Hereditary love - 2 books and stories free download online pdf in Gujarati

વારસાગત પ્રેમ ( ભાગ ૨ )

વાંચક મિત્રોને નમસ્કાર...

  આગળના ભાગમાં જોયું કે ઉદાસ થયેલો કિશન તેના મિત્ર જગ્ગુ પાસે જાય છે અને મનમોજીલો જગ્ગુ તેના દુઃખનો ભાગીદાર બનીને તેની આ ઉદાસીનતાનું કારણ અને તેને ખુશ કરવાની જગ્યા શોધી લે છે અને ક્યાંક લઇ જવા માટે ડગલાં માંડે છે, તો એવી કઈ હશે આ જગ્યા ? 
તો ચાલો રસપ્રદ સ્ટોરીના આ બીજા ભાગમાં જઈએ.

વારસાગત પ્રેમ ( ભાગ ૨) 

   તું ઉભો રે કિશન.....જગ્ગુએ કીધું,
આટલું કહીને જગ્ગુ ક્યાંક ગયો.થોડો સમય લાગ્યો એટલે  તેની રાહ જોતો કિશન મનમાં કૈક વિચારી રહ્યો હતો કે આ આજે કંઈ નવું ના કરે તો સારું, 
જી હાં......! ' કઈક નવું ',
કેમ કે જગ્ગુ એક પવન માફક હતો નક્કી ના કહી શકાય કેવા પ્રકારના વહેણ તરફ ફલટાઈ જાય,ક્યારેક જગ્ગુના કારનામાં સારા રહેતા તો ક્યારેક ખરાબ,
પણ નક્કી આજે તો કંઈક નવું જ થવાનું હતું.
અચાનક કિશનની આંખો પર કોઈ આંગળીઓનો સ્પર્શ થયો અને અંધારું થઈ ગયું.
કાને અવાજ પડ્યો,
" બોલ ભાઈ કોણ હશે ? ",
કિશન એ જવાબ આપ્યો આ તારો જ હાથ છે જગ્ગુડા..
ના હું તો તારી સામે છું બોલ બોલ ! 
ચલ ૮ ગણું ત્યાં સુધી જવાબ આપજે બરાબર અને પછી શરૂ થયું Counting 1.........2........3......4.......
કિશન એ પોતાની આંખો પર મુકેલી આંગળીઓ પર હાથ ફેરવ્યો અને મનમાં બોલ્યો...આ કોઈક માણસનો જ હાથ છે પણ એ કોણ હોઈ શકે ? એટલામાં 5.......6.....7......8....કાઉંટિંગ પૂરું થયું.હવે આંખ ખોલ... ! 
કિશન એ આંખ ખોલી તો અચંબિત થઈ ગયો, થોડા સમય પહેલા દુઃખી, ઉદાસીન અને ચિંતિત કિશન જાણે બધું જ, ભૂલી ગયો હતો.
અલા.......રાજેશ ખન્ના તું ? ( ખન્ના ફક્ત હુંલાણું હતું તેની સાચી સરનેમ રાકેશ શર્મા હતી ) એકાદ પેઢી મધ્યપ્રદેશથી આવીને ગોધરામાં વસવાટ કરી રહી હતી એટલે હવે ગુજરાતી બની ગયા હતા. કિશન,જગ્ગુ અને રાજેશની મિત્રતા પણ એક સંજોગ હતો.
એ દિવસ કિશન અને જગ્ગુના ઈન્ટરમીડિયેટ ધોરણ ૧૦ નું રિજલ્ટ આવાનું હતું. હવે સ્વાભાવિક છે ધોરણ ૧૦ એટલે જીવનની વ્યાવસાયિક કારકિર્દીનું એક પહેલુ પગથિયું.જીવનના આ પહેલા જ પગથિયામાં જાણે કુદરત એ નક્કી કર્યું હતું કે ત્રણ ત્રિપુટી બનાવાની છે એમ ત્રણે મળ્યા સ્કૂલના સ્ટાફરુમમાં જ્યાં કિશન બેઠો હતો બધાના રિજલ્ટ વહેંચવા, 
તેને મોટા ભાગે ગુજરાતણ સરનેમ જોવા મળ્યા પણ શર્મા ?? 
આ કઈક નવું લાગ્યું એટલે પૂછ્યા વિના રહેવાય ના?  કેમ કે ગુજરાતી રહ્યો, શરમ તો વર્ષો પહેલાની પેઢી
પોતાની સાથે લઈને સ્વર્ગવાસ ભોગવી રહી છે.
ભાઈ શર્મા ? 
કેમ ?? 
અટક તમારી બદલી લાગે ? 
કિશન એ પૂછ્યું,
વળતો ઉત્તર આપતા શર્મા એ જવાબ આપ્યો કે ના ના ભાઈ હું ગુજરાતી નથી , અમે આમ તો મધ્યપ્રદેશના છીએ પણ બહુ લાંબા સમયથી અહીંયા રહીએ છીએ એટલે મને ગુજરાતી પણ આવડે છે અને હવે અહીંયાનું રેશનકાર્ડ પણ છે.
આટલો સટીક જવાબ આપશે એની આશા કિશન ને તો નહોતી જ કેમ કે,ગુજરાતીમાં એટલો કોન્ફિડન્સ ભાગ્યે જ જોવા મળતો હોય છે બીજા રાજ્યોની સરખામણીમાં ખેર, વાતો લંબાઈ અને મિત્રતાનો દોર શરૂ થયો ત્યારબાદ તો જગ્ગુ પણ સામેલ થયો અને ત્રણે મળી ગયા. જીવનમાં અમુક મિત્રો મળવા એ પણ એક સંજોગ છે તમારા વિચારો તમારી લય-ઢબ અને મનગમતા ચહેરા મેચ થાય તો જ એ મિત્ર બને.
આ એ વખતની ત્રણે જણની મિત્રતા અત્યાર સુધી ચાલી જ રહી હતી.અત્યાર સુધીના તમામ દુઃખ સુખ વહેંચીને ભોગવ્યા એટલે આજે પણ એવું જ બનવાનું હતું.
હવે તમારું પત્યું હોય તો, લેયરી કાકા જોડે જઈએ ચાહ પીવા?, જગ્ગુ બોલ્યો.
અરે કેમ નહિ જગ્ગુડા, રાજેશ બોલ્યો.
શાંત ઉભેલા કિશન સામે બન્ને એ જોયું અને જગ્ગુ એ રાજેશને ઈશારો કર્યો આંખ વડે,આ ઈશારાને પારખી લેતા રાજેશ એ કિશનને પકડ્યો અને કહ્યું અલા ભય મારા શુ થયું તને ? 
કઈ નહિ,ખન્ના ઠીક છું. 
તું અને ઠીક ? લાગતું નથી મને? રાજેશ એ જવાબ આપ્યો.
વચમાં જગ્ગુ બોલ્યો ચાલો તમને બન્ને ને તમારા પ્રશ્નોના જવાબ આપીશ શાંતિથી પહેલા ચાહ? હા ચલ... ચલ..આટલું કહીને ત્રણે જણ જગ્ગુના પપ્પાની હોન્ડા બાઇકની કિક મારી અને પોહનચ્યા લેયરી કાકા જોડે અંતર ખાસ હતું નહિ હશે કઈક 2 કિમી જેટલું જ
 એટલે વધુ વાતચીત બાઇક પર તો થઈ.
 કેમ કાકા ?? બૈરાં છોરા મોજમાં ને? , જગ્ગુ એ લેયરી કાકા ને પૂછ્યું.
લેયરી કાકા ઉંમર હશે ૭૫ વરસ જેટલી.
પેન્ટ શર્ટ પહેરીને ટાઈટ માઈટ થઈને ફરતા લેયરી કાકાનો ચેહરો એક અંગ્રેજને શરમાવે એવો,
આજના જમાનામાં જ્યાં માર્કેટિંગ કમ્પનીઓ આયુર્વેદિક, વિવિધ સાયન્સ એપૃવ અને હદ તો ત્યારે થાય જ્યારે વિદેશોના બનાવટી રિસર્ચ ડેટા બનાવીને પોતાના રોટલા (વિદેશી પીજ્જા ) અને ઓટલા સજાવતા હોય છે,
કાકાના ચહેરા પર એકપણ દાગ ધબ્બો ના જોવા મળે કે ના તો કોઈ રીંકલ્સ, એમના આવા યુનિક નામ પાછળ પણ એક લોજિક હતું. સાચું નામ એમનું લેરી ફર્નાન્ડિઝ, પણ ગામડામાં આવીને ચાહ વહેંચતા કાકાના આવા આનોખા નામ વિશે તો શું કહેવાય ? 
એટલે ગામના લોકો એ લેયરી નામ કરી દીધું.
કાકાના જીવનના પડાવ ઘણા મુશ્કેલ રહ્યા અને ઘણી પરિસ્થિતિ સર્જાઇ પણ આજે કાકા પોતાના એકલા બળે ચાહની સાથે ચાહત પણ વહેંચી રહ્યા હતા.
કાકા ત્રણ ચાહ બનાવજો ને? શર્મા એ કહ્યું,
હા બેટા, વર્ષોથી તમે મારે ત્યાં ચાહ પીવો છો એટલે કહેવાનું ના હોય તમે મારા દિકરાઓ જેવા છો.
રોજ એવું નહોતું બનતું આજે એ પહેલો દિવસ હતો જ્યારે કાકાની વાતને ફક્ત હા ભરીને જ ત્રણે પોતાની વાતોમાં મશગુલ હોય, કાકાને પણ કંઈ જવાબ ન મળતા ચાહ બનાવામાં વ્યસ્ત થઈ ગયા.
રાજેશ અને કિશન સાથે બેઠા પણ જગ્ગુ એક ખુરશી લઈને બન્નેની ઠીક ઉત્તર દિશામાં બેઠો કેમ કે આજનો દિવસ ખરેખર અનોખો હતો,અને એ સંભાળવાનું કામ પણ જગ્ગુનું જ હતું. વાતની શરૂઆત કરી શર્મા એ , બોલ કિશન કેમ આજે આવો ચહેરો છે? યાર કેટલા વર્ષો પછી આપણે આજે મળ્યા ને તું ?? જગ્ગુ એ પરિસ્થિતિ સાંભળી લેતા જવાબ આપ્યો, રાજેશ તને યાદ છે ? રેખા ??
હા હા હા...પેલી જ ને ? આપડા ભાભી ? 
કેવા છે કિશન એ? હું તો પૂછવાનું જ ભૂલી ગયો.
ચૂપ રે ને લ્યા વાત સાંભળ, જો કિશનનું અને રેખાનું આવું છે, આખું ગામ જાણે છે બરાબર ?
હા બરાબર, શર્મા એ જવાબ આપ્યો.
રેખાના પપ્પા માની ગયા છે કિશન જોડે એના લગ્ન કરાવવા પણ કિશનના પપ્પા...! 
શુ કિશન ના પપ્પા બોલને ? શર્મા એ વચ્ચે જ પૂછી લીધું.  ભયના પપ્પા નથી માનતા,જગ્ગુએ અજીબ હાવભાવ સાથે જવાબ આપ્યો. 
ઓહ ! તો એમ વાત છે , જો ભાઈ કિશન આ પપ્પાઓની જ્યાં સુધી વાત છે ને તો એ આખી દુનિયાનું રહ્યું ભલેને તમે ગમે તેટલા મોટા થઈ જાવ અને સફળ થઈ જાવ પણ એમની નજરમાં તમે નાના જ રહેવાના એ તમને નહિ સમજે ક્યારેય, અને સમજી પણ જાય તો ભૂલ પડે " સમાજ " ની , આ સમાજ જ માણસને નરાધમ અને અસફળ બનાવે છે. માણસ જ્યાં ખુદની સાથે લડી રહ્યો હોય છે ત્યાં સમાજ એને વચ્ચે પૂરું કરી આપવામાં કોઈ કસર છોડતો નથી.
ઠીક કહ્યું બેટા, ચાહ લઈને આવેલા કાકા એ રાજેશની વાતમાં હામી ભરી અને જાણે કઈક બોલવાના હોય એમ એમની પાસે બેઠા, 
જુઓ દીકરાઓ ના તો ભૂલ તમારા પપ્પાની છે ના તો આપણે સમાજની કાઢી શકીએ કેમ કે સમાજ જીવનની એક દોરી છે જે તમને તમારા પરિવારને સાંકડી રાખવામાં મદદ કરે છે, તમે એકલા જીવન જીવી શકવાના નથી યાદ રાખો
પરિવાર પણ જોઈશે અને તમારી સફળતાઓને બિરદાવવા માટે એક સમાજ પણ જોઈશે આજે તમે કઈ નથી કાલે ઉઠીને કૈક કરી બતાવશો તો આ જ સમાજ તમને ક્યાંથી ક્યાં લઇ જશે.
પણ અત્યારે આ ઉંમરમાં તો તમારે નવી ઘણી સમસ્યાઓ સમજવી પડશે,આના કરતાં જીવન મોટું છે દિકરાઓ ' પ્રેમ ' પણ જરૂરી છે અને 'સામાજિક જીવન ' પણ દરેક વ્યક્તિને મનનું માણેગર મળતું નથી હોતું. આ તો તમારી પેઢીમાં તમે બોલી શકો છો અમારા જમાનામાં તો !! 
આટલું કહેતા જ આગળ,
જગ્ગુ બોલ્યો, " કાકા તમારી વાત તો બરાબર પણ દરેક છોકરાને પોતાની જીવનસાથી પસન્દ કરવાની છૂટ તો હોવી જોઈએ ને? 
હા દીકરા હોવી જોઈએ.
વાતોનો દોર આમ ચાલ્યો,
જ્યારે નવી પેઢી અને જૂની પેઢીની મંત્રણા ચાલે ત્યારે આવું જ થતું હોય છે,
બસ હવે બહુ થયું મને તો મરી જવું છે, આટલા સમયથી શાંત બેઠેલો કિશન બોલ્યો.
આટલું બોલતા જ જાણે રાજેશના તનના તાર જનહણી ઉઠયા હોય એમ બોલ્યો,
ચૂપ થા તું, ભાન વાન પડે તને કઈ ? 
અમે છીએ ને તારી સાથે કોઈ રસ્તો શોધી લાવીશુ ચલ આ ચાહ પી ક્યારની ઠંડી થઈ ગઈ,
એને તો ઠંડી ચાહ જ ભાવે ખન્ના...
હાહાહાહા.....
મશકરો જગ્ગુ વાતાવરણને હળવું બનવાના મૂડમાં બોલ્યો.
દિકરા એ મૂકી દે બીજી ચાહ આપી દઉં,
કાકા બોલ્યા.
ના ના કાકા પી લઈશ, થોડું હળવું થયેલ વાતાવરણમાં  કિશન બોલ્યો....
ત્રણે મિત્રોની વાતો આમ ચાલતી રહી, એક વાત તો નક્કી હતી જ્યારે ત્રણ મળતા એટલે આખા ગામમાં રોનક લાવી દેતા અને મજાકનો દોર શરૂ થઈ જતો જે વ્યસ્ત કામકાજમાં બાકીના દિવસોમાં ખોવાયેલો જણાતો.
અરે ! , હા....ખન્ના તું જણાવ અમે બન્ને તો રહ્યા બેકાર તું એકલો જ છે જે પૈસાના જાડ રોપવામાં લાગેલો છે,તને કોઈ આપડી ભાભી મળી કે નય ??
જગ્ગુ બોલ્યો.
વચ્ચે સુર પરોવીને સાથ આપતા કિશન એ પણ કંઈક કહ્યું , હા ખન્ના અમારું ઘણું સાંભળ્યું તું કહે હવે તારું જીવનનું સતું પત્તુ ( હાલ ચાલ )
કઈક ખાસ તો નથી પણ હા મારા ઘરમાં પણ મારા લગ્નની વાત ચાલે છે. મારી બહેન પણ મોટી થઈ ગઈ અને વતનમાં જમીનના પણ સારા ભાવ મળે એમ છે એટલે વિચાર્યું છે કે ત્યાંની જમીન વેચી દઈએ અને આટલી પેઢીથી તો અહીંયા રહીએ જ છીએ તો હવે બાકીની જિંદગી પણ અહીં જ સ્થાયી થઈ જઈએ,
એ તો છે હનન....,કિશન બોલ્યો,
પણ તમારી જમીન ત્યાં છે ખરી ? તારા તો કોઈ કાકા હતા ને જે બાહુબલી નેતા છે ત્યાંના?  
જગ્ગુએ કહ્યું,
હા યાર એ જ તો મોટો કાંટો છે નહિતર ત્યાં અમારા હિસ્સાની 130 એકર જમીન અમારા પરદાદાઓએ વસિયતમાં લખેલી છે.
ભગવાન બધું ઠીક કરશે કિશન બોલ્યો,
    અહાહા અહાહા.....!! ભય ને જ્ઞાનનો મમરો ફૂટ્યો લાગે.ક્યારની તો મરવાની હતી ને?  
જગ્ગુએ મિત્રતાનો ટોણો માર્યો.
કિશન પણ કંઈ બાકી રાખે એમ નહોતો, એને પણ કીધું, જગ્ગુડીયા જીવી જો મારી જિંદગી એક દહાડો,
તને બાપાની મિલકત મળી એટલે તું શું અમારા દુઃખ દેખે,
હા એ જ ને, રાજેશ એ પ્ણ આ વાત સ્વીકારી.
આખરે જગ્ગુ આટલા લાંબા સમયમાં પહેલી વખત કઈક જુદા જ હાવભાવમાં બોલ્યો, તમને ક્યાં ખબર મારા વ્હાલાઓ દિવા તળે અંધારું જ હોય છે, મોટા ઘર એટલે મોટી મુસબીત..

   જગ્ગુની આ મોટી મુસબીત શુ હશે ??
આખરે કહેવાય જ છે કે દરેક હસતા ચહેરા પાછળ એક રાજ છુપાયેલું હોય છે,
તો  જગ્ગુના આ હસમુખ ચહેરા પાછળ છુપાયેલ રાજ શુ હતું ?? 
પૈસે ટકે સારા ઘરમાં જન્મેલા જગ્ગુને એવું તો શું દુઃખ હશે? જે આજે આટલા લાંબા સમય પછી ત્રણે મિત્રો વચ્ચે અજાણ હતું ??

 જાણવા વાંચતા રહો,
વારસાગત પ્રેમ 

તમારા પ્રતિભાવ આવકાર્ય છે.
આપના આ નવા નવા લેખક દ્વારા ભૂલ રહી જાય તો મારી ભૂલને સુધારવા અને મને માર્ગદર્શન આપવા માટે તમે મને મારા  વહોટ્સ નમ્બર પર સલાહ આપી શકો છો.
૯૯૦૪૩૫૧૭૬૫