Vhalam avo ne - part 5 books and stories free download online pdf in Gujarati

વ્હાલમ્ આવોનેં..... ભાગ-5

યાદો નું પતંગિયું :

નવરાત્રીમાં દુર્ગાષ્ટમી નાં પાવન પર્વ નાં દિવસે વિદી નેં પપ્પા એ બુમ પાડી નેં બોલાવી....
કે, પછી, કાંઈક કિંમતી ભેટ આપવા નો અનોખો પ્રયાસ હતો એમનો વિદી માટે.....

નવરાત્રી નાં મંગલ દિવસોમાં:

વિદી એમતો કાંઈ બોલતી ન્હોતી એમ કોઈનાં અવાજ નેં જાણીજોઈનેં સાંભળતી પણ ન્હોતી.

પણ, આજે, પપ્પા નાં અવાજ માં કંઈક અલગ જ સૂર હતો.

ઈચ્છા કે અનિચ્છા નો પણ, કાંઈક અલગ આનંદ નિતરતો હતો.

જાણે, માતાજી નાં આશિષનો સમંદર હિલોળે હતો.

અને, સમય નોં પણ એમાં જીવંત શ્વાસ હતો.

જાણે, શરદની શરણાઈ એ આનંદ નો આસ્વાદ હતો.

દિકરી માટેનો પિતા નો અવિરત એ નવ પ્રયાસ હતો.

સમય નાં સહારે સંયમ નો એ ક્યાસ હતો.

વિટંબણાઓ નોં અલ્લડ એ ઉપહાસ હતો.

જીવન ની શરણાગતિ એ જીતનો વિશ્વાસ એ હતો.

પપ્પા એ વિદીનેં કહ્યું, આપણેં, વેદનાં ધરેં "ગોળધાણા"નું કહેણ અનેં એની સાથે અમારી સ્વીકૃતિ આજે જ મોકલી દઈએ. જેથી, આગામી દિવાળી બંને પરિવાર માટે એકસાથે ઉજવાતો મોટો પ્રસંગ બની જાય, અનેં  સાથે સાથે લગ્ન નાં શુભ મૂહૂર્ત નું આયોજન પણ, થઈ જાય.

વિદી નાં શ્વાસ જાણેં થંભી ગયાં. વાચા ભાભી હરખમાં આંખનો પલકારો ચૂકી ગયાં.

ખુશી તો જાણેં ઝાંઝર પહેરી નેં પગ માં, વિદી સાથે નાચવા લાગી.

વિદી નેં પપ્પા ની અસંમજસનો પણ અણસાર હતો. મમ્મી અનેં પપ્પા એ કેવાં સંજોગો માં મનનેંં સમજાવી નેં વ્હાલી દિકરી માટે, આ નિર્ણય લીધો હશે, એતો એ બંને જ છે,જાણે.

અચાનક વિદી નેં એકલી એકલી હસતી જોઈ દીદી નેં ભાભી કાંઈ બબડ્યાં. પછી, વિદી નેં કહેવાં લાગ્યાં થોડુંક અમારી સાથે પણ, હસો. અમેં શું ગૂનો કર્યો છે? ત્યારે વિદી।   થોડી શરમાઈ ગઈ. હેરસ્ટાઈલ નેં વખાણતાં એણે, વાત નેં બદલી કાઢી. હાથો માં રચાયેલી વેદનાં નામની મહેંદી તો વિદી પર કેટલાય દિવસોથી છવાયેલી હતી.

પણ, કુટુંબનાં દરેક સભ્યો થી અલવિદા લેવાનો સમય નજીક આવતો જતો હતો એમ, વિદી ની આંખો પાછી, જવાબ આપી દેતી.

પપ્પા નેં ભેટીને વિદી ખુબ જ રડી અને, સાથે મમ્મી-પપ્પા અનેં ભાભી પણ... જાણે, ઘણાં મહિનાઓથી ચાલતું શાંત પણ, વિનાશકારી આ યુધ્ધનોં જાણેં આજે સુખદ અંત આવ્યો હતો. પણ, મનનેં અજંપો હજુપણ, હતો, અવિશ્વાસ નો કે શું આ બધું સાચું છે કે સ્વપ્ન?

પણ, ખરેખર વિદીનાં જીવનમાં હવે, વિધિવત્ ખુશીનું આગમન થયું અનેં પ્રેમનું આવિષ્કારી આગમન થયું. તકલીફો માં રડી રડી નેં વિદી સાવ નિસ્તેજ અને, લાચાર થઈ ગઈ હતી. પણ, હવે, ખુશીની આ લહેર એનેં તાજા ખીલેલાં પુષ્પની જેમ ફરી સુંદર અનેં તરોતાજા કરી દીધી.

આજે, વિદીનાં ગોળધાણાંનો શુભ દિવસ છે. પણ, હજુપણ, એની આંખ માં એક પ્રસંગ છે,જે,એને,હચમચાવી જાય છે.

જ્યારે  વિદી અનેં વેદની પ્રથમ મુલાકાત પછી,ઘરમાં શાંત યુધ્ધ ચાલતું હતું, ત્યારે,વિદીનાં રુઆબે પપ્પા નેં કાંઈક વિચારવા મજબૂર કર્યા. અનેં, વિદીનાં ફુઆ જે, ખુબજ અનુભવી માણસ હતાં એમનેં એક મોટી જવાબદારી સોંપવામાં આવી....

વેદનાં ઘરે બીજી મુલાકાત... પણ, આ મુલાકાત માં વેદનું ઘર જોવાનું હતું કે જ્યાં વિદી નેં જીંદગી કાઢવાની છે. નકકી તો આ જ થયું હતું, પણ, એમાં ફુઆ ની ચાલ હતી તેં વિદી નેં પછી સમજાયું. પણ, વિદીની ખુશીનોં તો પાર નહોતો. ભાવી સાસરે જવાની ખુશી થી એ ફૂલી સમાતી ન્હોતી. અનેં આંખોમાં વેદનેં મળવાનાં સપના....
સરસ મજાનાં પંજાબી સૂટમાં લાંબા વાળ નાં ચોટલા સાથે મેકપ વગર પણ વિદી ખુબ જ સુંદર દેખાતી હતી. વેદનાં ઘરે પહોંચ્યા પછી, થોડીક દેખાડાં ની વાતચીત થઈ અનેં ફુઆ એ વેદનાં પરિવાર નું સખત અપમાન કર્યુ. જે વિદી એ વિચાર્યું પણ ન્હોતું. અનેં આ કારણથી વેદનાં ઘરવાળા વિદી નેં રિજેક્ટ કરી દે એવો ફુઆનો માસ્ટર પ્લાન હતો. પણ, ફુઆ નાં પ્લાન પર ટાઢું પાણી ફર્યું. અહિં વિદી ની જીદ અનેં ત્યાં વેદ ની જીદ સાથે ઈશ્વરનો અનોખો સાથ હતો. અનેં આજે ખરેખર ગોળધાણાંનો શુભ દિવસ પણ હતો.

વેદ અનેં વિદી નાં કુટુંબીજનો ની વચ્ચે ગોળધાણાંની વિધિ સમાપ્ત થઈ. બીજી કેટલીક નાની વિધી પૂર્ણ થયાં પછી, વેદ અનેં વિદિશા નાં લગ્ન નું શુભ મૂહૂર્ત કઢાયું, અનેં દિવાળી પછી તરત જ નાં સારાં મૂહૂર્ત માં વેદ વિદી નાં લગ્ન નક્કી  થયાં. અને, લગ્ન નાં આગલે દિવસે એંગેજમેન્ટ.

વિદી માટે તો આ એક સોનેરી  સ્વપ્ન હતું, જે પુરુ થવાનાં કોઈ આસાર જ નહોતાં.

અરે, વિદી પાછી હસવા લાગી અરીસા માં શું દેખાય છે,અમનેં કે અમેં પણ હસીએ, ભાભી નેં દીદી પણ હસવા લાગ્યા. ઘડીક માં હસતી નેં ઘડીક માં શાંત વિદી માં લગ્ન પહેલાં નો ગભરાટ અનેં લાગણીઓ નો અવિરત ધોધ વહી રહ્યો છે, એમ સમજી ચૂપચાપ એનેં જોતાં જ રહ્યાં.

ત્યાં અચાનક વેદનો ફોન આવ્યો વાચા ભાભી નાં મોબાઈલ પર. એકદમ સુંદર લાગતી વિદી પાછી વિષાદ અનેં ચિંતા સાથે વિચારો માં... શું થયું હશે? વેદુ નો ફોન કેમ આવ્યો હશે? વિચારોનાં ઘોડાપુર માં વિદી તણાઈ ગઈ.

મુશ્કેલી ઓની માથાકૂટે સમય નેં માત આપી.

સંયમનાં બંધનો એ  સાધનાનેં સાથે રાખી.

ધીરજનાં ધ્યાનેં શુભ દિવસ ની। શરુઆત આપી.

વિટંબણા ઓ એ જાણે જડતાનેં શીખ આપી...

વિચારોનાં વાવાઝોડાં એ પ્રેમની બલિ લીધી.

માધવનાં મન ની જાણેં પરિક્ષા કીધી.

અને, સંબંધ માં અનેરી સુવાસ એમણેં કીધી.

બંને પરિવારો વચ્ચે ભાવના ઓ છે બાંધી.

સાથે, દિકરીને પણ, આશ આપી.

સપ્તપદીનાં સથવારે નવજીવનની આશાઓ બાંધી.

પરી જેવી વિદી અત્યારે આવેલાં। વેદનાં ફોન થી કેમ ગભરાય છે?

આ સવાલ નો જવાબ તો મારેં શોધવાનો છે, અનેં મિત્રો તમનેં જલદી થી આપવાનો છે.

ફરી પાછું, એમજ કહીશ વિદી નેં વેદ ની ચિંતા મારાં પર છોડો, તમેં તો। બસ મિત્રો જલસા કરો. વાંચી નેં। બસ મજા કરો. હા, અભિપ્રાય ની ના।   નથી, બસ, વિચારવાની જ ના છે. અને, સાથ તો। તમારો જોઈશે। જ.... ભાવનાઓ થી લાગણીનાં તારેં આપ સૌથી જોડાયેલી છું... તો તમારી ખુશી માટે તો મારેં કંઈક કરવું।   જ રહ્યું. અનેં એ છે આપણી, મુલાકાત..... જલદી મળીએ, વિદી નેં વેદ ની સપ્તપદીનાં સથવારે મ્હાલવા.

તમારી અવિરત ખુશીનાં વાયદા સાથે અહીં જ વિરમું છું.

આનંદનેં માણો, જીવો, અનેં એનામાં જ જીવંત રહી, જીવન નેં અલૌકિક બનાવો.

જય શ્રી કૃષ્ણ

મીસ. મીરાં.