Hallucination - 2 books and stories free download online pdf in Gujarati

હેલ્યુસિનેશન ( એક ભ્રમ) - પ્રકરણ - ૨


ગમે તેટલો પ્રેમ કેમના હોય શંકાનું એક જ બીજ તિરાડ રૂપી વૃક્ષ બનવામાં જરાય સમય લેતું નથી. આજે એનાથી કંઈ ખાવાનું જ નહીં. એના ડ્રોઈંગરૂમ ના કોર્નર માં એક સ્પેશિયલ બાર તેણે બનાવ્યો હતો, જેમાંદુનિયાભરની સારામાં સારી નશાની બધી જ વસ્તુઓ બોટલમાં કેદ રહેતી.
“સૂવું નથી તમારે? કાલે પાછું વહેલું જવાનું હશે?” પ્રિયાએ પૂછ્યું.
શાંતનુ કંઈ બોલી ના શક્યો, ફક્ત ઈશારો કરી પ્રિયાને સૂઈ જવા ચાલ્યા જવાનું કહ્યું. ગ્લાસમાં બ્રેન્ડી લઈને કેટલાય કલાકો સુધી સૂનમૂન બેસી રહ્યો. કેટલાય વાવાઝોડા ને મનમાં સમાવી લીધા. પોતાના પર ખુબ જ ગુસ્સો આવ્યો. પ્રિયાને મોસીન જોડે જવાની કદાચ જરૂર એટલા માટે જ પડી કારણકે એ ક્યારેય તેને સમય આપી જ ન શક્યો. પ્રિયાને તો આ વિશે કદી નહીં કહી શકું પણ મોસીનને તો તેનાથી દૂર કરી જ શકું છું. એક જનૂન સાથે એ પોતાના ઘરની બહાર બ્રેન્ડી ની બોટલ હાથમાં લઈને નીકળ્યો, અને મોસીનના ઘરનો દરવાજો જોરજોરથી ઠોકવા લાગ્યો. રાતના ત્રણ વાગ્યા નો સમય હતો મોસીન આ અવાજોથી અચાનક ઉઠી ગયો અને ગાળો બોલતો બોલતો સીધો જ દરવાજે જઈને પહોંચ્યો. મોસીનનના ચહેરા પરના હાવભાવ જોતાની સાથે શાંતનું નશો થોડોક તો ઉતરી જ ગયો પણ સવાલ આજે પ્રિયાનો હતો, એટલે બને એટલી હિંમત ભેગી કરી જોરથી ચીસો પાડવાનો પ્રયત્ન કર્યો પણ અડધી ચિસમા જ અટકી ગયો અને લડખડાતા પોતાના ઘરના દરવાજે પહોંચ્યો, દરવાજો સરખો બંધ છે કે નહિ એ ચેક કરવા માટે કે ક્યાંક એની વાહલી પ્રિયા આ તમાશાને  જાણી ના જાય...! મોસીન કુતૂહલવશ આ પીધેલા વાણિયાના ખેલ ને જોઈ રહ્યો હતો પછી અચાનક બ્રેન્ડી ની બોટલને દીવાલ પર તોડી એક તૂટેલી બોટલના કાચના તીક્ષ્ણ ભાગને મોસીન ની ગરદન પર રાખીને કાકલૂદી કરવા લાગ્યું:
“ઓ મિયા મોસીન, મેરી બીવી પ્રિયાસે દૂર રહેના,વરના ઈસકો તેરી ગરદનમે  ગુસ્સાને મે ટાઇમ નય લગાઉંગા...!”
અને પ્રિયા i love you, i love you બોલતો બોલતો પોતાના ઘરમાં ઘૂસી ગયો.

મોસીન ને આ કોઈ સ્વપ્ન જેવું લાગ્યું. હકીકતમાં મોસીન નો પ્રિયા સાથે ક્યારેય કોઇ સંબંધ જ નહોતો. એ તો પ્રિયાને કદી ઓળખતો જ નહોતો ના તો ક્યારેય તેને મળ્યો હતો. એને થયું કાલે જેવો આ વાણીયો ઘરની બહાર નીકળે, પ્રિયાને મળીને બધી જ વાત કરવી પડશે.બીજા દિવસે શાંતનુના જવાની સાથે જ મોસીને પ્રિયાના ઘરની ડોરબેલ વગાડી પણ અંદરથી કોઇએ દરવાજો ખૂલ્યો જ નહિ. અડધો કલાકના પ્રયાસ પછી મોસીન એ હિંમત હારી લીધી, અને આ વાણીયો અને તેની બૈરી બંને પાગલ હશે એમ માની આ મેટરમાં પડવાનું માંડી વાળ્યું. પણ મોસીનની તકદીરે આ વખતે શેરબજારના દેવા કરતા પણ મોટો ત્રાસ આપ્યો હતો..! શાંતનુના નાટક  લગભગ તેનો નિત્યક્રમ બની ગયું હતું. રોજ રાત્રે ત્રણ વાગે શાંતનુ બોટલ લઈને આવતો અને ધમાલ કરી પાછો ઘરમાં જતો રહેતો હતો. મોસીન ને પછી એવું લાગ્યું કે એ પ્રિયાને ઘરની અંદર પૂરીને જાય છે એટલે પ્રિયાને ડોરબેલ મારવા છતાં ઘરનો દરવાજો ખોલીને તેને મળી નથી શક્તિ. વચમા  મોસીન છેક પોલીસ સ્ટેશનના પગથિયાં સુધી જઈ આવ્યો પણ પોલીસને મળવું તેને વ્યાજબી ના લાગ્યું. શેરબજારના દેવાઓના લીધે તેને એમ પણ ડિપ્રેશનમાં ધકેલી દીધો હતો, પણ એક સાઇકિયાટ્રિસ્ટ જોડે જવામાં હંમેશાં ખચકાતો હતો, અને તેમાં પણ પીધેલા વાણિયાની ધમાલે તેના મગજના બધા જ વાયરીંગ હલાવી નાખવામાં કોઇ જ કસર બાકી નથી રાખી. કંટાળી થાકીને એણે ઇન્ડિયાના સારામાં સારા સાઇકિયાટ્રિસ્ટ “ડૉ વિનાયક દવેને” શોધ્યા.

ડૉ.વિનાયક હતા પણ ભગવાન ગણેશની જેમ, શરીરે ખાધેપીધે સુખી અને એમાં પણ બામણ...! શર્ટના બટનમાંથી ડોકાતી હતી એમની “દૂદ” એમની બામણ હોવાની ટાપસી પૂરતી હતી. ડૉ.વિનાયક ને જોતા મોસીન ને થયું આ જાડીયો સાલો કંઈ દવાકરી શકશે કે પછી ખાલી હસતો જ રહેશે??
મોસીન: good morning sir..!
બેસો, શું નામ છે તમારું?
મારું નામ મોસીન પઠાણ...!
બોલો પઠાણભાઇ શેના માટે મને યાદ કરવો પડ્યો??
બધી વાતો પહેલાં થોડોક ખચકાટ સાથે મોસીને કહી પણ વિનાયકની સાઇકિયાટ્રિક તરીકેની trick ના લીધે જ બધી જ વાતો ખુલ્લા દિલથી બહાર આવવા લાગી હતી. તેમાંનો એક વાત કોમન હતી કે છેલ્લા કેટલાક સમયથી શાંતનું શાહની ધમાલે મોસીન ને કંઈક વધારે જ ડીપ્રેશનમાં ના થયો છે..!
ડૉ વિનાયક એ પોતાની વાત શરૂ કરી ,જુઓ મોસીન હું તમને તમારી બીમારી વિશે કહું તો તમને મેજર ડિપ્રેશન છે અને હજી વધારે કહુ તો તમે કદાચ આટલા સિવિયર ડિપ્રેશનમાં અલગ-અલગ પ્રકારના “hallucinations” નો અનુભવ કરી રહ્યા છો જેને ગુજરાતીમાં ભ્રમ કહી શકાય. જેના ઘણા બધા type છે. એમાંનો એક છે ‘visual hallucinations’ એટલે કે એવી વસ્તુઓ જોવી જે છે જ નહી..! ઘણાને auditory hallucinations હોય છે, મતલબ કે ચિત્ર વિચિત્ર અવાજો સાંભળવાનો ભ્રમ. એટલે શાંતનુ શાહનુ જે નાટક રોજ રાત્રે તમે જુઓ છો એ વાસ્તવિકતા છે જ નહીં.....!!

વાસ્તવિકતામાં શાંત નું શાહ તમારા ત્યાં રાત્રે ત્રણ વાગે આવતાં જ છે જ નહીં, આ બધો જ તમારો ભ્રમ છે..!
મેં ઘણા ડિપ્રેશનના પેશન્ટ જોયાં છે આવું થવું સ્વાભાવિક છે. પણ જો તમે દવાઓ લેશો તો તમને ઝડપથી સારું થઇ જશે.
બે મિનિટમાં ઓપીડીમાં સન્નાટો છવાઇ ગયો. ડૉ.વિનાયક એમની ટિપિકલ સ્માઈલ સાથે મોસીન તરફ જોઈ રહ્યાં પઠાણના જવાબની રાહમા..!
મોસીન પોતાની દાઢીમાં હાથ ફેરવતો ફેરવતો ડોકટરની સામે જોઈ રહ્યો અને પછી સીધો તાડૂક્યો, મા બહેનની ગાળોની ઉપરના લેવલ સુધી પહોંચી તેણે સીધી વિનાયક ની ગરદન જ પકડે...!
“એટલે ડૉક્ટર દવે સાલા તને હું પાગલ લાગું છું....???, પેલો વાણિયો રોજ અડધી રાત્રે મારી મેથી મારે અને તને એવું લાગે છે કે આ બધા hallu hallu  શુ પેલું આ hallucinations થાય છે એમ???
અચાનક જ તેની પકડ ઢીલી પડી ગઈ ડોક્ટરની ગરદનમાંથી.
“એક મિનિટ.!, પણ જો હું સાબિત કરી શકું કે એ વાણિયો મારુ રોજ રાત્રે લોહી પીવે છે તો તમે માનશો મારી વાતને ડૉ..??”
“પણ એ શક્ય કેમનું બંને મોસીન....??”
‘ ચલો તમે મારી સાથે...!’.. 


To be continued.. 

ડૉ. હેરત ઉદાવત.