Missed call - 3 books and stories free download online pdf in Gujarati

મિસ્ડકોલ - ૩ ( એ ૧૦ દિવસ )

મિત્રો ત્રીજો ભાગ લખવામાં મને ઘણું એવું મોડું થઈ ગયું છે. એ માટે પહેલા તો હું આપ સૌની માફી માંગુ છું. થોડા ઓફિસના કામોમાં અટવાઈ પડ્યો હતો. આજ ટાઈમ મળ્યો તો આ ત્રીજો ભાગ આપની સામે રાખી રહ્યો છું.

તો બીજા ભાગમાં આપે જોયુ કે અવની અને આલોકની મુલાકાત થાય છે. અને મિસ્ડકોલ ના સસ્પેન્સ નો ધ એન્ડ થાય છે. આપે એ પણ જોયું કે આલોક કોણ છે ક્યાંથી આવ્યો છે. અવનીને કેવી રીતે ઓળખે છે. અને વાતો વાતો માં આવે વાત કેટલી આગળ વધશે એ આપણે આ ભાગમાં જોઈશું.

ઘરે ડ્રોપ કર્યા બાદ આલોક અવનીને એક મેસેજ કરે છે જે મે આપને બીજા ભાગમાં જ વાંચી સંભળાવ્યો હતો...

पहली थी मगर मुलाकात अच्छी थी,
जितनी भी हुई सारी बाते अच्छी थी.
होगी मुलाकात फिर कभी आपसे ?
के मानलू ये मुलाकात आखरी थी !

હવે આગળ.....
___________________________________________


" એ ૧૦ દિવસ..."


ઘરમાં આવી અવની પર્સ સોફા પર ફેંકી મોબાઈલ લઇ સીધી બેડ પર જઈ પડી.... અવની હજી સ્ક્રીન પર એજ મેસેજ ને ફરી ફરી વાંચી રહી હતી. કદાચ મનમાં સવાલો ચાલતા હતા કે શું રિપ્લાય આપવો.

થોડું ટાઈપ કરે છે ત્યાં ફરી ડિલીટ કરી દે છે, આમ ને આમ અવનીએ ચાર પાંચ વાર કર્યું. જાણે એના મનમાં શું ચાલી રહ્યું હતું.

આખરે આલોકની જ ભાષામાં એને રિપ્લાય કર્યો.

हा मुलाकात भी अच्छी थी और बाते भी अच्छी थी,
होगी फिर एक शाम, जैसी ये शाम आज अच्छी थी।

અવનીના આમ મેસેજ પરથી આલોકને અવનીનો જવાબ સમજાઈ ગયો. હવે જેમ આજના સમયમાં ચાલે છે એમજ જેમ એક વાર ઈન્ટ્રો થઈ જાય કે મુલાકાત થઈ જાય પછી જે વાતો નો મારો કે મેસેજ નો મારો ચાલુ થાય છે એ હવે અહી પણ થવાનું હતું.

બંને જણા એકબીજાને લેટ નાઇટ સુધી મેસેજ કરતા રહ્યાં હવે સમયનું શું કામ આમાં.... એની પડી પણ કોને હોય... ૨ વાગ્યા .... ૩ વાગ્યા.... અરે..... ૪.૩૦ થવા આવ્યા હતાં.

ખેદ એ વાતનો હતો કે બંને જણા સૂતા સૂતા વાત કરતા હતા એટલે મેસેજ માં શું લખતા હતા એ વાત એ બંને જ જાણતા હતા હું મેસેજ જોઈ ના શક્યો અને જોઉં પણ શું હવે એ વાત પબ્લિક વાત તો ના જ હતી ને. કદાચ આવો અનુભવ તમારો પણ રહ્યો જ હશે. યાદ આવી જાય તો એવા પ્રેમને યાદ કરી હસી લેજો...

અવની પહેલા કરતા હવે ફ્રેશ લાગતી હતી. મુલાકાતો પર મુલાકાત થતી રહી અને નદીના પ્રવાહ ની જેમ વાતો આગળ વધતી રહી. આલોક સાથેની દરેક મુલાકાત પહેલા અવની હવે પોતાને બરાબર રેડી કરી લેતી. મતલબ કે બીજી છોકરીઓની જેમ એ પણ હવે સાજ શણગાર તરફ ખેંચાવા માંડી હતી.

સાંજના ૬ વાગ્યા હતા ને અચાનક અવનીનો મોબાઈલ રણક્યો...

હા આલોક બોલો.... !

અવની એક વાત પૂછવી છે. કરી શકું વાત હમણાં ! આલોક દબાયેલા સ્વરમાં બોલ્યો...

અચાનક આવેલા આમ સવાલથી અવની પણ જરા ખચકાઈ પણ પછી કહ્યું, હા બોલોને... શું કહેવું છે !

અવની મારું હોટેલનું બુકિંગ આજ સુધીનું જ હતું અને તું જાણે છે પ્રોજેક્ટ ના કામ ના લીધે મારે હજુ ૧૦ દિવસ અહીં જ રહેવું પડશે. પણ હોટેલ માં હવે કોઈ ડેટ ખાલી નથી, મેરેજ સીઝન ના લીધે બધું ફૂલ થઇ ગયું છે. મારે આજે રૂમ ખાલી કરવું પડશે.

ઇફ યુ ડોન્ટ માઈન્ડ શું હું તારા જોડે રહી શકું ? આલોકે એક શ્વાસમાં આખી વાત કહી દીધી.

એક પળ માટે અવની વિચારમાં પડી ગઈ. અને જવાબ આપે પણ શું ? હેલો અવની સાંભળે છે તું મને... હેલો અવની... હેલ્લો આલોક પૂછતો રહ્યો...

અચાનક વિચારોમાંથી બહાર આવી અવની એ ' હાં ' કહી દીધું. બીજું કહેવા માટે કઈ હતું પણ નઈ ને. ક્યારે આવે છે.... અવની એ પૂછ્યું...!

૮ વાગ્યા ની આસપાસ હું આવું છું. ત્યાં સુધી માં મારું ચેકઆઉટ નું કામ પતાવી લઉં. આલોકે કહ્યું અને વાત પૂરી કરી....

આ બાજુ અવનીએ હા તો પાડી પણ એના મનમાં અનેક સવાલો ચાલતા હતા. શું આ એ ઠીક કરી રહી છે ? કઈ ખોટું તો નથી કરતી ને હું ? અને તરત જ પોતાને સભાન કરતી હોય એમ વિચારે છે કે અરે ૧૦ જ દિવસ તો છે તો હું શું બધું આમ વિચારવા બેઠી. અને હું આલોકને ઓળખું છું હવે તો પછી બીજી ચિંતા ની ક્યાં વાત છે હવે....

આ બાજુ અચાનક ડીંગ ડોંગ ના અવાજ સાથે ડોરબેલ વાગી. અવનીએ એ દરવાજો ખોલ્યો.... અરે આલોક આવી ગયા... પ્લીઝ કમ... ! કહેતા અવનીએ આલોકને અંદર આવવા કહ્યું.

ફરીવાર આલોકે અવનીની માફી માંગતા કહ્યું કે ... સોરી અવની તને તકલીફ આપવી પડી પણ મારા પાસે બીજું કોઈ ઓપ્શન પણ ના હતું. આલોક કહ્યું...!

ઇટ્સ ઓકે આલોક....! એમાં શું હવે ! તારા માટે મે આ રૂમ રેડી કરી દીધો છે. તારો સામાન અહી રાખી દે. અવની એ પોતાનો રૂમ આલોક ને આપી દિધો.

અવની પણ તું ? આલોક બોલતો હતો કે અવની એ એની વાત કાપતા કહ્યું...

તું મારી ચિંતા ના કર... મને આદત છે આ ઘરમાં ગમે ત્યાં સૂવાની ને રહેવાની આ સોફો છે ને , કાફી છે મારા માટે, તમે મહેમાન છો તમને થોડી સોફા પર સૂવડાવું હું ! એ બધું છોડો ફ્રેશ થઈ જાઓ હું જમવાનું લગાવું છું.

આલોકના આવવા પહેલાં અવનીએ રસોઈ રેડી કરી દીધી હતી...!

ઓકે અવની ઠેંક યુ કહેતા આલોક ફ્રેશ થવા ગયો.

બંને જણા ડિનર પતાવી બેઠા હતાં. નોર્મલ વાતો ચાલતી હતી. મેસેજ પર વાતો કરવી અને આમ સામ સામે વાતો કરવી એ બંને માટે થોડું અઘરું જણાતું હતું. રોજ સમય ક્યાં નીકળી જતો એ ખબર પણ ના પડતી હતી અને આજ એક એક ક્ષણ ધીમી પડતી જણાતી હતી.

આખરે ૧૧ વાગ્યા ને અવની એ આલોકને કહ્યું કે હવે તમે પણ આજ થાકેલા હશો. તો હવે વધુ ઉજાગરો ના કરતા સૂઈ જઈએ.

આલોક પણ એની વાત સાથ એગ્રી થઈ હા કહેતા એના રૂમ તરફ જવા ઉભો થઈ ગયો. બંને એકબીજાને ગુડ નાઈટ વિશ કરતા સૂઈ ગયા.

આમ ને આમ એક વીક પતી ગયું. હવે અવની પણ ઓડ ફીલ ના હતી કરતી.

અવની તું ડ્રિંક લે છે. આજ ઓફિસની પાર્ટી માંથી ફરતા હતા ત્યાં ગાડી માં આલોકે અવનીને સવાલ કર્યો. હાં કોઈ વાર આમ ઓફિસ પાર્ટી હોય તો કરું છું. કેમ આમ પૂછ્યું પણ... તમે પણ તો કર્યું છે ને ! અવની થોડા ભારી અવાજમાં બોલી ...

હા કરું છું કોઈકવાર ! બસ તારા જેમ જ. અને આમ વાત કરતા કરતા બંને ઘરે પહોંચી ગયા. આજ અવની એના અસલ અંદાજમાં જણાતી હતી. જેમ કે પાર્ટી હતી તો ડિનર પણ આજ તેઓ કરીને જ આવ્યા હતાં.

ટીવી ઓન કરી અવની સોફા પર બેઠી. ફ્રેશ થઈ આલોક રૂમમાંથી બહાર આવ્યો. આવો આલોક બેસો એમ ઈશારો કરતા અવની એ આલોકને સોફા પર બેસવા કહ્યું. આલોક પણ બાજુમાં જઈ બેસી ગયો.

અવની વાતો વાતો માં વારે વારે આલોકનો હાથ પકડતી તો ક્યારેક ટીવી માં આવતી ફિલ્મના ડાયલોગ પર આલોકને એક્શન કરી બતાવતી. આજ અવની એની અલગ જ દુનિયામાં હતી ને આમ ને આમ ટીવી જોતા જોતા અવની આલોકના ખભા પર માથું રાખી ક્યારે સૂઈ ગઈ એ આલોકને પણ ખબર ન પડી. ટીવી હજી ચાલુ હતું રાતના ૨ વાગ્યા હતા અને આલોકને પણ ઝપકી લાગી ગઈ હતી.

આલોકે અવનીને સોફા પર વ્યવસ્થિત સુવડાવી, પોતે પણ રૂમમાં સુવા માટે જતો રહ્યો પણ આવનીનો આમ સ્પર્શ એને આજ સુવા નઈ દેતો હતો. એના મનમાં ઘણા અવનવા વિચારો ચાલતા હતા. ત્યાં તો ધડામ દઈ કૈક અવાજ આવ્યો...

આલોક બહાર આવી ને જુએ છે તો અવની સોફાથી નીચે હતી. ઓહ માય ગોડ ! અવની વાગ્યું તો નથી ને... !
આલોકે પૂછ્યું... પણ અવની હજી ઊંઘમાં જ હતી... આલોકે એને રૂમ માં સુઈ જવા કહ્યું ને અવની સાંભળ્યું ના સાંભળ્યું કરતા રૂમ તરફ વધવા માંડી. આલોકે એને પકડીને બેડ પર સુવડાવી ત્યાતો ટીવી સિરિયલ ની માફક અવની એ આલોકનો હાથ પકડી લીધો અને એને પણ ત્યાજ રહેવા કહેતી હોય એમ પોતાના તરફ ખેંચવા લાગી.

પણ અવની આ બધું હોશ માં ના કરતી હતી. એને હજી ડ્રિંક ની અસર ઘણી હતી. આલોકને હવે શું કરવું કઈ સમજાતું ન હતું. એ ત્યાજ બેડ પર બેસી રહ્યો. અવની હોશ માં ના હતી પણ આલોક તો હોશ માં હતો એટલે એને આ થોડું અજીબ તો ના કહેવાય પણ કૈક તો લાગતું હતું.

અવનીના ચહેરાની માસૂમિયત આજ આલોક સ્પષ્ટ પણે જોઈ શકતો હતો. એક પળ માટે પણ અવનીને લઈને એના મનમાં કોઈ ખરાબ વિચાર નઈ આવ્યો. અને જેમ અવની ગહેરી ઊંઘ માં પડી કે એ પોતાનો હાથ છોડાવી સોફા પર જઈ સૂઈ ગયો.

સવાર ના ૯.૩૦ થયા હતા ને સૂરજ નો પ્રકાશ ઘરની બારી માંથી સીધો અવનીના ચહેરા પર આવતો હતો ને આમ, પ્રકાશ થી બેચેન થઈ અવની જાગી ગઈ...

ગુડ મોર્નિંગ ! અવની , લો તમારી બ્લેક કોફી... આલોક કપ આગળ કરતા અવની ને કહેવા લાગ્યો.

અવની પોતાને બેડ પર જોઈ થોડી ચકીત થઈ પણ આમ તો એ થોડી ઘણી હોશ માં હતી એટલે એને યાદ હતું કે રાતે પોતે શું કર્યું હતું !

કેમ છો મેડમ... રાતે કૈક અલગ જ અંદાજ માં હતા ને તમે તો.. ! અને હા સોફા પરથી જે છલાંગ મારી હતી તો વાગ્યું તો ના હતું ને... બોડી માં કશે પૈન તો નથી ને... આલોકે અવનીની ટીખળ કરતા કહ્યું....!

હા સારી છું ! અને ઠેંક યુ આલોક કે તે મને સાચવી. અને આ કોફી માટે અલગથી ઠેંકસ કહીશ.

અવનીને આલોક માં હવે એક જાતનું ખેંચાણ લાગવા માંડ્યું હતું. અને કેમ ના લાગી શકે આલોક હતો પણ એવો કે કોઈ પણ છોકરી ને ગમી જાય. પણ અહીં તો ગમવા કરતાં પણ આલોકની નજીક રહી ને અવની એ એને જાણે આખે આખો ઓળખી લીધો હતો.

અવનીના મનમાં આલોકને લઈને હવે કોઈ પ્રશ્ન ના હતો એ એને ચાહવા લાગી હતી. અને આલોક પણ અવની તરફ ખેંચવા લાગ્યો હતો. પણ આ વાત હજી બંનેના મનમાં જ હતી બહાર આવી ના હતી. અને આવે પણ તો કઈ રીતે ?

અને એટલામાં જાણે અચાનક જ બોમ ના ફૂટ્યો હોય એમ ધડાકો કરતા આલોકે અવનીને એના જવાની વાત જણાવી..

અવની કાલે સાંજે ૫ વાગ્યાની મારી ફ્લાઇટ છે. મને આજ હેડ ઓફિસ થી મેઈલ આવ્યો છે. આલોક ડિનર કરતા કરતા અવનીને કહ્યું...!

અવનીના ચહેરા પર ના ભાવ જોઈ સ્પષ્ટ જણાતું હતું કે આ વાત અવનીને કેટલી અસર કરી ગઈ હશે ! કઈ પણ બોલ્યા કે હાવભાવ વગર અવની બસ મૌન રહી અને પોતાના જ વિચારોમાં અટવાઈ પડી.

અવની.... અવની... હું તને કૈક કહું છું.. તું સાંભળે છે ! આલોકે અવનીને સભાન કરતા કહ્યું !

હાં ! સાંભળ્યું મે કાલે ૫ વાગે જવાનું છે તમારે. ઓકે !
અવનીએ જરા રૂડ ટોન માં કહ્યું.....

અરે શું થયું અવની...! કેમ આમ, આ રીતે બોલે છે. શું થયું કહીશ મને ! આલોકે પૂછ્યું...

ના કશું પણ નઈ... હું આવીશ તમને એરપોર્ટ સુધી મુકવા કાલે, તમે તમારો સામાન રેડી કરી દો હું બેગ પેક કરી દઉં પછી. અવની એ માયુસ અવાજે આલોકને કહ્યું...!

આલોક કશું બોલ્યા વિના રૂમ માં જતો રહ્યો. અને અવની હજી પણ ડાયનિંગ ટેબલ પર જ બેઠા બેઠા કોઈક વિચારોમાં સરી પડી...

બંને એકબીજાના મનની સ્થિતિ જાણતા હતા પણ કહે કોણ એકબીજાને... આલોકના આવ્યા પછી અવનીની જિંદગી માં એક નવો વળાંક આવ્યો હતો અને અવની આ વાતથી ખુબજ ખુશ હતી. પણ હવે આમ આલોકના જવાને લઈને આ વાત અવની માટે એક આઘાત થી ઓછી ના હતી.

" પેલું કહેવાય ને કે જ્યારે બધું સારું થવાનું લાગવા માંડે ને ત્યારેજ સમય ઘટી જવા લાગે છે. અને શરૂઆત થાય ત્યાં તો અંત નજર આવવા લાગે છે. "

એક ઓફિસ પ્રોજેક્ટ અવનીના જીવનમાં આવો વળાંક લઈ આવશે ના તો અવનીએ વિચાર્યું હતું કે ના આલોકે. શું તમે વિચાર્યું હતું કે આવું કૈક થશે ? મે જ નઈ વિચાર્યું હતું ! બસ લખતા લખતા લખી નાખ્યું.

to be continued....

શું કાલની ૫ વાગ્યાની ફ્લાઇટ ઉપાડવા પહેલા બંને જણ એકબીજાને પોતાના મનની વાત કરી શકશે ? આલોક વગર અવની શું પોતાને સાચવી શકશે કે અવની માં આવેલું આ પરિવર્તન ફરી પહેલાની અવનિમાં તો નહિ પરિણમે ? અને અબ્રોડ ગયા પછી આલોક અવનીને ભૂલી તો નહિ જાય ને ?

આ સવાલ તો થવાના જ હતાં, તમારા મનમાં પણ મારા મનમાં પણ અને અવનીના મનમાં પણ. તો આ સવાલોના જવાબ આપને જોઈશું ચોથા ભાગમાં.

શું થશે તમે પણ અંદાજો લગાવી શકો છો... આપનો અંદાજો કોમેન્ટ કરી આપ જણાવી શકો છો. હવે હું રજા લઉ છું. આશા રાખું છું આ પાર્ટ પણ આપને આગળના બે ભાગ જેટલા જ પસંદ આવે...

મિલન લાડ.
milanvlad1@yahoo.com
૯૬૦૧૦૨૪૮૧૩