Asamarth books and stories free download online pdf in Gujarati

અસમર્થ

મારી થોડા દિવસ પહેલા જ રાજ પટેલ સાથે મુલાકાત થાય છે. તે પોતાની ભૂતકાળ ની વાત વાગોળતા મને પોતાના જન્મ થી લઇ અત્યાર સુધી ની સફર જણાવે છે. હું તમને 10 માં ધોરણ પછી ની વાત અહીંયા રજૂ કરું છું....

અહીંયા રાજ પોતે જ પોતાની સ્ટોરી કહી રહ્યો છે અને હું તેની સ્ટોરી કાગળ પર લખી રહ્યો છું.....!!!



જિંદગી નો પાયો (ધોરણ ૧૦)

હું 10 ધોરણ માં આવ્યો ત્યાં સુધી ની મારી છાપ એકદમ ભોળા છોકરા જેવી હતી..અમારી સ્કૂલ અમારા ગામ થી 1km જેટલી દૂર હતી . 1 થી 8 ધોરણ સુધી જ ખાલી બસ ની સુવિધા ઉપલબ્ધ હતી પછી ના ધોરણ ના વિદ્યાર્થીઓ ને ચાલીને અથવા સાયકલ પર સ્કૂલે જવાનું હતું. હું પણ સાયકલ લઈને જતો હતો.

મારે ખાસ 2 લંગોટિયા ભાઈબંધ પણ હતા. અમે 6 કે 7 માં ધોરણ થી સાથે હતા.

10 મુ ધોરણ માં બાપ માટે તો ખાસ મહત્વ નું હોય છે ત્યાંથી જ તેના છોકરા નું આગળ નું ભવિષ્ય નક્કી થતું હોય છે એવું સમજી મને પણ મારા માતા પિતા એ એક ટ્યુશન જોઈન કરાવ્યું હતું. ત્યાં ઉર્મિલા બેન ભણાવતા હતા. તે અમારી સ્કૂલ ના જ ટીચર હતા. તે શરીરે થોડા મોટા હતા અને તેને છોકરા ઓ ને મારવાની ખૂબ મજા આવતી તે નાની નાની વાતે ગુસ્સે થઈ જતા અને જે હાથ માં આવે તેનો છુટ્ટો ઘા કરતા. તેનાથી બધા વિદ્યાર્થીઓ ખૂબ ડરતા જેવા તે કલાસરૂમ માં પગ મૂકે તેવો જ સન્નાટો થઈ જતો. ઉર્મિલા બેન ના ટ્યુશન માં  બે છોકરીઓ આવતી એક ગુંજન અને બીજી અંકિતા બને ખાસ બહેનપણીઓ. તેમાં બન્ને ખૂબ હોશિયાર હતી જેમાં ગુંજન વધુ સારી દેખાવડી હતી અને 17 છોકરાઓ હતા?

10 માં ની પરીક્ષા નજીક આવતી ગયી તેમ ટેન્શન વધતું ગયુ. ત્યાં ઉર્મિલા બેને ટ્યુશન માં ધડાકો કર્યો અને બોલ્યા કે મેં બધા ના નંબર જોયા છે જેમાં એક યાદ છે કે રાજ ની પાછળ જ ગુંજન નો નંબર છે..; અને બધા છોકરાઓ મારી સામે જોઈ રહ્યા ? જલી જલી ને બધા લાલ થઈ ગયા હતા , હું પણ અંદર થી જન્નત માં પહોંચી ગયો હતો..** 

છેવટે એ પરીક્ષા નો દિવસ આવી જ ગયો , પહેલું ગુજરાતી નું જ પેપર હતું અને એ પણ આપડો ફેવરીટ વિષય હતો હું તૈયાર થઈ હોલટીકીટ અને પેન લઈ અમારા પરીક્ષા સેન્ટર માં જઇ ગુંજન ની રાહ જોતો ઉભો રહ્યો અને વિચારતો હતો કે એના દર્શન તો દરેક પેપર માં થશે અને મને લખાવસે પણ ખરી.. અને ભાઈ તો પાસ પછી....

જેવું નામ લીધું ત્યાં જ તેની એન્ટ્રી થઈ તેના પપ્પા તેને મુકવા આવ્યા હતા, પહેલી વાર મેં એના બાપ ને જોયો હતો તે પણ કુપોષણ નો શિકાર હોય તેવું લાગતું હતું પછી ખબર પડી કે તે 60 મુ વરસ વિતાવી ચુક્યો છે એટલે એવો દેખાય છે. તે બાઈક પરથી ઉતરી અને પપ્પાને પગે લાગી આગળ ચાલતી થઈ. મારી સામું પણ ના જોયું અને મેં પછી આજુબાજુ નજર નાખી તો બધા જ છોકરા તેની સામું ટગર ટગર જોઈ રહ્યા હતા ? પછી પેલી બિચારી નો સુ વાંક, અને બધા અપેક્ષિત લઈ ને આવ્યા હતા અને એપેક્ષિત લઈ ને કલાસરૂમ માં પણ જવા દીધા !!!

અંદર પહોંચ્યો અને mcq ને બધું લખી થીયરી ચાલુ કરી પછી એક પ્રશ્ન મેં પાછળ ફરી ઈશારો કર્યો કે આનો જવાબ શુ આવે ત્યાં તેને પ્રશ્ન જોયા વગર જ ના પાડી દીધી. પછી મેં ખાતરી કરવા માટે બીજા 3 પૂછ્યા તોય જવાબ ના જ આવ્યો અને મારી બાજુ માં બેઠેલી છોકરી ને પૂછ્યું તેને પણ ના પાડી ?

જોકે આ તો ખાલી ચેક કરવાની રીત હતી બાકી આપણે તો ગુજરાતી માં એક્સપર્ટ હતા.

બીજા દિવસે હું પણ જીદ કરીને અપેક્ષિત લઈ આવ્યો અને બીજા દિવસે હું સાથે લઈ ગયો , ચેકીંગ વખતે સુપરવાઈઝરે અપેક્ષિત પર હાથ રાખ્યો અને બોલ્યો આ શું છે ?

" સર અપેક્ષિત !!" હું બોલ્યો

" તો વાંધો નહીં ક્લાસ માં લઇ જા પણ સાવચેત રહેજે " સુપરવાઈઝર બોલ્યો,

અને પછી જે ભાઈ એ લખ્યું છે ?, 6 સપ્લી ભરી કાઢી અને પેલી બન્ને છોકરીઓ જોતી રહી ગયી. ગુંજન પાછળ થોડી વારે પેન નો ઘોદો માર્યા કરે પણ ભાઈ પાછળ ફરી ને જોવે તેવો ન હતો ( સખ્ત લોન્ડા)

અને લખાઈ ગયા પછી અપેક્ષિત બારી ની બહાર ફેંકી દીધી અને આવી રીતે 10 માં ના બધા પેપર શાંતિથી આપ્યા...?


( હમણાં જ 10 માં નું રીઝલ્ટ આવ્યું છે બધા ને સારા માર્ક્સ આવ્યા હશે એવી આશા રાખું છું, અને જેને નથી આવ્યા તેને હતાશ થવા ની જરૂર નથી એક ત્રણ કલાક નું પેપર થોડું તમારી જિંદગી બગાડી શકે ? ભાડ માં જાય પેપર અને ધોરણ 10 અને એવું વિચારો કે મારો જન્મ કંઈક મોટું કરવા માટે થયો છે. અને કંઈક નવું અને એવું આવિષ્કાર કરો કે ભણેલા ને પણ તમારી સફળતા જોઈને શરમ આવે.!!

ચોરી કરવી એ પાપ છે અને અહીંયા હું કોઈ ને ચોરી કરવાનું ચુચન નથી આપતો , મહેનત ના ફળ મીઠા હોય છે તે હંમેશા યાદ રાખવુ... અમે તો ભગવાન ની સારી કૃપા થી નીકળી ગયા પણ અત્યારે તો cctv ને જાત જાતની વસ્તુ થી કલાસરૂમ સજાવેલા હોય છે..?)



એડમિશન

6 મહિના પછી રિઝલ્ટ પણ આવી ગયું અને 80 ટકા હતા એટલે સાયન્સ સિવાય કોઈ ઓપ્શન ન હતો....?

ઘરે થી  પણ રિઝલ્ટ આવતા ની સાથે જ રિલેટિવ ના ફોન ચાલુ થઈ ગયા જો કે મારે તો સારા માર્ક્સ હતા એટલે કોઈ પ્રશ્ન ન હતો પણ જેને ખરાબ રિઝલ્ટ આવ્યું હોય તેનું શું થતું હશે....?

ઘરે થી પણ ક્યાં એડમિશન લેવું તેની મગજમારી ચાલુ થઈ ગયી , અને પહેલી વાર મારે ઘર અને ગામ ને મૂકી ને દૂર જવાનું હતું. મારુ મન તો અંદર થી ના જ પાડતું હતું અને મેં પણ કોશિશ કરી કે પપ્પા ગામ માં જ 11-12 કોમર્સ કરી લવ મારે બહાર નથી જવું.. ત્યાં પપ્પા કહેતા...

" હાઇસ્કુલ માં ક્યાં ઠેકાણા છે ! ત્યાં સાહેબો ને કલાસરૂમ માં પુરી દે એવી પ્રજા હોય ત્યાં ન ભણાય. હું તો તારા સારા ભવિષ્ય માટે કવ છું..!! "

વાત પણ સાચી હતી. ગામ માં હાઇસ્કુલ માં ઉપર સિલિંગ પંખા નું પણ કમળ બનાવી દે તેવા તોફાની છોકરા ઓ ભણતા હતા . બસ ટાઈમપાસ અને મારામારી કરવા જ આવતા હતા અને હું ત્યારે સીધો છોકરો એટલે ન છૂટકે મારે બહાર જવાની ફરજ પડી..

થોડા દિવસ પછી...


" રાજ તારા મામા નો ફોન છે લે વાત કર.." પપ્પા બોલ્યા.

હું દોડતો દોડતો નીચે આવ્યો અને વાત કરી.. મારા મામા સુરત રહેતા હતા તેને પી.પી.સવાણી સ્કૂલ ની ભલામણ કરેલી અને મેં એ સ્કૂલ નાનો હતો ત્યારે જોયેલી તે ખૂબ મોટી હતી અને તેના નિયમો બહુ કડક હશે એમ વિચારી મેં તરત ના પાડી દીધી કે મારે ત્યાં નથી જવું.. પછી સતત ૨ દિવસ ઉપરાઉપરી મામા ના ફોન આવ્યા અને મને સમજાવ્યો કે..

" રાજ તને આના જેવી સ્કૂલ ક્યાંય નહિ મળે બીજી આ ના જેવી જ વશિષ્ઠ છે પણ ત્યાં રહેવાની સુવિધા સારી નથી , તું ખાલી ત્યાં રહી જો ન ગમે તો બીજે આપડે બદલાવી દઈશું.."

ન છૂટકે મેં હા પાડી દીધી અને તેનો ફરી ફોન આવ્યો કે કયા ગ્રૂપમાં એડમિશન લેવાનું છે. હું તો ઘડીક વિચારતો થઈ ગયો ... આ વળી શુ ? ગામડા માં તો કોને ખબર હોય કે સાયન્સ ની અંદર પણ ગ્રુપ આવે એટલે મામા એ મને સમજાવ્યો કે A અને B એમ બે ગ્રુપ આવે A માં એન્જિનિયર બનાય અને B માં ડોકટર.. મેં થોડુંક પણ વિચાર્યા વગર જવાબ આપી દીધો A સિલેક્ટ કરી દેજો....!! 

અને હું બધી જરૂરી ચીજવસ્તુ ની ખરીદી કરવા હું મમ્મી પપ્પા સાથે  અઠવાડિયા પહેલા પહોંચી ગયો હતો.. 



પહેલો દિવસ

આખરે જે દિવસ ની મહિના થી રાહ જોવાતી હતી એ દિવસ આવી ગયો હતો.

બધા સામાન સાથે અમે સાંજ ના ૪ વાગ્યે મામા ની ગાડી માં ગોઠવાઈ ગયા હતા. બધા ની આંખ રડું રડું થઈ ગયી હતી છતાં કોઈને રડવું નહોતું આવતું , જેમ જેમ ગાડી સ્કૂલ તરફ જતી હતી તેમ તેમ મારા ધબકારા તેજ થતા હતા માથા પર ટેન્શન આવતું હતું કે મારો પહેલો દિવસ કેવો હશે ? મારા રૂમ માં કોણ કોણ હશે. ?

દૂર થી સ્કૂલ દેખાવા લાગી અમે નજીક પહોંચી રહ્યા હતા તે સ્કૂલ અબ્રામા રોડ પર આવેલી છે જે સુરત થી તો ઘણી દૂર હતી. તાપી નદી ના કિનારે ભવ્ય અમેરિકા ની કોઈ મોટી યુનિવર્સિટી હોય તેવી લાગતી હતી. નકરા ઉભા બિલ્ડીંગો હતા જે હું પહેલી વાર જોઈ રહ્યો હતો..$$

દરવાજે બે વોચમેન ઉભા હતા તેને સ્કૂલ નો વિશાલ દરવાજો ખોલ્યો અને અમે સ્કૂલ ની અંદર એન્ટર થયા..

અંદર જાણે મેળો જામ્યો હોય તેવો માહોલ હતો જ્યાં જોઈએ ત્યાં ગાડી એને વિદ્યાર્થીઓ તેના પરિવાર સાથે ઉભા હતા કોઈ પગે લાગી રહ્યું હતું તો કોઈ ડોલ અને સામાન ગાડી માંથી ઉતારી ને લઈ જઈ રહ્યું હતું. અંદર એન્ટર થતા જ સામે ની બાજુ એક વચ્ચે ચારરસ્તા પડે છે અને એ ચારરસ્તા પર એક સર્કલ બનાવેલું અને એ સર્કલ ની અંદર ઘટાદાર લીમડા ને વાવેલો એકદમ મસ્ત લુક આવતો હતો , એ સર્કલ ની સીધે સીધ ભોજન ગૃહ આવે , ડાબી બાજુ ગુજરાતી મીડીયમ ની હોસ્ટેલ અને જમણી બાજુ cbse બોર્ડની સ્કૂલ અને હોસ્ટેલ હતી.

ડાબી બાજુ એ થોડે સુધી લાંબો માર્ગ છે, તે માર્ગ પર ચાલતી વખતે તમારી સામે ત્રણ બિલ્ડીંગ નજરે પડે વચ્ચેનું એક પૂરેપૂરું દેખાય જ્યારે બીજા બે બિલ્ડીંગ નો થોડો થોડો ભાગ દેખાતો હતો..

અમે પહેલા વચ્ચે ના બિલ્ડીંગ માં ગયા અને નોટિસ બોર્ડ પર મારુ નામ ચેક કર્યું પણ ત્યાં મારુ નામ જ ન હતું..!! એટલે અમે બ્લોક B માં ગયા કે જે વચ્ચે ની બિલ્ડીંગ ની જમણી બાજુ માં આવેલી છે. તેમાં મારુ નામ ચેક કર્યું અને...

મળી ગયું..

રૂમ નમ્બર ૩૦૫ ?
સૌથી ઉપર નો ત્રીજો માળ

ઉપર નજર કરી ને જોયું તો ત્યાં બધા વાલીઓ વિદ્યાર્થીઓ સાથે ઉભા હતા અને અમે પણ ઉપર ની તરફ ચડ્યા..

હોસ્ટેલ ની રચના એક અલગ પ્રકારે કરવામાં આવી હતી, મારો પહેલો દિવસ ધીમે ધીમે યાદગાર બનતો હતો ન જાણે કેમ પણ હું બધી જ વસ્તુ ઓ ને નીરખી ને જોઈ રહ્યો હતો, અને નવાઈ તો ત્યારે લાગી કે પહેલી વાર હું આ "O" આકાર ની હોસ્ટેલ જોઈ રહ્યો હતો, વચ્ચે ખાલી અને ફરતે ફરતે બધી રૂમ.

અમે ઉપર પહોંચી ગયા હતા.. બધા ની રૂમ પર મસ્ત રીતે નમ્બર મારેલો હતો જેથી અમને અમારો રૂમ શોધતા બહુ વાર ન લાગી..

અને આવી ગયો હતો રૂમ નમ્બર 305 બધા થી પહેલા હું અંદર ગયો.. અંદર પહેલે થી જ ત્રણ જણા આવી ગયા હતા પછી મને ખ્યાલ આવ્યો કે અમેં આવવામાં ઘણા મોડા પડ્યા હતા.. ૪ બેડ  નો એકદમ ચોખ્ખો રૂમ હતો દરવાજો ખોલતા ની સામે જ એક કાચ ની બારી હતી જે ખોલતા જ તાપી નદી નો અદભુત નજારો દેખાતો હતો. . મારા વાલી એ પૂછપરછ કરી અને બધી જાણકારી લીધી કે રૂમ પાર્ટનર કઈ બાજુ ના છે વગેરે વગેરે...

રૂમ ની અંદર ૪ જણ નું મસ્ત રીતે રહી શકાય તેવી સગવડ હતી બે બેડ ડાબી બાજુ અને બન્ને ના કબાટ સામે ની બારી ની ડાબી બાજુ અને એવું જ જમણી બાજુ પણ બે બેડ અને બે કબાટ કે જે દીવાલ ની અંદર હતા. બધા ના બેડ ની નજીક એક રીડિંગ ટેબલ ને સરસ રીતે ગોઠવેલું હતું.


મારા બેડ પર મમ્મી એ ચાદર પાથરી થોડીક વસ્તુ આમતેમ ગોઠવી અમે બધા રૂમ ની બહાર નીકળી ગયા.

થોડીક ઔપચારિક વાતો કરી મમ્મી પપ્પા થોડાક રડતા મોઢે મને ભેટી પડ્યા હું પણ પાછો જવા માંગતો હતો મને પણ અહીં નહોતું રહેવું પણ ન છૂટકે હું તેમનાથી છૂટો પડ્યો અને મારા રૂમ તરફ વળ્યો.

રૂમ માં અંદર ગયો કે એ ત્રણેય કંઈક વાતો કરતા હતા પણ મને આવતો જોઈ ચૂપ થઈ ગયા. 




આગળ ની સ્ટોરી.....




           --------◆ અસમર્થ : ૨ ◆-----------