બ્યુટીફૂલ હાર્ટ-૨

રોહિત અને મિતાલી હવે એટલા નજદીક આવી ગયા હતા કે બન્ને ને હવે એકબીજા વિના એક પળ પણ ચાલતું ન હતું.પરંતુ મિતાલી ને હવે એ વાત નો ડર લાગી રહ્યો હતો કે જ્યારે રોહિત ને આ વાત ની જાણ થશે કે પોતે એને સચ્ચાઈ થી અજાણ રાખ્યો તો શું પોતે રોહિત ની દોસ્તી પણ ગુમાવશે?હવે મિતાલી માટે રોહિત ઘણું બધું હતો,એક બેસ્ટ ફ્રેંન્ડ,અને કદાચ એના થી પણ વધારે.જો રોહિત એની સાથે વાત કરવાનું બંધ કરી દે તો પોતાનું શુ થશે?રોહિત ના જોડે વાત કર્યા પછી તો પોતે પોતાની જાત ને ઓળખી છે,એનો આત્મવિશ્વાસ પાછો આવ્યો હતો,જે લઘુતાગ્રંથિ એને પેહલા થી હતી હવે પોતે એના માંથી બહાર આવી શકી છે.પોતે પોતાની મુસ્કાન પાછી મેળવી હતી.હવે એ ખુશ રહેવા લાગી હતી.હવે એને પોતાની જાત ને શણગાણવી,કલાકો સુધી અરીસા સામે બેસી રહેવું ગમતું હતું.એને રોહિત ને ગુમાવી દેવાનો ડર લાગવા લાગ્યો હતો અને બીજી તરફ રોહિત ને અંધારા માં રાખવા માટે એને ખૂબ જ દુઃખ થતું હતું.
બીજી તરફ રોહિત ની હાલત પણ કંઈક એવી જ હતી.એને પ્રિયા એટલે કે મિતાલી એની આદત બની ગઈ હતી.એ હવે મિતાલી ને પસંદ કરવા લાગ્યો હતો.હવે તો એને રાત દિવસ મિતાલી સાથે વાતો કર્યા કરવાનું જ મન થતું.એ પોતે હવે પોતાની ખૂબ જ કાળજી લેતો.પ્રિયા ની પસંદ ન કપડાં,પ્રિયા ની પસંદ નું પરફ્યુમ,બધું જ એ પ્રિયા ની પસંદ નું કરતો એને લાગતું પ્રિયા બસ પોતાની પાસે જ છે.હવે વાતો માને વાતો માં સવાર પડી જતી.
કોલેજ માં મિતાલી અને રોહિત એકબીજા ની સામે આવતા છતા રોહિત એ વાત થી અજાણ હતો કે મિતાલી જ પોતાની પ્રિયા છે.જ્યારે મિતાલી રોહિત ને જોતા ન જોવા નો ડોર કરતી.એ ક્લાસ માં પણ રોહિત ને દૂર થી જોયા કરતી.ઘણી વાર તો એને બધું ભૂલી રોહિત ની પાસે જઈ એની બાંહો માં સમાઈ જવાનું મન થતું, એને થતું અત્યારે જ એને બધું સાચું કહી દે,પરંતુ પછી તરત પોતાની જાત ને રોકી લેતી.

થોડા દિવસ માં રોહિત નો બર્થ ડે આવતો હતો.પ્રિયા એ નક્કી કર્યું કે બર્થડે ના દિવસે પોતે રોહિત ને સચ્ચાઈ બતાવી દેશે પછી ભલે પોતાને રોહિત ને ગુમાવવા નો વારો આવે,પરંતુ હવે એ રોહિત ને અંધારા માં રાખવા માંગતી ન હતી.એ દિવસ પણ આવી ગયો.એ દિવસે મિતાલી એ રાતે બાર વાગ્યે રોહિત ને બર્થડે વિશ કરી,આજે રોહિતે પ્રિયા ને ગિફ્ટ માં પોતાને એકવાર મળવા આવે એવું પ્રોમિસ માંગ્યું.જેના જવાબ માં પ્રિયા બનેલી મિતાલી એ રીપ્લાય કર્યો,:

"ડિયર રોહિત,હું જાણું છું તું મારો બેસ્ટ ફ્રેંડ,અને કદાચ એનાથી પણ ખૂબ જ વધારે છે,પરંતુ આજે હું તારી સમક્ષ જે વાત કહેવા જઇ રહી છું એના થી કદાચ હું તને હમેશા માટે ગુમાવી દઈશ,પરંતુ હું હવે તને વધારે અંધારા માં રાખવા નથી માંગતી.હું તને સાચી વાત કહું એ પહેલાં એક વાત જણાવી દઈશ કે હું તને ખૂબ જ પ્રેમ કરું છું,કદાચ એટલો કે હું તારા માટે કંઈપણ કરવા તૈયાર છું ભલે મારે તારા પ્રેમ માટે જિંદગીભર તારા થી દુર પણ રેહવું પડે એ પણ મને મંજુર છે.હવે સાંભળ,હું તને આજથી નહિ,કોલેજ ના પ્રથમ દિવસ થી જ ચાહું છું,તને નવાઈ લાગી હશે કે હું તારી જ કોલેજ ની સ્ટુડન્ટ છુ, તારીજ કલાસમેટ છું, અને આપણે રોજ મળીયે પણ છે.હું એજ છું જેને જોઈ ને સૌ કોઈ મો બગાડે છે,જેની પાછળ સૌ મજાક ઉડાવે છે,જેની સાથે દોસ્તી કરવા તો દૂર વાત કરવા પણ કોઈ તૈયાર નથી થતું.હું એજ કદરૂપી મિતાલી છું તારી જ કલાસમેટ.પરંતુ હું તને ખૂબ જ પ્રેમ કરું છું,અને તારી સાથે આ રીતે ખોટા નામ થી વાત કરવા માટે મને માફ કરજે,શાયદ હું માફી ને પણ લાયક નથી,અને કદાચ મારી વાત જાણ્યા પછી તું મારી સાથે વાત કરવા પણ નહીં માંગે પરંતુ તું હંમેશા મારા માટે મારો બેસ્ટ ફ્રેંડ રહીશ.તે આજે પેહલી વાર મારી પાસે કશું માંગ્યું છે અને હું મારું પ્રોમિસ નહિ તોડું. હું તારા કહ્યા મુજબ રવિવાર ના દિવસ તારા ફેવરાઈટ કાફે માં મળીશું,જો તું નહિ આવે તો હું સમજી જઈશ કે આપણા રિલેશનશિપ નો અહીંયા જ અંત આવી ગયો છે,અને હું હમેશા માટે તારા થઈ દૂર જતી રહીશ.કોઈ દિવસ તારી સામે નહિ આવું,પરંતુ ફક્ત એકવાર હું તું આવે એવું ઈચ્છું છું, બસ એકવાર,પછી કાયમ માટે તારા થી દુર જતી રહીશ."
આટલો લાંબો મેસેજ ટાઈપ કર્યા પછી આંખો મીંચી,ઊંડો શ્વાસ લઈ મિતાલી એ સેન્ડ નું બટન દબાવી દીધું,એની આંખો માંથી આંસુ ટપકી રહ્યા હતા.રોહિત જાણે પોતાના થી ખૂબ જ દૂર જઇ રહ્યો હોય એવો અહેસાસ થઈ રહ્યો હતો.પરંતુ તે દિવસે ખરાબ વાતાવરણ ના લીધે રોહિત ને મેસેજ સેન્ડ થયો કે નહીં એ ખબર પડે એ પહેલાં જ નેટવર્ક જતું રહ્યું.મિતાલી ને હવે ક્યાંય પણ ચેન પડતું ના હતું.વારે ઘડીએ એ ફોન ચેક કરતી હતી,આજે ત્રણ દિવસ થવા આવ્યા પણ નેટવર્ક હજુ ઠપ જ હતું.મિતાલી ના હદયમાં ઘમાસાણ મચ્યું હતું.શુ થયું હશે,રોહિત શુ વિચારતો હશે,હવે એ પોતાના થી નફરત કરશે તો,શુ પોતે રોહિત વિના રહી શકશે?
આજે વરસાદ ઓછો થયો હતો.મિતાલી એ આજે કોલેજ જવાનું નક્કી કર્યું,હવે તે રોહિત ને સામે જ વાત કરવા માંગતી હતી.એ ફટાફટ તૈયાર થઈ ગઈ,પોતાની સ્કુટી લઈ નીકળી પડી,આજે તો રોજ કરતા કોલેજ નો રસ્તો પણ ખૂબ જ લાંબો લાગ્યો.કોલેજ પહોંચી મિતાલી જલ્દી થી કલાસરૂમ માં ગઈ પરંતુ રોહિત દેખાયો નહિ,એ બહાર નીકળી કેન્ટીન માં,ગાર્ડન માં બધે ફરી,એની આંખો આજે રોહિત ને શોધતી હતી પરંતુ રોહિત ક્યાંય દેખાયો નહિ.એને આખો દિવસ રોહિત ની રાહ જોઇ પરંતુ રોહિત ન આવ્યો.મિતાલી સાંજે ઘરે આવી, આજે એને ખાવા પીવાનું પણ મન ન થયું,એ સીધી પોતાના રૂમ માં ભરાઈ ગઈ,એ તકિયા માં મોઢું છુપાવી આજે ખૂબ જ રડી,એને રોહિત વિના ચેન પડતું ના હતું,રોહિત ને ગુમાવી દેવાનો ડર સાચો પડ્યો હોય એવું લાગી રહ્યું હતુ.હવે એણે નિર્ણય કરી લીધો,કાલે રવિવાર છે, પોતે નક્કી કરેલી જગ્યા એ જશે અને પછી કાયમ માટે એ રોહિત થી દુર જતી રહેશે.વિચારો માં એ ક્યારે સુઈ ગઈ ખબર ના પડી.

બીજા દિવસે મિતાલી એ રોહિત ની પસંદ ના કપડાં પહેર્યા,એ આજનો દિવસ જે બનશે એ ખુશી થી સ્વીકારી રોહિત થી દુર જવુ પડે તો એ પણ કરવા તૈયાર હતી.એને થોડું તો હતું જ કે રોહિત નહિ જ આવે છતાં ઊંડે એક આશા હતી કે કદાચ રોહિત આવી જાય,આવશે તો પોતે એનો સામનો કેવી રીતે કરશે?એવી ચિંતા પણ હતી.પરંતુ મિતાલી આજે મક્કમ નિર્ધાર કરી લીધો હતો.
નક્કી કરેલી જગ્યા એ પહોંચતા જ મિતાલી એ અંદર નજર ફેરવી.રોહિત આવ્યો ન હતો.કદાચ પોતે જલ્દી આવી ગઈ છે એમ વિચારી એ એક ખૂણા ના ટેબલ પર આવી બેસી.આજે બધું જ ખાલી હતું.એને નવાઈ લાગી પરંતુ પાછી એ પોતાના વિચારો માં ખોવાઈ ગઈ,જો રોહિત નહિ આવે તો?પોતે થોડી વાર રાહ જોઈ હમેશા માટે દૂર જતી રહેશે એમ વિચારી લીધું હતુ,આવ્યા પછી એણે કેટલીય વાર પાણી પીધું હશે,આજે ચિંતા માં એનું ગળું વધારે સુકાતું હતું.થોડીવાર થઈ કે અચાનક એક વેઇટરે આવી ને એક કવર આપ્યું,કવર ખોલ્યું તો એમાં લખ્યું હતું,please come out side..એ બહાર આવી ,બહાર ના ગાર્ડન એરિયા માં એક કોર્નર માં એક ટેબલ ફૂલો થી સજાવેલું હતું.હજુ કાઈ વિચારે એ પહેલાં જ અચાનક એની આંખો પર કોઈ એ હાથ મુક્યો,એને હળવે થી હાથ હટાવ્યો,પાછળ ફરી જોયું તો એના આશ્ચર્ય વચ્ચે રોહિત હાથ માં ફૂલ નો બુકે લઈ ઉભો હતો.હજુ કઈ બોલે એ પહેલાં તો રોહિત પોતાના ગુટણ પર બેસી,ખિસ્સા માંથી એક રિંગ કાઢી,બોલ્યો,વિલ યુ મેરી મી,મિતાલી?મિતાલી તો હજુ પણ પૂતળા ની જેમ ઉભી હતી,એને હજુ પણ પોતાની આંખો પર વિશ્વાસ ન હતો આવતો કે આ હકીકત છે કે સપનું?મિતાલી આંખ માંથી આંસુ વહેવા લાગ્યા,પરંતુ આજે આ ખુશી ના આંસુ હતા.એને પોતાનું માથું હા માં હલાવ્યું અને રોહિત એ એની આંગળી માં સુંદર રિંગ પહેરાવી.રોહિતે કહ્યું,મિતાલી,તે કેવી રીતે વિચારી લીધું કે હું તને છોડી દઈશ કે તારા થી દુર થઇ જઈશ,મેં તને પ્રેમ કર્યો છે,તને જોયા વિના તારા હ્ર્દય ને પ્રેમ કર્યો છે,તારા સ્વભાવ ને પ્રેમ કર્યો છે,અરે ગાંડી, તારી મારા પ્રત્યે ની કાળજી,તારી મિત્રતા,તારી સાથે વિતાવેલી એ પળો જે આખી રાત વાતો માં વિતાવી છે એ બધું મને તારા થી કદી દૂર જ ન જવા દે,હું પણ તને એટલો જ પ્રેમ કરું છું,અને તે આવું કેવી રીતે વિચારી લીધું કે હું તારા દેખાવ ના લીધે તારા થી દુર થઇ જઈશ?હવે કદી આવું વિચારીશ પણ નહીં.ઇન્સાન ચેહરા થી નહિ દિલ થી ખુબસુરત હોવો જોઈએ,અને એ વાત માં તો તું દુનિયા ની સૌથી ખુબસુરત વ્યક્તિ છે.આટલું કહી રોહિત એ મિતાલી ને પોતાની બાહો માં સમાવી લીધી.


***

Rate & Review

Verified icon

Drashti Patel 9 months ago

Verified icon

Mohit Patel 9 months ago

વાહ મેડમ વાહ જોરદાર છે આ સ્ટોરી

Verified icon
Verified icon

Kalpana Thakkar 9 months ago

great

Verified icon

NEHAL CHAUHAN 9 months ago

Shared