Be pagal books and stories free download online pdf in Gujarati

બે પાગલ

આ વાત છે અમદાવાદની પોળમાં રહેતી આપણી કહાનીનની જાન એટલે કે જીજ્ઞા અને રુહાન અને તેમના જીવનમાં આવનારી અધતન મુશ્કેલીઓની.


                આજે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થવાનુ છે. જીજ્ઞાએ પણ પરીક્ષા આપી હતી અને આજે એનુ પણ પરિણામ હતુ.


                હમણા તો પોળમાં થોડી શાંતિ હતી પરંતુ સવારના ૯:૦૦ વાગ્યા એટલે ૧૨ સાયન્સ નુ પરિણામ જાહેર થયું. અને દરેક પોળમાં કે દરેક મહોલ્લામાં ભગવાને એક ફુલનગધાડી તો મુકી જ હોય કે જે પોતાના દિકરાનુ સારૂ પરિણામ આવે એટલે આખી પોળમાં ઢંઢેરો પીટે. આ પોળમાં પણ એવી જ એક ફુલન ગધાડી હતી અને એ ગધાડી એટલે પોળમાં રહેનાર સમતાબેન પોતે. સમતાબેનના દિકરાને ૭૮.૯૦ ટકા આવ્યા એટલે સમતા બેન દોડીને ફટાફટ પોતાની બાલ્કનીમાં અને આખી પોળમાં બુમા બુમ...


    


                ઓહ મંજુબેન, લતાબેન ક્યા ગયા બધા પ્રેમીલાબેન જરા બહાર તો આવો...સમતા બેને બુમા બુમ કરી


                જ્યા જ્યા આવી ફુલનગધાડી હોય ત્યા ત્યા ભગવાને આવા માણસને ઓવરટેક કરવા એકાદ વ્યક્તિ તો રાખ્યા જ હોય અને અહીં એ વ્યક્તિ એટલે ૭૦ વર્ષના ચંપાબા જે સમતા બેનની બાલ્કનીની એકદમ નિચે ઘરની બહાર પલંગમાં બેઠા હતા.


 


                આવી FM RADIO  ની નવી દાવેદાર હવે આખી સોસાયટીમાં નવી વાયડી કરશે સવાર સવારમાં ... ધીમેથી ચંપાબા બોલ્યા.


                સમતાબેનની બુમો સાંભળીને સામેની લાઈનમાં રહેલા મંજુબેન અને લતાબેન નિચે પોતાના ઘરની બહાર આવ્યા. અને મંજુબેનના ઘરની લાઈમાં બે ઘર છોડીને આગળ જીજ્ઞાનુ ઘર છે. અને પ્રેમીલાબેન એટલે કે જીજ્ઞાના મમ્મી. જીજ્ઞા અને જીજ્ઞાના મમ્મી બંને પોતાના ઘરનાં ઘાબા પર પ્રેમીલાબેનની ચીસો સાંભળીને આવે છે. પ્રેમીલા બેન ધોયેલા કપડાનુ તબરકુ લઈને આવે છે અને આપણી આ વાર્તાનો મેઈન પોઈન્ટ એટલે જીજ્ઞા ઉઠીને પોતાના ખંભે આળસનુ પોટલુ લઇને પોતાની મમ્મી એટલે કે પ્રેમીલાબેનને કહે છે.


              શુ ફરી નવુ થયુ આ ફુલનગધાડીના જીવનમાં. સાલી કોઈને સુવા પણ નથી દેતી... જીજ્ઞાએ આળસ મરળતા કહ્યું.


               પ્રેમીલા બેન આ સાંભળીને થોડુ હસીને બોલ્યા એ એમ ના બોલાય દિકરા એ તારા કરતા મોટા છે. અને હા આ કઈ અત્યાર સુધી સુવાનો સમય છે કે નિંદર બગાડી.


              એવી તે શુ ખુશ ખબર છે સમતાળી કે આમ બુમા બુમ કરી નાખી.... મંજુ બેને કહ્યું.


              અરે બહુ મોટી ખુશ ખબર છે મંજુળી... સમતા બેને હરખાતા કહ્યું.


              આટલુ સાંભળતા જ ચંપાબાએ તલવાર કરતા પણ વધારે ધારદાર એવી પોતાની જીભનો ઉપયોગ કરતા કહ્યુ. તે ખુશખબર હોય તો તારા ધણીને જઈ ને બોલને આમ શુ કાગળાની જેમ આખી પોળમાં કાઉ કાઉ કરે છે.


               બોલ્યા શનિદેવના ફૈબા બોલ્યા. તમને કોઈની ખુશ ખબર સાંભળવી ગમતી જ નથી... સમતાબેને પોતાના મો ને ડાબી સાઈડ વગર હેન્ડલે વણાંક વાળતા કહ્યું.


               એમને જવાદોને અને તમે કહો ને શું ખુશ ખબર છે... પ્રેમીલાબેને સહજતાથી કહ્યું.


               તો સાંભળો ખુશ ખબર એમ છે કે મારા દિકરાનુ આજે ફર્સ્ટ ક્લાસ પરિણામ આવ્યું છે. એને પુરા ૭૮.૯૦% આવ્યા છે હા...મલકાતા સમતા બેને કહ્યું.


               સમતા બેનનુ આ વાક્ય સાંભળીને ત્યા ઉભેલા બધા વ્યક્તિઓ તેમણે શુભેચ્છાઓ પાઠવવા લાગ્યા. અને ખાસ તો એ છે કે પ્રેમીલાબેન પણ એ ભુલીને કે આજે તેમની પણ દિકરી નુ પરિણામ છે સમતાબેનને શુભેચ્છાઓ પાઠવવા લાગ્યા. શુભેચ્છા પાઠવતા પાઠવતા અચાનક જ પ્રેમીલાબેનને યાદ આવ્યુ કે આજે જીજ્ઞાનુ પણ રિઝલ્ટ છે અને એક દમ ચોકીને જીજ્ઞા તરફ જોઈને પ્રેમીલા બેને કહ્યું. અરે જીગુડી આજે તો તારૂ પણ પરિણામ છે ને...


              જીજ્ઞા હંમેશાની જેમ બિન્દાસ થઈને બોલી હા હવે મારૂ રિઝલ્ટ છે મમ્મી જોશુ આરામથી પહેલા બ્રસ કરવા દે નહાવા દે,નાસ્તો કરવા દે પછી જોઈશુ ને આરામથી...


 


              હે ભગવાન આ ક્યારેય નહીં સુધરે. જલ્દી થી પરીણામ જોઈલે બેટા તારા પપ્પા મંદિરેથી આવતા જ હશે...પ્રેમીલાબેને કહ્યું.


             જીજ્ઞાના પિતા એટલે કે ગીરધનભાઈ. જન્મ એમનો આઝાદી પછીનો પરંતુ એમના અંદરના જુના રીવાજોથી એમને હજુ આઝાદી મળી નહોતી. તેમના વિચારો દિકરી પ્રત્યેના ખુબ જ જુના હતા અને એ દિકરીને બોજો જ માનતા.


              ત્યાજ બાલ્કનીમાં ઉભી ફુલનગધાડીઅે ત્યાથી જીજ્ઞાનુ નામ નિચુ કરવા માટે મોટેથી જીજ્ઞાનુ રિઝલ્ટ પુછ્યું. અરે પ્રેમીલાબેન જીજ્ઞાનુ રિઝલ્ટ શુ આવ્યુ ...સમતાબેને પુછ્યું.


              જીજ્ઞા સ્વભાવે અને વિચારોથી દુનિયા કરતા કઈક અલગ જ હતી. એનુ માનવુ હતુ કે પરિણામ કેવુ છે એ મહત્વનું નથી પરંતુ તમે કામ કેવુ કર્યુ છે અને તમારી મહેનત કેવી છે એ મહત્વનું છે એટલે જ જીજ્ઞાને બહાર દુનિયા શુ વિચારશે એના સાથે કંઈ જ  લેવા દેવા નહોતા.


             આ ફુલન ગધાડી હજુ નથી ધરાણી. સમતા કાકી મારે તો માત્ર ૪૫.૮૦ ટકા આવ્યા મે પહેલાથી જ તમારા ચોરી કરવાના અને ગોખવાના આઈડિયાને માની લીધો હોત તો કદાચ આજે સારૂ પરીણામ આવ્યુ હોત... આમ કહીને જીજ્ઞા અને પ્રેમીલાબેન બંન્ને ઘાબા પરથી નિચે ઘરમાં જતા રહે છે.


            જીજ્ઞાનુ આટલુ વાક્ય સાંભળીને સમતાબેન વધુ ફુલી ગયા અને મંજુબેનને કહેવા લાગ્યા.


            મંજુબેન મે કહ્યું હતું કે ગોખવા મંડાય અને થોડી ઘણી ચોરી કરી લેવાય પરંતુ આપણુ માને કોણ હશે હવે તાણે ભોગવે... સમતાબેને ફુગ્ગાની જેમ ફુલતા કહ્યું.


           તે તારો છોકરો ક્યા ૭૦ કે જે હોય તે ટકા લાવી ક્યા કલેક્ટર બની ગ્યો છે આમ છાની માની ઘરમા જઇને કામ કર... ચંપાબાએ કટાક્ષ કરતા કહ્યુ.


                              ................


           જીજ્ઞા જલ્દી પરીણામ જોને શુ કરે છે... ઘાબા પરથી નીચે ઉતરતા પ્રેમીલાબેને કહ્યું.


           જોવુ છુ તુ લોહી ના પી મારો મોબાઈલ રૂમમાં છે... જીજ્ઞાએ કહ્યું.


           જીજ્ઞા ઘરમાથી પોતાનો મોબાઈલ અને પરિક્ષાની રિસિપ્ટ લઈને પોતાનુ પરીણામ તપાસવા લાગી અને થોડીવાર મોબાઈલમાં જોયા બાદ જીજ્ઞાએ પોતાની મમ્મીને કહ્યું.


           મમ્મી આલે રિસિપ્ટ આમા મારો નંબર છે ઘરના મોબાઈલમાં નેટવર્ક પ્રોબ્લેમ છે તુ સમતાકાકી ના ત્યા જા અને આશિષને(સમતાબેનનો દિકરો) આ નંબર આપજે તે તને એના મોબાઈલમાં જોઈ દેશે હવે તુ કોઈ બિજો સવાલ કરે એના પહેલા હુ નહાવા જઉ છુ...જીજ્ઞા ફટાફટ આટલુ બોલીને નહાવા જતી રહે છે અને પ્રેમીલા બહેન પરિણામની ચિંતા કરતા કરતા સમતાબેનના ઘેર જાય છે.


                               ..................


          સમતા બેનના ઘરે ફટાફટ ચિંતા અને આતુરતા સાથે પ્રેમીલાબેન પહોચે છે...


   


           અરે પ્રેમીલાબેન તમને શુ થયુ આમ દોડતા દોડતા કેમ આવ્યા કઈ કામ હતુ...સમતાબેને કહ્યું.


           હા સમતાબેન જરા આશિષને કહોને કે આ (રિસિપ્ત બતાવતા કહ્યું) જીજ્ઞાનુ પરીણામ જોઈ આપે ઘરના મોબાઈલમાં નેટવર્ક નથી અને એના પપ્પા ઘરે નથી... પ્રેમીલાબેને કહ્યું.


           પરંતુ જીજ્ઞા તો હમણા ઘાબા પરતો એમ કહેતી હતી કે એને ૪૫ ટકા આવ્યા... સમતાબેને શંકા ઉપજાવતા કહ્યું.


           અરે સમતાબેન તમે એનો મજાકિયો સ્વભાવ તો જાણો છો એ બધુ જવાદોને (આશિષ પોતાના રૂમની બહાર આવે છે) બેટા આશિષ આ જો ને જીજ્ઞાનુ પરિણામ... રિસિપ્ત આશિષના હાથમા આપતા પ્રેમીલાબેને કહ્યું.


           આશિષ પોતાના મોબાઈલમાં રિઝલ્ટ જોતા જોતા પ્રેમીલાબેનને કહે છે. મે કહ્યુ તુ ને આન્ટી કે જીજ્ઞાને કાપ્લી કરતા અને ગોખતા શિખવાડી દો. મારે એના કારણે કેટલુ સરસ રિઝલ્ટ આવ્યુ.


           આટલુ બોલ્યા બાદ આશિષની મોબાઈલ સ્ક્રીન પર જીજ્ઞાનુ રિઝલ્ટ આવ્યુ અને જેવુ આશિષે એ રિઝલ્ટ જોયુ આશિષના શબ્દો ત્યા જ થંભી ગયા અને આપણી ભાષામાં કહીએ તો આશિષની હવા ટાઈટ થઈ ગઈ.


           બેટા કેટલા ટકા આવ્યા ૫૦% તો આવ્યા જ હશે હો પ્રેમીલાબેન તમે ચિંતા ના કરો... સમતાબેને કહ્યું.


           મમ્મી જીજ્ઞાને ૫૦ નહીં પરંતુ ૯૬.૮૬ ટકા છે... આશિષ સાવ ધિમા અને ઈર્ષ્યા ના અવાજથી બોલ્યો.


          જીજ્ઞાના ટકા સાંભળતા જ પ્રેમીલાબેન ખુશ અને સમતાબેન ની બઘી જ હવા થઈ ગઈ ડુશ.


          પ્રેમીલા બેન ૪૪૦ વોલ્ટનો ઝટકો લાગેલ સમતાબેન અને આશિષ સાથે વધુ ચર્ચા ન કરતા આશિષના હાથમાંથી રિસિપ્ત લઇને...


          બેટા હવે જો કોઈ પરિક્ષા આવશે તેમા જીજ્ઞાને તારો આઈડિયા વાપરવાનુ જરૂર કહીશ હો... કટાક્ષ કરતુ આ વાક્ય કહીને સમતાબેન પોતાના ઘર તરફ રવાના થાય છે.


           પ્રેમીલાબેન જીજ્ઞાનુ સારૂ પરિણામ ચંપાબા ને પણ કહેતા જાય છે. જીજ્ઞા નાનપણથી જ ચંપાબાની નજરો સામે જ માટી થઈ હતી. અને અેટલે કદાચ જીજ્ઞાનો ચંપાબા સાથેનો સગા દાદી -પુત્રી જેવો જ નાતો હતો.


                               ..............


          પ્રેમીલાબેન ધરે આવે છે. જીજ્ઞા સ્નાન કરીને પોતાના મુલાયમ વાળ રૂમાલથી લુછતી લુછતી બહાર આવે છે અને પ્રેમીલાબેન જીજ્ઞાને જોઈને ખુબ જ ખુશ થઈ ને કહે છે.


          ચાલ બેટા અનુમાન લગાવ કે તારે કેટલા ટકા આવ્યા હશે...પ્રેમીલાબેને કહ્યું.


          જીજ્ઞા થોડીવાર વિચારતી હોય તેવી એક્ટિંગ કરે છે અને પછી એકદમ પરફેક્ટ અનુમાન લગાવે છે. અ... મમ્મી મારે મારા ખ્યાલ મુજબ ૯૬.૮૬ હોવા જોઈએ.


          કદાચ જીજ્ઞાનો આ પરફેક્ટ અનુમાન જોઈને તમને પણ વિચાર આવ્યો હશે કે કોઈ આવો પરફેક્ટ અનુમાન ત્યારે જ લગાવે જ્યારે તેમને ખબર હોય કે અનુમાનનુ પરિણામ આ જ છે.


       


          જી હા જીજ્ઞાના મોબાઈલમાં કોઈ જ નેટવર્ક પ્રોબ્લેમ નહોતો એણે જાણી જોઈને તેની મમ્મીને સમતાબેનના ત્યા પરિણામ જોવા જવાનુ કહ્યું. કેમ તો જાણો આગળ.


          હે આટલુ પરફેક્ટ અનુમાન મતલબ કે તને તારૂ રિઝલ્ટ ખબર હતી તો તે આ બધી રમત શા માટે કરી... પ્રેમીલા બેને આશ્ચર્ય સાથે કહ્યું.


          એ એટલા માટે મમ્મી કેમકે મારે એ ફુલનગધાડી કાકીને અને આશિષ ને બતાવુ હતુ કે કોપી નહીં મહેનત કાફી છે. કેમકે તમે ગમે તેમ ચોરી કરી લ્યો પરંતુ એ બે અક્ષરનો ચોરી શબ્દ ક્યારેય મહેનત પર ભારે ના પડી શકે... જીજ્ઞાએ સહજતા સાથે કહ્યું.


          ચાલ હુ બહાર બગીચે નવી કહાની લખવા માટે જઉ છુ તુ પપ્પાને બતાવી દે જે... જીજ્ઞાએ કહ્યું.


          તારા પપ્પાને ખબર પડીને કે તે ફરીથી લખવાનુ અને ફિલ્મી સ્વપ્નાઓ જોવાનુ શરૂ કરી દીધું છે તો તારી ખેર નથી... પ્રેમીલાબેને ડર સાથે કહ્યું.


         એમને કોણ બોલશે તુ ? ... પોતાનુ બેગ લઇને બહાર જતા જતા જીજ્ઞા બોલી.


                                .............


          રાત્રીના ૮:૩૦ નો સમય છે. જીજ્ઞાનુ આખુ ફેમેલી ડાઇનિંગ ટેબલ પર બેસીને રાતનુ ભોજન લઇ રહ્યું છે. આમ તો જમતી વખતે કોઈ ચર્ચા ન કરાય પણ આપણા ગુજરાતીઓની ટેવ છે કે જમતી વખતે જ્યા સુધી આપણે કોઈ પણ પ્રકારની ચર્ચા ન કરવી ત્યા સુધી કોળીયો ગળા નિચે ઉતરે નહીં.


  


         ટેબલ પર બેઠેલા ગીરઘનભાઈના પરિવાર વચ્ચે એક સંવાદની શરૂઆત થાય અને આ ખાલી સંવાદની નહીં પરંતુ સાથે સાથે જીજ્ઞાના સંઘર્ષ ની પણ શરૂઆત હતી.


         વાહ દિકરા વાહ આજે તે આપણા સગા-સબંધીઓ માંથી બધા કરતા સારૂ પરિણામ લાવીને મને ખુશ કરી દીધી... ગીરઘનભાઈ એ પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું.


         જીજ્ઞા ગીરઘનભાઈના આ વખાણ થી ખુશ નહોતી કેમ કે એ જાણતી હતી કે તેના પિતાને એની ખુશી નથી કે એ સારૂ રિઝલ્ટ લાવી છે પરંતુ એની ખુશી હતી કે સમાજમાં અને સગા સબંધીઓમાં એમનુ માન સન્માન જળવાઈ રહ્યું. ગીરધનભાઈ આજે પણ દિકરા દિકરી વચ્ચે ભેદભાવ કરતા. ગીરઘનભાઈ જીજ્ઞાને એટલા માટે ભણાવી રહ્યાં હતાં કેમ કે તેમના સાળાની છોકરી ભણતી હતી અને જો તેમના સાળાની છોકરી ભણી ગણીને હોશિયાર થાય અને ગીરધનભાઈ પોતાની દિકરી ને ન ભણાવે તો સમાજમાં એમનુ નામ અને સન્માન બન્ને જાય.


          તો આગળ શુ વિચાર્યું છે આપણી જીજ્ઞા વિશે... પ્રેમીલાબેને ઘીમા અવાજે શાંતિથી પુછ્યું.


          આગળ મે તારા ભાઈને પુછ્યું હતુ કે પુર્વી શુ ભણવાની છે એટલે એમનો વિચાર તો બી. એસ. સી કરવાનો છે અને મારો એક શિક્ષક મિત્ર પણ કહેતો હતો કે અત્યારે બી. એસ. સી સારૂ... જીજ્ઞા પર પોતાનો ફેસલો જબર જસ્તી થોભતા હોય તેવા ઈરાદે ગીરધનભાઈને કહ્યું.


          પિતાનુ આ વાક્ય સાંભળીને જીજ્ઞા થોડી દુઃખી અને ગુસ્સે થઈ. આમતો જીજ્ઞામાં પિતાની સામે બોલવાની હિંમત ક્યારેય ન થતી પરંતુ આજે ભવિષ્યનો સવાલ હોવાથી જીજ્ઞાથી રહેવાયુ નહીં


          મતલબ મારી આખી જીંદગી ના બધા નિર્ણયો બહારના અને બીજા લોકો જ લેશે... જીજ્ઞાએ દુઃખ સાથે કહ્યું.


         આટલુ સાંભળતા જ ગીરઘનભાઈ પોતાની અંદર રહેલ અહમ ના કારણે ગુસ્સે ભરાયા. (ગીરઘનભાઈ એ એક વ્યાપારી હતાં)


          આજે ખુશ છું એટલે જવા દઉ છુ બાકી તારૂ આ ઘરમાં સામે બોલવાનુ જરાય નહીં ચાલે... ગીરઘનભાઈ એ ગુસ્સા અને અહમ સાથે કહ્યું.


          આટલુ સાંભળતા જ જીજ્ઞા ભાવુક થઇ ગઇ અને બરબાદ થતુ જીવન જોઈને રડવા લાગી અને ખાવાનુ અધુરૂ મુકીને ટેબલ પરથી ઉભી થઇ ને જતી રહે છે.


         ઉભી થઇ ગયેલી જીજ્ઞાને રોકવા જાય તે પહેલાં જ પ્રેમીલાબેનને ગીરઘનભાઈ રોકી લે છે અને થોડા કડવા શબ્દો પ્રેમીલા બહેનને જીજ્ઞા માટે ગીરઘનભાઈ કહે છે.


         એને કહી દેજે કે આગળથી આવુ વર્તન ઘરમા નહીં ચાલે અને હા કાલે હુ અને તારો ભાઈ અમે બંને વડોદરાની એક સારી કોલેજમાં એડમિશન લેવા માટે જઈએ છીએ જીજ્ઞા અને પુર્વી બંન્ને ત્યા જ હોસ્ટેલમાં રહેશે. અને જો એને આ મંજુર ના હોય તો લગ્ન માટે તૈયાર થઈ જાય બાકી આ લેખક બેખકના સ્વપ્ના ન જુએ એ બધુ છોકરીઓને ન શોભે. અને છોકરીઓ એ ઘર સંભાળવાના સ્વપ્નાઓ જોવાના હોય ફેમસ થવાના નહીં સમજી...ગીરઘનભાઈએ નફરત ભર્યા શબ્દો સામે કહ્યું.


         જીજ્ઞાના જીવનના સંઘર્ષની અહીં થી શરૂઆત થાય છે.  જોવુ રહ્યુ કે ગીરઘનભાઈના જુના વિચારો સામે જીજ્ઞા લડે છે કે કેમ અને એમના વિચારોને બદલીને પોતાના સ્વપ્નો પુરા કરશે કે કેમ. અને કરે છે તો કંઈ રીતે. આતો હજુ જીજ્ઞાના જીવનના સંઘર્ષ ની શરૂઆત હતી. આગળના હજુ જીજ્ઞાના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ બાકી છે અને એની આ મુશ્કેલીઓ મા એનો સાથ નિભાવશે આપણી કહાનીનુ બીજુ મેઈન પાત્ર એટલે કે રુહાન. રુહાન એટલે કે આપણી કહાનીનો બીજો પાગલ.

        PART 2 COMING SOON... ખુબ જ જલ્દી

          BY:-   VARUN SHANTILAL PATEL