vaibhav-nirali ni anokhi kahani - 11 books and stories free download online pdf in Gujarati

વૈભવ-નિરાલી ની અનોખી કહાની - 11

       

"તુ છો જીંદગી મા બાકી કોઈ ની જરુર નથી રાહી હવે... .

તુ જ મારી જીવવાની આશા છે અને તુ જ મારી આત્મા ની સાથી છે....."

(આગળ નાં ભાગ મા જોયું કે વૈભવ અને વિશ્વા ઘરે બધી વાત કરવાનું નક્કી કરે છે અને આ બાજુ નિરાલી ના ડૉક્ટર નિરાલી નાં પપ્પા પાસે થી બધી વિગત જાણી લે છે અને નિરાલી જલ્દી સારી થઈ જશે એવું કહે છે. હવે આગળ...)


(3-4 દિવસ પછી વૈભવ ઘરે કહી દીધું છે એવું કેહવા કોલ કરે છે વિશ્વા ને)

વિશ્વા: હેલો હા બોલ ને

વૈભવ: તે ઘરે વાત કરી આપણી....???

વિશ્વા: હા કરી ને

વૈભવ: તો શુ કહ્યુ કે ને મને...??

વિશ્વા: એવું કહ્યુ કે વૈભવ ને કે એનાં મમ્મી પપ્પા ને લઇ ને ઘરે આવે

વૈભવ: (નાટક કરતા ) પણ બકુ મારા ઘરે થી તો ના પાડી દીધી તો હવે....????

વિશ્વા: કેમ ના પાડી...????

વૈભવ: એ લોકો ને નિરાલી ગમે છે માટે

વિશ્વા: (ગુસ્સો કરતા) હા તો તુ પણ એની સાથે જ બોલ હો ને

વૈભવ: ના એવું નથી એ થોડી વધુ લાગણીશીલ છે એટલે બધાં ને ગમે પણ મને નથી ગમતું નેની નેની વાત માથે લઇ ને બેસી જાય

વિશ્વા: તો તારા ઘરે કે ને બધાં ને મને શુ કે છે...???

વૈભવ: સોરી બાબા મે ઘરે કહ્યુ અને ઘરે હા પણ પાડી દીધી છું તુ ઘરે આવજે તારા મમ્મી પપ્પા ને લઇને હો ને

વિશ્વા: નાલાયક તુ માર ખાઇશ હો મારા હાથ નો

વૈભવ: હા ભલે હો પણ તુ પણ તૈયારી રાખજે માર ખાવાની

વિશ્વા: હા હો હે ઓયય કેટલું જલદી બની ગયુ નહીં બધુ એ તને એક વાત ખ્યાલ છે..???

વૈભવ: કઇ વાત...?????

વિશ્વા: કહું કે ન કહું વિચારું છું

વૈભવ: કહી દે ને વિચારવાનું શુ....????

વિશ્વા: નિરાલી એ ફીનાઇલ પી લીધુ છે અને એ અત્યારે હોસ્પિટલ મા છે ખબર છે તને....????

વૈભવ:એ બહુ લાગણીશીલ છે યાર મને ખબર જ હતી યે આવુ કાંઇક કરશે જ સારુ થયુ અલગ થઈ ગયો એનાં થી

વિશ્વા: સાચી વાત છે એવું શુ કોઈ માટે મરી જવાનું...???

વૈભવ: હા એ જ ને નાની નાની બાબતો નું ધ્યાન રાખે એમ કે વૈભવ આમ કરજે આમ ન કરતો જમી લેજે અને તારું ધ્યાન રાખજે તુ એક જ છો મારે ને આવુ બધુ બોલે મને ન ગમે આટલુ બધુ શુ ધ્યાન રાખવાનું હોય..???

વિશ્વા: હા સાચી વાત છે ચાલ એ જવા દે અને એમ કે ને આપણે સગાઈ મા શુ પહેરવું છે...???

વૈભવ: વિચારી ને કહુ હો ને

( આ બાજુ નિરાલી ની હાલત મા સુધારો થાય છે અને એને કોઈ કાઈ પૂછતું કે કહેતું નથી બસ બધાં એનું ધ્યાન રાખે છે અને એ ડૉક્ટર સાહેબ મ નિરાલી વસી ગઇ છે એ વિચારે છે કે મારે એનો ભૂતકાળ જે હોય તે નથી જાણવો પણ એનો પ્રેમ સાચો હતો એ ખબર છે મને એટલે હવે હુ જ એનો પ્રેમ બનીશ આ બાજુ નિરાલી ના પપ્પા ને નિરાલી નાં લગન ની ચિંતા હોય કે કોણ લગન કરશે...??? હવે આગળ ડૉક્ટર અને નિરાલી નાં પપ્પા વાત કરે છે)

ડૉક્ટર: કાકા હવે નિરાલી ને સારુ છે તમે એને 2 દિવસ પછી લઇ જઇ શકો છો હો અને ચિંતા ન કરતા કાઈ તકલીફ હોય તો મને ફોન કરજો

નિરાલી ના પપ્પા: હા સાહેબ મને ખબર છે તમે એની તબિયત તો સારી કરી જ આપશો પણ હવે સાચી ચિંતા છે જીવન મા

ડૉક્ટર: બોલો ને કાકા હુ મદદ કરી શકુ..??? મને ખબર છે પર્સનલ છે જો તમે ઇચ્છો તો કહી શકો છો

નિરાલી ના પપ્પા: ના સાહેબ કાઈ પર્સનલ નથી મને હવે એ ચિંતા છે કે આની સાથે લગ્ન કોણ કરશે...????

ડૉક્ટર: બસ કાકા આમાં શુ ચિંતા કરવાની તમારી છોકરી એ ખાલી પ્રેમ કર્યો એ જ ભુલ કરી છે ને બાકી ક્યાં કાઈ ખોટ છે એનાં મા...???

નિરાલી ના પપ્પા: ના ના બીજી તો કોઈ ભુલ નથી પણ સાહેબ આ નેની ભુલ નથી ને એટલે ચિંતા થાય છે.

ડૉક્ટર: એક વાત કહું તમને મંજુર હોય તો કાકા પણ તમે મારો એહસાન ન સમજતા એને હુ ચાહવા લાગ્યો છું નિરાલી ને મને એનાં પ્રેમ થી પ્રેમ થઇ ગયો છે તો તમે મને એની સાથે લગ્ન કરવાની અનુમતિ આપશો...????

                                         ( સમાપ્ત)

શુ નિરાલી નાં પપ્પા હા પાડશે ડૉક્ટર ને....????????

અને નિરાલી નાં પપ્પા હા પાડે તો શુ જવાબ હશે નિરાલી નો......??????

વિશ્વા વૈભવ અને નિરાલી ની જીંદગી મા આગળ શુ થાશે.......??????

એ જાણવા વાંચતા રહો વૈભવ-નિરાલી ની અનોખી કહાની-12 અને અપના અમુલ્ય પ્રતિભાવો આપવાનું ચૂકશો નહીં.