાકી હતી, આ દુનિયા ના લોકો સાથે સંઘર્ષ કરવાનો બાકી હતો.


રાધે અત્યારે ઘરે જ રહેતી હતી, એટલે એ વધુ પડતો ટાઈમ સોશ્યિલ એપ્લિકેશન માં નિકાળતી હતી. અને આવી જ એપ્લિકેશન માં ઘણા બધા મિત્રો બનાવી લીધા, એ પણ આ ઇન્ટરનેટ ની માયાજાળમાં ફસાઈ ગયી. હવે એને એના વગર ચેન જ નોહોતુ પડતું. એવામાં એને એક મિત્ર મળે છે જેનું નામ હતું વિજય. વિજય એક ટેલેકૉમુનિકેશન ની ઓફિસ ચલાવતો હતો. રાધેની મિત્રતા વિજય સાથે થાય છે સોશ્યિલ સાઈટ પર અને બંને એકબીજા સાથે વાતો કરવાનું ચાલુ કરે છે.



જેમ જેમ દિવસો જય છે એમ એમ એમની મિત્રતા વધતી જાય છે, બંને એકબીજા સાથે પોતાના નંબરો ની આપ લે કરે છે. પછી એક દિવસ વિજય રાધેને કામ કરવાની વાત કરે છે, અને રાધે એને સ્વિકારે છે. અને કામ ચાલુ કરે છે. કામમાં એટલું પણ વધારે કાઈ મગજમારી નહોતી, એટલે રાધે વિજયની સાથે કામ ચાલુ કરે છે.


દિવસો જાય છે અને એ બંને વચ્ચે મિત્રતા પણ વધતી જાય છે. થોડા ટાઈમ પછી રાધે અને વિજય ની વચ્ચે કોઈ કામના કારણસર ઝઘડો થઈ જાય છે અને રાધે કામ કરવાનું બંદ કરી દે છે. અને બંને વચ્ચે વાતચીત પણ બંધ થઇ જાય છે. ફરીથી રાધે એની સોશ્યિલ એપ્લિકેશન સાથે સંકળાઈ જાય છે. થોડા દિવસ પછી રાધેની મિત્ર સુલોચના એને કહે છે નોકરીનું. એ જ્યાં નોકરી કરતી હોય છે એ જગ્યાએ. રાધે થોડી આનાકાની કરે છે ત્યાં નોકરી કરવાની, કેમકે લોકોથી થોડુંઘણું ખરાબ સાંભળ્યું હોય છે રાધેએ એ જગ્યા વિશે. પણ એની મિત્ર ના કહેવાથી એ ત્યાં નોકરી કરવા માટે તૈયાર થઇ જય છે અને ત્યાં ઇન્ટરવ્યૂ માટે જાય છે.

રાધે બોલવામાં ખૂબ જ ચપળ હોય છે એટલે ઇન્ટરવ્યૂ માં પાસ થઈ જાય છે. જ્યારે એ ઇન્ટરવ્યૂ આપીને બહાર નીકળતી હોય છે ત્યારે એ થાય છે જેની આપણે સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા, હા શિવાની નજર પહેલી વખત રાધે પર પડે છે અને તે મંત્રમુગ્ધ બની જાય છે રાધેને જોઈને.



ક્રમશઃ........