Kathputli - 4 books and stories free download online pdf in Gujarati

કઠપૂતલી - 4

પોતાની જાતને સંકેત તરીકે પરિચય આપનારો એ વ્યક્તિ પેલી ઈનોવા ગેરેજ વાળાને સુપરત કરી ત્યાંજ પાર્ક કરેલા બૂલેટ પર સવાર થઈ પોતાના આલિશાન બંગલા તરફ રવાના થઈ ગયો.
ગેરેજના માલિકને મોટી ગાંઠડી મલી ગઈ તે ગજવામાં સેરવી દઈ ખુશ થઈ ગયેલો.
પંંદરેક મિનિટ પછી બુલેટ એક વૈભવી બંગલા સામે પાર્ક થયુ.
શરીર સૌષ્ઠવ ઘરાવતા એ કદાવર યુવાને વાંકડીયા બાલોમાં હાથ ફેરવતાં ગોલ્ડન કી ડોરના લોકમાં ભરાવી ડોર ઓપન કર્યું. અને પોતાના પ્રાયવેટ રૂમમાં એ ભરાયો.
લક્ઝરી રૂમના આદમકદ આઈના સામે અત્યારે એ ઉભો હતો.
ધીમેથી એણે હડપચી નિચેથી ચામડી ખેંચી.
ચહેરાની ચામડી ખેંચાઈ. એ સાથે જ ચહેરા પરથી જાણે કે એક મુખૌટો ઉતરી ગયો. 
મુંબઈના સ્કીન સ્પેશિયાલિસ્ટની જાદૂગરીનો કમાલ એને નજરે જોયો.
માથા પરની વિગ ઉતારી એક બાજુ મૂકી.
"લવલિન પણ માની ગઈ.!"
જે ચહેરો ફેસબૂક પર Romio ની આઈ ડી પર જોયો આ એજ હતો. 
પૈસાની માયાથી ઉભુ થયેલુ કવચ ઉતરી ગયુ હતુ.
અને અત્યારે ત્યાં ઉભો હતો. 
એક અલગ જ યુવાન.. કોઈ કહી ન શકે કે આ તે જ યુવાન છે જે ઘડીભર પહેલાં બુલેટ પર આવેલો.
એના સ્ટાફમાંથી કોઈ હોત તો બેહોશ બની જાત. 

*** *** **** ******* ****

ઈસ્પેક્ટર ખટપટિયા આજે બહુ મૂડમાં જણાતો હતો.
ચોકી પર હાજર થતાં જ નારંગને કોફી લઈ આવવાનુ ફરમાન કર્યુ.
એની ખુશીનુ કારણ કોઈ જાણતુ નહોતુ. કોઈ એને પૂછવાની હિમ્મત કરે એમ પણ નહોતુ.
"જગદિશ પેલા સમિરનુ અપહરણ કરી જનારો એકેય હાથમાં ના આવ્યો.(ખૌફના મંડાણમાં)
પેલી લવલિનની સિસ્ટરનો વડોદરામાં રેપ કરી જનારાઓ આબાદ ફરે છે...!
પોલિસ સ્ટાફ પર માછલાં ધોવાય છે 
ખૂબ બદનામી થઈ રહી છે આપણી..!'
"સર .. પણ એમાં આપણે પગ પર પગ ધરીને બેઠા તો નથીને..? આપણે પૂરતા પ્રયાસો કર્યા જ છે... મને ખબર છે લવલિનની સિસ્ટર વાળો કેસ એક દિવસ જરુર ઉકેલાઈ જશે..!"
"કેમ તમે કોઈ સપનુ જોયુ છે..એવુ..?"
ખટપટિયાને જગદિશની વાત ન ગમી.
એ માનતો કે જે કેસની કળી તરત મળી જાય એ કેસ સોલ્વ થતાં લાંબો ટાઈમ રાહ જોવી પડતી નથી.
અને લટકેલો કેસ લટકેલો જ રહી જાય છે.
કોફી પીધા પછી એ ઉભો થયો.
માથેથી હેટ ઉતારી ટેબલ પર મૂકી.
સિગરેટ જલાવી. એક લાંબો કશ ખેચ્ચો.
ધુમાડો હવામાં ફંગોળ્યો. 
અને ધૂમાડામાંએ પોતાની જાતને આંગાળતો રહ્યો.
ત્યાંજ ટેબલ પર પડેલો ટેલિફોન રણકી ઉઠ્યો.
ટ્રિન ટ્રીન.. ટ્રિન ટ્રિન.. ટ્રિન ટ્રિન... 
જગદિશે ફોન રિસિવ કર્યો."હલ્લો કતારગામ પોલિસ ચોકી..!" 
"સર.. જમના પાર્ક સોસાયટીના સાંઈદર્શન એપાર્ટમેન્ટ માં ફસ્ટ ફ્લોરના એક ફ્લેટમાં મર્ડર થયુ છે..?
"કોનુ અને તમે કોણ બોલો છો...?"
"જગદિશનો અવાજ ઉંચો થયેલો પણ સામેથી ફોન મૂકાઈ ગયો.
જગદિશ બોલવા ગયો.
"સર..!
"મર્ડર થયુ..! એમજને..?"
"તમને કેમ ખબર પડી..?"
"તમારુ ડાચુ કહી આપે છે..!"
"ચાલો ક્યાં જવાનુ છે...? બહાર તરફ ખટપટિયા લગભગ દોડ્યો.
પાછળ જગદિશ દોરવાઈ પોલિસવાનમાં અસવાર થઈ ગયો.
"જમના પાર્ક સેસાયટી...લઈલો..!"
ત્યારે ખટપટિયાએ પોતાના સ્ટાફમાં આવતા બે પો. કોન્સ્ટેબલોને જમનાપાર્ક સોસા. તરક પહોંચવાની તાકીદ કરી.

** *** *** *** **** **

10 મિનિટ પછી જગદિશ અને પોપટસર સાંઈદર્શનના ફ્લેટમાં લાશ સામે ઉભા હતા.
બેડમાં જ એક યુવાનની લાશ હતી.
ફ્લેટની નેઈમ પ્લેટ પરથી જાણવા મળ્યુ કે એ કરણદાસનો મૃતદેહ હતો.  
સામેના ફ્લેટમાં રહેતા નિલેશ લીંબાણી ને ખટપટિયા એ બોલાવ્યા. 
ચપટું નાક લંબગોળ ચહેરો અને લાંબા વાળમાં નિલેશ લીંબાણી બહુ વિચિત્ર લાગતો હતો.
"તમારું શુભ નામ..?" ખટપટિયા એ સપાટ સ્વરમાં લીંબાણી ને પૂછ્યું.
"નિલેશ લીંબાણી..?"  કાઠીયાવાડી પટેલ લીંબાણીએ જરાક ખચકાટ અનુભવ્યો.
"તો લીંબાણી સર શું કામકાજ કરો છો..?"
"હીરાની પેઢીમાં મેનેજર છું સાહેબ.! આજે અગિયારસની રજા હતી..!"
"તમારી સામેના ફલેટમાં કરસનદાસ નામની વ્યક્તિનુ મર્ડર થયું છે તમને ખબર નથી..?"
"ના સર..! મેઇન ડોર લોક હોય પછી બહાર શું થઇ રહ્યું છે ? અને કોણ આવી-જઈ રહ્યું છે અણસાર પણ વર્તાતો નથી..?
ખટપટિયા એ આવતાં વેત જોઈ લીધું હતું કે મેન ગેટ પર અને દરેક ફ્લેટના કોર્નર પર મેઇન ડોર કવરેજ કરી લે એવી રીતે સેન્સીટીવ કેમેરા લગાવેલા હતા.
"ચાલો માની લઈએ છીએ તમને ખબર નથી. 
મરનારને તમે ઓળખો છો..?"
તેઓ પડોશી હોવાના નાતે ઓળખું છું
એ પણ ડાયમંડ ફીલ્ડમાં છે. અને એક યુનિટના માલિક છે. તેઓ ડાયમંડ ઉદ્યોગનુ બઉ મોટુ માથું ગણાય.  મને તો હજુ પણ વિશ્વાસ નથી થતો કે એમનુ મર્ડર થઈ ગયું છે.!
"આવતા જતા ક્યારેક કોઈ અસંદિગ્ધ વ્યક્તિને જોઈ હોય તો અત્યારે કહી દેજો..!"
"નહીંતર ખરેખર મને કંઈ જ ખબર નથી..!" 
લીંબાણી પોલીસનું ઝાઝી લપમાં પડવા કરતા વાત વાળી લીધી.
"જગદીશ..!! મગજ ભમાવી દે એવો કેસ છે. કરસનદાસ જેવા મોટા ગજાના હીરા ઉદ્યોગના વેપારીનુ મર્ડર એમના જ રૂમમાં થઈ જાય છે.
એ પણ છરાના ઉપરા છાપરી ઘા ઝીંકીને..! જરા પણ અફરાતફરી કે ઝપાઝપી નહીં થઈ હોય..? પોતાના બચાવ માટે પ્રતિકાર પણ નહીં કર્યો હોય..!"
"સર એવું જ થયું છે કોઈ  જ ઝપાઝપી  કે અફરાતફરી નહીં. કરસનદાસનુ ગાઢ નીંદરમાં કોઈએ કાળ કાઢી નાખવું હોય એવું બને..!"
"થેન્ક્યુ સો મચ લીંબાણી સાહેબ અત્યારે તમે જઈ શકો છો જરૂર પડે તો સહકાર આપજો..!"
"જરૂર સર એની ટાઈમ બોલાવી શકો છો.!"
"વધુ પડતા બિલ્ડિંગના કારણે મોત થયું છે..!"
લીંબાણી ના ગયા પછી જગદીશ ખટપટિયા આગળ પોતાનું જ્ઞાન પ્રગટ કર્યું.
જગદીશ  જો તો ખરા ગોળમટોળ ચહેરો પી઼ડા રહીત જણાય છે.  જાણે કે એને પોતાના મૃત્યુની પણ જાણ નહોતી..!
"હા સર.., પણ સામેની દિવાલ પર તો નજર કરો..!"
ખટપટિયા લોહીથી દિવાર પર લખાયેલા શબ્દો ની નજીક ગયો.
વાંકાચૂકા અક્ષરે "કઠપૂતલી" લખાયેલુ હતુ.
મતલબ સાફ હતો. 
જે કોઈ કમરામાં આવ્યુ મર્ડરના ઈરાદાથી જ આવેલુ હોવુ જોઈએ.
સીસીટીવી કેમેરા લાગેલા છે જરૂર કોઈ સાંધો મળી જશે..!" લખાણને ધારી-ધારી જોયા પછી ખટપટિયાએ ફોરેન્સિક લેબને ફોન જોડ્યો.
(ક્રમશ:)
રહસ્યકથા મારા માટે પહેલો પ્રયાસ છે. તમારા અભિપ્રાયો આવકાર્ય
-સાબીરખાન પઠાણ..