MISS YOU..... - 3 books and stories free download online pdf in Gujarati

નહીં ભુલાય... - 3

                      વાંચક માટે 
પહેલા બધા જ વાચકો ની માફી માંગુ છું ઘણા ના મેસેજ આવ્યા કે બુકનો આગળનો ભાગ કેમ ના આવ્યો.  સંજય નીતિન અને અંકિત ના શાળા ના દિવસો ની વાત છે. તે વાંચીને તમને પણ શાળા ના દિવસોની ઝાંખી થશે. તે સાથે માતા પિતા ના પ્રેમની યાદ માં એક કવિતા સાથે પ્રસ્તુત કરી છે. અને આગળ ના બને ભાગ કરતા આ ભાગ વધારે રસપદ લાગશે.
                            વાર્તા ક્રમશ:

            ધીરે ધીરે ક્લાસ માં નીતિન સંજય અને અંકિત ની દોસ્તી લાલ,બાલ અને પાલ જેવી ગાંઢ ત્રિપુટી બની જાય છે.એક બીજાને સારી રીતે સમજી જાય છે.બધા એક બીજા ના ઘરે જાય છે. તેમના મમ્મી પપ્પા પણ ઓળખવા લાગે છે. સંજય ના મમ્મી-પપ્પા કઈ સંજોગો અનુસાર ગામડે ચાલ્યા જાય છે.સંજય હવે પોતાના કાકા કાકી સાથે રહેતો હતો. પણ કહેવત છે ને "માં તે માં બીજા તો વગડાના વા" સાત સારા સાચવે પણ માં બાપ ની હાર ના આવે. કોઈ ના કોઈ ખૂણામાં સાવકી માં પોતાની માં ની જગ્યા ના જ લઇ શકે.
                    તે રીતે સંજય પણ પોતાના હૃદય મંદિર માં કઈ ખાલી પણ નો અનુભવ કરવા લાગ્યો . પણ જ્યાં સુધી શાળા માં હોય ત્યાં સુધી કઈ વાંધો ન હોય પણ ઘરે આવે એટલે કઇ ખાલી પણ નો અહેસાસ થવા લાગે .એમ પણ હજુ સમજણ ના પગથિયાંથી દુર  હોય અને  માતા-પીતા થી દુર  થઈ જાય ત્યાંરે એ પ્રેમ શબ્દની સૌથી નજીક આવી જાય છે, અને પ્રેમ એક વહેેેમ બની જાય. જ્યાંરે માતા પિતા ના પ્રેમમાં મનમાં કઈ આવું ચાલી રહ્યું હશે.

 દૂર હો તુમ મુજસે તો ભી
દિલ મેં તુજે રખતા હું
યાદો કી તસ્વીર બનાકર
દિલમે અપને રખતા હું
તેરી યાદ મેં મૈયા મેં દિનરાત રોતા હું 

એક હી તો ગુજરીશ હે ઓ મેરે રામ
કભી ભી ના કરીયો કિસીકો દૂર અપની માં સે(2)

મેણા-તોના મારતા હે યે સંસાર 
સુખ-દુઃખ કી આતી હે ઘડિયા અપાર
તેરે બીના ઘરમેં ના કોઈ ત્યોહાર
સુના સા હે ઘર મેરા
સુના હે મેરા જીવન

એક હી તો ગુજરીશ હે ઓ મેરે રામ
કભી ભી ના કરીયો કિસીકો દૂર અપની માં સે(2)

થક કર મેં આતા 
ના કોઈ ખબર લેને વાલા
ના કોઈ ખાના ખિલાકાર 
પ્યારસે બાતેં કરનેવાલા
વો પ્યાર કી મુરત કયો મેરે સાથ નહીં

એક હી તો ગુજરીશ હે ઓ મેરે રામ
કભી ભી ના કરીયો કિસીકો દૂર અપની માં સે(2)

           આવી જ રીતે ત્રણે મિત્રો મજાક,મસ્તી અને પુરી મહેનત થી પોતાનું ભણતર આગળ વધારતા જય છે.આજે શાળા નો એક મહિનો પુરો થાય છે.અને આમ જોઈએ તો ત્રણે ની ગાંઠ જેવી બંધાયેલી મિત્રતા ને પણ આજ એક મહિનો થઇ જય છ. આવતી કાલે મેથેમેટિકસ ના સર સરપ્રાઇઝ ટેસ્ટ નું એલાન કરે છે. બધા શોક માં આવી જાય છે.પણ આ ત્રણ ને તો બધા દિવસ સરખા. બીજા બધા શોક માં છે. ત્યારે ત્રણે જોર જોરથી હસી હસી ને વાતો કરે છે.જાણે ક્લાસ માં તેના ત્રણ સિવાય કોઈ જ નથી.

            મેથેમેટિકસ ના સર આ ત્રણે ને તાકી તાકી ને જોવે છે.બીજા બધા છોકરાવો અવાજ કરતા હતા એ બંદ થઈ જાય છે . બધું કલબલ બંધ થઈ જાય છે. પણ આ ત્રણે પોતાની વાતો માં મશગુલ છે, ને આખો ક્લાસ એ ત્રણ ની સામે જોઈ રહે છે.
પણ સર એક ગુસ્સામાં છે.બધા વિધાર્થીઓ મન માં મન માં મૃદુ હાસ્ય નીકળી જાય છે.અંકિત સર ને જોય જાય છે અને નીચે માંથી કરી દે છે.શરમાળ સ્વભાવનો એટલે માથું નીચું કરી ને નિતિનને અને સંજય ને વાતો બંધ કરવાનુંના ઈશારો કરી સમજવે છે. પણ સમજતા જ નથી અને વાતો  કરવાનું ચાલુ રાખે છે . 
                  અંકિત પાટુ મારી ને ધીમેથી કહે છે. તાર બાપને ...   સર જોવે છે...!
નીતિન તો ફોર્મ માં જ હતો જોરથી બોલે છે: અહીંયા ક્યાં મારો બાપ જોવા આવવાનો છે.
              સંજય પણ માથું બેન્ચ પર મૂકી હસવા લાગે છે.પછી તો આખો ક્લાસ હસવા લાગે છે . સર ને પણ હસવું આવી જાય છે.
               નીતિનને સર આગળ બોલાવે છે . અને આખો કલાસ ગડગડાટ હસવા લાગે છે. સંજય અને નીતિનને એક વિક સુધી બહાર ઉભા રહેવાની સજા આપે છે. સાથે નીતિનને 2 સ્કેલ હાથમાં પડે છે.અને લાલ,બાલ ,પાલ ની આ ત્રિપુટી ને આખો કલાસ ઓળખવા લાગ્યા. આ પ્રસંગથી નીતિનની આખા કલાસમાં અલગ છાપ ઉભી થઇ ગઇ.
             પછીના દિવસે પેલો જ પિરિયડ મેથેમેટિકસ નો હતો . શાળાના નિયમ પ્રમાણે પ્રાર્થના થાય છે.અને હાજરી લેવાય છે. ત્રણે જણ નો હાજરી નમ્બર પણ લાઈન માં હતો પેલા અંકિત નું નામ આવે છે.અંકિત યસ સર પણ બોલે છે. જ્યારે નીતિનનો રોલ નંબર આવે છે ત્યારે તે આગળ વાળા સાથે કઈ વાતો કરતો હોય છે. સર તેનું નામ બીજી વાર બોલે છે. નીતિન તો કઈ પ્રવુતિ આગળવાળા સાથે વાતો ચાલુ જ છે . સર બોલે કોણ છે ને આખો ક્લાસ નીતિન સામે જોવે.આખો ક્લાસ હસવા લાગે છે.
                સર પણ હસતા હસતા નંગ હાજરી પુરાય જાય એ પેલા બને ક્લાસ ની બાર જજો, આગળ વાળો કહે છે. સર એ પૂછતો હતો .
    સર કહ્યુ (આંખો બતાવતા) નંગ તું નહી...! કાલ વાળા બંને સંજય અને નીતિન.
    બંને બુક લઇને બહાર નીકળી જાય છે.નીતિન પાછો ક્લાસ માં આવે છે અને  અંકિત ને કઈ કહે છે. સર ફરીથી નીતિન ને ચોક મારે છે, અને કહે છે... ! એને બહાર લઇ જવો છે.નીતિન અંકિત પાસેથી કંઈ લઇ બહાર નીકળે છે. અને આખા ક્લાસ માં ફરી હાસ્યફરી વળે છે. 
   સર ક્લાસ માં ફરી ભણાવાનું ચાલુ કરે છે. સંજય અને નીતિન બહાર શાંતિથી ઉભા છે.થોડી વારમાં પ્રિન્સિપાલ રાઉન્ડ માં નીકળે છે. બંને ડરી જાય છે.પૂછે છે, કેમ બહાર નીતિન કહે છે કાઈ નહિ એતો આગળ વાળા પાસે પેન માંગતો હતો એટલે સર ને થયું કે વાતો કરે છે. બંનેને ઓફિસમાં બોલાવે છે, અને માફી પત્ર લખાવે છે.
             જ્યારે માફી પત્ર લખતા હતા એવામાં જ પટાવાળો આવે છે અને કહે છે. ઘનશ્યામભાઈ આવ્યા છે પેલા મકોડભાઈ ના મિત્ર.
પ્રિન્સિપલ નીતિન અને સંજય સામે જોયું અને કહ્યું અંદર મોકલો. એવું સાંભળતા જ બંને ના હોશ ઉડી ગયા અને હૃદય ના ધબકારા ડબલ થઈ જાય છે.કેમ કે નીતિનના પપ્પા નું નામ મકોડભાઈ અને સંજય ના કાકાનું નામ ઘનશ્યામભાઈ હતું . બંને એક બીજા ની સામે જોવે છે. અને ધીરે ધીરે બોલે છે, એને કોણે બોલાવ્યા...! પ્રિન્સચીપલ સાંભળી જય છે. એને એમ થયું કે નીતિન ને કોઈ ઓળખીતા હશે.અને બંનેને ત્યાં ઉભા રાખે છે. ત્યાં ઘનશ્યામભાઈ આવે છે. સંજય અને નીતિન તેને જોઈ ને ખુશ થઈ જાય છે. કેમ કે તેના કોઈ ઓળખીતા નથી . તેથી બનેને હસવું આવે છે, ત્યારે જ ઘનશ્યામભાઈ તેની સામે જોઈ હસે છે. એટલે પ્રિન્સિપાલ ને થાય છે કે આ તેને ઓળખાતા હશે.
            ઘનશ્યામભાઈ અંદર આવીને બેસે ત્યાં જ એક જ 5.5 ફૂટની , પાતળી પણ નહીં અને જાડી પણ નહીં એવા પરફેક્ટ બાંધાની ની જાણે આ સંસાર માં એનાથી સુંદર સંજય કે નીતિને આજ સુધી જોય જ નહીં હોય એવી છોકરી આવે છે. અને કહે છે. પપ્પા ફોર્મ ભરાય ગયુ છે. અને ભગતસિંહ ક્લાસ માં જવાનું કહ્યું છે. 
            અવાજ સાંભળી ને બંને મુગ્ધ થઈ જાય છે . જાણે કોયલ ના અવાજ ને ટક્કર આપે એવો હતો. ઘનશ્યામભાઈ પ્રિન્સિપાલને કહે છે કે આ મારી ગુડ્ડી, મકોડભાઈએ વાત કરી હતી ને એ, ધ્યાન આપજો થોડું. આમ બંનેને નામ પણ ખબર પડી જાય છે.પ્રિન્સિપાલ આશ્વાસન આપે છે. તમારી દીકરી ને કાઈ નહિ પ્રોબ્લેમ નહીં આવે અને ગડ્ડી આજ થી જ શાળા માં ભણવા નું ચાલુ કરી ક્લાસમાં જા અને જોયો છે ને  ક્લાસ ?? (પ્રિન્સીપાલ નિતીન સામે જોવે છે અને પિરિયડ બદલવાનો બેલ વાગે છે)ચાલો નીતિન ક્લાસ માં જાવ અને આ (ગુડ્ડી) પણ તમારા ક્લાસ નું નવું એડમિશન છે તેને ક્લાસ બતાવજો
       આમ ગુડ્ડી ને નીતિન અને સંજય ક્લાસ માં લઇ જાય છે. એ લોકો વાત કરે છે કે નહીં અને ક્લાસ માં બીજી ન્યૂ કોમિક બને છે . નજરથી નજર મળે છે અને એકતરફી પ્રેમ નું કૂંપળ ફૂટે તે  આવતા અંકમાં.......
         સલાહ સુચન અને કઈ પણ ફરિયાદ હોય તો જરૂરથી dankhara. savan12@gmail. com અને WP 91 9624515540 પર કરી શકો છો.