Ek Ajnabi - A Story Of an Unknown Lover Part - 1 books and stories free download online pdf in Gujarati

એક અજનબી - True Love Story



નોંધ :- 

આ વાર્તામાં દર્શાવેલા તમામ પાત્રો અને ઘટનાઓ બસ કાલ્પનિક છે.

કોઈ જીવિત કે મૃત વ્યક્તિ નો
આમાં દર્શાવેલ કોઈ ઘટના સાથે સંબંધ નથી.


આ રચના વાંચની આપનો પ્રતિભાવ જરૂર આપજો..આપનો એક પ્રતિભાવ એક લેખક માટે સૌથી મોટું ઈનામ હોય છે.



આપનો જ એક મિત્ર,

Nirav Donda (કિશન)














એક અજનબી 


રોજ ની જેમ આજે પણ RMTS ની એ બસ મોટાભાગે કોલેજ student થી જ ભરેલી હતી.બસ નો કોલાહલ આજે પણ કિશન ને નહોતો નડતો.બારી પાસે બેસી ઝડપથી પસાર થતી શહેરી હવા ને પોતાના ગાલ પર ઝિલતો એ ઊંડા વિચારો માં ખોવાયેલો હતો.

" ચાલો, ગવર્નમેન્ટ કોલેજ. " કંડક્ટર નો આવાજ સાંભળતા જ કિશન વિચારો માંથી બહાર આવ્યો.

માંડ થોડી વાર માટે શાંત થયેલી બસ માં ફરી ધક્કા મુક્કિ શરૂ થઈ ગઈ અને બધા ઝટ ઉતારવા માટે બુમા બૂમ કરવા લાગ્યા .ધીરે ધીરે ભીડ ઓછી થતાં કિશન પણ બસ માથી ઉતર્યો.

" કેમ છો કિશનભાઇ ? હવે નવી સ્ટોરી ક્યારે આવવાની છે ? ", બસ ના કોલાહલ વચ્ચે બારણા પાસે ઉભેલો રોશન બોલ્યો.

કોલેજ ના બધા જુનિયર કિશન ને ભાઈ કહીને જ બોલાવતા.

" આઈ એમ ગુડ ,રોશન. બસ એ જ સ્ક્રીપ્ટ પર કામ ચાલુ છે. ".. બસ માંથી ઉતરતા ઉતરતા કિશન બોલ્યો.

કિશન ને લખવાનો જબરો શોખ હતો.એની ઘણી બધી નવલકથાઓ, વાર્તાઓ અને લેખો ઓનલાઈન વેબસાઈટો પર અને ઘણા મેગેઝીનમા પણ પબ્લિશ થઈ ચૂકી હતી.એટલે જ બધા કિશન ને સારી રીતે ઓળખતા હતા. કોલેજ માં કયારેય પણ કોઈ drama કે નાટક કરવાનું હોય તો તેની સ્ક્રીપ્ટ કિશન પાસે લખાવાતી, વળી એ જે drama લખતો એ બધા વિજેતા જ બનતા.

" અરે ઓ કિશન, કંઈ બાજુ ? " કિશન ના બસ માંથી ઉતરતા ની સાથે જ સામે ચા ની લારીએ બેઠેલા મયંકે બૂમ પાડી.

" બસ, અત્યારે મેથ્સ નો લેક્ચર છે, તારે નથી આવવાનું ? " કિશને ત્યાંથી જ પુછી લીધું.

" હા, આવવું જ છે.બસ રાજુભાઇ એક કડક ચા પિવરાવે એટલી વાર." મયંકે હસતા હસતા જવાબ આપ્યો.

" ચાલ ને તું પણ. એક-એક થઈ જાય." મયંકે કિશન ને ચા ની ઓફર કરી.

આમ પણ આજે સવાર માં મોડું ઉઠાયેલુ એટલે જલ્દી જલ્દીમા એને ચા પીવાની બાકી હતી, એટલે એ પણ રાજુભાઇ ની લારીએ પહોચ્યો.

" રાજુભાઇ બે કડક મસાલા વાળી સ્પેશિયલ બનાવજો, એ પણ થોડી જલ્દી હો." મયંક કિશન નાં આવતાની સાથે જ બોલ્યો.

" અરે કિશન ભાઈ ઘણા દિવસો પછી દેખાયા." ચા ની તપેલી સગડી પર મુકતા મુકતા રાજુભાઇ બોલ્યા.

" કંઈ નહીં રાજુભાઇ બસ આ કોલેજ ના કામ માં થોડા વધારે બીઝી હતો એટલે."...કિશન

" હા, તો બોલ કિશન નવીન માં કંઈ ? " કિશન ના ખભા પર ધબ્બો મારતાં મયંકે પુછ્યુ.

" એલા હજુ કાલ રાતે તો મળ્યા હતા. એક રાત માં શું નવું થઈ જાય ? પણ હા, કોલેજ ના એક પછી એક આવતા લેક્ચર થી કંટાળી ગયા છિયે. હવે તો ઝટ આ સિમેસ્ટ પૂરું થાય તો ઘરે આંટો મારવા જવું છે "- કિશન

" હા યાર, સ્કૂલ માં હતા તો એમ હતું કે કોલેજ માં જશું પછી જલસા વાળી જીંદગી હશે, પણ સાલુ અહી ભી નિરાંત નથી." મયંકે પણ કિશન ની વાત માં સાથ પુરાવ્યો.

" આ તારી વાનરસેના કેમ આજે કંઈ દેખાણી નહીં ?" મયંકે વળતો સવાલ કર્યો.

" વાનરસેના ! " કિશન ને સમજાણ ન પડી પણ પછી અચાનક એ સમજી ગયો અને બોલ્યો.

" કોણ જયદિપ અને મિતુલ ? અરે એનુ તો તું નામ જ ના લે. એના લીધે જ તો આજે કોલેજ આવવામાં મોડું થઈ ગયું અને ઉપરથી ઉતાવળ ને ઉતાવળ માં મારી ચા પણ રહિ ગઈ . "

ચા નું નામ પડતાં જ મયંક ને યાદ આવી ગયુ ,

" રાજુભાઇ, કેટલી વાર હવે ? જલ્દી લાવો યાર,નહીંતો આ કાનાણી મેડમ કલાસ માં નહીં ઘુસવા દે."

તરત જ રાજુભાઇ એ બંનેને ચા ની પ્યાલી પકડાવી દીધી. ચા નો એક ઘૂંટ ગળા નીચે ઉતરતા જ કિશન ના ઉછળતા મન ને શાંતિ મળી.

" હા એલા , કેમ એના લિધે તારે મોડું થઈ ગ્યું ? " ચા ની ચુસ્કી લેતા લેતા મયંક બોલ્યો,

" અરે એ બંનેયે આખી રાત આ પબજી માં કાઢી અને હવે નિરાંતે ઘોરે છે, બપોરે લંચ પછી આવશે.બંને રાતે એટલું ચિલ્લાતા હતા કે એના ચક્કર માં મારી ઊંઘ પણ અધૂરી રહિ ગઈ." કિશન ચા ની પ્યાલી પૂરી કરતા કરતા બોલ્યો.

ચા ના પૈસા ચુકવીને બંન્ને એ ક્લાસ બાજુ દોટ મૂકી.

જયદીપ અને મિતુલ કિશન ના રૂમમેટ હતા અને વળી એ બંને કિશન ના પડોશી ગામ ના જ હતા એટલે ત્રણેય સાથે જ રહેતા અને ઘરે સાથે આવતા-જતા. મિતુલ અને જયદીપ ભણવામાં સામાન્ય હતા પણ એમના પરાક્રમો બિલકુલ સામાન્ય નહોતા. હંમેશા એ બંને પોતાના કારસ્તાનો એમના ઘરવાળા થી છુપાવવા કિશન ની મદદ માંગતા. કોઈ કવિની કવિતા પણ આમની દોસ્તી ને વર્ણવવા ટૂંકી પડે એવી આમની મિત્રતા હતી.

બપોરે લંચ બ્રેક પડતાં ની સાથે જ મયંકે અને બીજા છોકરાઓએ નક્કી કર્યું કે આજે બક્ષી સર નો લેક્ચર બંક મારવો છે એટલે બીજા બધા પણ ફટ દઈને તૈયાર થઈ ગયા. જેટલા ભણેશ્રી હતા એમના માટે મયંકે બોર્ડ પર ચેતવણી લખી નાખી.

  " આજે બક્ષી સર નાં લેક્ચર માં કોઈએ બેસવું નહીં,
    અને જે પણ બેસશે તેણે એનું પરિણામ ભોગવવુ પડશે "
                                                          - હુકમથી

આમ પણ government કોલેજ માં અને એમાં પણ ખાસ કરીને એન્જિન્યરીંગ કોલેજ માં ક્લાસ ની યુનિટી સૌથી વધુ માસ બંકમા જ દેખાય.જો કોઈ એક જણ લેક્ચર ભરવાની ના પાડે એટલે આખો ક્લાસ ફટ દઈને ક્લાસ ની બહાર નીકળી જાય અને જો ક્લાસ ના બોર્ડ પરની સૂચના વાચ્યા પછી પણ કોઈ ક્લાસ માં બેસવાની હિંમત કરે તો પછી એને આખા ક્લાસ સાથે દુશ્મનાવટ ભોગવવી પડે.

આજે પણ એવું જ કંઇક નક્કી થયું એટલે બધા પોતપોતાના બેગ લઈને બહાર નીકળી પડ્યા.જેની હોસ્ટેલ નજીક માં હતી એ બધા પોતપોતાની હોસ્ટેલે જઈને ગાદલામા લંબાઈ ગયા. બાકી વધેલા બધા બસ ની રાહ જોતાં કોલેજ ની canteen માં જઈને બેઠા.મયંક અને કિશને પણ canteen માં જઈને કંઈક પેટપૂજા કરવાનું નક્કી કર્યું. બંને જેવા ક્લાસ ની બહાર નિકળયા એટલે તરત જ સામે જયદીપ અને મિતુલ મળી ગયા.

" લ્યા કંઈ બાજુ ઉપડયા બધા ? "...જયદીપ

" અરે ભાઇઓ, તમે ખોટો ધક્કો ખાધો.બક્ષી સર નાં લેક્ચર માં તો માસ બંક છે." મયંક હસતા હસતા બોલ્યો.

એ બંનેના મોઢા જોઈ એવું જ લાગતુ હતું કે જાણે એ મન માં ને મન માં આ આસુરી હાસ્ય કરતા મયંક ને બે-ચાર ખરાબ શબ્દો કંઈ દીધા હોય.પણ એ વિચાર ખાલી વિચાર રહે એમ જ હતો એટલે મિતુલે કિશન સામે જોઈ અલગ ટોન જ માં પુછ્યુ,

" કેમ ભાઈ કિશન ! મોબાઈલ માં બેલેન્સ નહોતું એક કોલ કરવા માટે ? "

કિશન મિતુલ ના એ ટોન ને વર્તી ગયો એટલે એણે જવાબ માં કિધુ, "અરે ભાઈ માસ બંક નું હજુ હમણાં જ નક્કી થયું અને હું તમને કોલ કરું એ પેલા તો તમે બન્ને ટપકી પડ્યા."

"તો હવે શું પ્લાન છે ? પાછા જશું ને રૂમે ?" જયદીપે પુછ્યુ.

" હા, રૂમે તો જવું છે પણ એ પેલા કંઈક ખાવું છે યાર, બઉ ભૂખ લાગી છે એટલે જ તો હું અને મયંક કેન્ટીન માં જ જતા હતા,ચાલો તમે પણ કંઈક નાસ્તો કરી લઇએ "...કિશન

" હા ચાલ લેક્ચર માં આવવાની ઉતાવળ ને ઉતાવળ માં અમે પણ બસ ગાઠીયા ખાઈ ને જ આવતા રહ્યા છિયે." મિતુલે પણ ઇચ્છા દર્શાવી.

ચારેય જણ કેન્ટીન માં જઈને બેઠા અને નાસ્તો મંગાવ્યો.

કેન્ટીન માં ચારેય બાજુ જ્યાં નજર કરો ત્યાં બધા છોકરા અને છોકરીઓ મોબાઈલ પર જ લાગેલા હતા.નાસ્તો કરતા કરતા,એકબીજા સાથે વાતો કરતા કરતા, લખતા લખતા હોય કે પછી નવરા બેઠા બેઠા હોય બધા મોબાઇલ માં જ પડ્યા હતા.આવો નજારો જોઈ કિશન ને હસવું આવતુ હતું.

ચારેય જણાએ ભરપેટ નાસ્તો કરી લીધો, બીલ પણ મયંકે ચૂકવી દીધું.

" હાશ, હવે પેટમાં શાંતિ થઈ. આ કોલેજ સુધી નો ધક્કો વ્યર્થ ના ગયો.", એક મોટા ઓડકાર સાથે જયદીપ બોલ્યો,

બધા એ હસતા હસતા એની વાત માં હામી ભરી.

" ચાલ મયંક,તો અમે નીકળીયે.સાંજે લાઈબ્રેરી માં મળીએ અને હા,પાછો ટાઈમસર પહોંચી જજે." કિશન ઉભા થતાં થતાં બોલ્યો.

" હા સારું,પણ તું ભી પેલી બુક લાવવાનું ભુલતો નહીં. "..મયંક

કિશને હકાર માં માથું ધૂણાવ્યું અને પછી એ જયદીપ અને મિતુલ સાથે રૂમે જવા નિકળ્યો.


                             * * * * *















આમની કોલેજ સિટી થી દસેક કિલોમીટર દૂર એક ગામડામાં આવેલી હતી. આજુબાજુ લહેરાતા હરિયાળા ખેતરો,સામે પાણીથી છલોછલ ભરેલું સુંદર તળાવ અને ફરતે લીલીછમ ટેકરીઓ. કુદરત ના ખોળે આવા અદભુત સૌંદર્ય વચ્ચે અહી ભણવાનો જે અનહદ આનંદ આવતો એ તો માત્ર અહીંના વિધ્યાર્થીઓ જ વ્યક્ત કરી શકે. કિશન,મિતુલ અને જયદીપ સિટી માં રૂમ રાખીને રહેતા. આમ તો ઘર થી દૂર જઈ બીજા શહેરમાં ભણતા બધા જ વિધ્યાર્થી ની કહાની એક સરખી જ હોય. સવાર માં સૂરજ ના કિરણો મોઢા પર પડે ત્યારે છેક ઉઠવાનુ.સવારે અને બપોરે કંઈ પણ નાસ્તો કરી પેટ ભરી લેવાનુ અને રાત્રે કોઈ સારી લોજ શોધવાની અને જેમાં બેસ્ટ મેનુ હોય ત્યાં ભરપેટ જમવાનુ.બે દિવસે એકવાર ધોબી આવીને કપડાં લઈ જાય પણ જો ક્યારેક ક્યારેક રજા હોય અને મૂડ હોય તો જાતે ધોબી બની જવાનું અને કપડાં ધોઈ નાખવાના.

ખૂબ જ પ્રેમાળ, દયાળું અને સીધો કિશન ક્યારેક ક્યારેક જયદીપ અને મિતુલ ની માટે ચિંતા નું કારણ બની જતો.કેમકે ઘણીવાર કિશન પોતાના ભૂતકાળના એ પન્નાઓ માં ખોવાઇ જતો કે જેનો અંત જ નહોતો, એ પછી એને આજુબાજુ નુ કોઈ ધ્યાન જ નાં રહેતું. એના ચહેરા ની એ મુસ્કાન એના ભુતકાળના એ ઘાવ ને છુપાવવામાં અસમર્થ હતી.એના દિલ ની અંદર ચાલતી ઉથલપાથલો અને ગડમથલો તો એ દુનિયાથી ઢાંકીને રાખતો પણ પોતે એના થી દૂર ના રહી શકતો.એના જીવન માં બનેલી એ ઘટનાએ કિશનના જીવન ની ઈમારત ને પાયા માંથી હચમચાવી દીધી હતી. એનો એ પહેલો અને છેલ્લો પ્રેમ "રાધિકા ".


ઘણી કોશિશ કરી રાધીને ભુલવાની,પોતાના મનને મનાવવાની પણ બધા પ્રયત્નો વ્યર્થ જ સાબિત થયા.ઘણીવાર કિશન ઊંઘ મા પણ "રાધી રાધી" ના નામ નું જ રટણ કર્યા કરતો તો ઘણી વાર સપનામાં એ ઘટનાને ફરી જોઇ એટલો ડરી જતો કે એને સંભાળવો મિતુલ અને જયદીપ માટે અઘરું બની જતું, ઘણીવાર તો એ આખી આખી રાત બાલ્કની માં બેસી ને ચાંદા ને નિહાળવામા ગાળતો.પોતાના દોસ્ત ની આવી હાલત એ બંને થી જોવાતી નહોતી પણ એ બીજું કંઈ કરી શકે એમ પણ નહોતા.

કિશન એનો એ ભૂતકાળ કોઈને કહેવા નહોતો માંગતો એટલે સૌ કોઈ એ ઘટના થી અજાણ હતા.બસ મિતુલ અને જયદીપ આ બે જણ જ એની વાત જાણતા હતા.પણ એક વાત હતી કે જે કદાચ સૌ કોઈ ના ધ્યાન માં આવી હશે, કિશન હંમેશા છોકરીઓ થી દૂર જ રહેતો અને ક્યારેય કામ સિવાય એમની સાથે વાત પણ ના કરતો.આ બધા પાછળ નું કારણ પણ રાધી જ હતી.છેલ્લા એક વર્ષ થી કોલેજમાં હોવા છતાં એ એના ક્લાસ ની છોકરીઓને ઓળખતો પણ નહોતો. બધાને કિશન નું આવું વર્તન થોડું વિચિત્ર તો લાગતું પણ કોઈ એને પૂછવાની હિંમત ના કરતું.

કિશન એક સારો લેખક પણ હતો અને એની વાર્તાઓના તો બધા દીવાના હતા.વળી,નવાઇ ની વાત તો એ હતી કે પ્રેમ અને છોકરીઓથી દૂર રહેતા કિશન ની ટોપ રેટેડ બુક્સ પણ લવ સ્ટોરી જ હતી.લોકો એની બુક્સ વાચીને પ્રેમ કરતા શિખતા,જ્યારે આ મહાશય પ્રેમ ને ભૂલવા માટે બુક લખતા.

                              * * * * *












"કિશન,મહેતાસર તને અને મિતુલ ને બોલાવે છે."- મયંકે ક્લાસ માં જતા કિશને અટકાવતા કહ્યું.

" કેમ અત્યારે ? "

" અરે,આ વખતેના યુથ ફેસ્ટિવલ માં આપણી કોલેજ ભાગ લેવાની છે અને એમાં એક ડ્રામા ની પણ ટીમ છે એટલે આપણી જૂની પરંપરા પ્રમાણે સ્ક્રીપ્ટ તો તારે જ લખવાની હોય ને." મયંક હસતા હસતા બોલ્યો.

કિશન અને મિતુલ મયંક સાથે મહેતાસર ની ઓફિસમાં પહોંચ્યા.ત્યાં ઓફિસ માં જયદીપ અને બીજા અમુક છોકરા છોકરીઓ પણ પહેલીથી હાજર હતા.

કિશનને જોતાં જ રિવોલ્વિગ ચેર પર બેઠેલા ગોળ ભરાવદાર ચહેરા પર જેઠાલાલ જેવી મુછો ધરાવતા,માથા માં ગણ્યા-ગાઠયા સફેદ વાળ વચ્ચે ટાલ ધરાવતા અને પોતાની ઉંમરના પંચાવન વર્ષ પાર કરી ચૂકેલા પ્રિન્સિપલ મહેતા સર બોલ્યા,

" અરે આવ આવ કિશન ''

" જો મયંકે તને બધી વાત સમજાવી જ દીધી હશે, તારે એકદમ જોરદાર સ્ક્રીપ્ટ લખવાની છે અને તારે કોઈ પણ જરૂર પડે તો મને મળજે,અને આ તારી ટીમ છે,આમાંથી તારે જેને જે રોલ આપવો હોય તે તું તારી રીતે નક્કી કરી લેજે.હજુ ધ્વનિ આવી નથી પરંતુ એ પણ તમારી ટીમનો જ હિસ્સો છે. "

ધ્વનિ નું નામ સાંભળતા જ ત્યાં ઉભેલા બધા છોકરાઓ ની આંખો માં એકદમ થી ચમક આવી ગઈ. મયંક,જયદીપ અને મિતુલ તો એકબિજા સામે જોઈને હરખાવા લાગ્યા.પણ કિશન ને કંઈ અસર નહોતી,એને આ કંઈ ના સમજાણું એટલે એ મહેતા સર ની વાત માં હામી ભરી ઓફિસમાંથી બહાર નીકળી ગયો.

"અરે યાર,જો ધ્વનિ આપણી સાથે ડ્રામા માં હશે તો તો આપણી ચાંદી ચાંદી થઈ જાશે."- મયંક ઓફિસ માથી બહાર નીકળી ને હસતા હસતા બોલ્યો.

" હા યાર, મિકેનિકલ વાળા બઉ રોફ ઝાડતા હતા ને કે ધ્વનિ એના department માં છે, તો હવે આપણે પણ કોલર ઉંચા કરીને ચાલીશુ કેમકે હવે તો ધ્વનિ આપણી સાથે પર્ફોર્મ કરવાની છે."- મિતુલ

" એલા તમે બધા આટલા બધા હરખ પદુડા કેમ થાઓ છો ? અને કોણ છે આ ધ્વનિ ? "- કિશને વચમાં જ સવાલ કર્યો.

" અરે કિશન ભાઈ, સ્વર્ગ ની અપ્સરા છે એ ધ્વનિ.મોહિની છે મોહિની,આ તો ખાલી ભૂલ થી પૃથ્વી પર આવી ગઈ છે. " જયદીપે કિશનને કોણી મારીને ચીડવતા કહ્યું.

" અરે કિશન, ધ્વનિ મિકેનિકલ બ્રાન્ચ ની એકમાત્ર છોકરી છે, અને વળી ટોપ મોડેલ પણ છે.તને યાદ છે પાછલા વર્ષે ફેશન શો માં વિનર થયેલી ? "

" હા, હશે મને યાદ નઇ. " કિશને બેપરવાહ થી જવાબ આપ્યો.

" હા,તો બસ એ જ ધ્વનિ. આમ તો કોલેજ માં બઉ ઓછી જોવા મળે પણ જ્યારે એ આવે ત્યારે કોલેજ ના બધા છોકરાઓ એની એક ઝલક માટે કાગડોળે રાહ જોતાં હોય."

જો કે કિશન ને આ રૂપસુંદરી ના વખાણ સાંભળવામાં કે એને જાણવામાં કોઈ રસ નહોતો. તેણે મયંક ને સાથે લીધો અને બંને કેન્ટીન ભણી ચાલી નિકળયા.  

                            ***********


શું હતો કિશન નો એ રાધી સાથે નો ભૂતકાળ ? કોણ હશે આ ધ્વનિ અને શું એ કિશન ને બદલી શકશે ?


વધુ વાચો આગલા ભાગ માં....


ટૂંક સમયમાં....