Doll' aailand - 2 books and stories free download online pdf in Gujarati

ડોલ્સ આઇલેન્ડ - 2

               યુ ટ્યૂબ માટે નો કેમેરો દ્વીપ પર આવતા જ ઓન થઈ ચૂક્યો હતો. અને ત્યાંની બધી જ ઘટનાઓ રેકોર્ડ થઈ રહી હતી. ગુફા તરફ આગળ વધતા જ ચામચીડિયાઓ નું ગ્રુપ તેમના ઉપર થી પસાર થઈ ગયું. ચામચીડિયાઓ ના મળ અને મૂત્ર ની ગંધ બહાર સુધી ફેલાયેલી હતી. ગુફા ની અંદર ની તરફ જતા જ અચાનક તેમના પર કંકાલ ચડી આવ્યો અને અચાનક આવેલા કંકાલ ના કારણે પાંચયે મિત્રો ડરી ગયા. અને કંકાલ ક્યાંક અદ્રશ્ય થઈ ગયું. આવી ઘટનાઓ તેમની સાથે ક્યારેય ઘટી નહોતી.
 
          ચારેય બાજુ થી ડરાવની ચિખો ની અવાજ આવી રહી હતી. ડર અને ચિખો ભરેલા આ ડરાવના રાત્રી ના સમયે પાંચેય મિત્રો ની બહાદુરી થોડી નબળી પડવા લાગી હતી. ત્યાં તો તો અચાનક એ બાબત જે બધાય ના મોં થી સાંભળેલી હતી , તે હકીકત માં તબદીલ થવા લાગી હતી. વૃક્ષો પર લટકેલી ડોલ્સ આ દ્વીપ પર ભટકી રહી હતી. પાંચેય મિત્રો એટલા ડરી ગયા હતા કે આસપાસ શું થઈ રહ્યું છે એ જોવા ની તેમના માં હિમ્મત નહોતી રહી. છતાં તેમનો હેન્ડ કેમેરો ઓન હતો , જે બધું જ રેકોર્ડ કરી રહ્યો હતો. પાંચેય મિત્રો બહાર જઇ ભાગવા નું પ્રયત્ન કરવા લાગ્યા અને ત્યાં ઢીંગલીઓ ને આસપાસ ભટકતી જોઈ ને બેભાન થઈ ગયા. ત્યાં તો રાત્રી સમયે ત્યાં પહેરો દેવા માટે ચક્કર લગાવતી પોલીસ ની જીપ પહોરચી આવતા તેઓ બચી ગયા હતા. આ પાંચેય મિત્રો જ માત્ર એવા હતા જે ત્યાં થી પરત ફરી શક્યા હતા.
 
           પોલીસ ની પૂછતાછ દરમિયાન તેમણે આ ઘટના વિશે ના જણાવ્યું ને પોલીસ ને ડરી ગયા હોવા થી બેભાન થઈ જવાની બાબત જ જણાવી હતી. પોલીસ એ ફરી ત્યાં ન જવા અંગે ચેતવણી આપી હતી. આમ તેઓ પાંચેય સવારે હોસ્ટેલ માં ગયા અને આ બાબત કોઈ ને ન જણાવી તેેેઓ તેમના કેમેરા ની તપાસ  કરી ને ચોંકી ગયા હતા. અને રાત્રે ફરી ત્યાં જવા  નું નિર્ણય કર્યું હતું.

             

             પાંચેય મિત્રો શનિવાર રાત્રી માટે ની રાહ જોવા ન હોતા ઇરછતા, માટે જ તેમણે તે જ દિવસે રાત્રી સમયે ત્યાં દ્વિપ પર જવા નો નિર્ણય કર્યો. આ બ્લોગ નો નાનકડો પાર્ટ  યુ ટ્યૂબ પર અપલોડ કરતા ચોવીસ કલાક માં જ પચાસ લાખ લોકો એ આ બ્લોગ જોઈ નાખ્યો હતો.

            પરંતુ એવો તે શું રેકોર્ડ થયેલો આ કેમેરા માં કે તેઓ ફરી ત્યાં દ્વીપ પર જવા ઇરછતા હતા? શું તેઓ તેમની બહાદુરી બતાવવા ત્યાં જઈ રહ્યા હતા?  કે જે આપડે વિચારી રહ્યા છીએ તેના થી કંઈ જુદું જ હતું? આ બધા પ્રશ્નો નો જવાબ તો રાત્રે જ મળવા નો હતો.

         રાત્રી થવા માં બે થી ત્રણ કલાક નો સમય બાકી હતો. પાંચેય મિત્રો તેમની તૈયારીઓ માં લાગી ગયા હતા. તેમણે ત્રણ બેગ ભરી ને સમાન લીધેલો. પાંચેય મિત્રો હવે કંઈક ચર્ચા કરી રહયા હતા. તેમના કેટલાક મિત્રો ને કોલ કરી ને કોઈ પ્લાન જણાવી રહ્યા હતા. આ કિસ્સો તેમની સાથે ઘટી ચુક્યો હતો. તેમના ગામના એ ખંડેર ના કિસ્સા ને યાદ કરી પાંચેય મિત્રો માં એ વિશ્વાસ આવી જતો કે ભૂત જેવી ચીજ નો અસ્તીત્વ જ નથી હોતો. ખંડેર ના એ કિસ્સા માં પણ લોકો જેણે ભૂત માની રહ્યા હતા , તે એ ગામનો જ જૂનો વ્યક્તિ નીકળેલો જે ગામના સરપંચ થી બદલો લેવા આવેલો. આમ આવી ઘટના તેમના સાથે ઘટ્યા બાદ તેઓ ભૂત હોય એવો વિશ્વાસ નહોતા ધરાવતા.આમ , હવે દ્વીપ પર જવાનો સમય હતો આગળ શું થશે? એ માટે થોડી રાહ જોવાની છે.