Madagascar island - 5 books and stories free download online pdf in Gujarati

મદગાસ્કર ટાપુ - 5 - ઇથોપિયા સામ્રાજ્ય

ઇથોપિયા સામ્રાજ્ય

આફ્રિકા માં ઇથોપિયા ની એક બાજુ દરિયો અને બીજી બાજુ આસપાસ અલગ અલગ સામ્રાજ્ય થી ઘેરાયેલું છે. ઘણા વર્ષો પહેલા ની વાત છે ઇથોપિયા માં રાની વિક્ટોરિયા રાજ કરતી હતી. તે પ્રજા ને હેરાન કરતી, જાત જાત ના રાની વિક્ટોરિયા દ્વારા કર ઉઘરાવવામાં આવતા. કોઈ તેની સામે અવાજ ઉઠાવતું ન હતું કેમ કે ઇથોપિયા માં લોકવાયકા સદીઓ થી ચાલી આવતી હતી કે રાની ની મોત પાછળ એક રહસ્ય છે જ્યાં સુધી રહસ્ય ખબર ના પડે ત્યાં સુધી રાની મરી ના શકે. અને એનું રહસ્ય કોઈ નહોતું જાણતું. તે લગભગ કાલાજાદુ નો જમાનો હતો..

એ જ ઇથોપિયા નગર માં એક ઘર માં એક બાળક નો જન્મ થયો અનુ નામ માતા પિતા એ જ્હોન રેડ રાખ્યું.

તે સમય જતાં મોટો થતો ગયો અને રાની સામે સોસાયટી માં સંઘર્ષ કરતો ગયો. 21 વર્ષ નો જ્હોન હવે સહન કરવાના મૂડ માં ન હતો.

તેને આસપાસ ના ગામ માં જઈ ને યુવાનો ને ભેગા કરતો હતો. અમુક વર્ષો પછી તેને લગભગ 310 યુવાનો નું ગ્રુપ બનાવી લીધું. બધા ને તાલીમ આપી અને તૈયાર કર્યા અને ગ્રુપ નું નામ રાખવામાં આવ્યું જ્હોન રેડ પરથી રેડ ટેરર.

રેડ ટેરર અમુક જ વર્ષો માં રાની માટે માથાનો દુખાવો બન્યું કેમ કે નવા મેમ્બર દરરોજના વધી રહ્યા હતા અને રાની સામે બળવો કરવાની બધા ની ઈચ્છા હતી પણ બધા આશા લઈને બેઠા હતા કે કોઈ આગળ આવશે. રેડ ટેરર રાની ના સૈનિકો ને ખુલ્લા બજાર માં મારી અને એના લોહી ની હોળી રમતા હતા .

રાની એ કટોકટી જાહેર કરી અને સૈનિકો ની સંખ્યા માં વધારો કર્યો અને 2 થી વધુ વ્યક્તિ બજાર દેખાય કે તરત રાની ના સૈનિકો તેને મોત ને ઘાટ ઉતારી દેતા હતા.



મદગાસ્કર ટાપુ 

ઇથોપિયા સામ્રાજ્ય માં રાની નો ખોફ હતો. જ્હોન માટે હવે ઇથોપિયા સુરક્ષિત ન હતું. રાત્રે જ્હોન અને અમુક સાથી મિત્રો એ પ્લાન બનાવ્યો કે થોડા દિવસો માટે આપણે અંડરગ્રાઉન્ડ થવું પડશે.

અંદાજે 40-45 લોકો રાત્રે ત્યાંથી દરિયા કિનારે આવ્યા અને એક જહાજ લઈને ને દરિયા માં સફર ચાલુ કરી બાકી ના મેમ્બર ને રાની ના ખોફ થી ડર લાગતો હતો એટલે જ્હોન નો સાથ ના દીધો અને બીજા અમુક ગામ વાસી ઓ માંથી છોકરા અને છોકરીઓ અને અમુક વડીલ લોકો પણ જોડાયેલા હતા આમ જોઈએ તો 25 જેટલા યુવાન હતા અને બાકીના ઇથોપિયા ના લોકો હતા.

જ્હોન ના નીકળવાના અમુક સમય માં જ રાની ને ખબર પડી ગઈ કે રેડ ટેરર નો લીડર નાસી છૂટયો છે.

જ્હોન ને ખબર ન હતી કે આગળ આસપાસ ક્યાં દેશ છે બસ તે આગળ ને આગળ જતો રહ્યો. 3-4 દિવસ ના અંતે દૂર એક ટાપુ દેખાવા લાગ્યો. અનુ નામ હતું મદગાસ્કર. તે કોઈ ને ખબર ન હતી કે મદગાસ્કર ટાપુ પણ રાની ના સામ્રાજ્ય માં સમાવેશ થતું હતું.

રાની ના દરબાર માં એક જાંબાઝ અને ચતુર સેનાપતિ હતો તે ઉંમર માં ઘણો મોટો હતો તેને રાની ના પિતા સાથે ઘણા યુદ્ધ જીત્યા હતા. રાની ના પિતા નું મોત બીમારી ના લીધે થયું હતું અને તેના પિતા એ મરતા પહેલા સેનાપતિ ને રાની ની રક્ષા ની જવાબદારી સોંપી હતી. રાની ના મહેલ માં એક ચિત્તો પણ હતો અને પિતાજી તરફ થી ભેટ મળેલો. તેને પ્રેમ થી રાની ડેન કહીને બોલાવતી હતી. ડેન અને રાની ક્યારેય અલગ નહોતા થતા બને મહેલ માં સાથે જ હોય. રાની ને ખબર પડી કે રેડ ટેરર નો લીડર નાસી છૂટયો છે એટલે તેને પકડવા માટે દરબાર માં સભા બોલાવી અને સેનાપતિ જનરલ વિક્ટર ને કમાન સોંપી કે મારા દરબાર માં રેડ ટેરર ના લીડર ને હાજર કરો..

વિક્ટર તેની મોટી સેનિકો ની ટુકડી સાથે નીકળી પડ્યો પહેલા ગામ માં પૂછતા અને ખબર પડી કે જ્હોન દરિયા ના રસ્તે થઈ નાસી છૂટયો છે એટલે વિકટરે વિચાર્યું કે નજીક માં એક જ મદગાસ્કર ટાપુ છે તે ત્યાં જ હોવો જોઈએ એટલે વિક્ટર પાછો મહેલ માં આવ્યો અને પ્લાન બનાવ્યો કે કેવી રીતે આખા મદગાસ્કર ટાપુ ને કવર કરવું અને તેને 3 જહાજ ને દરિયા કિનારે તૈયાર રાખવ્યા અને 8 માં દિવસ પછી સફર ખેડવાનું નક્કી થયું.

આ બાજુ જ્હોન રેડ તેનું જહાજ ટાપુ ના કિનારે ઉભું રાખી ટાપુ પર પડાવ નાખ્યો હતો. મદગાસ્કર એક નાનો એવો ટાપુ છે અંદર એક વિશાળ જંગલ છે અને આજુબાજુ દરિયો અને વચ્ચે થી એક નદી પસાર થાય છે અને નદી નું પાણી ઉપર પહાડ પરથી ફૂલ ધોળમાર વહેતું હતું. બધા જરૂરી સમાન સાથે અંદર ની તરફ આગળ વધ્યા અને નદી ની બાજુ માં બેઠક ગોઠવી અને જોહને વિચાર્યું કે રાની ના સૈનિકો ગમે ત્યારે આવતા જ હશે. આપડે અહીં જ રોકાણ કરવું પડશે. એટલે રહેવા માટે 6-7 ઝૂંપડી જેવુ બનાવ્યું અને જ્હોન ના કહેવા પ્રમાણે રેડ ટેરર ના સાથી ઓ ઝૂંપડી થી ઘણા દૂર જતા રહ્યા અને એક જગ્યા નક્કી કરી ત્યાં ખાડો ગાળવા લાગ્યા. સતત 5 દિવસ સુધી ગાળતા રહ્યા અને લગભગ 56 ફૂટ નો કૂવો બનાવી દીધો હતો. એ કુવા ની નવીનતા એ હતી કે કુવા ની અંદર અર્ધચંદ્રાકાર પથ્થર હતો જેથી કૂવામાં અડધી બાજુ નું જ દેખાતું હતું અર્ધચંદ્રાકાર પથ્થર અડધો કૂવો તેની અંદર છુપાવી લેતો હતો તે પથ્થર બોવ મહેનત કરવા છતાં જ્હોન અને તેના સાથીઓ થી ના તૂટ્યો.



વિક્ટર નો હુમલો

8 દિવસ પછી હથિયારધારી સૈનિકો સાથે વિક્ટર 3 જહાજ લઈ મદગાસ્કર તરફ નીકળી પડ્યો. 2 દિવસ ના અંતે મદગાસ્કર ના કિનારા નજીક આવી પહોંચ્યા. 

  વિક્ટર ના આવતા ની સાથે જ જ્હોન અને તેના સાથી ઓ ને ખબર પડી ગઈ. કેમ કે જ્હોને પહેલેથી એક ખબરી ને કિનારા પર નજર રાખવા માટે ઉભો રાખ્યો હતો. વિક્ટર અને તેના સૈનિકો એ પહેલાં જ્હોન નું જહાજ 4-5 સૈનિકો સાથે ઇથોપિયા રવાના કર્યું જેથી જ્હોન ભાગી ના શકે.

વિક્ટર બધા સૈનિકો સાથે જ્હોન ના પડાવ નજીક આગળ વધ્યો. અને થોડા સમય માં બંને આમને સામને આવી ગયા બને વચ્ચે બરાબર નું યુધ્ધ જામ્યું હતું નક્કી કરવું મુશ્કેલ હતું કે કોણ જીતશે પણ એક વાત નક્કી હતી કે વિક્ટર ની પાસે વધુ સંખ્યા માં સૈનિકો હતા. જ્હોને બધી છોકરી ઓ, મહિલા ઓ, વડીલો અને બાળકો ને પેલો જે અર્ધચંદરકાર કૂવો હતો તેમાં છુપાવી દીધી.

આગળ શું થયું તે મદગાસ્કર ટાપુ ભાગ 4 માં તમે વાંચ્યું જ હશે હજી આગળ ની સ્ટોરી જાણવા માટે વાંચો....



       ------------◆ મદગાસ્કર ટાપુ 6 ◆--------------