one love like these - 2 books and stories free download online pdf in Gujarati

એક ઇશ્ક એસા ભી (ભાગ ૨)

એક ઇશ્ક એસા ભી (પાર્ટ ૨)

( આગળ ના ભાગ મા આપણે જોયુ કે નિશા અને પ્રિયા બંને હોસ્ટેલ મા રહેતી યુવતીઓ છે નિશા ને પ્રેમ શબ્દ સાથે કોઇ સબંધ જ નથી હોતો જયારે પ્રિયા એક બોલ્ડ યુવતી છે અને ભણવામા પણ ખુબ જ હોશિયાર છે નિશા ને હોસ્ટેલ મા કંટાળો આવતો હોવાથી અને કોલેજ નુ છેલ્લુ વર્ષ હોવાથી ટ્યુશન કલાસીસ જોઇન કરવાનુ વિચારે છે જેથી કરીને સારા એવા માર્કસ સાથે ગ્રેજ્યુએશન પુરુ કરી શકાય ટ્યુશન કલાસીસ મા નિશા ની મુલાકાત રાજ જોડે થાય છે જે નિશા ની લાઇફ નો પહેલો છોકરો હતો જે એનો ફ્રેન્ડ બન્યો હતો )


હવે આગળ.....


મુજે એસા ક્યું લગ રહા હે કી મેડમ આજકલ કુછ જયાદા હી કીસી કે ખ્યાલો મે ખોઇ હુઇ રહતી હે પ્રિયા એ નિશાને ટોન્ટ મારતા કહ્યુ.

ઓય ચુગલી બંદ કર તારી કાઇ કોઇના વિચારોમા ખોવાયેલી નથી મારુ કામ જ કરી રહી છુ હવે મારે બુક ય ના વાંચવી હહહ.....

હા હા મેડમ દેખાઇ રહી છે તમારી બુક હો કાલે તમે છે ને બુક વાચતા વાચતા જ સુઇ ગયા હતા નિશા મેડમ સમજાણુ

હા તો એવુ થાય કયારેક વાચતા વાચતા નિંદર આવી પણ જાય એમા શુ નવાઇની વાત છે ?

હા તો તારા સુઇ ગયા બાદ એ બુક મારા હાથમા આવી હતી ને મે બુકના અમુક પાના વાંચ્યા હતા શુ મસ્ત શાયરી લખી છે તારા ખાસ ફ્રેન્ડે તારા માટે વાહ વાહ શુ શાયરી હતી યાર મને તો કંઠસ્થ થઇ ગઇ પ્રિયાએ ફરી મજાક મા કહયુ

કયા થા વો હા યાદ આયા

કબ તક ઐસે હી તડપાઓગે મુજે
કબ મિલને આઓગે મુજે
વાદા કીયા હે મિલને કા તુમને
અબ વાદા તો ભુલ ચુકે હો
કહીમુજે તો ન ભુલ જાઓગે

ઓય બસ કરને યાર તુ પણ શુ લઇને બેઠી છુ જસ્ટ મારો ફ્રેન્ડ છે અને હુ અભ્યાસમા પાછળ છુ તો એની બુક વાંચવા લાવુ છુ બીજુ કાઇ નથી પાગલ

પણ મનમા તો નિશાના કાઇક અલગ જ રહ્યુ હોય છે રાજનુ નામ આવતા જ નિશામા એક નવી સ્ફુર્તી આવી જાય છે જયારે જયારે રાજનો નિખાલસ ચહેરો યાદ કરે છે ત્યારે એની સામે રાજ નુ નિર્દોષ હાસ્ય મદદ કરવા હંમેશા તત્પર રહેવાની આદત મજબુત બાંધાનુ શરીર હેરસ્ટાયલ એનો સ્વભાવ બધુ સામે આવી જાય છે

નિશા કાઇ જ સમજી નહોતી શકતી કેમ આવુ થઇ રહ્યુ છે કેમ હંમેશા રાજના વિચારોમા ખોવાયેલી રહે છે?કેમ હંમેશા રાજ જોડે જ વાત કરવાનુ મન થાય છે ?કેમ રાજનો ચહેરો આંખ સામે હંમેશા આવી જાય છે શુ આને જ પ્રેમ કહેવાય ? શુ આવો જ પ્રેમ થતો હશે બધાને ?

ઓયય કયા પાછી વિચારોમા ખોવાઇ ગઇ આજે ટ્યુશન નથી જવાનુ કે શુ ? ઘડીયાળ સામે તો જો પાંચ વાગવા આયા જલ્દી જલ્દી ઉપડ તારો ફ્રેન્ડ તારી રાહ જોતો હશે પ્રિયા એ ફરી ટોન્ટ મારતા કહયુ

હા વાયડી તેમા જાવ છુ એટલી બધી મારી ચિંતા તને કયારથી થવા માંડી હે ચિબરી આટલી ચિંતા તો તુ તારા બોયફ્રેન્ડ ઓલા નિરવ ની પણ નથી કરતી તુ મારી કયારથી થવા લાગી નિશાએ અરીસા સામે પોતાના વાળ સરખા કરતા કરતા પ્રિયાને કહ્યુ

નિકળ હાલ ઓય મારા નિરવ વિશે કાઇ નહી બોલવાનુ તારા રાજ ને જે કહેવુ હોય એ કહેવાનુ

હા મારુ બેગ આપ ચાલ હુ જાવ મોડુ થશે તો ફરીથી પાછો ખીજાશે બહાર ઉભો હશે મારી રાહ જોઇને

નિશા ટ્યુશન જવા નીકળે છે પરંતુ રસ્તામા જ તેનો ભેટો રાજ જોડે થઇ જાય છે

રાજ તમે અહીયા આ રસ્તે ક્યાથી ભુલા પડ્યા આજે નિશા એ હળવાશ થી રાજને પાછળ થી ધીરા અવાજે કહ્યુ

અરે નિશા તુ અહીયા

બસ કાઇ ખાસ નહી બાઇક ને ગેરેજ મા મુકવા ગયો હતો અવાજ વધારે કરતુ તુ તારી જેમ એટલે રાજે મજાક કરતા કહયુ

ઓહહ તો એમ વાત છે તો પછી મારી સાથે ફ્રેન્ડશીપ કેમ કરી તમને ખબર જ હતી તો

શરત જીતવા માટે હસતા હસતા રાજે કહ્યુ

નિશા ને આ વાત દીલ પર લાગી ગઇ નિશા ની આંખમા આસુ આવી ગયા શુ રાજે ફકત શરત જીતવા માટે અને દોસ્તો સામે વટ મારવા મારી જોડે મિત્રતા કરી હશે ? નિશા રસ્તામા જ ઉભી રહી જાય છે વિચારોનુ વાવાઝોડુ ફરીથી નિશાની આસપાસ વિટોળાવા લાગે છે

ઓયય પાગલ રડે છે કેમ ? હુ મજાક કરુ છુ યાર તુ ફરી પાછી ગંભીર થઇ ગઇ તને તો ખબર છે મારી આદત છે મજાક કરવાની

ઓય સોરી યાર હવે આવી મજાક નહી કરુ નિશા તને ખોટુ લાગ્યુ હોય તો આઇ એમ રિયલી સોરી મે તારો સ્વભાવ જોઈને તારા જોડે દોસ્તી કરી છે યાર તુ પણ શુ મજાક ને સિરિયસલી લઇલે છે

રાજ પોતે નિશાના આંખમા અાવેલા આસુ લુછે છે નિશાનો હાથ પકડીને સોરી કહે છે પ્લીઝ આઇ અમે સોરી યાર મને નહોતી ખબર તુ સિરીયસ લઇશ આ વાત ને માફ કરી દે

નિશા રાજ સામે હળવુ સ્મિત કરે છે અને ઈટ્સ ઓકે રાજ પણ મને નહી પસંદ આવી મજાક અને આમેય મને નાની નાની વાતોમા બોવ ખોટુ લાગી જાય છે ખબર છે ને તને

હા નિશુ પણ હુ તને હંમેશા મનાવી લઇશ મને ખાતરી છે પાગલ હુ તારી નારાજગી સહન નહી કરી શકતો હુ સમજી ? ચલ હવે કલાસીસ મા મોડુ થશે

રાજ નિશાનો હાથ પકડીને કલાસીસ તરફ આગળ વધે છે અાજ સુધી રાજ નિશાને કયારેય પણ સ્પર્શ કર્યો નહોતો

નિશા તો રાજની સહેજ પાછળ ચાલતી ચાલતી એક અલગ દુનિયામા જ ખોવાઇ જાય છે

રાજે અાજ મારા આંખમા આવેલા અાસુ લુછયા કેટકેટલી વાર નાનકડી વાત માટે સોરી બોલ્યો અને હુ પણ શુ નાનકડી એવી વાતમા જ રડવા લાગી રાજે મારો હાથ પકડ્યો આજે એક અલગ જ ફિલીંગ આવી રહી હતી નિશા પોતે આકાશમા ઉડી રહી હોય એવુ લાગતુ પાછળથી ફક્ત રાજનો ચહેરો જોઇને જ આગળ ચાલી રહી હતી રસ્તા પર થતા બધા ઘોંઘાટો નિશા માટે બંધ થઇ ગયા હતા એ તો ફક્ત રાજ ની ધુનમા જ ખોવાઇ ગયેલી હતી

ચાલ ઓય હવે રસ્તો ક્રોસ કરવાનો છે ને હવે પ્લીઝ રડતી નહી મને નઇ ગમતુ આવુ રડવાનુ મારી સામે હંમેશા હસતુ જ રહેવાનુ તારે સમજી

બંને ક્લાસમા એક સાથે પહોચે છે થોડા ક્લાસે પહોચવામા મોડા પડ્યા હતા એટલે આગળની બધી બેંચીસ ભરાઇ ગઇ હતી બંને જઇને છેલ્લી બેંચીસ પર ગોઠવાય છે


જોયુ તારા લીધે લેટ થયુ પાગલ આજે છેલ્લી બેંચ પર બેસવાનો વારો આવ્યો રાજે થોડા ગુસ્સા સાથે નિશા ને કહ્યુ

અરે યાર બેંચ પહેલી હોય કે છેલ્લી શુ ફરક પડે ધ્યાન તો ભણવામા આપવાનુ છે ને ? કે પછી કોઇ બીજા પર નિશા એ રાજને ટોન્ટ માર્યો

ચલ બહાર જઇએ મને હવે ભણવામા મન નહી લાગે આમેય મને છેલ્લી બેંચ પર બેસવુ પસંદ નહી બંને બહાર બેસીસુ અને મન ભરીને વ‍‍ાતો કરીસુ એક દિવસ લેક્ચર પાડીસુ તો કાઇ ફરક નહી પડે આપણી સ્ટડીમ‍ા રાજે નિશા સામે જોઇને કહ્યુ

નિશા તો મનોમન ખુબ જ ખુશ થાય છે જે વાત પોતે ઘણા સમયથી રાજને કહેવા ઇચ્છતી હતી એ વાત આજે રાજ સામેથી કહી રહ્યો હતો નિશા કાઇપણ બોલ્યા વગર રાજની પાછળ પ‍ાછળ બહાર નીકળી જાય છે

બહાર તો આવી ગયા રાજ પણ હવે કયા જઇસુ અહીયા તો કોઇ બેસવા લાયક સ્થળ નહી દેખાતુ મને

તને પ્રોબ્લમ ના હોય તો અહીથી થોડે દુર આવેલા બગીચામા જઇએ ?

સારુ ચલ જઇએ પણ મને હોસ્ટેલ પાછી મુકવા પણ તારે જ આવવુ પડશે નિશાએ કહ્યુ

હા મારે પણ બાઇક લેવા ત્યા જ આવવાનુ છે

રાજ અને નિશા બંને બગીચા તરફ ચાલતા થાય છે બંને એકબીજાની નજીકમ‍ા ચાલતા હોવાથી કયારેક હાથ એકબીજાને અથડાઇ જતો તો કયારેક હથેળીનો સ્પર્શ થઇ જતો

રાજ હિંમત કરીને નિશાનો હાથ પોતાના હાથ વડે પકડીને ચાલવા લાગે છે નિશા રાજના ચહેરા સામે જુએ છે અને હળવુ સ્મિત આપે છે નિશાને પણ આ પસંદ હતુ અેટલે કોઇ અાનાકાની કે હાથ છોડાવાની કોશિશ નહી કરી અને રાજ જોડે જ આગળ ચાલતી રહી અને રાજની વાતોમા ખોવાઇ ગઇ

નિશા તારે કાઇ ખ‍‍ાવુ છે ? નાસ્તો , કોફી કાઇ લઇશ રાજે બગીચાની બહાર રહેલા સ્ટોલ પાછે જઇને રાજે પુછ્યુ

ના મને ભુખ નથી મને તો બસ તારી વાતોમા રસ છે તારી વાતોથી જ મારુ પેટ ભરાઇ જાય છે નિશાએ રાજની સામે હળવુ સ્મિત આપીને કહ્યુ

બંને બગીચામા પ્રવેશ કરે છે અંદર જતા જ આજુબાજુ બેઠેલા પ્રેમી યુગલો દેખાય છે રાજ અને નિશા બંને એકબીજાની સામે જુએ છે અને હસવા લાગે છે શરમના લીધે બંનેના ચહેરા નીચે તરફ જુકી જાય છે

બાકડા પર બેસીને કાઇપણ બોલ્યા વગર જ આજુબાજુન‍‍ા લોકોનુ નિરીક્ષણ કરે છે રાજ નિશાની સામે એકીટસે જોઇ રહ્યો હોય છે પરંતુ નિશા જેવુ રાજ સામે જુએ એટલે રાજ પોતાની નજર ફેરવી લે છે

નિશા મનમ‍‍‍ા બોવ જ ખુશ થાય છે નિશા રાજની લાગણી સમજી રહી હતી એટલે એ પણ બીજા પ્રેમી પંખીડાઓની જેમ જ રાજના ખભા પર પોતાનુ માથુ ઢાળી દે છે અને આંખો બંધ કરી દે છે

હા પણ એક વાત તો હતી હજુ બંને ફ્રેન્ડ જ હતા બંનેમાથી એકપણ આગળ પહેલ કરતા નહોતા ઘણીબધી વાતો કરે છે એકબીજાની પસંદ, નાપસંદ બધુ જાણવાની કોશિશ કરે છે અને બંને વચ્ચે સમજણ ઉભી કરવાનો પુરો પ્રયત્ન કરે છે

અને પ્રેમની શરુઆત પણ દોસ્તી થકી જ શરુ થાય છે ને પછી સમજણનો સેતુ ઉભો થાય છે અને પછી એકબીજા પ્રેમનો ઇઝહાર કરે છે ને આવુ જ અહી નિશા અને રાજ વચ્ચે થઇ રહ્યુ હતુ

વાતવાતોમા ક્યારે આઠ વાગી ગયા એની આ બંને દોસ્તને ખબર પણ નથી રહેતી અચાનક જ રાજનુ ધ્યાન ઘડીયાળ પર જાય છે અને બંને ઉતાવળથી બહાર નીકળે છે

રાજ નિશાને હોટેલમા જમવાની ઓફર પણ કરે છે પરંતુ નિશા પછી કયારેક હોટેલમા જવાનુ કહીને હોસ્ટલ જવાની ઉતાવળ કરે છે અને બંને હોસ્ટેલ તરફ રવાના થાય છે

રસ્તા પર પાછા વળતી વેળાએ રાજ ને વાતવાત મ‍‍ા આવતા મહીને નિશાનો એકવીસમો જન્મદિવસ ની જાણ થાય છે રાજ મનોમન બહુ જ ખુશ થ‍ાય છે.

to be continued.........

આગળનુ આવતા અંકે ( ભાગ ૩ ) મા

શુતમને લાગે છે રાજ ‍ નિશાન‍‍‍ા જન્મદિવસ પર પ્રેમનુ પ્રપોઝલ મુકશે ?

શુ રાજ અને નિશાની દોસ્તી પણ પ્રેમમા ફેરવાશે ?

રાજ અને નિશા એકબીજાના મનમા ચાલતુ મનોમંથન જાણતા હશે ?

તમારો અભિપ્રાય જરુર થી અાપશો

લી.
પરિમલ પરમાર

instagram :- parimal_1432

whatsapp :- 9558216815